ભાસ્કર એક્સપ્લેનર:ટેસ્ટિંગ વગર 7 દિવસમાં કોરોના આઈસોલેશનનો અંત આવશે, નિષ્ણાતોએ કહ્યું- આનાથી કોરોના વધુ જોખમી સ્વરૂપ ધારણ કરી શકે છે

18 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક
 • ભારત અગાઉ અમેરિકા, બ્રિટન,ઈઝરાયલ જેવા દેશ સંક્રમિતોનો આઈસોલેશન પીરિયડ ઘટાડી ચુક્યા છે

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયે તાજેતરમાં જ સુધારા સાથેની એક માર્ગદર્શિકા જાહેર કરી છે, જે પ્રમાણે એસિમ્પ્ટોમેટીક અને સામાન્ય લક્ષણો ધરાવનારને આઈસોલેશનનો સમયગાળો 10 દિવસથી ઘટાડી 7 દિવસ કરવામાં આવ્યો છે. ભારત અગાઉ અમેરિકા, બ્રિટન અને ઈઝરાયલ જેવા દેશોએ પણ કોરોના સંક્રમિતો માટે આઈસોલેશનના સમયમાં ઘટાડો કર્યો છે. ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે અનેક નિષ્ણાતો આઈસોલેશનની અવધિ ઘટાડવા અંગેના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે અને તેનાથી સંક્રમણ વધારે ફેલાવાનું સંકટ સર્જાયું છે.

ચાલો જાણીએ કે સરકારે શા માટે ઘટાડ્યો કોરોના સંક્રમિતોનો હોમ આઈસોલેશન પીરિયડ?તેનાથી શું નુકસાન થઈ શકે છે? અમેરિકા જેવા દેશોએ શા માટે આ પગલું ભર્યું?

ભારતે ઘટાડ્યો કોવિડ આઈસોલેશન પીરિયડ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 5 જાન્યુઆરી 2022ના રોજ કોવિડ-19 સંક્રમિતો માટે રિવાઈઝ્ડ હોમ આઈસોલેશન ગાઈડનાલઈન ઈશ્યુ કરી. આ ગાઈડલાઈન પ્રમાણે હવે એસિમ્પ્ટોમેટીક અને સામાન્ય લક્ષણ માટે આઈસોલેશનની અવધિ 10 દિવસથી ઘટાડી 7 દિવસ કરવામાં આવી છે. પ્રથમ લહેર સમયે દેશમાં આઈસોલેશનની અવધિ 14 દિવસ હતી.
ચાલો જાણીએ દેશમાં કોવિડ-19 હોમ આઈસોલેશન મુદ્દે નવી ગાઈડલાઈન શું છેઃ

 • આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે બીજી લહેર સમયે આઈસોલેશન પીરિયડને 10 દિવસ રાખવામાં આવ્યો હતો. હવે ઈશ્યુ કરેલી નવી ગાઈડલાઈન પ્રમાણે આઈસોલેશન પીરિયડને સાત દિવસ કરવામાં આવ્યો છે.
 • લક્ષણ વગરના કોરોના પોઝિટિવ દર્દીને એસિમ્પ્ટોમેટિક કહેવાય છે. જ્યારે સામાન્ય અથવા નજીવા લક્ષણવાળા પોઝીટીવ દર્દી છે કે જેમનામાં રેસ્પેરેટરી ટ્રેક્ટ અથવા શ્વસન તંત્રમાં લક્ષણ છે.
 • જો સતત ત્રીજા દિવસ સુધી તાવ ન આવતો હોય તો હોમ આઈસોલેશનને કોરોના પોઝીટીવ જોવા મળવા ઓછામાં ઓછા સાત દિવસ બાદ અંત આવશે તેમ માનવામાં આવશે.
 • 7 દિવસ બાદ આઈસોલેશન પીરિયડ પૂરો માનવામાં આવશે અને આ માટે ટેસ્ટીંગને આવશ્યક માનવામાં આવે તે અંગે કહેવામાં આવ્યું નથી.
 • સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા એસિમ્પટેમિક લોકોના ટેસ્ટિંગ અને આઈસોલેશનની જરૂર નથી.

