તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:હરિયાણાના મંત્રી અનિલ વીજ તો વેક્સિનના ટ્રાયલ્સમાં સામેલ થયા હતા, તેમ છતાં તેમને કોરોના કેમ થયો?

4 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક

હરિયાણાના ગૃહ મંત્રી (સ્વાસ્થ્ય મંત્રાલયનો પણ પોર્ટફોલિયો છે) અનિલ વીજ કોવેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલ્સમાં સામેલ થયા તેને થોડાં દિવસ બાદ જ તેઓ કોરોના પોઝિટિવ થયા છે. શનિવારે સોશિયલ મીડિયા પર તેઓએ પોતે આ અંગેની જાણકારી આપી. તેઓએ એમ પણ કહ્યું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લે.

આ વેક્સિન હૈદરાબાદની કંપની ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ મળીને બનાવી છે. હાલ આ વેક્સિનની દેશભરમાં 25 જગ્યાઓએ અંતિમ ફેઝના ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યાં છે. અનિલ વીજના ઈન્ફેક્ટ થયા બાદ અનેક પ્રકારની વાતો થઈ રહી છે. આ કઈ રીતે થઈ ગયું? જે લોકોએ ટ્રાયલ્સમાં વેક્સિન લગડાવી છે, તેઓ પર સરકાર કઈ રીતે વોચ રાખે છે? શું હોય છે આ પ્રક્રિયા?

શું વેક્સિનના ટ્રાયલ્સમાં સામેલ વોલેન્ટિયર્સને કોરોના થઈ શકે છે?
હાં. આ કોઈ પહેલી વખત થોડી થયું છે. ફાઈઝર, મોડર્ના, ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા અને સાથે જ સ્પૂતનિક વેક્સિનના ફેઝ-3 ટ્રાયલ્સમાં સામેલ લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જો ટ્રાયલ્સમાં સામેલ વોલેન્ટિયર્સને કોરોના થશે જ નહીં તો તેની અસર કઈ રીતે ખ્યાલ આવશે. તે જરૂરથી છે કે આ વખતે મંત્રી કોરોનાથી પોઝિટિવ થઈ ગયા છે, આ કારણે વેક્સિનને શંકાની નજરે ન જોઈ શકાય.

વોલેન્ટિયર્સને કોરોના થઈ ગયો, તેની વેક્સિનની અસરથી શું લેવા-દેવા
ઘણું જ મહત્વપૂર્ણ છે. સૌથી પહેલાં તમારે સમજવું જોઈએ કે ટ્રાયલ્સ કઈ રીતે થાય છે. હવે ભારત બાયોટેકની કોવેક્સિનની જ વાત કરીએ તો, જેના ટ્રાયલ્સમાં અનિલ વીજ સામેલ થયા હતા. ફેઝ-3ના ટ્રાયલ્સમાં 25,800 વોલેન્ટિયર્સ સામેલ થવાના છે. જેમાંથી અડધાને સાચી વેક્સિન લાગશે અને અડધાને પ્લેસેબો એટલે કે સલાઈનનું પાણી. જે બાદ તમામ પેશન્ટ્સ પર દેખરેખ રાખવામાં આવશે. જો પ્લેસેબોવાળા ગ્રુપમાં કોરોનાના પેશન્ટ્સ ઓછા નીકળ્યા તો વેક્સિનની અસર સામે આવવા લાગશે. એટલે જ્યારે બંને ગ્રુપ્સની તુલના થશે ત્યારે ખ્યાલ આવશે કે આ વેક્સિન કેટલી અસરદાર છે. ઉદાહરણ તરીકે, ફાઈઝરે 44 હજાર વોલેન્ટિયર્સને ફેઝ-3 ટ્રાયલ્સમાં સામેલ કર્યા હતા. કેટલાંક મહિનામાં 170 વોલેન્ટિયર્સ કોરોના પોઝિટિવ થયા. જેમાંથી 162 લોકોને પ્લેસેબો આપવામાં આવ્યા હતા, જ્યારે 8 લોકો વેક્સિનવાળા ગ્રુપમાં હતા. તેનાથી તે નક્કી થયું કે વેક્સિન 95% સુધી અસરદાર છે.

અનિલ વીજને પ્લેસેબો અપાયું હતું કે વેક્સિન?
આ તો કોઈને પણ ખ્યાલ નથી. વેક્સિનનું ટ્રાયલ કરતા ડોકટરને પણ નહીં. તેને જ ડબલ બ્લાઈન્ડ અને રેડમાઈઝ્ડ ટ્રાયલ્સ કહેવાય છે. કયા વોલેન્ટિયર્સને પ્લેસેબો આપવામાં આવ્યું છે અને કોને વેક્સિન, તેની જાણકારી ન તો વેક્સિન લગાવનારને ખ્યાલ હોય છે કે ન તો કોઈ અન્ય લોકોને. આ ડેટા ઘણાં જ ગુપ્ત રાખવામાં આવે છે. અંતિમ પરિણામ સામે આવ્યા બાદ જ ખબર પડે છે કે વાસ્તવિક સ્થિતિ શું હતું. જેમને કોરોના થયો છે, તેમને વેક્સિન લગાડવામાં આવી હતી માત્ર પ્લેસેબો આપવામાં આવ્યું હતું.

ભારત બાયોટેકનું શું કહેવું છે?
અનિલ વીજના મામલે ભારત બાયોટેકે નિવેદન બહાર પાડ્યું છે કે કોવેક્સિનની અસરની તપાસ માટે જ તો ક્લિનિકલ ટ્રાયલ્સ થઈ રહ્યાં છે. 28 દિવસના અંતરે બે ડોઝ આપવામાં આવે છે. બીજો ડોઝ આપવામાં આવ્યાને 14 દિવસ બાદ જ વેક્સિનની અસરની જાણ થાય છે.

ટ્રાયલ્સ દરમિયાન કોઈ ગરબડ સામે આવે તો શું થાય છે?
તેના માટે CDSCO-DCGIની લાંબી ગાઈડલાઇન છે. દર્દીને સાઈટના મુખ્ય તપાસકર્તા કે એક્ટિવ ફોલોઅપ દરમિયાન પોતાની સમસ્યા જણાવવાની હોય છે. તે સમસ્યાના આધારે જ પહેલો નિર્ણય તે સાઈટના મુખ્ય તપાસકર્તાની હોય છે. એટલે કે જે 25 જગ્યાઓ પર કોવેક્સિનના ટ્રાયલ્સ ચાલી રહ્યાં છે, ત્યાં દરેક જગ્યાએ મુખ્ય તપાસકર્તા અને એથિક્સ કમિટી હોય છે. મુખ્ય તપાસકર્તા આ ઘટનાની જાણકારી એથિક્સ કમિટી, CDSCO-DCGI, ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ અને સ્પોન્સરને આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો