યુક્રેન નહીં, પોલેન્ડ, હુમલો પડશે ભારે:અહીં જ હિટલરના એટેકથી શરૂ થયું હતું દ્વિતીય વિશ્વયુદ્ધ; રશિયાની એક ભૂલથી સર્જાશે તબાહી

3 મહિનો પહેલાલેખક: અનુરાગ આનંદ
  • કૉપી લિંક

15 નવેમ્બર એટલે કે મંગળવારે મોડી રાતે રશિયાએ 100થી વધુ મિસાઈલો યુક્રેન પર છોડી હતી. યુક્રેને પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ દરમિયાન બે મિસાઈલો પોલેન્ડના એક ગામ પ્રજેવોડોવમાં પડી હોવાના સમાચાર છે, જેમાં બે લોકોનાં મોત થયા છે. જો કે, રશિયાએ પોલેન્ડ પર મિસાઈલ હુમલાના આરોપોને નકારી દીધા છે. ઘટના પછી તરત અમેરિકાએ NATO દેશોની ઈમર્જન્સી મીટિંગ બોલાવી. તેના પછી બાઈડેને કહ્યું - પ્રાઈમરી ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે આ મિસાઈલો યુક્રેનના સૈનિકોની જવાબી કાર્યવાહી પછી પોલેન્ડમાં પડી છે.

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે ભવિષ્યમાં પોલેન્ડ પર કોઈપણ રીતનો એટેક દુનિયા માટે કેમ ખતરનાક છે, શું પોલેન્ડ પર હુમલો આગ સાથે રમત જેવો છે?

પોલેન્ડ પર કોઈપણ પ્રકારનો એટેક દુનિયા માટે ખતરનાક કેમ છે?
15 નવેમ્બર એટલે કે મંગળવારે પોલેન્ડમાં બે મિસાઈલો પડ્યા પછી એવું લાગે છે કે છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલું યુક્રેન-રશિયા યુદ્ધ હવે ખતરનાક વળાંક પર આવી ગયું છે. જો કે, 16 નવેમ્બર બુધવારે સાંજ સુધી પોલેન્ડના રાષ્ટ્રપતિએ કહ્યું-મિસાઈલ હુમલામાં 2 લોકો માર્યા ગયા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, જાણીજોઈને કરાયેલો હુમલો નથી. વાસ્તવમાં, અત્યાર સુધી યુક્રેન NATOના સાથી દેશ પોલેન્ડ અને રશિયા વચ્ચે એક બફર ઝોન જેવું હતું, હવે પોલેન્ડ એક વોરફ્રન્ટ બની ગયું છે. તેનું કારણ દુનિયામાં પોલેન્ડનું ક્રાઈમ લોકેશન છે.

રશિયાની બે મિસાઈલો પોલેન્ડના એક ગામ પ્રજેવોડોવમાં પડી હતી.
રશિયાની બે મિસાઈલો પોલેન્ડના એક ગામ પ્રજેવોડોવમાં પડી હતી.

પોલેન્ડ પર મિસાઈલ એટેક ખતરનાક કેમ છે, એનાં ત્રણ કારણો...

1. ગત મહિને પોલેન્ડની સરહદને સ્પર્શતા દેશ બેલારૂસની સાથે રશિયાએ સૈન્ય સમજૂતી કરી છે. તેના અંતર્ગત બેલારૂસમાં રશિયન સૈનિકોની તહેનાતી થઈ છે. તેને લઈને પોલેન્ડના વિદેશ મંત્રી જ્બિગ્નેવ રાઉએ કહ્યું છે કે રાજધાની વૉરસોથી થોડે દૂર રશિયન સેનાની તહેનાતી આપણા માટે ચિંતાનો વિષય છે.

2. પોલેન્ડની 600 કિમીથી વધુ સરહદ બે દેશો યુક્રેન અને બેલારૂસને મળે છે, જે આપ ઉપર મેપમાં જોઈ શકો છો. રશિયાએ બેલારૂસમાં પોતાની એર ડિફેન્સ સિસ્ટમ પણ લગાવી છે, જે પોલેન્ડના મોટા હિસ્સાને કવર કરે છે. પોલેન્ડે પોતાની સુરક્ષા માટે ખતરનાક ગણાવીને તેનો વિરોધ નોંધાવ્યો છે.

3. પોલેન્ડના માર્ગેથી મોટા જથ્થામાં હથિયારો યુક્રેનમાં મોકલવામાં આવી રહ્યા છે. આ કારણથી રશિયા યુદ્ધમાં ફ્રન્ટફૂટથી બેકફૂટ તરફ જઈ રહ્યું છે. એવામાં રશિયા કોઈપણ રીતે પોલેન્ડ પર હુમલાની કોશિશ કરે છે તો NATO સાથે જોડાયેલા 30 દેશ ખુદ પર હુમલો માનીને યુદ્ધમાં કૂદી પડશે. પરિણામ પરમાણુ યુદ્ધમાં બદલી શકે છે.

જો પોલેન્ડ પર હુમલા થાય છે તો કૂદી પડશે તમામ નાટો દેશ
રશિયાએ યુક્રેન પર ભલે 9 મહિનાથી યુદ્ધ છેડેલું છે પણ પોલેન્ડ પર હુમલો ભારે પડશે. નાટો ચાર્ટરની કલમ 5 કહે છે કે કોઈપણ નાટો દેશની વિરુદ્ધ બાહ્ય હુમલાને તમામ સહયોગીઓ વિરુદ્ધ હુમલો માનવામાં આવશે. 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકીઓના હુમલા પછી NATOએ પ્રથમવાર આર્ટિકલ-5નો ઉપયોગ કર્યો હતો.

પોલેન્ડે મિસાઈલ પડવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ફાઈનલ રિપોર્ટ આવ્યા પછી પોલેન્ડ સરકાર માટે લેવાયેલા નિર્ણયથી આગળ યુદ્ધની દિશા અને દશા નક્કી થશે.

1939માં પણ પોલેન્ડ પર હુમલા પછી જ શરૂ થયું હતું દ્વિતિય વિશ્વયુદ્ધ
1 સપ્ટેમ્બર 1939ની વાત છે. હિટલરની નાઝી સેનાએ પોલેન્ડ પર હુમલો કરી દીધો હતો. તેના 16 દિવસ પછી 17 સપ્ટેમ્બર 1939ના રોજ સોવિયેત રશિયાની સેનાએ પણ પોલેન્ડના બીજા હિસ્સા પર હુમલો કરી દીધો. જોતજોતામાં બ્રિટન અને ફ્રાન્સે પણ હિટલરની નાઝી સેના વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધું. તેના પછી સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થઈ ગયું.

7 ઓક્ટોબર 1939ના રોજ પોલેન્ડ બે ભાગમાં વહેંચાઈ ગયું, જેના એક હિસ્સા પર જર્મની અને બીજા હિસ્સા પર સોવિયેત રશિયાનો કબજો હતો. જો કે, પછી સમગ્ર પોલેન્ડ પર જર્મનીનો કબજો થઈ ગયો હતો.

1 સપ્ટેમ્બર 1939ના રોજ હિટલરની નાઝી સેનાએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો.
1 સપ્ટેમ્બર 1939ના રોજ હિટલરની નાઝી સેનાએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન હિટલરની સેનાએ યહૂદીઓ પર જે અત્યાચાર કર્યો એ ઈતિહાસ બની ગયો. આગામી 6 વર્ષમાં આ જંગ દરમિયાન પોલેન્ડના 57 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. એવામાં પોલેન્ડની વિરુદ્ધ રશિયાની કોઈપણ કાર્યવાહી તેના માટે આગ સાથે રમત જેવી હશે.

રશિયા અને પશ્ચિમી દેશોની લડાઈમાં 3 વખત થઈ ચૂક્યું છે પોલેન્ડનું વિભાજન
ફર્સ્ટ વર્લ્ડ વોર અગાઉ 1795થી લઈને 1918 સુધી એટલે કે 123 વર્ષ પોલેન્ડ પર સોવિયેત રશિયાનો કબજો હતો. આ પહેલા પશ્ચિમી દેશો અને સોવિયેત રશિયાની વચ્ચેની લડાઈમાં પોલેન્ડનું 3 વાર વિભાજન થયું.

પ્રથમ વિભાજનઃ 1772માં પ્રથમવાર પોલેન્ડનું વિભાજન થયું તો રશિયા, પ્રશિયા અને ઓસ્ટ્રિયાએ પોલેન્ડના મોટા હિસ્સાને પોતાના દેશમાં મેળવી લીધો હતો.

બીજું વિભાજનઃ 1793માં પોલેન્ડે લેખિત બંધારણ લાગુ કર્યુ તો ગુસ્સાથી લાલચોળ રશિયાએ પોલેન્ડ પર હુમલો કરી દીધો. એ સમયે લિથુઆનિયા, બેલારૂસના મોટા હિસ્સાને રશિયન સેનાએ પોલેન્ડથી અલગ કરી દીધું હતું.

ત્રીજું વિભાજનઃ 1795માં ત્રીજીવાર પોલેન્ડનું વિભાજન થયું હતું, જ્યારે ઓસ્ટ્રિયાની સમજૂતીમાં પોલેન્ડે પોતાની 2 લાખ સ્ક્વેર કિમી જમીન છોડવી પડી હતી.

પોલેન્ડ યુદ્ધફ્રન્ટ બનવાનું કારણ તેનું વ્યૂહાત્મક મહત્વ છે
ફર્સ્ટ વર્લ્ડ વોર હોય કે પછી સેકન્ડ વર્લ્ડ વોરમાં રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે યુદ્ધનું મેદાન પોલેન્ડ જ રહ્યું છે. તેનું કારણ આ દેશ જિયોપોલિટિકલ કારણથી અત્યંત મહત્વપૂર્ણ હોવો એ છે.

અમેરિકા NATO સમજૂતી દ્વારા પોલેન્ડમાં પોતાની સેના તહેનાત કરીને રશિયાને પડકાર આપે છે. આ જ કારણ છે કે 29 સપ્ટેમ્બર 2022ને અમેરિકાએ ફોરેન મિલિટરી ફાઈનાન્સ અંતર્ગત પોલેન્ડને 2340 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. જ્યારે, બીજી તરફ રશિયા પોલેન્ડને યુદ્ધમાં નાખીને તેની ઈકોનોમીને નબળી પાડીને આ સમગ્ર હિસ્સામાં પોતાની તાકાતને વધુ વધારવા માગે છે.

અગાઉ પણ સભ્ય દેશોની સુરક્ષા માટે અમેરિકા અને NATOએ ઉતારી છે સેના
1949માં બન્યા પછી લગભગ પાંચ દાયકા સુધી NATOએ કોઈ સૈન્ય અભિયાન ચલાવ્યું નથી. 1990 પછી દુનિયાના અલગ-અલગ હિસ્સામાં અમેરિકાના નેતૃત્વમાં નાટો સેનાએ અનેક અભિયાન ચલાવ્યા.

તુર્કીને બચાવવા માટે ઓપરેશન એન્કર ગાર્ડ (1990)ઃ અમેરિકા અને NATO સેનાએ પોતાનું પ્રથમ સૈન્ય અભિયાન કુવૈત પર ઈરાકના હુમલા પછી ચલાવ્યું હતું. ઓપરેશન એન્કર ગાર્ડ દ્વારા તુર્કીને હુમલાથી બચાવવા માટે ત્યાં NATOના ફાઈટર પ્લેન તહેનાત કરવામાં આવ્યા હતા.

કુવૈતને ઈરાકથી બચાવવા માટે ઓપરેશન એસ ગાર્ડ (1991)ઃ આ અભિયાન પણ ઈરાક-કુવૈત યુદ્ધના કારણે ચલાવાયું હતું. તેમાં NATOની મોબાઈલ ફોર્સ અને એર ડિફેન્સને તુર્કીમાં તહેનાત કરવામાં આવી હતી. NATO સેનાઓના દબાણમાં ઈરાકે થોડા જ મહિના પછી ફેબ્રુઆરી 1991માં કુવૈતને આઝાદ કરી દીધું હતું.

બોસ્નિયાના લોકોને બચાવવા માટે ઓપરેશન જોઈન્ટ ગાર્ડ (1993-1996)ઃ 1992માં યુગોસ્લાવિયાના વિઘટન પછી થયેલા બોસ્નિયા અને હર્જેગોવિના યુદ્ધમાં NATO સેનાઓએ ભાગ લીધો હતો. 1994માં NATOએ ચાર બોસ્નિયન સર્બ વોર પ્લેનને તોડી પાડ્યા હતા. આ NATOની પ્રથમ કાર્યવાહી હતી. 1995માં NATOના બે સપ્તાહના બોમ્બમારાએ યુગોસ્લાવિયા યુદ્ધનો અંત લાવી દીધો હતો.

કોસોવમાં યુગોસ્લાવિયા સૈનિકોના નરસંહારને રોકવા માટે ઓપરેશન એલાઈડ ફોર્સ (1999)ઃ કોસોવોમાં અલ્બેનિયન મૂળના લોકો પર અત્યાચાર પછી માર્ચ 1999માં NATOએ યુગોસ્લાવિયાની સેના વિરુદ્ધ કાર્યવાહી કરી. અત્યારે પણ, નાટોના કોસોવો ફોર્સ (KFOR) તરીકે કોસોવોમાં નાટોના મિત્ર દેશો અને સહયોગીઓના લગભગ 3500 સૈનિકો તહેનાત છે.

રશિયાની પાસે કુલ 29 લાખ સૈનિકો, નાટો દેશોની પાસે કેટલા સૈનિકો છે?
રશિયાની પાસે અત્યારે સાડા 29 લાખ સૈનિકો છે. તેમાં 9 લાખ એક્ટિવ અને 20 લાખ રિઝર્વ છે. જ્યારે યુક્રેન પાસે 11 લાખ કુલ સૈનિક છે, જેમાં 2 લાખ એક્ટિવ અને 9 લાખ રિઝર્વ છે.

અન્ય સમાચારો પણ છે...