ભારતે શા માટે ઘટાડ્યો આઈસોલેશન પીરિયડ?
સ્વાસ્થ મંત્રાલયે કોરોના આઈસોલેશન પીરિયડ ઘટાડવા પાછળ ખાસ કારણ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે મંત્રાલયે ચોક્કસપણે કહ્યું કે આ જરૂરી છે કે છેલ્લા બે વર્ષમાં વિશ્વ અને ભારતમાં પણ જોવામાં આવ્યું છે મોટાભાગના કેસમાં કોવિડ-19 અથવા તો એસિમ્પ્ટોમેટીક છે અથવા તો તે સામાન્ય લક્ષણ છે.

આવા કેસમાં સામાન્ય રીતે વધારે ઈલાજ વગર સાજા થઈ જવાય છે. માટે યોગ્ય મેડિકલ ગાઈડન્સ અને દેખરેખમાં ઘર પર જ મેનેજ થઈ શકે છે.

શું કોઈ જ ટેસ્ટીંગ વગર આઈસોલેશન ખતમ કરવું યોગ્ય છે?
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હવે સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવવાના સંજોગોમાં 7 દિવસ બાદ આઈસોલેશન પીરિયડને ખતમ માનવામાં આવશે અને આ માટે ટેસ્ટિંગની જરૂરત નથી. જોકે કોઈ ટેસ્ટિંગના આઈસોલેશન ખતમ કરવા અંગે નિષ્ણાતોના અભિપ્રાય અલગ-અલગ દેખાય છે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આમ કરવાથી ઓમિક્રોન વેરિયન્ટ વધારે ફેલાઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે કોવિડ અંગે બનેલી ટાસ્ક ફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતે કહ્યું કે કોઈ દર્દીને આઈસોલેશન વોર્ડથી કોઈ જ નેગેટીવ ટેસ્ટ વગર કેવી રીતે કાઢી શકાય છે? દર્દી અન્યોમાં પણ વાયરસ ફેલાઈ શકાય છે.

તેમણે કહ્યું કે ભારતમાં લોક આત્મ-અનુશાસનમાં રહેતા નથી અને અનેક વખત સેલ્ફ-આઈસોલેશનના નિયમ નહીં માનવાની ફરિયાદ પણ આવી છે. આ સંજોગોમાં દર્દી એસિમ્પ્ટોમેટીક પણ છે, તો પણ તેને 14 દિવસના આઈસોલેશનમાં રહેવું જોઈએ?
શું આઈસોલેશન પીરિયડના 7 દિવસ કરવા યોગ્ય છે?
આ પ્રશ્ન ભાસ્કરે મહામારી વિશેષજ્ઞ ડો.ચંદ્રકાંત લહરિયાએ પૂછ્યું તો તેમણે કહ્યું, ઓમિક્રોન અગાઉના વેરિયન્ટની તુલનામાં ઝડપથી ફેલાય છે અને ઝડપથી વાયરસનું સંક્રમણ ઠીક થાય છે. ઓમિક્રોનના લક્ષણ 2-3 દિવસમાં આવી જાય છે અને 3-4 દિવસમાં વાયરસ ખતમ થવા લાગે છે. જ્યારે ડેલ્ટા અને વેરિયન્ટમાં લક્ષણ આવવામાં 4-5 દિવસનો સમય લાગ્યો હતો અને તેમના ખતમ થવામાં અને વધારે સમય લાગતો હતો. આ જ કારણ આઈસોલેશન પીરિયડને ઘટાડી 7 દિવસ કરવામાં આવ્યા છે.
તેમણે આઈસોલેશન પીરિયડ ઘટાડવા માટે કહ્યું કે ઓમિક્રોન વાયરસના મલ્ટીપાઈ કરવા અથવા અન્યોમાં સંક્રમણ ફેલાવાની ક્ષમતા 7 દિવસમાં લગભગ ખતમ થઈ જાય છે, માટે ઓમિક્રોન વેરિયન્ટ માટે 7 દિવસનો આઈસોલેશન પીરિયડ યોગ્ય છે.

શું કોઈ જ ટેસ્ટિંગ વગર આઈસોલેશન પીરિયડ ખતમ કરવો યોગ્ય છે?

