દિલ્હી હાઈકોર્ટના બે ન્યાયમૂર્તિઓની ખંડપીઠે પત્ની સાથે મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માગ કરતી અરજી અંગે અલગ-અલગ ચુકાદા આપ્યા છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શકધરે કહ્યું- IPCની કલમ 375, બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. માટે પત્ની સાથે બળજબરીપૂર્વક સંબધ બનાવવા બદલ પતિને સજા થવી જોઈએ. જ્યારે ન્યાયમૂર્તિ સી હરિશંકરે કહ્યું મેરિટલ રેપને કોઈ રીતે કાયદાનું ઉલ્લંઘન માની શકાય નહીં.
આ અગાઉ કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં મેરિટલ રેપ અંગે ચાલી રહેલી સુનાવણીને મોકૂફ રાખવાની માગ કરી હતી. આ સાથે જ કેન્દ્રએ કહ્યું હતું કે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા આ મુદ્દે અસરકારક રીતે વિચાર કરવાની જરૂર છે.
આ સંજોગોમાં આજે આપણે જાણશું કે કયા દેશોમાં મેરિટલ રેપ ગુનો છે? ભારતમાં શા માટે આ પ્રકારની માગ થઈ રહી છે? સરકાર મેરિટલ રેપને ગુનો જાહેર શા માટે કરવા ઈચ્છતી નથી?
આ પ્રશ્નોના જવાબ જાણતા પહેલા એક પોલમાં ભાગ લઈએ..
શું છે મેરિટલ રેપ?
પત્નીની મંજૂરી વગર પતિ દ્વારા બળજબરીપૂર્વક સેક્સ સંબંધ બનાવવા તેને મેરિટલ રેપ કહેવાય છે. સહમતિ વગર સંબંધ બાંધવાની બાબતને મેરિટલ રેપની શ્રેણીમાં રાખવામાં આવે છે. મેરિટલ રેપને પત્ની સામે એક પ્રકારની ઘરેલુ હિંસા અને યૌન શોષણ માનવામાં આવે છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી મેરિટલ રેપ અંગે કાયદો બનાવવાની માગે વેગ પકડ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વર્ષ 2015થી જ આ પ્રકારના કેસ અંગે અનેક અરજીઓ પર સુનાવણી થતી રહી છે. જોકે કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ મુદ્દે કોઈ કાયદો બનાવતા પહેલા એક વ્યાપક ચર્ચા-વિચારણની જરૂર પડે છે, કારણ કે તે સમાજ પર વ્યાપક અસર કરશે.
મેરિટલ રેપ અંગે ભારતીય કાયદો શું કહે છે?
ભારતીય કાયદામાં મેરિટલ રેપને ગુનો માનવામાં આવતો નથી. રેપને દંડપાત્ર ગુનો જાહેર કરનારી ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 375 (ભાગ-2) પ્રમાણે મેરિટલ રેપને ગુનો માનવામાં આવતો નથી. આ અપવાદ પ્રમાણે જો કોઈ પુરુષ તેની પત્ની સાથે સેક્સ સંબંધ બનાવે છે અને જો પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી ન હોય તો તેને રેપ માનવામાં આવશે નહીં.
એટલે કે ભારતમાં જો પતિ તેની પત્નીની સહમતિ અથવા સહમતિ વગર સેક્સ સંબંધ બનાવે છે અને પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી નથી તો તેને રેપ માનવામાં આવતો નથી. એટલે કે પતિ જો બળજબરીપૂર્વક સેક્સ સંબંધ બનાવે તો પણ તે ગુનો અને રેપ માનવામાં આવશે નહીં.
રેપ અંગે ભારતીય કાયદો શું કહે છે?
