Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાસ્કર એક્સપ્લેનર:કોવિન પર રજિસ્ટ્રેશન કઈ રીતે થશે? વેક્સિનેશન સાઈટ પર કોણ-કોણ હશે? કઈ રીતે લાગશે વેક્સિન? જાણો બધું જ
13 દિવસ પહેલાલેખક: રવિન્દ્ર ભજની
- કોવિન પર હાલ સરકારી સિસ્ટમ જ ડેટા અપલોડ કરે છે
- ટૂંક સમયમાં જ તેની એપ આવશે, જેના પર સેલ્ફ-રજિસ્ટ્રેશન પણ શક્ય બનશે
- એપ પર રજિસ્ટ્રેશનથી વેક્સિન લગાડવામાં આવ્યા બાદ ટ્રેકિંગ પણ થઈ શકશે
કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સિનેશન 16 જાન્યુઆરીથી શરૂ થશે. મંગળવારે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)થી કોવિશીલ્ડ અને બુધવારે હૈદરાબાદની ભારત બાયોટેકની કોવેક્સિનની ડિલીવરી શરૂ થઈ ગઈ છે. સરકારનું કહેવું છે કે વેક્સિનેશન શરૂ થયાંને એક દિવસ પહેલાં એટલે કે 15 જાન્યુઆરી સુધી તમામ સેન્ટર સુધી વેક્સિન પહોંચી જશે.
સરકારે પહેલા ફેઝમાં 1.65 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. 1.1 કરોડ વેક્સિન ડોઝનો ઓર્ડર સીરમ ઈન્સ્ટિટ્યૂટને કોવિશીલ્ડ માટે અને 3.85 કરોડ વેક્સિન ડોઝના ઓર્ડર ભારત બાયોટેકની કોવેક્સિન માટે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારત બાયોટેક કોવેક્સિનની લગભગ 1.65 લાખ વેક્સિન ડોઝ સરકારને ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. આ બંને વેક્સિનને ભારતના ડ્રગ રેગ્યુલેટરે 3 જાન્યુઆરીએ ઈમરજન્સી એપ્રુવલ આપ્યું હતું. કોવિશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ મળીને તૈયાર કરી છે અને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ તેનું પ્રોડક્શન કરી રહી છે. તો ભારત બાયોટેકે કોવેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરલોજી (NIV)ની સાથે મળીને બનાવી છે. તેના ફેઝ-3 ટ્રાયલ્સના રિઝલ્ટ્સ હજુ સુધી આવ્યા નથી, એવામાં તેનો ઉપયોગ ક્લીનિકલ ટ્રાયલ્સની જેમ જ થશે. આવો જાણીએ કે આગળ વેક્સિનેશનનો પ્લાન શું છે? લોજિસ્ટિક્સ પછી હવે કયા પ્રકારના પડકારનો સામનો કરવો પડી શકે છે?
વેક્સિનેશનમાં કયા પ્રકારના પડકારો છે?
- ભારતમાં આગળ વધુ પડકાર હશે દેશના ખુણે-ખુણે સુધી વેક્સિનને પહોંચાડવાની. જરૂરિયાતમંદોને વેક્સિન લગાડવી. જે બાદ સાઈડ ઈફેક્ટસ થાય છે કે નહીં તેના પર ધ્યાન રાખવાની. કેન્દ્ર સરકારે આખા દેશમાં ત્રણ વખત વેક્સિનેશનના ડ્રાય રન કરાવ્યા છે, કે જેથી કોઈ ઉણપ હોય તો તેની પકડી શકાય. જે મુજબ કેટલાંક જરૂરી ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
સૌથી પહેલાં કોને લાગશે વેક્સિન?
- સરકારે પહેલા ફેઝમાં 3 કરોડ લોકોને વેક્સિન લગાડવાનો નિર્ણય કર્યો છે. જેમાં હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સ સામેલ થશે. ફ્રંટલાઈન વર્કર્સમાં મ્યુન્સિપલ કર્મચારી, પોલીસ, હોમગાર્ડ, સેનાના જવાન હશે. જે બાદ ઓગસ્ટ 2021 સુધી 27 કરોડ અન્ય હાઈ-રિસ્ક ગ્રુપના લોકોને વેક્સિનેટ કરવાનો પ્લાન છે. જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની સાથે તેઓને પણ રાખવામાં આવ્યા છે જેઓને કોરોના વાયરસના કારણે જીવનો ખતરો છે.
- સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે જેઓને કોરોના ઈન્ફેક્શન થયું છે અને જેમાં તેના લક્ષણ જોવા મળી રહ્યાં છે, તેઓને વેક્સિનેશન સાઈટ્સ પર ન જવાની સલાહ આપવામાં આવી છે કે જેથી તેઓ અન્ય લોકોને ઈન્ફેક્ટ ન કરી શકે. સ્વાસ્થ્ય મંત્રાલયે વારંવાર પૂછવામાં આવતા સવાલો પર જવાબ (FAQs) જાહેર કર્યા છે. જેમાં પણ કોરોના વેક્સિન લગાડવાને પૂરી રીતે લોકોની મરજી પર છોડવામાં આવ્યું છે.
કોવિન (CO-WIN) શું છે?
- આ એક ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, જેના પર વેક્સિનેશન સાથે જોડાયેલો દરેક ડેટા ઉપલબ્ધ હશે. સરકારે જે ડ્રાય રન કરાવ્યા હતા, તેમાં ન માત્ર રાજ્ય સરકારોની તૈયારી જોવામાં આવી રહી છે પરંતુ ઈલેક્ટ્રોનિક વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક (eVIN)ની પણ તપાસ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ વેક્સિનેશનમાં થાય છે. જેને રીમોડલ કરીને કોવિન (CO-WIN) તૈયાર કરાયું છે અને ડ્રાય રન દરમિયાન પ્રારંભિક સ્તરની તેની ફંક્શનલિટી પણ ચેક કરવામાં આવી છે.
- કોવિન ભારતમાં લગાડવામાં આવનારી પ્રત્યેક કોરોના વેક્સિનનો સમગ્ર ડિજિટલ ડેટાબેઝ હશે. જેમાં વેક્સિન લગાડનારાઓને ટ્રેક કરવા, તેમને વેક્સિન સાઈટ્સની જાણકારીની તારીખ અને સમય બતાવવા, વેક્સિનેશન પહેલાં અને બાદની પ્રક્રિયાઓ પર ધ્યાન રાખવ, બૂસ્ટર ડોઝ માટે ફોલોઅપ કરવા અને વેક્સિનેશન સર્ટિફિકેટ જાહેર કરવા માટે તેનો ઉપયોગ થશે.
- કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 5 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સની જાણકારી રાજ્યો અને જિલ્લાના અધિકારીઓએ કોવિન સિસ્ટમ પર અપડેટ કરી દિધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 79 લાખ લોકોની જાણકારી સિસ્ટમમાં દાખલ કરવામાં આવી છે. હાલ એપ્લિકેશન પર સેલ્ફ-રજિસ્ટ્રેશનની મંજૂરી નથી.
- સરકારે તેવો વિશ્વાસ અપાવ્યો કે વેક્સિનેશન પછીના તબક્કામાં ભારતીય ભાષાઓમાં કોવિન એક એપ્લિકેશન કે વેબસાઈટ તરીકે ઉપલબ્ધ થશે. તેના પર લોકો સેલ્ફ રજિસ્ટ્રેશન કરીને વેક્સિનેશન સાથે જોડાયેલી પ્રક્રિયાનું ધ્યાન રાખવામાં આવશે. વેક્સિનેશનના પહેલા ફેઝ પછી કોઈ પણ વ્યક્તિ તેના પર સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકશે.
- આધાર કે કોઈ પણ અન્ય સ્વીકાર્ય ફોટો આઈડીનો ઉપયોગ આવેદકની ઓળખને પુષ્ટિ માટે કરવામાં આવશે, કે જેથી તેનો દુરુપયોગ ન થઈ શકે. આ ઉપરાંત 50 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકોનું પણ રજિસ્ટ્રેશન હશે, જેઓને કોઈ પ્રકારનું રિસ્ક છે. સેલ્ફ-રજિસ્ટ્રેશન માટે તેઓને કોઈ વિશેષજ્ઞના દસ્તાવેજ રજૂ કરવા પડશે.

કઈ રીતે કામ કરશે Co-WIN?
હાલ બધાંને કોવિન ઉપલબ્ધ નથી, પરંતુ ટૂંક સમયમાં જ સરકાર આ બધાંને ઉપલબ્ધ કરાવશે. તેના પર સેલ્ફ રજિસ્ટ્રેશન આ રીતે કરવામાં આવશે....
- એપ ફ્રીમાં ડાઉનલોડ થશે. વેબસાઈટ પર જઈને પણ રજિસ્ટ્રેશન કરી શકશે. જેના પર વેક્સિન સાથે જોડાયેલાં દરેક ડેટાને રેકોર્ડ કરવામાં આવશે. આ એક રીતે ડિજિટલ ટ્રેકરનું કામ કરશે.
- જો કોઈને વેક્સિન લગડાવી છે તો તે પોતે પણ રજિસ્ટર કરી શકે છે.
- Co-WIN પ્લેટફોર્મ પર 5 મોડ્યુલ છે- એડમિનિસ્ટ્રેટર, રજિસ્ટ્રેશન, વેક્સિનેશન, વેક્સિન લેનારની પુષ્ટિ અને રિપોર્ટ.