 • તેના જવાબમાં ડો.લહરિયાએ કહ્યું કે 7 દિવસ બાદ પણ કોરોના વાઈરસ શક્ય છે કે દર્દીના શરીરમાં તે રહે, જોકે તે એટલી સંખ્યામાં નહીં હોય કે અન્યોને સંક્રમિત કરી શકે. ​​​​​​​ કેવી રીતે જાણી શકાશે કે વ્યક્તિમાં સંક્રમણનું જોખમ ઓછું થઈ ગયું છે?આ અંગે ડો.લહરિયાએ કહ્યું- ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવવાના સંજોગોમાં આઈસોલેશન 7 દિવસ બાદ ખતમ માનવામાં આવશે. અનેક દિવસ સુધી તાવ ન આવે તેનો અર્થ છે કે વાઈરસના મલ્ટીપાઈ કરવાની ક્ષમતા ખતમ થઈ ગઈ છે. આ સંજોગોમાં તે અન્યોને સંક્રમિત કરી શકશે નહીં.

શું 7 દિવસના આઈસોલેશન પૂરું થયા બાદ વાઈરસ ફેલાવાનું જોખમ હોય છે?
આ અંગે ડો.લહરિયાએ કહ્યું કે વાઈરસ ફેલાવાનું જોખમ જીરો નથી હોતું, પણ તે ઓછા પ્રમાણમાં હોય છે. આઈસોલેશન બાદ પણ 90 દિવસ સુધી વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી શકે છે, કારણ કે કેટલાક વાઈરસ તેના શરીરમાં ઉપસ્થિત હોય છે. જોકે વાઈરસની સંખ્યા એટલી નથી હોતી કે તે અન્યોને સંક્રમિત કરી શકે છે. માટે અન્યોના સંક્રમિત થવાનું જોખમ ઘણું ઓછું રહે છે.

તેમણે કહ્યું કે તેનાથી બચવું જરૂરી છે કે આઈસોલેશન પીરિયડ ખતમ થયા બાદ પણ માસ્ક લગાવવું, અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.

અમેરિકા, બ્રિટન, ઈઝરાયલ પણ આઈસોલેશન પીરિયડ ઘટાડી ચુક્યા છે

 • ભારતમાં અગાઉ પણ અમેરિકા, બ્રિટન અને ઈઝરાયલ જેવા દેશ કોવિડ-19 સંક્રમિતોનો આઈસોલેશન પીરિયડ ઘટાડી ચુક્યા છે
 • અમેરિકાએ તેને 5 દિવસ, બ્રિટને 7 દિવસ અને ઈઝરાયલે તો વેક્સિનેટેડ લોકો માટે આઈસોલેશનની જરૂરિયાત જ ખતમ કરી દીધી છે.
 • અમેરિકાએ 23 ડિસેમ્બરના રોજ કોરોના સંક્રમિત હેલ્થ કેર વર્કર્સ માટે હોમ આઈસોલેશનની અવધિ 10 દિવસથી ઘટાડી સાત દિવસ કરી હતી.
 • 27 ડિસેમ્બર 2021ના રોજ અમરિકાના સામાન્ય નાગરિકો માટે પણ આઈસોલેશનની અધિને 10 દિવસથી ઘટાડી પાંચ દિવસ કરવામાં આવી છે.
 • અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ આઈસોલેશન પીરિયડ ખતમ થાય તે અગાઉ કોરોના ટેસ્ટિંગ કરવાની સલાહ આપી નથી.

અમેરિકાએ શા માટે આઈસોલેશનની અવધિ ઘટાડી?
અમેરિકાએ આઈસોલેશન પીરિયડ ઘટાડવા પાછળ સ્પષ્ટ કારણ આપ્યું છે. CDCએ કહ્યું કે હજારો પોલીસ કર્મચારીઓ, ફાયરફાઈટર્સ અને અન્ય આવશ્યક કર્મચારીઓને ફક્ત નજીવા સંક્રમણને લીધે સાઈડલાઈન કરી શકાય નહીં. ખાસ કરીને ઓમિક્રોનને લીધે કોરોનાના કેસ નવી ઉંચાઈ પર પહોંચતા જોઈને, જ્યારે આ કર્મચારીઓની દેશને વિશેષ જરૂર હોય છે.