કોઈ પુરુષ દ્વારા મહિલા સાથે બળજબરીપૂર્વક સેક્સ સંબંધ બનાવ તેને IPCની કલમ 375 પ્રમાણે રેપ માનવામાં આવતો નથી. રેપને વ્યાપકપણે વ્યાખ્યાયિત કરવા માટે IPCની કલમ 375માં 6 કારણ દર્શાવવામાં આવેલ છેઃ
ઉપર દર્શાવવામાં આવેલા કારણો પૈકી કોઈપણ કારણથી ભારતમાં લગ્ન બાદ સેક્સ સંબંધો પર લાગુ થતા નથી. એટલે કે પતિ પત્ની સાથે તેની મરજી વગર અથવા બળજબરીપૂર્વક સેક્સ સંબંધ બનાવી શકે છે અને તે કરવો ગુનો નથી.
સરકારે મેરિટલ રેપના વિચારને નકારી દીધો હતો
વર્ષ 2016માં મોદી સરકારે મેરિટલ રેપના વિચારને નકારી દીધો હતો. સરકારે કહ્યું હતું કે દેશમાં શિક્ષણનો અભાવ, ગરીબી, અનેક સામાજીક રીત-રિવાજો, મૂલ્યો, ધાર્મિક વિશ્વાસ તથા વિવાહને એક સંસ્કાર તરીકે માનનાર સમાજની માનસિકતા જેવા વિવિધ કારણોથી તેને (મેરિટલ રેપ) ભારતીય સંદર્ભમાં લાગૂ કરી શકાય નહીં.
વર્ષ 2017માં સરકારે IPCની કલમ 375ના મેરિટલ રેપને ગુનો નહીં માનવવાના કાયદાકીય અપવાદને હટાવવાનો વિરોધ કર્યો હતો. સરકારે તર્ક આપ્યો હતો કે મેરિટલ રેપને ગુનો જાહેર કરવાથી વિવાદની સંસ્થા અસ્થિર થઈ જશે અને તેનો ઉપયોગ પત્નીઓ દ્વારા તેમના પતિઓને સજા અપાવવા કરવામાં આવી શકે છે.
કેન્દ્રએ તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટમાં મેરિટલ રેપ અંગે ચાલી રહેલી સુનાવણી અંગે કહ્યું કે ફક્ત એટલા માટે જ અન્ય દેશોએ મેરિટલ રેપને ગુનો જાહેર કર્યો છે, ભારતે આમ કરવાની કોઈ જરૂર નથી. કેન્દ્રએ કહ્યું કે મેરિટલ રેપને ગુનો જાહેર કરતા પહેલા આ મુદ્દે સાવધાનીપૂર્વક વિચાર કરવો જોઈએ. તાજેતરમાં જ સરકારે સંસદમાં મેરિટલ રેપના મુદ્દે કહ્યું હતું કે લગ્નસંબંધોને હિંસક અને દરેક પુરુષને રેપિસ્ટ માનવા તે યોગ્ય બાબત નથી.
ભારતમાં મેરિટલ રેપ સહન કરનારી મહિલાઓની સંખ્યા કરોડોમાં
વિશ્વએ ક્યારે માન્યુ મેરિટલ રેપનો અપરાધ?
જોનાથન હેરિંગના પુસ્તક ફેમિલી લો (2014) પ્રમાણે ઐતિહાસિક રીતે વિશ્વના મોટાભાગના હિસ્સામાં એવી ધારણા હતી કે પતિ પત્નીનો રેપ કરી શકતા નથી, કારણ કે પત્નીને પતિ સંપત્તિ માનતો હતો. 20મી સદી સુધી અમેરિકા તથા ઈગ્લેન્ડના કાયદા માનતા હતા કે લગ્ન બાદ પત્નીના અધિકાર પતિના અધિકારોમાં સમાવેશ ધરાવતા હોય છે.
19મી સદીની શરૂઆતમાં નારીવાદી આંદોલનોના ઉદયની સાથે આ વિચારે પણ જન્મ લીધો કે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચેના સેક્સ સંબંધોમાં મહિલાઓની સહમતિનો અધિકાર તેનો મૌલિક અધિકાર છે.
વિશ્વના અનેક દેશોમાં હવે મેરિટલ રેપ ગુનો છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.