તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગોલ્ડ રિટર્ન:સતત વધતા ભાવને જોતા આ વર્ષે ધનતેરસ ઉપર સોનું 105% સુધીનું રિટર્ન આપી શકે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • આજની તારીખમાં સોનામાં 45% જેવું રિટર્ન મળી રહ્યું છે

સોનાના ભાવ ગત જુલાઈથી સતત વધી રહ્યા છે અને તેના કારણે સોનામાં રોકાણકારોને પણ સારું એવું વળતર મળી રહ્યું છે. છેલ્લા બે વર્ષના ભાવ જોઈએ તો સોનાની કિંમતોમાં 125%નો વધારો થયો છે. અમદાવાદમાં અત્યારે સોનું 10 ગ્રામ દીઠ રૂ. 58,000ની સપાટીએ ચાલી રહ્યું છે. 2019ની ધનતેરસના દિવસે જે લોકોએ સોનું ખરીદ્યું હશે તેને આજના દિવસે 45% રિટર્ન મળે છે.

આ ધનતેરસે સોનું 105% વળતર મળી શકે
નિષ્ણાતો કહે છે કે સોનાની કિંમતમાં વધુ વધારો ચાલુ રહેશે. દિવાળી સુધીમાં, સોનું 10 ગ્રામ દીઠ રૂ. 82,000 સુધી જવાનો અંદાજ છે. જો આમ થયું તો 2020ની ધનતેરસે સોનામાં રોકાણ ઉપર 105% સુધીનું વળતર મળી શકે છે.

સોનું વેચે તો વળતર સારું મળી શકે છે
કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જે લોકો રોકાણ કરવા માટે સોનું ખરીદે છે તેઓને અત્યારે સારું વળતર મળે છે. હજુ પણ અર્થતંત્ર ડામાડોળ છે તે જોતા ભાવ વધારો થતો રહેશે. આ પરિસ્થિતિમાં આ વર્ષે ધનતેરસ અને દિવાળી સુધીમાં 100%થી વધારેનું રિટર્ન મળશે તેવું લાગી રહ્યું છે. જોકે, તેના માટે વેચાણ કરવું પડે અને ભારતમાં ફિઝીકલ ગોલ્ડને વેચનારાઓ બહુ ઓછા હોય છે. મુશ્કેલીના સમયમાં જ આમ કરવામાં આવે છે.

ભાવ વધતા ઘરેણાની માગ ઘટી
અમદાવાદના એક જવેરીના જણાવ્યા પ્રમાણે, સોનામાં જે રીતે ભાવ વધારો થઇ રહ્યો છે તેના કારણે અત્યારે ઘરેણાની એટલે કે જ્વેલરી માટેની માગ બિલકુલ નહિવત છે. એપ્રિલમાં લોકડાઉન હતું એટલે લગ્નસરાની તેમજ અખાત્રીજની ખરીદી પણ થઇ ન હતી. રૂ. 50,000નો ભાવ થયા બાદ હવે કોઈ સોનું ખરીદતું નથી.

સલામતી માટે સોનામાં રોકાણ વધ્યું
કેડિયા કોમોડિટીઝના જણાવ્યા પ્રમાણે અત્યારે ભારત અને વૈશ્વિક સ્તરે અર્થતંત્રની હાલત ખરાબ છે. શેર બજારમાં રિટર્ન સામે સોનામાં વીતેલા 6-8 મહિનામાં 35%થી વધુ રિટર્ન મળ્યું છે. આર્થિક પરિસ્થિતિ ક્યારે સુધારશે તે નિશ્ચિત નથી તેના કારણે કિમતી ધાતુઓમાં રોકાણ વધ્યું છે. જોકે હાલના સ્તરે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. પરંતુ સોનામાં આગામી દિવસોમાં તેજી તરફી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે.

એક સપ્તાહમાં સોનું 4.50% વધ્યું
અમદાવાદ હાજર બજારમાં સોનાનો ભાવ સતત વધતો જોવા મળ્યો છે. જવેરી બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે 31 જુલાઈએ સોનું રૂ. 55,500 હતું જે આજે 7 ઓગસ્ટે રૂ. 58,000 પ્રતિ દસ ગ્રામ થયું છે. આ રીતે એક સપ્તાહમાં જ સોનાના ભાવમાં 4.50%નો વધારો થયો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો