તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:બજેટમાં તો બે બેંકોના પ્રાઈવેટાઈઝેશનનું એલાન કરાયું હતું, હવે ચારના નામ શા માટે? આનાથી ગ્રાહકોના પૈસાનું શું થશે?

4 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
 • કૉપી લિંક

સરકારે આ બજેટમાં બે પબ્લિક સેક્ટર (PSU) બેંકોના ખાનગીકરણનું એલાન કર્યુ. પરંતુ 15 દિવસની અંદર ચાર બેંકોના નામ સામે આવ્યા, જેનું ખાનગીકરણ થઈ શકે છે. જો કે, સરકારની તરફથી અત્યાર સુધી બેંકોને શોર્ટલિસ્ટ કરવા અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

આખરે સરકાર બેંકોનું ખાનગીકરણ શા માટે ઈચ્છે છે? જે બેંકોનું પ્રાઈવેટાઈઝેશન થવાનું છે, તેની સ્થિતિ કેવી છે? જે બેંકોના નામ આ માટે શોર્ટલિસ્ટ થયા છે, તેમના શેરના ભાવ શા માટે વધી રહ્યા છે? પ્રાઈવેટાઈઝેશન થવાથી આ બેંકોના કર્મચારીઓ અને કસ્ટમર્સ પર શું અસર થશે? આવો સમજીએ...

બજેટમાં સરકારે બેંકોના પ્રાઈવેટાઈઝેશનને લઈને શું કહ્યું હતું?
1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં સરકારે ઓછામાં ઓછી બે સરકારી બેંકોના ખાનગીકરણનું એલાન કર્યુ. જો કે બેંકોના નામ જણાવ્યા નહોતા. આ અગાઉ સરકારે 2019માં LICમાં પોતાની હિસ્સેદારી વેચીને IDBI બેંકનું ખાનગીકરણ કર્યુ હતું. છેલ્લા ચાર વર્ષમાં 14 પબ્લિક સેક્ટર બેંકોનું મર્જર કરી ચૂકી છે.

2014માં જ્યારે પ્રથમવાર મોદી સરકાર સત્તામાં આવી તો દેશમાં 27 સરકારી બેંક હતી. એ ઘટીને 12 રહી ગઈ છે. હવે જો બે બેંકોનું પ્રાઈવેટાઈઝેશન થાય છે તો એ સંખ્યા ઘટીને 10 થઈ જશે. જ્યારે, બજેટમાં એલાન પછી સરકારે 4 બેંકોને ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરી છે. જો ચારેય બેંકોનું ખાનગીકરણ થાય છે તો દેશમાં સરકારી બેંકોની સંખ્યા ઘટીને 8 રહી જશે.

હવે ચાર બેંકોના નામ પ્રાઈવેટાઈઝેશન માટે શા માટે સામે આવી રહ્યા છે?
કેન્દ્રએ 4 સરકારી બેંકોને પ્રાઈવેટાઈઝેશન માટે શોર્ટલિસ્ટ કરી છે. તેમાં બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સામેલ છે. કહેવાય છે કે 2021-22માં આ 4માંથી 2 બેંકોનું પ્રાઈવેટાઈઝેશન થઈ શકે છે. જો કે સરકારે અત્યાર સુધી પ્રાઈવેટ થનારી બેંકોના નામ જાહેર કર્યા નથી.

સરકાર બેંકોનું પ્રાઈવેટાઈઝેશન કરવા જ શા માટે માગે છે?
માત્ર બેંક જ નહીં, સરકાર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એર ઈન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, IDBI બેંક, BEML, પવન હંસ, નીલાંચલ ઈસ્પાત નિગમ લિમિટેડ અને અન્ય અનેક સરકારી ઉપક્રમો (PSU)ને પણ વેચવાની તૈયારીમાં છે. સરકારી ક્ષેત્રની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)નો આઈપીઓ પણ લોન્ચ થશે. સરકારને આ ફાઈનાન્શિયલ યરમાં સરકારી ફર્મોના ડિસઈન્વેસ્ટમેન્ટથી 1.75 લાખ કરોડ એકત્ર થવાની આશા છે.

