તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • How Different Is England's Cricket League 'The Hundred' From The IPL, Starting July 21; Players Will Be Selected From The Wild Card Draft Today

ભાસ્કર એક્સપ્લેનર:ઇંગ્લેન્ડની ક્રિકેટ લીગ 'ધ હન્ડ્રે઼ડ' IPLથી કેટલી અલગ છે, 21 જુલાઈથી શરૂ થશે; આજે વાઇલ્ડ કાર્ડ ડ્રાફ્ટથી ખેલાડીઓ પસંદગી પામશે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇંગ્લેન્ડમાં 21 જુલાઈથી ફ્રેન્ચાઈઝીબેઝ્ડ ક્રિકેટ લીગ 'ધ હન્ડ્રેડ' શરૂ થશે. આ લીગ મહિલા અને પુરુષો વચ્ચે રમાશે. શુક્રવારે ખેલાડીઓની સિલેક્શન પ્રોસેસ- વાઇલ્ડ કાર્ડ ડ્રાફ્ટનું આયોજન થશે. વાઇલ્ડ કાર્ડ ડ્રાફ્ટ દ્વારા ઇંગ્લેન્ડના ઘરેલુ ખેલાડીઓની પસંદગી કરાશે.

અન્ય ખેલાડીઓની પસંદગી પહેલાં થઈ ચૂકી છે. શુક્રવારે જે વાઈલ્ડ કાર્ડ ડ્રાફ્ટ આયોજિત થશે એ માત્ર પુરુષ લીગ માટે હશે. જોકે આ લીગમાં ભારતીય પુરુષ ખેલાડીઓને રમવાની અનુમતિ અપાઈ નથી.

આ એક્સપ્લેનરમાં આપણે પસંદગી પામેલા ખેલાડીઓની સિલેક્શન પ્રક્રિયા, ટૂર્નામેન્ટનું ફોર્મેટ કયું છે? અને આ લીગ IPLથી કેટલી અલગ છે એના વિશે માહિતી મેળવીશું.

એક ઈનિંગમાં 100 બોલ, એટલે જ 'ધ હન્ડ્રેડ' નામ

 • આ લીગનું નામ ધ હન્ડ્રેડ એટલા માટે પાડવામાં આવ્યું છે, કારણ કે આમાં એક ઈનિંગની અંદર 100 બોલની ગેમ રમાશે.
 • નોર્મલ ક્રિકેટ મેચમાં 6 બોલની એક ઓવર હોય છે અને ત્યાર પછી બોલિંગ એન્ડ બદલવામાં આવે છે, પરંતુ ધ હન્ડ્રેડમાં 10 બોલ પછી બોલિંગ એન્ડ બદલાય છે.
 • બોલિંગ ટીમ જો ઇચ્છે તો એક એન્ડથી સતત 10 બોલની ઓવર કરાવી શકે અથવા તો 5-5 બોલ બે અલગ-અલગ બોલર્સ સાથે કરાવે.
 • એક બોલર મેચમાં 20 બોલ જ નાખી શકે છે.
 • ઈનિંગની શરૂઆતના 25 બોલ સુધી પાવરપ્લે લાગુ રહે છે, જેમાં 2 ફિલ્ડર 30 યાર્ડની બહાર રહી શકે છે.
 • દરેક ટીમને 2.5 મિનિટનો સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ મળશે.

8 ટીમ, દરેક ટીમમાં 15-15 ખેલાડી
ધ હન્ડ્રેડમાં પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં 8-8 ટીમ ભાગ લેશે. દરેક ટીમમાં 15 ખેલાડી સામેલ થશે. એક ટીમમાં 3 વિદેશી ખેલાડી રમી શકે છે. દરેક ટીમમાં ECB પાસેથી કોન્ટ્રેક્ટ મેળવેલા ઓછામાં ઓછા એક ટેસ્ટ ખેલાડીને સામેલ કરવો જરૂરી છે.