- એડમિનિસ્ટ્રેટર મોડ્યુલ વેક્સિનેશન સેશન કન્ડક્ટ કરનાર એડમિનિસ્ટ્રેશન માટે છે. આ મોડ્યૂલમાં તે સેશન ક્રિએટ કરી શકે છે. વેક્સિનેટર અને મેનેજરને તહેનાત કરવામાં આવશે.
- રજિસ્ટ્રેશન મોડ્યૂલ તે લોકો માટે છે જે પોતાને વેક્સિનેશન માટે રજિસ્ટર્ડ કરવા ઈચ્છે છે. સર્વેયર્સ કે સ્થાનિક પ્રશાસન પણ તેમાં ડેટા અપલોડ કરી શકે છે.
- વેક્સિનેશન મોડ્યૂલમાં વેક્સિન લગાવનારનું વિવરણ અને વેક્સિનેશન સ્ટેટસ અપડેટ થશે.
- વેક્સિન લગાવનારની પુષ્ટિ (બેનિફિશિયરી એનૉલેજમેન્ટ) મોડ્યુલ હિતગ્રાહીને SMS મોકલશે અને વેક્સિનેશન પછી QR (મેટ્રિક્સ બારકોડ) બેઝ્ડ સર્ટિફિકેટ્સ પણ જાહેર કરશે.
- રિપોર્ટ મોડ્યૂલમાં રિપોટ્સ તૈયાર થશે કે કેટલાં વેક્સિન સેશન થયા? કેટલા લોકોને વેક્સિન લગાડવામાં આવી? અને કેટલાં લોકો ડ્રોપ આઉટ થયા?
સેલ્ફ રજિસ્ટ્રેશન દરમિયાન શું કરવું પડશે?
- સરકારે વારંવાર કહ્યું છે કે કોવિન પર સેલ્ફ રજિસ્ટ્રેશનનો વિકલ્પ રહેશે. પરંતુ હજુ સુધી આ ઉપલબ્ધ નથી. ટૂંક સમયમાં જ ભારતીય ભાષાઓમાં એપ કે વેબસાઈટની મદદથી કોવિન પ્લેટફોર્મ બધાંને ઉપલબ્ધ થશે. જેના પર કોઈ પણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
- જો તમે હેલ્થકેર કે ફ્રંટલાઈન વર્કર છો તો તમારું રજિસ્ટ્રેશન સરકારના અલગ-અલગ સ્તર પર કરવામાં આવી રહ્યું છે. તમારે તેના માટે રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. જો તમે આ કેટેગરીમાં નથી આવતા તો તમારે તે સાબિત કરવું પડશે કે તમે હાઈ-રિસ્ક ગ્રુપમાં છો, જેને પ્રાયોરિટી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
- આ સ્થિતિમાં આધાર કે કોઈ અન્ય ફોટો આઈડીની મદદથી તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે કે નહીં, તે સાબિત કરવું પડશે. જો તમે 50 વર્ષથી વધુ ઉંમરના છો તો ઓળખ પત્રથી તે પુરવાર થઈ જશે. જો તમે 50 વર્ષથી ઓછી ઉંમરના છો, પરંતુ તમને હાઈ બ્લડપ્રેશર કે ડાયાબિટીઝ જેવી કોઈ બીમારી છે તો તમારે વિશેષજ્ઞથી તે વાત સાબિત કરવી પડશે. આ દસ્તાવેજ પણ તમારે સેલ્ફ-રજિસ્ટ્રેશન સમયે રજૂ કરવા પડશે.
શું આપણે વેક્સિનની પસંદગી કરી શકીએ છીએ?
- ના, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો તમે વેક્સિન લગડાવી રહ્યાં છો તો તમારી પાસે કોઈ વિકલ્પ નહીં હોય. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે કોઈ પણ દેશમાં આ પ્રકારનો વિકલ્પ નથી આપવામાં આવી રહ્યો. એવામાં ભારતમાં આપવા અંગેની સંભાવના જરાય નથી.
- આમ તો, નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પોલે કહ્યું છે કે ભારતમાં જે વેક્સિન લગાડવામાં આવી રહી છે, તે દુનિયામાં સૌથી સેફ છે. ગભરાવવાની કોઈ જ જરૂર નથી. તેને હજારો લોકો પર ટ્રાયલ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની ગંભીર સાઈડ-ઈફેક્ટ નથી જોવા મળી.
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે પહેલાં અને બીજા ડોઝ વચ્ચે વધુમાં વધુ 28 દિવસનું અંતર રાખવામાં આવશે. વેક્સિનની અસર બીજો ડોઝ લગાડવામાં આવ્યાને 14 દિવસ બાદ સ્પષ્ટ જોવા મળશે.