ચીન પછી અમેરિકાએ પાકિસ્તાન માટે ખોલી તિજોરી:એરફોર્સને આપ્યા 3.58 હજાર કરોડ; આ છે ભારતની પીઠમાં છરો ભોંકવા જેવું

17 દિવસ પહેલાલેખક: અનુરાગ આનંદ
  • કૉપી લિંક

પહેલા છેલ્લા કેટલાક મહિનાની બે હેડલાઈન્સ વાંચો...

24 જૂન 2022: ચીનની બેંકો તરફથી પાકિસ્તાનને 18.28 હજાર કરોડ રૂપિયાની મદદ

8 સપ્ટેમ્બર 2022: અમેરિકાએ ફાઇટર જેટ F-16ને અપગ્રેડ કરવા પાકિસ્તાન એરફોર્સને 3.58 હજાર કરોડ રૂપિયા આપ્યા

આ બે હેડલાઈન્સ વાંચ્યા પછી સ્પષ્ટ થાય છે કે અર્થવ્યવસ્થાના ભયાનક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હવે ચીન અને અમેરિકા બંને પાસેથી પૈસા મળી રહ્યા છે.

ભાસ્કર એક્સપ્લોરરમાં જાણીશું કે શા માટે અમેરિકી સરકાર તરફથી પાકિસ્તાનને આર્થિક મદદ મળવી એ એક મોટી વાત છે, સાથે જ તે શા માટે ભારતની પીઠમાં છરા મારવા જેવું છે.

આ 3 કારણથી પાકિસ્તાનને અમેરિકાની મદદ મોટી વાત છે...
1. પાકિસ્તાન એશિયામાં ચીનનું સૌથી મોટું દેવાદાર છે. ઈકોનોમિક સર્વે ઓફ પાકિસ્તાન 2021-22ના રિપોર્ટમાં પણ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન પર કુલ 6.97 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આવી સ્થિતિમાં શક્ય છે કે ચીનની નજીક જઈ રહેલા પાકિસ્તાનને પોતાની તરફ લાવવા માટે અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે.

2. રાજીનામું આપતાં પહેલાં ઈમરાન ખાને યુએસ પર આરોપ લગાવ્યો હતો કે 'અમેરિકાએ સ્વતંત્ર વિદેશનીતિને કારણે તેમની સરકારના પતનનું ષડયંત્ર રચ્યું હતું.' ઓગસ્ટ 2018માં ઈમરાન સત્તામાં આવ્યા પછી જ અમેરિકા સાથે પાકિસ્તાનના સંબંધો ખરાબ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં ટ્રમ્પના જે નિર્ણયને બાઈડને પલટાવ્યો એને મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

3. સત્તામાં આવ્યા બાદ પીએમ શાહબાદ શરીફે કહ્યું હતું કે 'અમેરિકા સાથે દુશ્મની બિલકુલ રાખી શકાય નહીં. અમેરિકાએ ખરાબ સમયમાં પાકિસ્તાનનો સાથ આપ્યો છે.’ આવી સ્થિતિમાં પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનું બદલાયેલું વલણ બધાને ચોંકાવી રહ્યું છે. એની પાછળ શરીફ પરિવારની અમેરિકા સાથેની નિકટતા જણાવવામાં આવી રહી છે.

આ ડીલ પાકિસ્તાન માટે શા માટે મહત્ત્વપૂર્ણ છે, ચાલો... આપણે 3 મુદ્દામાં સમજીએ:
1. પાકિસ્તાનને 39 વર્ષ જૂના ફાઈટર જેટના અપગ્રેડેશન માટે પૈસા મળ્યા
F-16 ફાઈટર જેટ 1983થી પાકિસ્તાની વાયુસેનાના કાફલામાં સામેલ છે. હવે 39 વર્ષ બાદ આ ફાઈટર જેટને મેઈન્ટેનન્સની જરૂરિયાત અનુભવાઈ, તો નબળી અર્થવ્યવસ્થા અને વિદેશી દેવાં હેઠળ દબાયેલા પાકિસ્તાન માટે આ ખર્ચ મુશ્કેલ બની રહ્યો હતો.