2 કલાક, 30 મિનિટમાં એક મેચ પૂરી થશે
એક મેચ 2 કલાક 30 મિનિટ સુધી ચાલશે. મેચ દરમિયાન બંને ઈનિંગમાં બોલિંગ ટીમને 2:30 મિનિટનો સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ મળશે. આ દરમિયાન ટીમો રણનીતિ બનાવી શકશે. ટાઇમ આઉટ દરમિયાન કોચ મેદાન પર જઇને ટીમ સાથે રણનીતિ અંગે ચર્ચા કરી શકશે.

ડ્રાફ્ટ સિસ્ટમથી પુરુષ ખેલાડીઓની પસંદગી
ધ હન્ડ્રેડ માટે પુરુષ ખેલાડીઓની પસંદગી 3 સ્ટેજના ડ્રાફ્ટ સિસ્ટમથી થાય છે. પહેલા સ્ટેજમાં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ રમતા ખેલાડીઓના ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. ડ્રોના આધારે ટીમોના ખેલાડીઓની પસંદગી ક્રમાંક નક્કી થયો.

ટીમોના ખેલાડીઓની પસંદગી કરવાનો હુકમ ડ્રોના આધારે કરવામાં આવ્યો હતો. ECB દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ મેળવેલા ખેલાડીઓની સેલરી પણ તેમના કોન્ટ્રેક્ટમાં જ સામેલ છે. ફ્રેન્ચાઇઝી તેમને કોઈ અલગ રકમ નહીં આપે. રેડ બોલ ક્રિકેટરોને મેચ ફી અપાશે. જેટલા દિવસ સુધી ધ હન્ડ્રેડ રમાશે ત્યાં સુધી ઈંગ્લેન્ડની ટીમ એકપણ વન ડે અથવા T-20 મેચ નહીં રમે, તેથી જે ખેલાડીઓ વ્હાઈટ બોલની મેચ માટે કરાર કરે છે તેમને મેચ ફી અલગથી નહીં મળે.

બીજા સ્ટેજમાં અલગ-અલગ પ્રાઇઝ બેન્ડ્સ પરના ડ્રાફ્ટ્સ
ડ્રાફ્ટના બીજા સ્ટેજમાં વિદેશી ખેલાડીઓને વિવિધ પ્રાઇઝ બેન્ડ પર ડ્રાફ્ટ કરાયા. ખેલાડીઓ પાસે પોતાના પ્રાઇઝ બેન્ડ પસંદ કરવાની સ્વતંત્રતા હતી. આ પ્રાઇઝ બેન્ડ 1 લાખ પાઉન્ડ (1.02 કરોડ રૂપિયા), 80 હજાર પાઉન્ડ (82.27 લાખ રૂપિયા), 60 હજાર પાઉન્ડ (61.70 લાખ રૂપિયા), 48 હજાર પાઉન્ડ (49.37 લાખ રૂપિયા), 40 હજાર પાઉન્ડ (41.14 લાખ રૂપિયા), 32 હજાર પાઉન્ડ (32.91 લાખ રૂપિયા) અને 24 હજાર પાઉન્ડ (24.68 લાખ રૂપિયા) હતા. ડ્રાફ્ટમાં ખેલાડીઓની હરાજી નહોતી કરાઈ. ઉદાહરણ રૂપે જો કોઇ ખેલાડીએ 1 લાખ પાઉન્ડ માટે પોતાનું નામ રજિસ્ટ્રર્ડ કરાયું હોય અને કોઇપણ ટીમે એની પસંદગી ના કરી હોય તો ખેલાડીને 1 લાખ પાઉન્ડ મળશે.

વાઇલ્ડ કાર્ડ ડ્રાફ્ટમાં 24 હજાર પાઉન્ડ મળશે
બુધવારે રમાનાર વાઇલ્ડ કાર્ડ ડ્રાફ્ટમાં ઈંગ્લેન્ડના એવા ખેલાડીની પસંદગી થશે, જેને પહેલાં કોન્ટ્રેક્ટ નથી મળ્યો. તેમને સૌથી ઓછી રકમ (24 હજાર પાઉન્ડ) અપાશે.

