તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:તમે વેક્સિન લગાવડાવી છે કે લગાવવાના છો તો આ જાણકારી તમારા માટે છેઃ જાણો વેક્સિનથી કોઈ ગરબડ થઈ તો તમને શું મળશે?

3 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

ફાઈઝરની કોવિડ-19 વેક્સિન ભારતમાં ક્યારે મળશે? આ સવાલનો જવાબ એક શરત પર અટકેલો છે. ફાઈઝર અને મોડર્નાએ શરત રાખી છે કે ઈન્ડેમ્નિટી મળશે તો જ અમે mRNA વેક્સિન ભારતમાં મોકલીશું. આ ઈન્ડેમ્નિટી વેક્સિન કંપનીઓને તમામ પ્રકારની કાયદાકીય જવાબદારીમાંથી મુક્ત રાખે છે. જો ભવિષ્યમાં વેક્સિનના કારણે કોઈપણ પ્રકારની ગરબડ થાય તો આ કંપનીઓ પાસેથી વળતર માગી ન શકાય. ઈન્ડેમ્નિટી એટલે ઓક્સફોર્ડની ઈંગ્લિશ ડિક્શનરી મુજબ ડેમેજ કે નુકસાન વિરૂદ્ધ કાયદાકીય રક્ષણ થાય છે. ખાસ કરીને જો કોઈ નુકસાન કે હાનિ થાય અને વળતર આપવા માટેની જવાબદારી બને તો ઈન્ડેમ્નિટી એક પ્રકારનો કરાર છે, જેનાથી કંપનીઓને કાયદાકીય સુરક્ષા મળે છે.

ફાઈઝર-મોડર્નાની સાથે સાથે હવે કોવિશીલ્ડ બનાવનારી પૂણેની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ પણ ઈન્ડેમ્નિટીની વાત છેડી છે. વાસ્તવમાં, મોડર્ના અને ફાઈઝરની શરત માત્ર ભારત માટે નથી. અમેરિકા, યુકે સહિત મોટાભાગના દેશોમાં કંપનીઓને લીગલ ઈમ્યુનિટી મળેલી છે, ઈન્ડેમ્નિટી મળેલી છે.

હવે આપણે ત્યાં શું સ્થિતિ છે? આપણે ત્યાં શું કાયદાકીય રીતે ફાઈઝર-મોડર્નાની વેક્સિનને ઈન્ડેમ્નિટી મળી શકે છે? આવો આ સવાલોનાં જવાબ જાણીએ...

સૌપ્રથમ, જાણીએ છીએ કે આ મામલે સરકાર-ફાઈઝરની વાતચીત ક્યાં સુધી પહોંચી છે?

 • આમેય સરકાર અને ફાઈઝરની વાતચીત સામે આવી નથી. ફાઈઝર સહિત અન્ય વેક્સિન કંપનીઓની સાથે સરકારની ડીલમાં ગોપનીયતની કલમ રહેલી હોય છે. કેમકે મામલો બિઝનેસનો છે, તેથી દરેક વાત જણાવાતી નથી.
 • આ સવાલ પર નીતિ આયોગના સભ્ય (હેલ્થ) ડો. વી કે પૉલે કહ્યું કે ફાઈઝર જુલાઈમાં ભારતને mRNA કોવિડ-19 વેક્સિન ઉપલબ્ધ કરાવી શકે છે. પરંતુ સરકાર હજુ પણ ગંભીર સાઈડ ઈફેક્ટ્સ પર કેસમાંથી રાહત એટલે કે ઈન્ડેમ્નિટીના ફાઈઝરના અનુરોધ અંગે વિચાર કરી રહી છે. પણ અત્યાર સુધી આના પર કોઈ નિર્ણય લેવાયો નથી.

ઈન્ડેમ્નિટી શું છે અને એ કેમ માગવામાં આવી રહી છે?
જો ફાઈઝરને ઈન્ડેમ્નિટી મળી જાય છે તો વેક્સિન લગાવ્યા પછી ગંભીર સાઈડ ઈફેક્ટ કે મોત થાય ત્યારે કંપનીની કોઈ જવાબદારી નહીં હોય. તેની વિરુદ્ધ કાયદાકીય રીતે કેસ દાખલ કરી શકાશે નહીં.

તો કોઈ વેક્સિનથી મોત થાય તો ભારતમાં કાયદાકીય માર્ગો કયા છે?

 • સારી વાત એ છે કે ભારતમાં 30 કરોડ લોકોથી વધુને વેક્સિન ડોઝ લાગી રહ્યા છે અને મોત માત્ર એક થયું છે. આપણે ત્યાં વેક્સિન લગાવ્યા પછી જે ગંભીર સાઈડ ઈફેક્ટ્સના કેસ આવ્યા છે, એ પણ 30 હજાર એટલે કે 0.01%થી વધુ નથી. આના આધારે કહી શકાય કે ડરવાની કોઈ વાત નથી.
 • આ મામલે કાયદાકીય જોગવાઈ સ્પષ્ટ છે. ભારતના ડ્રગ કાયદાઓમાં કોઈપણ નવી દવા કે વેક્સિનને અપ્રુવલ આપતી વખતે કાયદાકીય સુરક્ષા કે ઈન્ડેમ્નિટી આપવાની જોગવાઈ નથી. જો કોઈ દવા કે વેક્સિનને ઈન્ડેમ્નિટી આપવામાં આવે તો જવાબદારી સરકારની બની જશે. સરકાર અને સપ્લાયર વચ્ચે થનારા કોન્ટ્રાક્ટના ક્લૉઝમાં તેનો ઉલ્લેખ હશે.

શું ભારતમાં ઉપલબ્ધ અન્ય વેક્સિન પર જવાબદારી બને છે?

 • હા. ભારતીય ડ્રગ રેગ્યુલેટરે અત્યાર સુધીમાં અપ્રુવ કરાયેલી ત્રણેય વેક્સિન - કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પુટનિક-V માટે કંપનીઓને ઈન્ડેમ્નિટી અપાયેલી નથી. આપણે ત્યાં ક્લિનિકલ ટ્રાયલ્સ માટે નિયમો સ્પષ્ટ છે. ટ્રાયલ્સ દરમિયાન કોઈ વોલિન્ટિયરનું મોત થઈ જાય છે તો તેને ગંભીર ઈજા થાય તો તેને વળતર મળે છે. આ અલગ-અલગ દવા અને વેક્સિનથી થનારા નુકસાનના આધારે નક્કી થાય છે.
 • પરંતુ જ્યારે વેક્સિન કે દવા કમર્શિયલ યુઝ માટે અપ્રુવ થઈ જાય છે તો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટમાં વળતરની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. જો કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી આવે છે તો તે વળતર માટે કન્ઝ્યુમર કોર્ટ કે હાઈકોર્ટમાં કેસ દાખલ કરી શકે છે. ત્યારે કન્ઝ્યુમર ફોરમ કે હાઈકોર્ટ જ વળતરની રકમ નક્કી કરે છે. તેના ઉપરાંત, ડ્રગ રેગ્યુલેટર પણ વેક્સિનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના કોઈ નિયમનું ઉલ્લંઘન થવા પર એક્શન લઈ શકે છે.

વિદેશમાં વેક્સિનને લઈને જવાબદારી કોની છે?

 • કોઈની નહીં. ઈન્ડેમ્નિટીની શરૂઆત અમેરિકાથી થઈ. ડિસેમ્બરમાં ત્યાં વેક્સિનેશન શરૂ થયું. ત્યારે કંપનીઓને કેસની પ્રક્રિયાથી દૂર રાખવામાં આવી. યુકેએ પણ વેક્સિન કંપનીઓને ઈન્ડેમ્નિટી આપી રાખી છે. અને તેના પછી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગરીબ દેશો માટે વેક્સિન ખરીદવા માટે કોવેક્સ પ્રોગ્રામ અંતર્ગત વેક્સિન કંપનીઓને ઈન્ડેમ્નિટી આપી.

શું વેક્સિન કંપનીઓને એ રાહત હંમેશા આપવામાં આવી છે?

 • ના. અમેરિકામં ફાઈઝર અને મોડર્નાને કેસની પ્રક્રિયામાંથી રાહત આપવામાં આવી છે. આ સુરક્ષા તેમને 2024 સુધી મળતી રહેશે. વેક્સિનેશન પછી જો ભવિષ્યમાં કોઈ પ્રકારના કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન્સ થાય છે તો કંપનીઓની વિરુદ્ધ કેસ દાખલ નહીં થઈ શકે. અમેરિકામાં તો યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને પણ ઈમ્યુનિટી મળેલી છે. જેથી વેક્સિનને એપ્રુવલ આપવા માટે તેના વિરુદ્ધ કોઈ કેસ ન કરી શકે. આ પ્રકારની સમયમર્યાદા યુકે સહિત અન્ય દેશોમાં પણ નક્કી છે.

અમેરિકા અને યુકેમાં વળતરની શું જોગવાઈ છે?

 • અમેરિકામાં કોવિડ-19 વેક્સિન યુએસ કાઉન્ટરમેજર્સ ઈન્જરી કમ્પેન્સેશન પ્રોગ્રામ (સીઆઈસીપી) અંતર્ગત છે. જો વેક્સિન લાગ્યા પછી કોઈનું મોત થાય છે કે ગંભીર ઈજા થાય છે તો તેમને વળતર મળી શકે છે. જો કે આ કાયદા અંતર્ગત વળતર મેળવવું કપરું કામ છે. 2019 પછી CICP પાસે 1360 ક્લેમ ફાઈલ થયા છે. પરંતુ તેમાંથી માત્ર 29 ક્લેમ્સ પર વળતર આપવામાં આવ્યું.
 • યુકેમાં વેક્સિન ડેમેજ પેમેન્ટ પ્રોગ્રામ છે. આ વળતર સ્કીમ નથી. પરંતુ જો વેક્સિનના કારણે ગંભીર વિકલાંગતા આવે છે તો ટેક્સ-ફ્રી 1.20 લાખ પાઉવન્ડ (લગભગ 1.23 કરોડ રૂપિયા) વેક્સિન ડેમેજ પેમેન્ટ હોય છે. તેમાં કોવિડ-19 વેક્સિન સહીત 19 વેક્સિન સામેલ છે.
 • WHOનો પોતાનો સ્પેશિયલ કમ્પેન્સેશનલ પ્રોગ્રામ છે. ફેબ્રુઆરીમાં 92 ગરીબ દેશોમાં કોવિડ-19 વેક્સિન માટે નો-ફોલ્ટ કમ્પેસેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. આ એકમાત્ર ગ્લોબલ વેક્સિન ઈન્જરી કમ્પેન્સેશન મિકનિઝમ છે. કોવેકેસ અંતર્ગત વહેંચવામાં આવનારી વેક્સિનથી જૂન 2022 સુધી જો કોઈ દુર્લભ કે ગંભીર સાઈડ ઈફેક્ટ થાય છે તો પ્રોગ્રામ અંતર્ગત વળતર આપવામાં આવે છે.

જો ભારત ઈન્ડેમ્નિટી આપે તો આપણને શું ફાયદો થશે?

 • ઈન્ડેમ્નિટીના અભાવે વિદેશી કંપનીઓ વેક્સિનની કિંમતો વધારી શકે છે. ઈન્ડેમ્નિટી આપીને સરકાર વેક્સિનની કિંમત અને સંખ્યા પર ભાવતાલ કરી શકે છે. આ ભારતના રસીકરણને વેગ આપશે.
 • બીજીતરફ, લોકલ મેન્યુફેક્ચરર્સને પણ આ પ્રકારની રાહત આપવી પડી શકે છે. એ સ્થિતિમાં સમગ્ર જોખમ સરકારનું થઈ જશે. જો કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ કે મોત થાય તો વળતર સરકારે પોતાના ફંડથી આપવાનું રહેશે.
 • તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે બાળકોને વેક્સિન ઉપલબ્ધ થશે. કેમકે ફાઈઝર અને મોડર્નાની વેક્સિન અમેરિકા સહિત કેટલાક દેશોમાં 12 વર્ષથી મોટા બાળકોને પણ લાગી રહી છે. સરકાર 5 કરોડ ડોઝ ખરીદવાનું વિચારી રહી છે, જેનો ઉપયોગ બાળકો પર પણ થઈ શકે છે.