આવી સ્થિતિમાં પાકિસ્તાને F-16ના સૈન્ય અપગ્રેડેશન અને મેઇન્ટેનન્સ માટે અમેરિકા પાસેથી મદદ માગી હતી. આ પછી જ અમેરિકાની જો બાઈડન સરકારે પાકિસ્તાનને 3580 કરોડ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે અમેરિકાએ ફાઈટર જેટના અપગ્રેડેશન સિવાય અન્ય કોઈપણ પ્રકારનાં હથિયારો અને યુદ્ધાભ્યાસ આપવાનો ઈનકાર કર્યો છે.

2. અપગ્રેડેશનથી F-16ની રડાર અને જામિંગ ક્ષમતામાં વધારો થશે
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ, એટલે કે પેન્ટાગોન અનુસાર, F-16ના અપગ્રેડેશનનો અર્થ આ એરક્રાફ્ટને નવેસરથી આધુનિક બનાવવાનો છે. એના દ્વારા એરક્રાફ્ટમાં આ 4 ફેરફાર કરવામાં આવશે...

1. 1980માં બનેલાં F-16માં APG-68 રડાર રહેતા હતા, પરંતુ હવે APG-83 AESA જેવાં આધુનિક રડાર એમાં ફિટ કરવામાં આવી શકે છે, જે લાંબા અંતરને આવરી લે છે.

2. F-16ના એન્જિનને પહેલાં કરતાં વધુ શક્તિશાળી અને આધુનિક બનાવવામાં આવશે.

3. અપગ્રેડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક યુદ્ધની ક્ષમતામાં વધારો કરવાનો છે. આ માટે એફ-16માં મિસાઈલ, હથિયારો અને જામિંગની ક્ષમતા વધારવા માટે આધુનિક ઉપકરણો લગાવવામાં આવશે. 4. F-16 ફાઈટર જેટના સોફ્ટવેરને અપગ્રેડ કરવામાં આવશે.

3. 4 વર્ષ પછી પાકિસ્તાનને અમેરિકા તરફથી સંરક્ષણ સહયોગ મળ્યો
2018માં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે પાકિસ્તાનને 16,000 કરોડ રૂપિયાની સુરક્ષા સહાય બંધ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકી સરકારે એની પાછળ દલીલ કરી હતી કે 'પાકિસ્તાન, તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવાં આતંકવાદી સંગઠનને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યા છે.'

હવે 4 વર્ષ બાદ જો બાઈડને ફરી એકવાર પાકિસ્તાનની આતંકવાદવિરોધી ક્ષમતાઓને વધારવા માટે સંરક્ષણ સહયોગ શરૂ કરવાની જાહેરાત કરી છે.

IAFમાં ઘટતી સ્ક્વોડ્રન વચ્ચે ભારત માટે આ ચિંતાના સમાચાર છે.
અમેરિકાના આ નિર્ણય પર ભારત સરકારે કહ્યું, 'આનાથી બંને દેશની ક્ષમતામાં અસહજતા આવશે. ભારત સરકારને આશા છે કે યુએસ ભારતનાં સુરક્ષા હિતોનું ધ્યાન રાખશે. યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસના એશિયા મામલાના નિષ્ણાત ડેનિયલ માર્કીએ ડૉનને જણાવ્યું છે કે અમેરિકાએ F-16ને કાર્યરત રાખવા માટે આ જરૂરી નિર્ણય લીધો છે.

આ કારણોથી ભારત માટે આ સારા સમાચાર નથી...
પહેલું
: અપગ્રેડ થયા બાદ F-16 ફાઇટર જેટની લડાયક ક્ષમતામાં વધારો થશે.

બીજું: ઘણાં વર્ષોથી પાકિસ્તાનના 85 F-16 ફાઈટર જેટ્સ ભારત માટે કોઈ મહત્ત્વનાં નહોતાં, પરંતુ હવે તેઓ ભારતને ટક્કર આપવા માટે તૈયાર થઈ જશે.

ત્રીજું: હવે જ્યારે ભારતીય વાયુસેના તેની ઘટતી જતી ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન એરફોર્સની વધતી ક્ષમતા ચોક્કસપણે ભારત માટે સારા સમાચાર નથી.

સમાચારમાં આગળ વધતાં પહેલાં આ પોલ પર તમારો અભિપ્રાય આપો

આ ડીલ પાછળ શરીફ પરિવારનું અમેરિકા સાથે શું કનેક્શન છે, 4 કિસ્સા દ્વારા જાણીએ અમેરિકા સાથે શરીફ પરિવારની મિત્રતા…

કિસ્સો 1: પાકિસ્તાન રશિયા સામે અમેરિકાનું શ્રેષ્ઠ મિત્ર બન્યું
ડિસેમ્બર 1979થી ફેબ્રુઆરી 1989 સુધીનો સમયગાળો અફઘાનિસ્તાનમાં સોવિયેત યુદ્ધ તરીકે ઓળખાય છે. આ દરમિયાન રશિયાએ અફઘાનિસ્તાનની સરકાર સાથે મળીને મુજાહિદ્દીન વિરુદ્ધ યુદ્ધ લડ્યું હતું.

1989ની વાત છે જ્યારે પાકિસ્તાન અને અમેરિકા રશિયાને અફઘાનિસ્તાનમાંથી ભગાડવા માટે સાથે મળીને યુદ્ધ લડી રહ્યા હતા. બ્રુકિંગ્સ વેબસાઈટે નવાઝ શરીફને સોવિયેત રશિયાને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં અમેરિકાના મુખ્ય સહયોગી ગણાવ્યા છે.

એવું કહેવાય છે કે આ તસવીર બધું જ કહી દે છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની આ તસવીર પાકિસ્તાન અને અમેરિકાની ગાઢ મિત્રતા દર્શાવી રહી છે.
એવું કહેવાય છે કે આ તસવીર બધું જ કહી દે છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની આ તસવીર પાકિસ્તાન અને અમેરિકાની ગાઢ મિત્રતા દર્શાવી રહી છે.

બીજો કિસ્સોઃ અમેરિકાએ શરીફને આજીવન કેદમાંથી બચાવ્યા
12 ઓક્ટોબર 1999ની વાત છે. ઘણા મતભેદોને કારણે નવાઝ શરીફે પરવેઝ મુશર્રફને આર્મી ચીફના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ બદલો લેવા પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને ઊથલાવી દીધી.

આ સમયે અમેરિકાએ નવાઝ શરીફ સાથે દોસ્તી નિભાવી હતી. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પોતે પાકિસ્તાન ગયા હતા અને સાઉદી અરેબિયાની મદદથી નવાઝ શરીફને આજીવન કેદમાંથી બચાવ્યા હતા.

ત્રીજો કિસ્સોઃ શરીફ સરકારને બચાવવા અમેરિકાએ પ્રતિબંધોની ધમકી આપી
2014માં અમેરિકા ફરી એકવાર નવાઝ શરીફના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યું હતું. આ વખતે મામલો એવો હતો કે પાકિસ્તાનમાં સતત ચાલતાં આંદોલનોને કારણે ફરી તખતાપલટની હિલચાલ શરૂ થઈ હતી. ઈમરાન ખાન સતત દેશભરમાં ફરતા હતા અને પ્રદર્શનો કરતા હતા.

આ દરમિયાન અમેરિકી સંસદે એક રિપોર્ટ જારી કરીને ચેતવણી આપી છે કે જો નવાઝ શરીફની સરકારને ગેરકાયદે રીતે ઊથલાવી દેવામાં આવશે તો પાકિસ્તાનને અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

ચોથો કિસ્સોઃ શરીફ 2015માં ઓબામાના આમંત્રણ પર અમેરિકા પહોંચ્યા હતા
સપ્ટેમ્બર 2015ની વાત છે. નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. નવાઝ શરીફ પણ આ સમયે અમેરિકામાં હતા. નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જ નવાઝ શરીફ ઓબામાને મળ્યા હતા.ઓબામા અને શરીફે સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે એકવાર ફરી વાતચીત શરૂ થવી જોઈએ.

ભારત કાશ્મીર મુદ્દે કોઈપણ ત્રીજા પક્ષના પ્રવેશનો વિરોધ કરે છે. આવી સ્થિતિમાં અમેરિકા અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનને ભારત પર દબાણ તરીકે જોવામાં આવ્યું હતું.

આ તસવીર 2015ની છે, જ્યારે પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ અમેરિકા પહોંચ્યા હતા. ત્યાં તેમનું બરાક ઓબામા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તસવીર 2015ની છે, જ્યારે પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ અમેરિકા પહોંચ્યા હતા. ત્યાં તેમનું બરાક ઓબામા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...