તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:કોવિડ-19 વેક્સિન લગાવવાથી અચકાવ છો? તો આ જાણકારી તમારા કામની છે; વાંચો વેક્સિનને લગતી 10 ગેરમાન્યતા અને તેનું સત્ય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાએ પોતાની 38% પુખ્ત વસતીને વેક્સિનેટ કર્યા પછી માસ્કની અનિવાર્યતા ખતમ કરી દીધી છે. બ્રિટનમાં 75% પુખ્ત વસતીને ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચૂક્યો છે. જ્યારે, ઈઝરાયેલે તો પોતાની 60% પુખ્ત વસતીને સંપૂર્ણપણે વેક્સિનેટ કરી લીધી છે. આ દેશોમાં ધીમે ધીમે પરિસ્થિતિઓ અગાઉ જેવી થઈ રહી છે અથવા થઈ ચૂકી છે. જેના મુકાબલે ભારતમાં 13 % વસતીને ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચૂક્યો છે.

આ વાતો એટલા માટે કે ભારતમાં વેક્સિનેશનની ઝડપ ઓછી છે. વેક્સિન ડોઝની ઉપલબ્ધતા એક સમસ્યા છે, જેનો હલ સરકારો કાઢી રહીછે. પરંતુ અનેક ભ્રાંતિઓ અને ગેરમાન્યતા પણ છે જે લોકોને વેક્સિન ઉપલબ્ધ થયા પછી પણ તેનાથી દૂર રાખે છે. વિશેષજ્ઞ કહે છે કે કોરોનાવાયરસ વિરુદ્ધ કોઈ શરતી ઈલાજ નથી. લક્ષણોના આધારે ઈલાજ કરવામાં આવે છે અને ભારતે હાલમાં જ બીજી લહેરમાં 1.5 લાખથી વધુ મોત અધિકૃત રીતે જોઈ છે. તેને જોતા વેક્સિનેશન જ એકમાત્ર આશાનું કિરણ છે. વેક્સિન શરીરને વાયરસને ઓળખવા અને તેની વિરુદ્ધ એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. અત્યંત જરૂરી છે કે જ્યારે પણ ઉપલબ્ધ હોય, વેક્સિનનો ડોઝ અવશ્ય લો.

વેક્સિનેશન અંગેની કેટલીક ગેરમાન્યતા અને શંકાઓ છે જે લોકોને વેક્સિન લગાવવાથી રોકે છે. અમે આવી જ 10 ગેરમાન્યતાઓ પર ડો. ચારૂ ગોયલ સચદેવા, એચઓડી અને કન્સલ્ટન્ટ, ઈન્ટરનલ મેડિસીન, મણિપાલ હોસ્પિટલ્સ, દ્વારકા, નવી દિલ્હી, સાથે વાત કરી અને હકીકતને જાણવાની કોશિશ કરી.

આપ આ ગેરમાન્યતાઓ અંગેની સચ્ચાઈ જાણો અને એ લોકો સાથે શેર કરો કે જેઓ કોઈ ગેરમાન્યતા કે શંકાના કારણે વેક્સિનથી દૂર રહે છે.

ગેરમાન્યતા 1ઃ વેક્સિન ખૂબ ઓછા સમયમાં બની છે. જેના કારણે તે સુરક્ષિત નથી
હકીકતઃ એ વાત સાચી છે કે વેક્સિન એક વર્ષથી પણ ઓછા સમયમાં વિકસિત થઈ છે. તેના પહેલા મમ્સની વેક્સિન ચાર વર્ષમાં તૈયાર થઈ હતી અને તે સૌથી ઓછા સમયમાં વિકસિત થયેલી વેક્સિન હતી. આમ જોઈએ તો કોવિડ-19 વેક્સિન તો રેકોર્ડ ટાઈમમાં વિકસિત થઈ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે વેક્સિન સુરક્ષિત નથી.

કોઈપણ વેક્સિનને અપ્રૂવલ આપવામાં નિયમોનું કડકાઈથી પાલન થયું છે. હા, પ્રોસેસ જરૂર ફાસ્ટ ટ્રેક પર રહીછે. પરંતુ તમામ આવશ્યક પ્રક્રિયાઓનું પાલન કરાયું છે. વિજ્ઞાનીઓએ 24 કલાક કામ કરીને સુનિશ્ચિત કર્યુ છે કે આ વેક્સિન સૌના માટે સુરક્ષિત રહે.

વાસ્તવમાં, WHOથી લઈને દરેક દેશના રેગ્યુલેટરે આકરા રેગ્યુલેશનનું પાલન કર્યુ છે. લેબોરેટરીમાં આ વેક્સિન તપાસવામાં આવી. પછી માણસો પર તેની ટ્રાયલ્સ થઈ. તેમાં મળેલા પરિણામોના આધારે તેની ઈફેક્ટિવનેસ નક્કી થઈ છે. એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે વેક્સિન અસુરક્ષિત છે. રેગ્યુલેટર્સે સુરક્ષા અને એફિકસી જેવા પાસાઓ પર ડેટા સ્ટડી કર્યા પછી જ તેને અપ્રૂવલ અપાઈ છે.

ગેરમાન્યતા 2ઃ વેક્સિનની ગંભીર આડઅસરો છે
હકીકતઃ આ સાચું નથી. ભારતની જ વાત કરીએ તો એડવર્સ ઈવેન્ટ્સ માત્ર 0.013% રહી છે. એટલે કે દસ લાખમાં માત્ર 130 લોકોમાં સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી છે. એટલે કે નહીવત્. ઈન્જેક્શન લગાવવામાં આવે એ જગ્યાએ દુઃખાવો, સોજો, તાવ જેવી સાઈડ ઈફેક્ટ્સ જરૂર થઈ શકે છે. આ લક્ષણ એક બે દિવસમાં આપોઆપ મટી જાય છે. આ કારણથી વેક્સિનથી મળતા ફાયદાના મુકાબલે સાઈડ ઈફેક્ટ્સ કંઈ નથી. તેના અંગે ચિંતિત થવાની કોઈ જરૂર નથી.

ગેરમાન્યતા 3ઃ વેક્સિનના કારણે વિકસિત થનારી ઈમ્યુનિટી દારૂ પીવાથી નબળી પડે છે
હકીકતઃ આ સદંતર ખોટું છે. વેક્સિન અને દારૂને કોઈ લેવાદેવા નથી. જે લોકો ખૂબ વધારે દારૂ પીએ છે, તેમના શરીરમાં ઈમ્યુનિટી નબળી થઈ શકે છે. ખૂબ વધારે દારૂ પીવાથી લિવર, હૃદયરોગનું જોખમ વધી જાય છે. એવામાં ડોક્ટર તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે.

દારૂ અને વેક્સિનને લઈને વિવાદ રશિયાથી શરૂ થયો હતો. ગત વર્ષે ત્યાંના નેતાઓએ કહ્યું હતું કે વેક્સિન લેનારા લોકોએ ઓછામાં ઓછા બે-ત્રણ મહિના સુધી દારૂ ન પીવો જોઈએ. તેના પછી અનેક લોકોએ વેક્સિનને લઈને ખચકાટ દર્શાવ્યો. તપાસમાં કંઈ સાબિત ન થયું. અમેરિકામાં તો લોકોને વેક્સિન લગાવવા માટે પ્રેરિત કરવા કેટલાક પ્રાંતોમાં ફ્રી બિયર પણ વહેંચવામાં આવ્યો હતો.

વોશિંગ્ટનના કેનેડી સેન્ટરમાં વેક્સિન લગાવવા આવેલા લોકોને સોલેસ કંપની તરફથી ફ્રી બિયર વહેંચવામાં આવી. તેનાથી ઘણા ખરા અંશે લોકોનો ખચકાટ ખતમ થઈ ગયો છે.
વોશિંગ્ટનના કેનેડી સેન્ટરમાં વેક્સિન લગાવવા આવેલા લોકોને સોલેસ કંપની તરફથી ફ્રી બિયર વહેંચવામાં આવી. તેનાથી ઘણા ખરા અંશે લોકોનો ખચકાટ ખતમ થઈ ગયો છે.

ગેરમાન્યતા 5ઃ જે મહિલાઓને પિરિયડ્સ ચાલી રહ્યા છે, તેમની ઈમ્યુનિટીને વેક્સિન નબળી કરે છે.
હકીકતઃ આ સદંતર ખોટું છે. મહિલાઓના પિરિયડ્સને વેક્સિનની ઈફેક્ટિવનેસ સાથે કોઈ લેવાદેવા નથી. પ્રેગનન્ટ મહિલાઓને પણ વેક્સિન લાગી રહી છે. એવામાં એ ભ્રમ છે કે પિરિયડ્સમાં વેક્સિન ડોઝ લેવાથી ઈમ્યુનિટી નબળી થાય છે.

ગેરમાન્યતા 6ઃ જો કોઈને કોવિડ-19 ઈન્ફેક્શન થઈ ચૂક્યું છે તો તેણે વેક્સિન લેવાની જરૂર નથી
હકીકતઃ એન્ટીબોડી વિકસિત કરવાના બે ઉપાય છે-કોવિડ-19 ઈન્ફેક્શન અને વેક્સિન. જેમને ઈન્ફેક્શન થયું છે, તેમના શરીરમાં એન્ટીબોડી બન્યા હશે. પરંતુ એ કેટલા દિવસ ટકશે, દરેક વ્યક્તિ પર નિર્ભર કરે છે. પરંતુ રિઈન્ફેક્શનનું જોખમ પણ છે. આ કારણથી ભારત સરકારે સલાહ આપી છે કે ઈન્ફેક્શન થવાના ત્રણ મહિના પછી વેક્સિનનો ડોઝ લઈ શકાય છે.

