બે બાળક સાથેના પરિવારને ટોક્યો છોડવા પર 3 મિલિયન યેન મળી શકે છે. આ યોજના 2019થી અમલમાં છે. 2027 સુધીમાં 10,000 લોકો ટોક્યોથી ગ્રામીણ વિસ્તારોમાં જશે. ગયા વર્ષે સરકારે ટોક્યોમાંથી બહાર જવા માટે 1,184 પરિવારને ચુકવણી કરી હતી, જેની સરખામણીમાં 2020માં 290 અને 2019માં 71 હતા.
ગામડાંમાં વસતિ ઘટી રહી છે
ભીડને આકર્ષવાના પ્રયાસમાં સરકાર દ્વારા જાપાનનાં નગરો અને ગામડાંના ફાયદાઓની સતત ચર્ચા કરવામાં આવી રહી છે. જેમ જેમ વધુ યુવાનો કામ માટે શહેરોમાં જાય છે, જાપાનના ગ્રામીણ વિસ્તારોમાં તાજેતરનાં વર્ષોમાં ઝડપથી વસતિમાં ઘટાડો જોવા મળ્યો છે. અધિકારીઓને આશા છે કે આ યોજનાથી ટોક્યો પરનું દબાણ ઘટશે.
જાપાનની ઘટતી જતી વસતિ અને જન્મદર વચ્ચે ગ્રામીણ વિસ્તારોને પુનર્જીવિત કરવાનો આ નવીનતમ પ્રયાસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.