ભાસ્કર એક્સક્લૂસિવકાંધલની દાદાગીરી જુઓ:ત્રીજી વખત આદેશને ઘોળીને પી ગયા, બોસ્કી કૉંગ્રેસ સાથે ગોઠવણ કરતા રહ્યા ને કુતિયાણાથી ફોર્મ ભરી દીધું

23 દિવસ પહેલા

વિધાસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે કોંગ્રેસ અને એનસીપી લાંબી વિચારણા બાદ ગઠબંધનની બેઠકો ગોઠવવા અમદાવાદમાં મળ્યા. ને નક્કી કર્યું કે આ વખતે ઉમરેઠ, દેવગઢ બારીયા અને નરોડા બેઠક પર NCP પોતાના ઉમેદવારને ઉતારશે. NCPની હોટ સીટ કુતિયાણાની ગઠબંધનમાંથી બાદબાદી થઈ. પણ કાંધલ જાડેજા પકડ્યા રહે ખરા? અત્યાર સુધીમાં આ ત્રીજી ઘટના છે, જેમાં કાંધલ જાડેજા પક્ષના આદેશને ઘોળીને પી ગયા. 2017ની રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન હોવા છતાં કાંધલે અહેમદ પટેલને મત નહોતો આપ્યો. તો ગત જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પવાર રાષ્ટ્રીય કક્ષાએ વિપક્ષને એક કરવા બેઠકો કરતા રહ્યા ને અહિંયા કાંધલ દ્રોપદી મૂર્મૂને મત આપી આવ્યા. અને હવે વિધાનસભા માટે 3 બેઠકો પણ ગઠબંધન નક્કી થયું, તોય કાંધલનો મીજાજ એ નો એ જ રહ્યો. ત્યારે કુતિયાણાનો પેચ ફસાવવા પાછળના કયા કારણો છે તે જાણવા માટે ઉપરના ફોટો પર ક્લીક કરો.

અન્ય સમાચારો પણ છે...