તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ડેટા સ્ટોરી:ટીવી ચેનલ્સનો જમાનો ગયો? ભારતમાં ચાર મહિનામાં 30% સુધી વધી ગયા ઓટીટી સબસ્ક્રાઇબર્સ

10 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક
  • માર્ચ 2020માં 2.2 કરોડ પેઇડ સબસ્ક્રાઇબર્સ હતા, જે ચાર મહિના પછી જુલાઈ સુધી 2.9 કરોડ થઈ ગયા
  • 90% કન્ટેન્ટ ભારતીય ભાષાઓમાં જોવાય છે; પ્લેટફોર્મ્સ પર માત્ર 7% સમય ઇંગ્લિશ કન્ટેન્ટ પર

ભારત સહિત દુનિયાભરમાં મનોરંજનની રીતભાતમાં ફેરફાર આવી રહ્યો છે. ફેમિલી એન્ટરટેઇનમેન્ટના બદલે હવે ઓવર-ધ-કાઉન્ટર (ઓટીટી) પ્લેટફોર્મ્સ પર સ્કેમ 1992, મિર્ઝાપુર, આશ્રમ દેવી વેબ સિરીઝ મોટી સંખ્યામાં દર્શકોને ખેંચી રહી છે. કોરોનાને કારણે લાગેલા લોકડાઉને સૌને ભરપૂર સમય આપ્યો અને આ ખાલી સમયે ઓટીટી પ્લેટફોર્મ્સને અપનાવવાની સ્પીડ વધારી દીધી.

રેડસીઅર કન્સલ્ટિંગના રિપોર્ટ અનુસાર, માર્ચથી જુલાઈ 2020 વચ્ચે ભારતમાં ઓટીટી સેક્ટરમાં વધારો થયો છે. માર્ચમાં 2.22 કરોડથી વધીને પેઈડ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2.9 કરોડ સુધી પહોંચી ગઈ છે. હાલનો સર્વે કહે છે કે લોકડાઉનમાં ટીવી ચેનલ્સ માટે નવા પ્રોગ્રામ બન્યા નથી, થિયેટર પણ બંધ રહ્યા. નવી ફિલ્મોની રિલીઝ ટળતી રહી, એવામાં માત્ર ઓટીટી પ્લેટફોર્મ્સ જ મનોરંજનનો સ્ત્રોત બન્યા. જે ઓટીટી પ્લેટફોર્મ્સ રીજનલ કન્ટેન્ટ લઈને આવ્યા, તેમને સૌથી વધુ લાભ મળ્યો. પરિણામ એ આવ્યું કે એપ્રિલ-જુલાઈ 2020 વચ્ચે 50%થી વધુ ઓવરઓલ સ્ટ્રિમિંગ હિન્દી ભાષાના કન્ટેન્ટની રહી.

દર્શકોમાં મહાનગરોનો હિસ્સો ઓછો થયો
અત્યારસુધીમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર વેબ સિરીઝ જોનારા લોકોનો એક મોટો હિસ્સો મહાનગરોનો હોય છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, ગત વર્ષે ઓટીટી કન્ટેન્ટ જોનારા લોકોમાં પાંચ મહાનગરોની હિસ્સેદારી 55% હતી. બાકી 45%માં અન્ય મહાનગર અને સમગ્ર દેશ આવે છે, પરંતુ રેડસીઅર કન્સલ્ટિંગના સર્વેથી ખબર પડી કે આ વર્ષે લોકડાઉનથી સ્થિતિ બદલાઈ છે. વધતા રીજનલ કન્ટેન્ટ પર સવાર થઈને ઓટીટી કન્ટેન્ટ હવે નાનાં ગામો-શહેરો તરફ નીકળી પડ્યું છે.
ઈન્ડિયા બ્રાંડ ઈક્વિટી ફાઉન્ડેશનનો રિપોર્ટ કહે છે કે ભારતમાં 90% કન્ઝ્યુમર રીજનલ ભાષાઓમાં કન્ટેન્ટ જોવાનું પસંદ કરી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ પર વિતાવેલા સમયનું માત્ર 7% ઈંગ્લિશ કન્ટેન્ટ પર ગયું છે. બદલાવ એવો છે કે ઓટીટી પ્લેટફોર્મ્સની મહાનગરો પર નિર્ભરતા ઓછી થઈ છે અને હવે માત્ર 46% રહી છે. ટિયર-1માં 35% અને ટિયર-2 શહેરોમાં 19% લોકો ઓટીટી પર કન્ટેન્ટ જોઈ રહ્યા છે. ઝડપ જોઈને લાગે છે કે એક-બે વર્ષમાં મહાનગરોની હિસ્સેદારી હજુય ઓછી થઈ જશે.

ક્રિકેટ અને બોલિવૂડ બધા પર ભારે
જ્યારે આપણે ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સની લોકપ્રિયતાની વાત કરીએ છીએ તો કેટલાક રસપ્રદ આંકડા સામે આવે છે. વેબ સિરીઝને લઈને એમેઝોન પ્રાઈમ વિડિયો, નેટફ્લિક્સ સાથે જ જી5, સોની લિવ ચર્ચામાં રહે છે. સોની લિવ અને વૂટ પર ટીવી પહેલાં શો ઓટીટી પ્લેટફોર્મ્સ પર આવી રહ્યા છે. દરેકની પાસે ઓછામાં ઓછી બે-ત્રણ ચર્ચિત વેબ સિરીઝ છે.

એમએક્સ પ્લેયર, વીઆઈયુ, ઉલ્લુ, એએલટી બાલાજી, હંગામા પ્લે જેવાં અનેક ઓટીટી પ્લેટફોર્મ્સ અલગ-અલગ પ્રકારનાં કન્ટેન્ટ આપી રહ્યાં છે. ડિસ્કવરી+ જેમ કે સ્પેશિયલ કન્ટેન્ટ આપનારા પ્લેટફોર્મ્સ પણ છે. તેના પછી પણ ક્રિકેટ અને બોલિવૂડ બધા પર ભારે છે. લોકડાઉન દરમિયાન ફિલ્મોની રિલીઝ થતી બંધ થઈ તો ડિઝની+ હોટસ્ટારે મલ્ટિપ્લેક્સ નામથી બિગ બજેટ ફિલ્મોને ઓટીટી પર ઉતારી. આઈપીએલ 2020એ બાકીની કસર પૂરી કરી. રવિવારે કેટલીક મેચ એક કરોડથી પણ વધુ લોકોએ જોઈ. આ દર્શાવે છે કે ટીવી ચેનલ્સના મુકાબલે ઓટીટી પ્લેટફોર્મ્સનો ઉપયોગ વધી રહ્યો છે.

ભારતનું માર્કેટ દુનિયામાં સૌથી ઝડપી
પીડબ્લ્યુસીએ ઓક્ટોબરમાં જ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ આઉટલૂક 2020 રિપોર્ટ જારી કર્યો છે, જેમાં કહેવાયું છે કે સમગ્ર દુનિયામાં ભારતનું ઓટીટી માર્કેટ સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે. 2024 સુધી ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું ઓટીટી માર્કેટ બની ચૂક્યું છે. વર્ષે 28.6%ની ઝડપે આગળ વધશે અને ચાર વર્ષમાં રેવન્યુ 2.9 અબજ ડોલર સુધી પહોંચી જશે. પીડબ્લ્યુસી ઈન્ડિયાના એન્ટરટેઇનમેન્ટ એન્ડ મીડિયામાં પાર્ટનર એન્ડ લીડર રાજીવ વસુએ કહ્યું, ‘કોવિડ-19 મહામારીની અસર તમામ સેક્ટરો પર એક જેવી પડી નથી. ફિલ્મ થિયેટર પર તેનો માર પડ્યો છે, પરંતુ ઓટીટી માટે આ વરદાન સાબિત થયું છે.

નેટફ્લિક્સ, એમેઝોન, ડિઝની+હોટસ્ટાર અને અન્ય ઓટીટી સર્વિસીઝે ગત વર્ષમાં આના પર રોકાણ વધાર્યું છે. તેનું પરિણામ એ આવ્યું કે ઓટીટી રેવન્યુમાં સબસ્ક્રિપ્શન વિડિયો ઓન ડિમાન્ડ (SVoD)નો હિસ્સો વધીને 93% થઈ ગયો છે. દુનિયામાં આ આંકડો 87% છે. 2019થી 2024 વચ્ચે SVoD 30.7%ની ઝડપે વધશે. 2019માં આ 708 મિલિયન ડોલરથી વધીને 2024માં 2.7 બિલિયન ડોલર થવાનું અનુમાન છે.

રિપોર્ટ કહે છે કે 2020માં પ્રથમવાર SVoDએ બોક્સ ઓફિસને કમાણીમાં પાછળ છોડી દીધી છે. આગામી બે વર્ષમાં સીધેસીધું સમગ્ર દુનિયામાં જ બોક્સ ઓફિસ કલેક્શન ઓટીટીની રેવન્યુથી પાછળ રહેશે. એટલું જ નહીં, પારંપરિક ટીવીને પણ ઓટીટીને થનારા લાભનું મોટું નુકસાન ચૂકવવું પડશે. 2024 સુધી ટીવીનો વાર્ષિક ગ્રોથ નેગેટિવ થવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...