તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:પતિ કરી શકે છે પત્ની સાથે બળજબરી, આ અપરાધ નથી; કોર્ટના આ ચુકાદા બાદ જાણો મેરિટલ રેપ અંગે બધું જ

એક મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

એક યુવતીના લગ્ન 2017માં થયા. થોડા દિવસ સુધી બધું જ યોગ્ય ચાલ્યું, પરંતુ એ બાદ પતિ-પત્ની વચ્ચે વિવાદની શરૂઆત થઈ ગઈ. પત્નીનો આરોપ છે કે પતિ દહેજની માગ કરે છે, તેની સાથે મારપીટ અને ગાળા-ગાળી કરે છે. ત્યાં સુધી પતિ પત્નીની મરજી વિરુદ્ધ પરાણે સંબંધ પણ રાખે છે. અત્યાચારથી કંટાળીને પત્ની સાસરેથી પોતાના પિયર પરત આવે છે.

એ બાદ પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ રેપ, અપ્રાકૃતિક સંબંધ અને દહેજની માગનો કેસ કરી દીધો. મામલો કોર્ટ પહોંચ્યો તો લોઅર કોર્ટે પતિને ત્રણેય મામલામાં દોષી ગણાવ્યો, પરંતુ હાઈકોર્ટમાં પતિને રેપના આરોપમાંથી મુક્ત કરી દીધો. આવું પહેલી વખત નથી થયું, જ્યારે પતિને પત્નીની સાથે રેપના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હોય. ભારતીય કાયદામાં પતિ-પત્ની વચ્ચે આ પ્રકારના મેરિટલ રેપની કલમ 375થી અલગ રાખવામાં આવી છે.

અંતે શું છે મેરિટલ રેપ? મેરિટલ રેપને લઈને સરકારનું વલણ શું છે? મેરિટલ રેપને લઈને ભારતનો કાયદો શું કહે છે? ભારતમાં મેરિટલ રેપની શિકાર મહિલાની પાસે શું કાયદાકીય રસ્તા છે? હાલ દુનિયામાં કેટલાં દેશોમાં મેરિટલ રેપ ગુનો છે? આવો જાણીએ...

મેરિટલ રેપનો મુદ્દો હાલ કેમ ચર્ચામાં છે?
છત્તીસગઢ હાઈકોર્ટે ગત સપ્તાહે એક પુરૂષને પત્ની દ્વારા લગાવવામાં આવેલા રેપના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે કાયદાકીય રીતે પરિણીત સ્ત્રીની (પત્નીની) સાથે પતિ દ્વારા પરાણે સંબંધ બનાવવાની વાત રેપની શ્રેણીમાં ન આવી શકે. મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ અનેક વખત પરાણે સંબંધ અને અપ્રાકૃતિક સંબંધ બનાવવાના આરોપ લગાવ્યા હતા.
જોકે કોર્ટે આરોપી પતિને કલમ 377 અંતર્ગત અપ્રાકૃતિક સંબંધ બનાવવા અને દહેજ માગવાનો કેસ ચલાવવાની મંજૂરી આપી છે. છત્તીસગઢ હાઈકોર્ટના આ ચુકાદા બાદ મેરિટલ રેપનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
આ પહેલાં ગત મહિને કેરળ હાઈકોર્ટે પણ આ પ્રકારનો જ ચુકાદો સંભળાવ્યો હતો. જોકે કેરળ હાઈકોર્ટે મેરિટલ રેપને તલાક માટે પૂરતો આધાર ગણાવ્યો હતો.

મેરિટલ રેપને લઈને સરકારનું શું વલણ છે?
માનવાધિકાર કાર્યકર્તા લાંબા સમયથી મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માગ કરે છે. એ બાદ પણ ભારતમાં આને ગુનો નથી ગણવામાં આવતો. 2017માં દિલ્હી હાઈકોર્ટમાં એક અરજીનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે મેરિટલ રેપને ગુનો ગણવાની વાતથી ભારતીય સમાજમાં વિવાહની વ્યવસ્થાને "અસ્થિર" કરી શકે છે. આ પ્રકારના કાયદાથી પત્નીઓ પુરુષના શોષણ કરવાના હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. 2019માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ એક કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે મેરિટલ રેપને ગુનાકીય પ્રવૃત્તિ જાહેર કરવાની કોઈ જ જરૂરિયાત નથી.

મેરિટલ રેપ શું હોય છે?
જ્યારે એક પુરુષ પોતાની પત્નીની સહમતી વગર તેની સાથે સેક્સ્યૂઅલ ઈન્ટરકોર્સ કરે છે તો તેને મેરિટલ રેપ કહેવામાં આવે છે. મેરિટલ રેપમાં પતિ કોઈપણ પ્રકારના બળનો પ્રયોગ કરે છે, પત્ની કે કોઈ એવો શખસને જેની પત્ની ચિંતા કરતી હોય તેને ઈજા પહોંચાડવાનો ડર દેખાડતો હોય કે પછી કોઈ અન્ય પ્રકારનું નુકસાન થશે કે જેનાથી મહિલાની અંદર એવો ડર બેસે છે કે જો વિરોધ કરશે તો ઓ વાત તેની વિરુદ્ધ જશે.

સમયની સાથે સમાજમાં મહિલાઓની ભૂમિકાઓ અને અધિકારો અંગે જાગરૂકતા વધી છે. આ સાથે જ સમાજમાં મેરિટલ રેપને ગુનો ગણાવવામાં આવે છે. 1932માં પોલેન્ડ દુનિયાનો પહેલો દેશ બન્યો જેને મેરિટલ રેપને ગુનો ગણાવ્યો. સમયની સાથે દુનિયાના અનેક દેશોએ આ મુદ્દાને ગુનાની શ્રેણીમાં સામેલ કર્યા છે. જોકે ભારત હજુ સુધી આ દેશોની યાદીમાં સામેલ નથી.

મેરિટલ રેપને લઈને ભારતના કાયદા શું કહે છે?
ભારતના રેપના કાયદામાં જો આરોપી મહિલાનો પતિ છે તો તેના પર રેપનો કેસ જ દાખલ ન થઈ શકે. IPCની કલમ 375માં રેપની વ્યાખ્યા કરવામાં આવી છે, જે કાયદા મેરિટલ રેપને અપવાદ ગણાવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ છે તો પુરુષને પોતાની પત્નીની સાથે સેક્સ્યૂઅલ ઈન્ટરકોર્સ રેપ ન ગણવામાં આવે. ભલે તે ઈન્ટરકોર્સ પુરુષ દ્વારા પરાણે કે પત્નીની મરજી વિરુદ્ધ કરવામાં આવ્યો હોય. ભારતીય કાયદામાં આ પ્રકારની હરકતને શારીરિક અને માનસિક અત્યાચાર ગણવામાં આવે છે.

તો શું ભારતમાં મહિલાની પાસે પતિના અત્યાચાર વિરુદ્ધ ફરિયાદનો પણ કોઈ અધિકાર નથી?
સિનિયર એડવોકેટ આભાસિંહ જણાવે છે, આ પ્રકારના અત્યાચારની શિકાર થયેલી મહિલા, પતિ વિરુદ્ધ સેક્શન 498A અંતર્ગત સેક્સ્યુઅલ અસોલ્ટનો કેસ દાખલ કરાવી શકે છે. તે સાથે જ 2005માં ડોમેસ્ટિક વાયોલન્સ વિરૂદ્ધ બનેલા કાયદામાં પણ મહિલાઓ પોતાના પતિ વિરૂદ્ધ સેક્સ્યૂઅલ અસોલ્ટનો કેસ કરાવી શકે છે. આ સાથે જ જો તેને ઈજા થઈ હોય તો તે IPCની કલમ અંતર્ગત પણ કેસ કરાવી શકે છે.

એડવોકેટ સિંહ જણાવે છે કે મેરિટલ રેપને સાબિત કરવો તે એક મોટો પડકાર છે. ચાર દીવાલની અંદર થયેલા ગુનાના પુરાવા દેખાડવા ઘણું જ મુશ્કેલ હોય છે. તે સવાલ કરે છે કે જે દેશોમાં મેરિટલ રેપનો કાયદો છે ત્યાં આ વાત કેટલી સફળ રહી છે. તેનાથી ગુના પર કેટલો અંકુશ આવ્યો છે તે કોઈ જ નથી જાણતું.

હાલ કેટલા દેશોમાં મેરિટલ રેપ ગુનો ગણાય છે?
19મી શતાબ્દીમાં ફેમિનિસ્ટ પ્રોટેસ્ટ પછી પણ લગ્નગ્રંથીથી બંધાયેલા પુરુષોને પત્નીની સાથે સેક્સનો કાયદાકીય અધિકાર હતો. 1932માં પોલેન્ડ દુનિયાનો પહેલો દેશ બન્યો જેને મેરિટલ રેપને ગુનાકીય પ્રવૃત્તિ ગણાવી. 1970 સુધી સ્વીડન, નોર્વે, ડેનમાર્ક, સોવિયત સંઘ, ચેકોસ્લોવાકિયા જેવાં દેશોએ પણ મેરિટલ રેપને ગુનાકીય યાદીમાં સામેલ કર્યા. 1976માં ઓસ્ટ્રેલિયા અને 80ના દશકામાં સાઉથ આફ્રિકા, આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા, ન્યૂઝીલેન્ડ, મલેશિયા, ઘાના અને ઇઝરાયેલે પણ આ યાદીમાં સામેલ થઈ ગયા.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રોગ્રેસ ઓફ વર્લ્ડ વુમન રિપોર્ટ મુજબ 2018 સુધી દુનિયાના 185 દેશોમાં માત્ર 77 દેશ એવા હતા જ્યાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવાને લઈને સ્પષ્ટ કાયદાઓ છે. બાકી 108 દેશોમાંથી 74 એવા છે જ્યાં મહિલાઓ માટે પોતાના પતિ વિરુદ્ધ રેપ કે માત્ર ગુનાકીય ફરિયાદ દાખલ કરાવવાની જોગવાઈ છે. તો 34 દેશ એવા છે જ્યાં ન તો મેરિટલ રેપ અપરાધ છે કે ન તો મહિલા પોતાના પતિ વિરુદ્ધ રેપ માટે ગુનાકીય ફરિયાદ દાખલ કરાવી શકે છે. આ 34 દેશોમાં ભારત પણ સામેલ છે.

આ ઉપરાંત દુનિયાના 12 દેશમાં એવી જોગવાઈ છે, જેમાં બળાત્કારનો ગુનેગાર જો મહિલા સાથે લગ્ન કરી લે તો તેને આરોપમાંથી મુક્ત કરવામાં આવે છે. UN આ વાતને ઘણી જ ભેદભાવપૂર્ણ અને માનવાધિકારો વિરુદ્ધની ગણાવે છે.

અન્ય સમાચારો પણ છે...