ભાસ્કર એક્સપ્લેનરભારતમાં ઠાઠમાઠથી રહેશે ચિત્તા, VIDEO:રહેવા માટે 9 સ્પેશિયલ કમ્પાર્ટમેન્ટ, ડોગ-સ્ક્વોડ પહેરો ભરશે, શિકાર-હેલ્થ ચેકઅપ સહિત આવી VIP ટ્રીટમેન્ટ...

8 દિવસ પહેલા

70 વર્ષ બાદ દેશમાં ફરી એકવાર ચિત્તાઓનું આગમન થયું છે. નામીબિયાથી આઠ ચિત્તા ભારત પહોંચી ગયા છે, જે પૈકી 5 માદા અને 3 નર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કને સોંપશે. આ વિદેશી મહેમાનો માટે પાછલા ઘણા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. નામીબિયા અને ભારતના વાતાવરણમાં ઘણો ફરક છે, ત્યારે આ ચિત્તાઓને ભારતનું વાતાવરણ અનુકtળ આવે એ માટે કુનો નેશનલ પાર્કમાં શું તકેદારી રાખવામાં આવી છે એ જાણવા માટે ક્લિક કરો ઉપરના ફોટો પર.