ગત વર્ષેની તુલનામાં 20%નો કાપ
ECB ધ હન્ડ્રેડનું આયોજન 2020માં પહેલીવાર કરવા જઈ રહ્યું હતું. આ માટે ખેલાડીઓના ડ્રાફ્ટની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી, પરંતુ કોરોના મહામારીને લીધે લીગને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી. ગયા વર્ષે ટોપ પ્રાઇસ બેન્ડ 1.25 લાખ પાઉન્ડ હતું. દરેક કરાર કરનારા ખેલાડીને ટૂર્નામેન્ટ ના થાય એ ધ્યાનમાં લીધા વિના કુલ રકમના 11.5% ચૂકવવામાં આવ્યા હતા. આ વખતે રોગચાળાની અસરને કારણે દરેક પ્રાઇસ બેન્ડમાં 20% ઘટાડો કરવામાં આવ્યો છે.

મહિલા ખેલાડીઓને વધુમાં વધુ 15 હજાર પાઉન્ડ
પુરુષ ખેલાડીઓની તુલનામાં મહિલા ખેલાડીઓને ઓછી રકમ આપવામાં આવે છે. આની સાથે સિલેક્શન પ્રોસેસ પણ અલગ છે. મહિલા ખેલાડીઓને 15,12,9,7.2,6,4.8 અને 3.6 હજાર પાઉન્ડ પ્રાઈઝ બેન્ડ અંતર્ગત કોન્ટ્રેક્ટ અપાયા છે.

ધ હન્ડ્રેડ V/S IPL

 • બંને ટૂર્નામેન્ટની પુરુષ લીગમાં 8-8 ટીમ.
 • ધ હન્ડ્રેડની મહિલા લીગમાં પણ 8 ટીમ છે, IPLમાં 3 મહિલા ટીમની એક મિની ટૂર્નામેન્ટ હોય છે.
 • IPLમાં એક સીઝનમાં 60 મેચ, ધ હન્ડ્રેડની એક લીગમાં 32 મેચ.
 • IPLમાં ખેલાડીઓનું સિલેકશન હરાજી પ્રક્રિયા દ્વારા કરાય છે. ધ હન્ડ્રેડમાં આના માટે ડ્રાફ્ટ સિસ્ટમ હોય છે.
 • IPLમાં એક ટીમ સેલરી સામે એક સીઝનમાં 85 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. ધ હન્ડ્રેડમાં ફ્રેન્ચાઇઝી પુરુષ ખેલાડીઓની સેલરી સામે 10 લાખ પાઉન્ડ (આશરે 10.27 કરોડ રૂપિયા) ખર્ચ કરી શકે છે.
 • IPLનો સૌથી મોંઘો ખેલાડી વિરાટ કોહલી છે. એની એક વર્ષની સેલરી 17 કરોડ રૂપિયા મળે છે. ધ હન્ડ્રેડમાં એક ખેલાડીની વધુમાં વધુ સેલરી 1 લાખ પાઉન્ડની છે. 10 વિદેશી ખેલાડીઓને આ રકમ અપાઈ રહી છે.
 • IPLમાં T-20 મેચ હોય છે. ધ હન્ડ્રેડમાં 100-100 બોલની મેચ હોય છે.

ધ હન્ડ્રેડમાં 1 લાખ પાઉન્ડ સેલરીવાળા ખેલાડી
શાકિબ અલ હસન (બાંગ્લાદેશ), બાબર આઝમ (પાકિસ્તાન), બાબર આઝમ (દક્ષિણ આફ્રિકા), લૉકી ફર્ગ્યુસન (ન્યૂઝીલેન્ડ), જેસન હોલ્ડર (વેસ્ટ ઈન્ડીઝ), તમીમ ઈકબાલ (બાંગ્લાદેશ), કાયરન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડીઝ), નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડીઝ), કગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)

નોટઃ ડેવિડ વોર્નરે આ ટૂર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...