ભાસ્કર એક્સપ્લેનરગૂગલ પરથી નંબર લીધો ને એકાઉન્ટ સાફ:એમેઝોન કસ્ટમર કેરના નામે હરિયાણાની મહિલા સાથે ફ્રોડ, ફેસ્ટિવલમાં ઓનલાઈન શોપિંગ કરવામાં આ 10 ભૂલ ન કરતા

4 મહિનો પહેલા

હાલમાં ઓનલાઈન ચલણનો ક્રેઝ ચરમસીમા પર છે. કોઈ પણ વસ્તુની માહિતી મેળવવી હોય એટલે ફટાક કરીને આપણે ગૂગલ પર સર્ચ કરીને તે માહિતી મેળવી લઈએ છીએ. પરંતુ આપણે તે મળેલી માહિતીની ખરાઈ કરતા નથી. જેનો ફાયદો હેકર્સ ઉઠાવતા હોય છે. તેવામાં ભારતમાં ઓનલાઈન સ્કેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતાની સાથે જ પૈસા ગુમાવવાનો વારો પણ આવે છે.

...ને મહિલાના ખાતામાંથી 1 લાખ જતા રહ્યાં
તાજેતરમાં હરિયાણમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હરિયાણાના સોનીપતમાં રહેતી એક મહિલાને પડેલી કોઈક મુશ્કેલીને લઈને તેણે ગુગલ પર એમોઝોનના કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો. પરંતુ પોતાની મુશ્કેલી દૂર થશે તેવી આશાએ કરેલા કોલે તેમની મુશ્કેલીમાં વધારો કરી દીધો. મહિલાએ કોલ કરતા જ સામે વાળી વ્યક્તિએ કસ્ટમર કેરની જેમ વાત કરીને એ મહિલાને તેની જાળમાં ફસાવી જે બાદ તેને એનિડેસ્ક એપ ડાઉનલોડ કરવાનું કહ્યું અને બસ તેના બેન્ક એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા. જો કે, આ ઘટના અંગે જાણ થતાં જ તે મહિલાએ 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી.

હેકર્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર આતંક મચાવે છે
બેંકને લગતી વિગતો મેળવવી હોય કે પછી ફરિયાદ સંબંધિત બાબતો હોય ત્યારે તેની વિગતો મેળવવા માટે લોકોમાં હાલ ગૂગલ હોટ ફેવરિટ બની ગયું છે. પરંતુ હેકર્સો તેનો ફાયદો ઉઠાવે છે. આવા હેકર્સ લોકોને ગેરમાર્ગે દોરવા માટે ટ્વિટર, ગૂગલ અને ફેકબુક જેવા પ્લેટફોર્મ પર પ્રતિષ્ઠિત કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓના ગ્રાહક સુરક્ષાના નંબરો સાથે પોતાના નંબરો દાખલ કરતા હોય છે. જે બાદ તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર આતંક મચાવે છે.

હેકર્સ એક નહીં અનેક રીતે ફાયદો ઉઠાવે છે
જો કે,હેકર્સ એક નહીં અનેક રીતે ફાયદો ઉઠાવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો ગૂગલમાં જે જગ્યા પરહ કંપની પોતાનો ગ્રાહક સંભાળ કોઓર્ડિનેટ્સને સંશોધિત કરે છે. ત્યારે તેમના ખોટા નંબરને ગૂગલના સર્ચ એન્જિનમાં અગ્ર હરોળમાં લાવવા માટે હેકર્સ SEOનો ઉપયોગ કરે છે.જેના કારણે સૌૈથી ઉપર આવનાર નંબરનો લોકો ઉપયોગ કરે છે. અને નંબર ડાયલ કરતાની સાથે જ તે હેકર્સની જાળમાં ફસાઈ જાય છે.

ગૂગલ જ નહીં અન્ય કેટલીક એપ પણ ખતરારૂપ
માત્ર ગૂગલ જ નહીં પણ એવી ઘણી એપ્લિકેશન છે. જે ખતરારૂપ સાબિત થાય છે. જે તમારા ફોનમાં ડાઉનલોડ કરતાની સાથે જ તમારા ખાતામાંથી પૈસા સાફ કરી નાખે છે. હેકર્સ પહેલાં તો તમને એ એપને ઈન્સ્ટોલ કરાવે છે. એ પછી આ એપની મદદથી તમારો ફોન ટેપ કરે છેને તમારી સાથે ફ્રોડ કરે છે. જો કે, આવી કોઈ પણ પ્રકારની એપ્સ ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ. તો એપની સાથે સાથે ફ્રોડ લિંક અને વીડિયોઝથી પણ બચવું જોઈએ. જ્યારે પણ કોઈ લોભામણા મેસેજ કે પછી લિંક તમારામાં આવે ત્યારે તેને અવોઈડ કરવી જોઈએ.

અજાણી વેબસાઈટ પરથી શોપિંગ કરવાનું ટાળો
હાલ ઓનલાઈન શોપિંગના જમાનામાં લોકો સ્ટોર્સ પર શોપિંગ કરવાની જગ્યાએ ઓનલાઈન શોપિંગને પહેલી પ્રાયોરીટી આપે છે. ત્યારે હેકર્સની નજર ઓનલાઈન કરનારા લોકો ઉપર પણ હોય છે. ત્યારે એવી અજાણી વેબલાઈટ પરથી શોપિંગ કરવાનું ટાળવું જોઈએ. એમ છત્તાં પણ જો તમારે એ વેબસાઈટ પરથી વસ્તુ ખરીદવી જ છે તો તેની કોન્ટેક્ટ ડિટેઈલ અને પેમેન્ટ મેથર્ડ ચકાસી લેવી ખૂબ જ જરૂરી છે.

તો તરત જ સાઈબર ક્રાઈમની હેલ્પલાઈન ઉપર ફરિયાદ નોંધાવો
કેટલીક વાર વેબસાઈટ આગળ તમને 'https' અને તેની આગળ લોકનો સિમ્બોલ દેખાતો હશે. જો કે આવી સિમ્બોલ વાળી વેબસાઈટ ઉપરથી જ ખરીદી કરવી જોઈએ. આ જોયા વગર ક્યારે પણ કોઈ વેબસાઈટ ઓપન ન કરવી જોઈએ. છત્તા પણ જો તમને ફ્રોડની કોઈ શંકા જાય તો તમારે તમારા નજીકના વિસ્તારના સાઈબર ક્રાઈમની હેલ્પલાઈનના નંબર ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવી જોઈએ. મહત્વનું છે કે,ઓનલાઈન વસ્તુનું વેચાણથી લઈને ખરીદી કરવી એ ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ આપણે રાખેલી સાવચેતી આપણને આવા હેકર્સથી બચાવી શકશે.