ગેરમાન્યતા 7ઃડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસિસ, કેન્સરથી પીડિત લોકો વેક્સિન લાગ્યા પછી નબળા થઈ શકે છે.
હકીકતઃ આ એક એવું ગ્રૂપ છે, જેને ભારત સરકારે પ્રાયોરિટી ગ્રૂપમામાં રાખીને વેક્સિનેટ કર્યુ હતું. આ લોકોને ઈન્ફેક્શન થવા પર ગંભીર લક્ષણ થવાની આશંકા વધી જાય છે. આ કારણથી સલાહ આપવામાં આવે છે કે આ સંવેદનશીલ ગ્રૂપને જ્યારે પણ ઉપલબ્ધ હોય ત્યારે કોવિડ વેક્સિન લગાવી લેવી જોઈએ. એ તેમને ઈન્ફેક્શનના ગંભીર લક્ષણોથી સુરક્ષિત રાખશે.

ગેરમાન્યતા 8ઃ કોવિડ વેક્સિન વેરિએન્ટ્સ પર ઈફેક્ટિવ નથી
હકીકતઃ આ સાચું નથી. વેરિએન્ટ્સ પર પણ વેક્સિન ઈફેક્ટિવ છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના એક અભ્યાસ અનુસાર કોવિશિલ્ડ અને ફાઈઝર વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે તો તે વેરિએન્ટ્સથી બચાવવામાં મહદ્અંશે સફળ રહ્યા છે. કોવેક્સિનના મામલે પણ દાવો થઈ રહ્યો છે કે આ યુકે, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકન વેરિએન્ટની સાથે જ ભારતમાં મળેલા ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેનથી પ્રોટેક્શન આપે છે.

સરકારે વૃદ્ધોની સાથે જ એ લોકોને પણ પ્રાયોરિટી ગ્રૂપમાં રાખ્યા હતા, જેમને ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ છે. કોરોનાથી તેમને સૌથી વધુ જોખમ છે, આ કારણથી તેમને વેક્સિન લગાવવામાં આવે એ ખૂબ જરૂરી છે.
સરકારે વૃદ્ધોની સાથે જ એ લોકોને પણ પ્રાયોરિટી ગ્રૂપમાં રાખ્યા હતા, જેમને ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ છે. કોરોનાથી તેમને સૌથી વધુ જોખમ છે, આ કારણથી તેમને વેક્સિન લગાવવામાં આવે એ ખૂબ જરૂરી છે.

ગેરમાન્યતા 9ઃ બાળકોને દૂધ પીવડાવતી મહિલાઓએ વેક્સિન ન મૂકાવવી જોઈએ કેમકે એ તેમની ઈમ્યુનિટીને નબળી કરે છે. આ સાથે જ બાળકને પણ નુકસાન પહોંચાડી શકે છે. હકીકતઃ શરૂઆતમાં બાળકોને દૂધ પીવડાવતી મહિલાઓને વેક્સિનેશનમાંથી બહાર રખાઈ હતી. પરંતુ અભ્યાસ પછી એ સાબિત થઈ ચૂક્યું છે કે વેક્સિન તેમના અને નવજાત બાળકો માટે સુરક્ષિત છે. ડિલિવરી પછી તરત વેક્સિન ડોઝ લગાવવાથી માત્ર માતા સુરક્ષિત જ નથી થતી પણ તેનું દૂધ પીને એન્ટીબોડી તેના બાળક સુધી પણ પહોંચે છે. આ બાળકોને પણ કોવિડ-19 ઈન્ફેક્શન સામે પ્રોટેક્શન આપે છે.

ગેરમાન્યતા 10ઃ mRNA વેક્સિન તમારા શરીરમાં કોશિકાઓમાં રહેલા ડીએનએને એલર્ટ કરે છે. એ જેનેટિક કોડમાં ફેરફાર કરે છે
હકીકતઃ આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. mRNA વેક્સિન કોશિકામાં જાય છે. ન્યુક્લિયસમાં જઈને ડીએનએમાં ફેરફાર કરતી નથી. વેક્સિનથી અપાયેલો ડોઝ સ્પાઈક પ્રોટીનની જેમ વર્તાવ કરે છે અને શરીર વાયરસની વિરુદ્ધ એન્ટીબોડી બનાવે છે. અત્યારના સમયે ફાઈઝર અને મોડર્નાની mRNA વેક્સિનની ઈફેક્ટિવનેસ તમામ અન્ય વેક્સિનના મુકાબલે સારી સાબિત થઈ છે. અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં mRNA વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે.