તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • In The First Week Of March, The Mercury Reached 40 In Some Places. Is There Going To Be A Record breaking Heat In The Country This Year?

ભાસ્કર એક્સપ્લેનર:માર્ચના પ્રથમ સપ્તાહમાં જ કેટલાંક સ્થળે પારો 40 સુધી પહોંચ્યો, શું આ વર્ષે દેશમાં રેકોર્ડબ્રેક ગરમી પડવાની છે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્ચ શરૂ થતાં જ હવામાન વિભાગે ગરમીની ઋતુનું અનુમાન જારી કર્યું છે. કહેવાયું છે કે માર્ચથી મે દરમિયાન ભારતના ઉત્તર, ઉત્તરપૂર્વ, પૂર્વ અને પશ્ચિમના કેટલાક હિસ્સાઓમાં આ વર્ષે સામાન્યથી વધુ ગરમી પડી શકે છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ભારતમાં સામાન્યથી વધુ ગરમી પડી શકે છે, જ્યારે દક્ષિણ અને મધ્ય ભારતમાં સામાન્યથી ઓછી ગરમી પડવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. માર્ચનું પ્રથમ સપ્તાહ વીત્યું ત્યાં સુધીમાં એક તરફ જ્યાં દેશના કેટલાક ભાગોમાં પારો 40 ડીગ્રી સે. સુધી પહોંચી ગયો છે, ત્યારે હિમાચલ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાને પલટી મારી છે અને ત્યાં આગામી થોડા દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરાઈ છે.

ગરમી પડવા અંગે હવામાન વિભાગનું શું અનુમાન છે? કયાં રાજ્યોમાં સૌથી વધુ ગરમી પડી શકે છે? હિમાચલમાં અચાનક બદલાયેલા હવામાનનું કારણ શું છે?

આવો જાણીએ...

આ વર્ષે ગરમી પડવા અંગે હવામાન વિભાગનું શું અનુમાન છે?
દિલ્હી અને પુણે (IMD) સહિત મોટા ભાગનાં હવામાન વિજ્ઞાન કેન્દ્રોએ ઉત્તર, ઉત્તરપૂર્વ અને ઉત્તરપશ્ચિમ ભારતમાં આ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન દર્શાવ્યું છે, જ્યારે ઉત્તરના મોટા ભાગનાં રાજ્યોમાં આગામી ત્રણ મહિના લઘુતમ તાપમાન પણ સામાન્યથી વધુ રહેવાના આસાર છે.

જોકે દક્ષિણ અને મધ્ય ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં રાતનું તાપમાન સામાન્ય રહેશે. આ રાજ્યોમાં આગામી ત્રણ મહિના લઘુતમ તાપમાન સામાન્ય કે સામાન્યથી ઓછું રહેવાના આસાર છે. IMDએ ફેબ્રુઆરીના તાપમાનને જોઈને આગામી ત્રણ મહિનાની મોસમનું અનુમાન જારી કર્યુ છે. જોકે એપ્રિલની શરૂઆતમાં IMD આ ત્રણ મહિનાના હવામાનના અનુમાનને ફરી એકવાર અપડેટ કરશે.

...તો શું આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી પડવાની છે?
IMDના ડીજી ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રા કહે છે કે એવું અત્યારથી ન કહી શકાય. જે વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન છે, ત્યાં હીટવેવ વધુ ચાલશે, જ્યારે જે વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન છે ત્યાં કાં તો હીટવેવ નહીં હોય અથવા તો તેની ઈન્ટેન્સિટી અને ફ્રિકવન્સી ઘણી ઓછી રહેશે.

દેશના કયા વિસ્તારોમાં સૌથી વધુ ગરમી પડી શકે છે?
પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહારમાં આગામી ત્રણ મહિના મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાના આસાર છે. આ રાજ્યોમાં મહત્તમ તાપમાન સરેરાશ સામાન્યથી 0.71 ડીગ્રી સે. સુધી વધુ રહી શકે છે. ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોની તુલનામાં વધુ ગરમી પડી શકે છે. આ વિસ્તારોમાં દિવસનું તાપમાન સરેરાશ 0.25થી 0.86 ડીગ્રી સે. સુધી વધુ રહી શકે છે.

હવામાન વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે, આ વર્ષે દેશનાં દક્ષિણી રાજ્યોમાં રાત ગરમ રહી શકે છે. આવું આ વિસ્તારોમાં થનારા વરસાદ અને ભેજને કારણે હશે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દિવસ અને રાત બંને ગરમ રહેશે. પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કેરળ, તામિલનાડુ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં રાત્રિઓ સામાન્યથી વધુ ગરમ રહેશે.

તો શું આવનારા થોડા દિવસમાં જ પારો 40-45 પહોંચી જશે?
મહારાષ્ટ્રના વિદર્ભના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40ને પાર પહોંચી ગયો છે, પરંતુ હજુ દેશભરમાં હવામાનમાં ખૂબ વધારે ફેરફાર થવાનો નથી. સોમવારે જ હરિયાણા, દિલ્હી અને ચંડીગઢના કેટલાક વિસ્તારોમાં પારો સામાન્ય 5.1 ડીગ્રી કે એનાથી પણ વધુ થયું. જ્યારે હિમાચલ પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢના અનેક વિસ્તારો અને રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તરપૂર્વી રાજ્યોના કેટલાક વિસ્તારોમાં તાપમાન 3થી 5 ડીગ્રી વધુ રહ્યું. જોકે આગામી થોડા દિવસ સુધી દેશભરના તાપમાનમાં વધુ ફેરફાર નહીં આવે. આ ઉપરાંત લૂ ફૂંકાવાના પણ આસાર હજુ નથી.

હિમાચલમાં તો વરસાદ થઈ રહ્યો છે એવું કેમ?
હવામાન વિભાગ કહે છે કે જે પૂર્વાનુમાન જારી થયા છે એ સમગ્ર સીઝન માટે છે. હિમાચલના હવામાનમાં આવેલો પલટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે. આ પ્રકારે ડિસ્ટર્બન્સ વચ્ચે વચ્ચે આવતું રહે છે. આ કારણથી 11 અને 13 માર્ચ વચ્ચે પશ્ચિમી હિમાલયન રીજનમાં બરફવર્ષા થઈ શકે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 12 માર્ચના રોજ કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે, પરંતુ એેનાથી સમગ્ર સીઝનના હવામાન પર ખાસ અસર નહીં પડે.

તો શું આ વર્ષે અગાઉના મુકાબલે વધુ લૂ ફૂંકાશે?
ભારતમાં ગરમીની ઋતુમાં સામાન્ય રીતે લૂ ફૂંકાય છે, પરંતુ તેનું અગાઉથી અનુમાન ન લગાવી શકાય. એ જણાવવું મુશ્કેલ છે કે આ વખતે લૂ કેટલી વધુ ફૂંકાશે અને તેની ઈન્ટેન્સિટી કેટલી વધુ હશે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષના હવામાનને જોઈને કહી શકાય કે આ વખતે કોર હીટવેવ ઝોન (CHZ)માં લૂ ફૂંકાય એ સામાન્ય વાત છે. આ ઝોનમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્રમાં વિદર્ભ, પશ્ચિમ બંગાળમાં ગંગાના કિનારાના વિસ્તાર, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગણા આવે છે, એમાંથી કેટલાંક રાજ્યોમાં વધુ ગરમી પડવાના આસાર છે.

આ રાજ્યોમાં સામાન્ય રીતે ફૂંકાતી લૂ આ વર્ષે પણ ફૂંકાશે, કેટલાંક સ્થળે એ છેલ્લાં કેટલાંક વર્ષના મુકાબલે વધુ પણ ફૂંકાઈ શકે છે. લૂ ફૂંકાવાનું અનુમાન ગરમી વધવાની સાથે વધુ સારી રીતે જણાવી શકાય છે.

ગરમીની ઋતુ પર લા નીનાની શું અસર પડશે?
લા નીના પ્રશાંત મહાસાગર સાથે સંકળાયેલ છે. જ્યારે સમુદ્રની સપાટીનું તાપમાન નિમ્ન હવાનું દબાણ હોવાના કારણે ખૂબ ઓછું થઈ જાય છે ત્યારે તેની અસર દુનિયાભરના તાપમાન પર થાય છે અને એ પણ તેના કારણે ઓછી થઈ જાય છે. હવામાન ઠંડું થઈ જાય છે. અનેકવાર તેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે. જ્યારે જે સમયે સમુદ્રમાં તેની ઊલટી સ્થિતિ સર્જાય છે તો તેને અલ નીનો કહે છે. આ કારણથી હવામાનમાં ગરમી વધી જાય છે.

હવામાન વિભાગ કહે છે કે સમગ્ર ગરમીની સીઝનમાં લા નીનાની અસર પડી શકે છે. જૂનમાં એ નબળું પડવા લાગશે, પરંતુ ગરમીની હવામાનમાં પારો વધવા-ઘટવાનાં અનેક અન્ય કારણ પણ હોય છે. આ કારણથી માત્ર લા નીનાના કારણે હવામાન ઠંડું રહેશે એ કહી ન શકાય.