તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • Nirmala Sitharaman Narendra Modi: AATM Nirbhar Abhiyan| Atma Nirbhar Bharat Economic Package 3.0 Vs Self Reliant India One And Second Comparison

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:મંદ પડેલી ઈકોનોમીને વેગ આપવા માટે સરકારનું આત્મનિર્ભર પેકેજ, તેમ છતાં RBIને મંદીની આશંકા

5 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગુરુવારે બીજા ક્વાર્ટરમાં પણ GDPમાં 8.6% ઘટાડો થવાનો અંદાજ લગાવ્યો છે. આ સતત બીજું ક્વાર્ટર હશે, જ્યારે GDPમાં ઘટાડો નોંધાશે. સતત બે ક્વાર્ટરમાં GDPમાં ઘટાડાના સંકેતથી સ્પષ્ટ છે કે ભારતની ઈકોનોમી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.

પહેલા ક્વાર્ટરમાં 23.9% નો ઘટાડો નોંધાયો હતો. RBIના રિપોર્ટના થોડા કલાક બાદ સરકારે 2.65 લાખ કરોડ રૂપિયાનું 'આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ' જાહેર કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારામનના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીને કારણે મંદ પડેલી અર્થવ્યસ્થાને વેગ આપવા માટે સરકારે અત્યાર સુધી 29.87 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. સમજો કોરોનાકાળમાં સરકારે ક્યારે અને કેટલા રૂપિયાનું પેકેજ આપ્યું?

આત્મનિર્ભર ભારત 3.0ઃ ઘર ખરીદી પર ITમાં છૂટ; PF સરકાર ભરશે
આત્મનિર્ભર ભારત 3.0 કુલ 2.65 લાખ કરોડ રૂપિયાનું છે. તેમાં રોજગાર વધારવા માટે 12 યોજનાઓ છે. પ્રાઈવેટ સેક્ટરમાં 15 હજાર રૂપિયાથી ઓછું માસિક વેતન મેળવનાર નવા કર્મચારીઓના PFનો હિસ્સો કેન્દ્ર સરકાર ભરશે. નાણામંત્રી નિર્મલા સીતારામને ખરીદનારાઓ અને બિલ્ડર્સને મોટી રાહત આપી છે. સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુની વચ્ચેનો તફાવત વધારીને 20% કરવામાં આવ્યો છે, જે અગાઉ 10% હતો. 30 જૂન 2021 સુધી અમલમાં રહેનારી આ યોજના બે કરોડ રૂપિયા સુધીના રેસિડેન્શિયલ યુનિટના પ્રાઈમરી વેચાણ પર લાગુ થશે. તે ઉપરાંત પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાને 18 હજાર કરોડ મળ્યા છે. તેનાથી 30 લાખ જરૂરિયાતમંદોને પોતાનું ઘર મળી શકશે. કોરોનાની વેક્સીન માટે પણ 900 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

આત્મનિર્ભર ભારત 2.0ઃ તહેવારની સિઝનમાં માગ વધારવા માટે
તહેવારની સિઝનમાં માગ વધારવા માટે 12 ઓક્ટોબરે કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળી સ્કીમ લાવવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત 2.0 કુલ 73 હજાર કરોડ રૂપિયાનું હતું. દેશના 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે બે સ્કીમ હતી. પહેલા LTC કેશ વાઉચર સ્કીમ અને બીજી હતી સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ. LTC સ્કીમમાં કેશ વાઉચર મળવાના હતા, જ્યારે બીજી સ્કીમમાં 10 હજાર રૂપિયા એડવાન્સ મળવાના હતા. LTC સ્કીમ દ્વારા કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓને ફરવા માટે 36 હજાર રૂપિયા, 20 હજાર રૂપિયા અને 6 હજાર રૂપિયાનું કેશ વાઉચર આપતી. જ્યારે ફેસ્ટિવલ એડવાન્સ માટે 10 હજાર રૂપિયા વગર વ્યાજે મળતા. આ પૈસા 10 હપ્તામાં પરત કરવાના હતા. તે ઉપરાંત રાજ્યોને 50 વર્ષ માટે 12 હજાર કરોડ રૂપિયા વ્યાજ મુક્ત લોન આપવાની યોજના હતી.

પેકેજનું શું થયું?

 • ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ માટે SBI ઉત્સવ કાર્ડ કર્મચારીઓને આપવામાં આવ્યા
 • 25 હજાર કરોડ રૂપિયા રોડ ટ્રાન્સપોર્ટ તથા ડિફેન્સ મિનિસ્ટ્રીને મળ્યા
 • 11 રાજ્યોને 3 હજાર 621 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી

આત્મનિર્ભર ભારત 1.0: સૌથી મોટું પેકેજ, અલગ-અલગ હપ્તામાં આવ્યું

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી, જેને આપણે આત્મનિર્ભર ભારત 1.0 કહીએ છીએ. આ કુલ 20 લાખ 97 હજાર કરોડ રૂપિયાનું પેકેજ હતું. આ પૂરા પેકેજમાં 12 મેના જાહેરાત પહેલા જ સરકારે 1.92 લાખ કરોડ રૂપિયા રાહત પેકેજ તરીકે આપ્યા હતા, તે પણ આ પેકેજમાં સામેલ હતા. આ સાથે જ RBI તરફથી 8.01 લાખ કરોડની મદદ કરવામાં આવી હતી, તે પણ આ પેકેજમાં સામેલ હતી. એટલે કે કુલ મળીને આત્મનિર્ભર ભારત 1.0માં 11.02 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હતું.
 • નાણામંત્રીએ 13 મેના રોજ 5.94 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી, જેમાં નાના વેપારીઓને લોન આપવામાં, NBFC કંપનીઓ તથા વીજળી કંપનીઓને મદદ માટે આપેલી રકમની વાત કરવામાં આવી હતી.
 • બીજા દિવસે એટલે કે 14 મેના રોજ 3.10 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રવાસી શ્રમિકો માટે બે મહિના સુધી મફત અનાજ તથા ખેડૂતોને લોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
 • ત્રીજા દિવસે 15 મેના રોજ 1.5 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આવ્યું હતું, જેમાં આ પૈસા ખેતીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવશે.
 • ચોથા દિવસે 16 મેના રોજ 8 હજાર કરોડ તથા પાંચમા દિવસે એટલે કે 17 મેના રોજ 40 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હતું.

પેકેજનું શું થયું હતું?

 • PM સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ હેઠળ 1,373.33 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.
 • કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ના માધ્યમથી 1.5 કરોડથી વધુ ખેડૂતોને 1.43 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.
 • PM મત્સ્ય સંપદા યોજના હેઠળ 21 રાજ્યોને 1,681.32 કરોડ રૂપિયા મળશે.
 • ઈમરજન્સી ક્રેડિટ લોન ગેરંટી સ્કીમ (ECLGS) હેઠળ 61 લાખ લોકોને 2.05 લાખ કરોડ રૂપિયાની લોન મળી
 • NBFC અને HFC 7,227 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા
 • 17 રાજ્યોની વીજળી કંપનીઓને 1.18 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી. 11 રાજ્યોની કંપનીઓ માટે 31,136 કરોડ રૂપિયા ચૂકવ્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો