• Gujarati News
 • Dvb original
 • Explainer
 • Home Test Kit For Corona Test Sitting At Home; Learn What Are The Advantages, What Are The Disadvantages And How Much Is Needed In India

ભાસ્કર એક્સપ્લેનર:ઘરે બેઠા કોરોના ટેસ્ટ માટે હોમ ટેસ્ટ કિટ; જાણો શું છે ફાયદા, શું છે નુકસાન અને ભારતમાં તેની કેટલી આવશ્યકતા

9 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
 • કૉપી લિંક

અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર-ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (US-FDA)એ નવેમ્બર 2020માં ઘરે કોરોનાનો ટેસ્ટ કરતી કિટને મંજૂરી આપી હતી. એ સમયે ત્યાં કોરોના ઈન્ફેક્શનના કેસ ધીમે ધીમે વધી રહ્યા હતા. સરકારે લોકોને ઘરમાં જ રહીને કોરોના ટેસ્ટની સુવિધા આપવા માટે હોમ ટેસ્ટ કિટની અનુમતિ આપી હતી.

ભારતમાં પણ છેલ્લા 10 દિવસથી ત્રણ લાખથી વધુ નવા દર્દીઓ રોજ સામે આવી રહ્યા છે. એટલે કે સમગ્ર દુનિયામાં સૌથી વધુ. એક્ટિવ કેસ પણ સતત વધી રહ્યા છે. કુલ દર્દીઓના મામલે પણ ભારત માત્ર અમેરિકાથી પાછળ છે. વધતા આંકડા વચ્ચે કોવિડ ટાસ્ક ફોર્સે સમગ્ર દેશમાં ટોટલ લોકડાઉનની ભલામણ કરી છે. આવી સ્થિતિમાં આ હોમ ટેસ્ટ કિટ ભારત માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે આ ટેસ્ટ કિટ હોય છે શું? તેના ફાયદા શું છે? ભારતમાં તેનો ઉપયોગ કોરોના રોકવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે...

શું છે હોમ ટેસ્ટિંગ કિટ?
અત્યારે તમારે કોરોનાની ભાળ મેળવવા માટે રેપિડ એન્ટીજન કે RT-PCR કે આ રીતે બીજા ટેસ્ટ કરવાના હોય છે. આ તમામ ટેસ્ટ માટે મેડિકલ એક્સપર્ટ અને લેબની આવશ્યકતા હોય છે. કોરોનાની હોમ ટેસ્ટ કિટ તેનો આસાન વિકલ્પ છે. આ પ્રેગનન્સી ટેસ્ટ કિટ જેવી છે. સેમ્પલ નાખવામાં આવે તો કોરોનાનો ટેસ્ટ કરી શકાય છે. તેની મદદથી કોઈપણ વ્યક્તિ કોઈ લેબ કે મેડિકલ એક્સપર્ટની મદદ વિના જ ઘરે જ કોરોના ટેસ્ટ કરી શકે છે.

આ કિટ કઈ રીતે કામ કરે છે?
આ ટેસ્ટ કિટ લેટરલ ફ્લો ટેસ્ટ પર કામ કરે છે. તમે તમારા નાક કે ગળામાંથી લીધેલા સેમ્પલને ટ્યુબમાં નાખો છો. આ ટ્યુબમાં અગાઉથી એક લિક્વિડ ભરેલું હોય છે. આ ટ્યુબને કિટની અંદર નાખવામાં આવે છે જ્યાં લિક્વિડને શોષે એવું એક પેડ હોય છે. આ પેડથી થઈને આ લિક્વિડ એક પટ્ટી પર જાય છે જ્યાં અગાઉથી જ કોરોનાવાયરસના સ્પાઈક પ્રોટીનને ઓળખતા એન્ટીબોડી હોય છે. જો તમે કોરોનાવાયરસથી પીડિત છો તો આ એન્ટીબોડી એક્ટિવેટ થઈ જાય છે અને કિટ તમારો ટેસ્ટ પોઝિટિવ બતાવી દે છે. કિટ પર એક ડિસ્પ્લે હોય છે જ્યાં રિપોર્ટનું રિઝલ્ટ દેખાય છે. રિપોર્ટ તમારા ઈમેઈલ કે ટેસ્ટ કિટ બનાવનારી કંપનીની એપ પર પણ જોઈ શકાય છે.

આ કિટના શું ફાયદા છે?

 • ઘરે બેઠા જ ટેસ્ટ થશે. તેનાથી લોકો ટેસ્ટ કરાવવા બહાર નહીં નીકળે અને સંક્રમણ ફેલાવાનું જોખમ ઓછું થશે.
 • RT-PCR કે કોઈ પણ બીજા ટેસ્ટના મુકાબલે આ ટેસ્ટ કિટ સસ્તી છે.
 • ખુદ જ ટેસ્ટ કરી શકો છો. કોઈ મેડિકલ એક્સપર્ટ કે લેબની જરૂર નથી.
 • ટેસ્ટ રિપોર્ટ 15 મિનિટથી અડધા કલાકમાં મળી જાય છે. લેબમાં કરાયેલા RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવતા ઓ તુછામાં ઓછો એક દિવસનો સમય લાગે છે.

આ કિટથી નુકસાન શું છે?

 • ઘરે જ ટેસ્ટ થવાથી સંક્રમિત દર્દીઓનાં આંકડાનું મોનિટરિંગ કરવામાં પરેશાની થશે. જેમનો ટેસ્ટ પોઝિટિવ આવશે તે ડરથી સાચી જાણકારી નહીં આપે.
 • મેડિકલ એક્સપર્ટની તુલનામાં ખુદ સેમ્પલ લેવામાં ગરબડની આશંકા રહેશે, જેનાથી ટેસ્ટના રિઝલ્ટ પર પણ અસર પડશે.
 • લેબમાં કરાયેલા ટેસ્ટના મુકાબલે હોમ ટેસ્ટ કિટની એક્યુરસી ઓછી છે. આ કારણથી ખોટું રિઝલ્ટ આવવાની સંભાવના વધુ છે.
 • એક સંક્રમિત વ્યક્તિનું ટેસ્ટ રિઝલ્ટ જો નેગેટિવ આવે છે તો તે ઘરના અન્ય સભ્યોને પણ સંક્રમિત કરી શકે છે.

આ કિટના પરિણામો કેટલા સચોટ છે?
લેબમાં કરાયેલા ટેસ્ટની તુલનામાં હોમ ટેસ્ટ કિટના રિઝલ્ટની એક્યુરસીમાં 20%થી 30% સુધીની ગરબડ જોવા મળી છે. ખોટી રીતે સેમ્પલ લેવું, સંક્રમિત હોવાના 1-2 દિવસની અંદર જ ટેસ્ટ કરાવવાથી પણ રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. વિશેષજ્ઞોના અનુસાર બંને ટેસ્ટ કરવાની રીત ભલે એક જેવી હોય પણ તેના રિઝલ્ટમાં એક્યુરસીનો ફરક વધુ છે.

આ કિટની જરૂર શા માટે પડી?
કોરોનાવાયરસના વધતા કેસોએ આરોગ્ય સુવિધાઓનો અભાવ સર્જ્યો છે. જ્યાં પણ કેસ વધ્યા ત્યાં ડોકટરો, હોસ્પિટલોમાં બેડના અભાવ જેવી સમસ્યાઓ સામે આવવા લાગી. સાથે જ મેડિકલ એક્સપર્ટ્સનો એક મોટો હિસ્સો દર્દીઓના ટેસ્ટિંગમાં વ્યસ્ત હોય છે. એવામાં જો ખુદ જ કોરોનાનો ટેસ્ટ કરી શકાય તો મેડિકલ એક્સપર્ટ્સ પર નિર્ભરતા ઓછી થશે અને તે અન્ય બીજા કામમાં ઉપયોગી થશે.

આ સાથે જ કોઈપણ ટેસ્ટ કરાવવા માટે તમારે હોસ્પિટલ કે અન્ય કોઈ બીજી જગ્યાએ જવાનું હોય છે. સંક્રમણના જોખમને જોતા આ સુરક્ષિત નથી. એવામાં જો ઘરમાં જ ટેસ્ટ કરી શકાય તો સંક્રમણ ફેલાવાની ગતિ પણ ધીમી પડશે.

શું આ કિટ્સ ભારતમાં ઉપલબ્ધ છે?
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ 27 એપ્રિલે ગાઈડલાઈન જારી કરી છે. તેમાં કહ્યું છે કે અમેરિકા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને 5 અન્ય દેશોએ જે કિટના ઉપયોગની અનુમતિ આપેલી છે, તેનો ઉપયોગ ભારતમાં થઈ શકશે. તેમણે ICMR પાસેથી અલગથી અનુમતિ લેવાની કોઈ જરૂર નથી. આ સાથે ICMRએ આ કંપનીઓને એમ પણ કહ્યું છે કે ટેસ્ટના રિઝલ્ટનું મોનિટરિંગ કરવા માટે સોફ્ટવેર કે એપથી તમામ આંકડાઓને કોરોનાના સેન્ટ્રલ પોર્ટલ સાથે જોડવામાં આવે જેનાથી આંકડામાં ગરબડ ન થાય.

ભારત માટે આ શા માટે જરૂરી છે?
હાલમાં કોરોનાના કુલ સંક્રમિતોના હિસાબે ભારત અમેરિકા પછી બીજા નંબર પર છે. કોરોનાના નવા આંકડા દરરોજ નવા રેકોર્ડ તોડે છે. કોરોનાની બીજી લહેરે હોસ્પિટલોમાં બેડથી લઈને ઓક્સિજન સુધીની અછત પેદા કરી દીધી છે. સરકારનું ફોકસ વધુમાં વધુ ટેસ્ટિંગ પર પણ છે જેનાથી સંક્રમિતોની સાચી સંખ્યા સામે આવી શકે. આ પ્રકારની હોમ ટેસ્ટ કિટથી ટેસ્ટિંગ વધવાની સાથે જ ટેસ્ટ સેન્ટરો પર દબાણ પણ ઓછું થશે. હાલ જે મેડિકલ એક્સપર્ટ કોરોનાના ટેસ્ટિંગ લાગેલા છે તેમની સેવાઓ બીજી જગ્યાએ લઈ શકાશે.