નિષ્ણાતો કહે છે કે બેંકિંગ સેક્ટરમાં પ્રાઈવેટાઈઝેશનનું મોટું કારણ તેમનું NPA છે. કોરોના દરમિયાન જે બેડ લોન વધી છે, તેમને પણ કેટેગરાઈઝ કરવામાં આવે તો બેંકોના NPAનો આંકડો વધી શકે છે. અનેક સરકારી બેંક ફાઈનાન્શિયલ ક્રાઈસિસનો સામનો કરી રહી છે. સરકાર આવી બેંકો વેચીને રેવન્યૂ વધારવા માગે છે. બેંકોના પ્રાઈવેટાઈઝેશનથી મળેલા પૈસાનો ઉપયોગ સરકાર સરકારી યોજનાઓમાં કરવા માગે છે.

જે બેંકોનું પ્રાઈવેટાઈઝેશન થવાનું છે, તેની સ્થિતિ કેવી છે?

આ બેંકો પર કેટલું NPA છે?

ચારેય બેંક વર્ષોથી ખોટમાં ચાલી રહી હતી? હવે છેલ્લા ત્રણ ક્વાર્ટરથી તેમાંથી ત્રણ બેંકો નફામાં કેવી રીતે આવી ગઈ?
કોર્પોરેટ લેખક પ્રકાશ બિયાણી કહે છે કે બેંકોની ખોટનું કારણ તેમનું NPA છે. ભારે NPAના કારણે આ બેંકો સતત ખોટમાં ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં આ બેંકોના NPAમાં થોડો ઘટાડો આવ્યો છે. પ્રાઈવેટાઈઝેશન માટે આ બેંકોનું નામ આવ્યા પછી તેમના શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે.
BSEના અનુસાર ચારેય બેંકોની NPA ઘટી છે. ગત ક્વાર્ટરમાં બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો પ્રોફિટ 200%થી વધુ રહ્યો. જ્યારે, બેંક ઓફ મહારાષ્ટ્રની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ વધી છે.

બેંકોના પ્રાઈવેટાઈઝેશનથી તેના ગ્રાહકો પર શું અસર થશે?
એકાઉન્ટ હોલ્ડર્સના જે પણ પૈસા આ 4 બેંકોમાં જમા છે, તેના પર કોઈ ખતરો નથી. એકાઉન્ટ રાખનારાઓને લાભ એ થશે કે પ્રાઈવેટાઈઝેશન પછી તેમને ડિપોઝિટ્સ, લોન જેવી બેંકિંગ સર્વિસિઝ પહેલાના મુકાબલે ઉત્તમ રીતે મળી શકશે. એક જોખમ એ રહેશે કે કેટલાક મામલાઓમાં તેમને વધુ ચાર્જ આપવાનો રહેશે. ઉદાહરણ માટે સરકારી બેંકોના બચત ખાતામાં પણ હજુ એક હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવાનું હોય છે. કેટલીક પ્રાઈવેટ બેંકોમાં મિનિમમ બેલેન્સની જરૂરી રકમ વધીને 10 હજાર રૂપિયા થઈ જાય છે.

કર્મચારીઓનું શું થશે?
સત્તામાં આવનારા રાજકીય પક્ષો સરકારી બેંકોને ખાનગી બેંક બનાવવાથી દૂર રહે છે, કેમકે તેનાથી લાખો કર્મચારીઓની નોકરીઓ પર પણ જોખમ રહે છે. જો કે, હાલની સરકાર અગાઉથી જ કહી ચૂકી છે કે બેંકોને મર્જ કરવાની કે પ્રાઈવેટાઈઝેશનની સ્થિતિમાં કર્મચારીઓની નોકરી જશે નહીં. બેંક ઓફ ઈન્ડિયા પાસે 50 હજાર કર્મચારી છે, જ્યારે સેન્ટ્રલ બેંકમાં 33 હજાર કર્મચારી છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 26 હજાર અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં 13 હજાર કર્મચારી છે. આ રીતે બધુ મળીને એક લાખથી વધુ કર્મચારી આ ચારેય સરકારી બેંકોમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો