મુસ્લિમ હુમલાખોરોએ 3 વાર તોડ્યું શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર:મંદિરની ભવ્યતાથી અકળાઈ ઔરંગઝેબે 2 માળ ધરાશાયી કરાવ્યા હતા, નમાઝ અદા કરવા ટોચ પર મસ્જિદ બનાવી

એક મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે

મુઘલ બાદશાહ ઓરંગઝેબ જ્યારે પણ દિલ્હી અથા આગરામાં રહેતો હતો ત્યારે તેને આકાશમાં દક્ષિણ-પૂર્વ તરફથી એક શાનદાર પ્રકાશ જોવા મળતો હતો. જ્યારે તેને જાણ થઈ કે આ પ્રકાશ વૃંદાવનમાં સ્થિત એક મંદિરનો છે તો તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. તેણે હંમેશા માટે આ મંદિરના શાનદાર પ્રકાશને ઠારી દેવાનો નિર્ણય કર્યો હતો. 1669મા ઓરંગઝેબે પોતાની સેના મોકલીને વૃંદાવન સ્થિત આ શાનદાર મંદિરને ધરાશાયી કરી દીધું હતું. એટલું જ નહીં તેણે આ મંદિરને નષ્ટ કરી તેના શિર્ષ પર એક મસ્જિદ પણ બનાવી દીધી હતી.

આ કિસ્સામાં કોલકાતામાં પ્રકાશિત થયેલી મેગેઝિન કોલકાતા રિવ્યૂએ 1870મા મથુરાના કલેક્ટર એફએસ ગ્રાઉસેને ટાંકી એક આર્ટિકલ છાપ્યો હતો. આ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ અને ઈગાહ મસ્જિદ અંગે ઈતિહાસમાં વર્ણવેલા ઘણા કિસ્સાઓમાંથી એક કિસ્સો છે. જો અમે આ ઈતિહાસ પર નજર કરીએ તો કૃષ્ણ જન્મભૂમિ અને તેના પર બનેલા મંદિરને ઓછામાં ઓછું 3 વાર ધરાશાયી કરાયું હતું અને 5 વાર નવ નિર્મિત કરાયું હતું.

હવે તમે વિચારતા હશો કે આ કિસ્સાનો અમે અત્યારે કેમ ઉલ્લેખ કરી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો મથુરાના આ મંદિર-મસ્જિદ વિવાદ પર ત્યાંના સિવિલ કોર્ટમાં એક ડઝનથી વધુ અરજીઓ દાખલ કરાઈ છે. જેમાંથી 9 અરજીઓ પર મથુરા સિવિલ કોર્ટ 5 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન સુનાવણી કરી રહી છે.

આ ચિત્ર 1870માં કોલકાતાથી પ્રકાશિત થતા મેગેઝિન કોલકાતા રિવ્યુમાં પ્રકાશિત થયું હતું. આ તસવીરમાં જોઈ શકાય છે કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરના ઉપરના બે માળને તોડીને તેની ઉપર એક કમાન બનાવવામાં આવી હતી જેથી ઔરંગઝેબ ત્યાં નમાઝ અદા કરી શકે. જેમ્સ ફર્ગ્યુસન અને જ્હોન મુરેના પુસ્તક હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન એન્ડ ઈસ્ટર્ન આર્કિટેક્ચરમાં તેનો ઉલ્લેખ છે. 1870 પછી, મથુરાના બ્રિટિશ કલેક્ટર એફએસ ગ્રાઉસ દ્વારા આ કમાન દૂર કરવામાં આવી હતી.

હવે પાછા આ કિસ્સાઓ પર નજર કરીએ.. સૌથી પહેલા તો વાત કરીએ મંદિરની 3 માળની તોડી પાડવાની વાત...

પહેલો કિસ્સો: મહમૂદ ગઝનવીએ કહ્યું હતું કે 100 કરોડ દિનારમાં પણ આવી ઇમારત નહીં બને
અફઘાનિસ્તાનમાં ગઝનીના શાસક મહમૂદ ગઝનવી દ્વારા ઈ.સ.1017-1018માં કૃષ્ણ જન્મભૂમિ પર પ્રથમ હુમલો કરવામાં આવ્યો હતો. તેણે મથુરા શહેર પર હુમલો કર્યો અને તેને ભયંકર રીતે લૂંટી લીધું હતું.

મહમૂદ ગઝનવીના દરબારી ઈતિહાસકાર અલ-ઉતબીએ તેમના પુસ્તક તારીખ-એ-યામિનીમાં લખ્યું છે કે કૃષ્ણના જન્મસ્થળ પર બનેલું ભવ્ય મંદિર જોઈને ગઝનવી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું, “જો કોઈ આ મંદિર જેવી ઇમારત બનાવવા માંગે છે, તો તે 100 કરોડ દીનાર ખર્ચ્યા વિના કરી શકશે નહીં. નિષ્ણાત કારીગરોને પણ તેને બનાવવામાં 200 વર્ષ લાગશે.

1860થી 1890 સુધી મથુરાના બ્રિટિશ કલેક્ટર એફએસ ગ્રાઉસે 'મથુરા-વૃંદાવન-ધ મિસ્ટિકલ લેન્ડ ઓફ લોર્ડ ક્રિષ્ના' નામના પુસ્તકમાં લખ્યું છે કે મંદિરની ભવ્યતાથી નારાજ ગઝનવીએ સેંકડો મંદિરો તોડી પાડ્યા હતા. કૃષ્ણ મંદિર સહિત શહેર અને તેમની સોના-ચાંદીની મૂર્તિઓ લૂંટીને અફઘાનિસ્તાન લઈ જવામાં આવી હતી.

ગઝનીના શાસક મહમૂદ ગઝનવીએ 998 એડી થી 1030 એડી સુધી શાસન કર્યું. તેણે ભારત પર 17 વખત આક્રમણ કર્યું અને મથુરા અને સોમનાથના મંદિરો સહિત ઘણા શહેરો અને મંદિરોને લૂંટ્યા. (ફોટો ક્રેડિટ્સ: વિકિમીડિયા કોમન્સ)

બીજો કિસ્સો: દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ બીજીવાર મંદિરનો નાશ કર્યો
આ મંદિરને 16મી સદીમાં દિલ્હીના સુલતાન સિકંદર લોદી દ્વારા બીજી વખત નષ્ટ કરવામાં આવ્યું હતું. લોદીએ 1498 અને 1517ની વચ્ચે શાસન કર્યું.

જહાંગીરના શાસનકાળના ઈતિહાસકાર અબ્દુલ્લાએ તેમના પુસ્તક તારીખ-એ-દાવદીમાં આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

બ્રિટિશ કલેક્ટર એફએસ ગ્રાઉસે તારીખ-એ-દૌડીને ટાંકીને જણાવ્યું હતું કે લોદીએ હિંદુઓને નદીમાં સ્નાન કરવા અને નદીના કિનારે વાળ કપાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

ત્રીજો કિસ્સો: મંદિરનો પ્રકાશ જોઈને ઔરંગઝેબે બે માળ તોડી નાખ્યા
ઔરંગઝેબ પર સાકી મુસ્તાદ ખાનના પુસ્તક મસીર-એ-આલમગીરીમાં 1669માં મથુરા પર ઔરંગઝેબના હુમલા અને કૃષ્ણ મંદિરના વિનાશનો ઉલ્લેખ છે.

મથુરાના બ્રિટિશ કલેક્ટર એફએસ ગ્રાઉસેના જણાવ્યા અનુસાર, ઔરંગઝેબે કૃષ્ણ મંદિરની ભવ્યતાથી નારાજ થઈને આવું કર્યું હતું. તેણે મંદિરનો નાશ કર્યો અને તેના ખંડેરની ટોચ પર મસ્જિદ બનાવી હતી.

જેમ્સ ફર્ગ્યુસને તેમના પુસ્તક હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન એન્ડ ઈસ્ટર્ન આર્કિટેક્ટમાં લખ્યું છે કે મંદિરની ચાર માળની ઈમારત ઉપરથી બે ભાગમાં કાપવામાં આવી હતી. તેમણે કાપેલી છત પર એક કમાન બાંધી હતી જેથી તેઓ મથુરાની મુલાકાત દરમિયાન ત્યાં નમાઝ અદા કરી શકે. 1670માં ઔરંગઝેબ પોતે નમાઝ પઢવા ગયા હતા. આ મસ્જિદને હવે ઇદગાહ મસ્જિદ કહેવામાં આવે છે.

ઈતિહાસકાર જદુનાથ સરકારે પોતાના પુસ્તક 'હિસ્ટ્રી ઓફ ઔરંગઝેબ'માં લખ્યું છે કે 9 એપ્રિલ 1669ના રોજ ઔરંગઝેબે એક આદેશ જાહેર કર્યો હતો કે હિન્દુઓની તમામ શાળાઓ અને મંદિરોને તોડી પાડવામાં આવે. જદુનાથે લખ્યું છે કે ઔરંગઝેબની આ વિચારસરણીને કારણે, સોમનાથમાં બંધાયેલું બીજું મંદિર, જે ગઝનીએ તોડી પાડ્યા પછી ભીમદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું, બનારસનું વિશ્વનાથ મંદિર અને મથુરાના કેશવ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું.

ચાલો... હવે જાણીએ મંદિરના નિર્માણની 5 વાતો...

આ મંદિર સૌપ્રથમ 6ઠ્ઠી સદીમાં કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બનાવવામાં આવ્યું હતું આજે જ્યાં કૃષ્ણનું જન્મસ્થળ છે, એવું માનવામાં આવે છે કે મલ્લપુરા વિસ્તારના કટરા કેશવ દેવમાં રાજા કંસની જેલ હતી. ભગવાન કૃષ્ણનો જન્મ આ જેલમાં થયો હતો.

લોકવાયકા મુજબ, કૃષ્ણના જન્મસ્થળની નજીકનું પ્રથમ મંદિર એટલે કે જેલની નજીક કટરા કેશવદેવનું નિર્માણ કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનભ દ્વારા 6ઠ્ઠી સદી પૂર્વે કરવામાં આવ્યું હતું.

કેટલાક ઈતિહાસકારોના મતે, અહીં મળેલા મહાક્ષત્રપ સૌદાના સમયથી બ્રાહ્મી લિપિમાં લખાયેલા શિલાલેખો દર્શાવે છે કે વસુ નામની વ્યક્તિએ ઈ.સ.85-57માં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરનું પુનર્નિર્માણ કર્યું હતું.

બીજી વખત ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ ઈ.સ.400માં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે સમય જતાં જર્જરિત થઈ ગયેલું આ મંદિર ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા બીજી વખત બાંધવામાં આવ્યું હતું અથવા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

ચંદ્રગુપ્તના દરબારમાં આવેલા ચીની પ્રવાસી ફાહિને આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ફાહિન ભારતમાં ઈ.સ.399થી 414 સુધી રહ્યા હતા.

આ મંદિર ત્રીજી વખત 1150 એડીમાં જાજ નામના જાગીર દ્વારા બનાવવામાં આવ્યું હતું.

શ્રી કૃષ્ણ જન્મભૂમિના સ્થળેથી મળેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ મુજબ 1150 ઈ.સ.માં જજ નામની વ્યક્તિએ અહીં ભવ્ય વિષ્ણુ મંદિર બનાવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે જજ કન્નૌજના ગઢવાલ વંશનો જાગીરદાર હતો. કેટલાક ઇતિહાસકારો તેને મથુરાના રાજા વિજયપાલ દેવ સાથે સંબંધિત માને છે.

ચોથી વખત મંદિરનું નિર્માણ ઓરછાના રાજા વીર સિંહ દ્વારા 1590માં 33 લાખ રૂપિયામાં કરવામાં આવ્યું હતું. મથુરાના બ્રિટિશ કલેક્ટર એફએસ ગ્રાઉસના જણાવ્યા અનુસાર ઈ.સ.1590માં જયપુરના રાજા માનસિંહે મથુરામાં એક ભવ્ય મંદિર બનાવ્યું હતું.

કેટલાક ઈતિહાસકારોના મતે મુઘલ સમ્રાટ જહાંગીરના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1618માં ઓરછાના રાજા વીર સિંહ દેવ બુંદેલાએ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ ખાતે 33 લાખ રૂપિયામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કહેવાય છે કે આ મંદિર એટલું ઊંચું હતું કે તેનો પ્રકાશ આગ્રાથી દેખાતો હતો.

1650માં મથુરા આવેલા ફ્રેન્ચ પ્રવાસી ટેવર્નિયર અને મુગલોના દરબારમાં આવેલા ઇટાલિયન પ્રવાસી નિકોલાઓ માનુચીએ પણ આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે. ટેવર્નિયરે લખ્યું કે બનારસ પછી ભારતમાં સૌથી પ્રસિદ્ધ મંદિર મુથારામાં છે. ઈટાલિયન પ્રવાસી માનુચીએ લખ્યું છે કે મંદિરની ટોચ પરની સોનાની છત્રી આગ્રાથી પણ જોઈ શકાય છે.

1958માં બનેલું આધુનિક કેશવદેવ મંદિર
શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે હાલનું કેશવદેવ મંદિર રામકૃષ્ણ દાલમિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન સપ્ટેમ્બર 1958માં થયું હતું. આ શાહી ઇદગાહ મસ્જિદની દક્ષિણે આવેલી છે.

શ્રી કૃષ્ણ જન્મસ્થાન સંકુલનું બાંધકામ ફેબ્રુઆરી 1982માં પૂર્ણ થયું હતું. તેમાં કેશવદેવ મંદિર, ગર્ભ ગૃહ મંદિર અને ભાગવત ભવનનો સમાવેશ થાય છે.

આધુનિક શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલ 1958 અને 1982ની વચ્ચે બાંધવામાં આવ્યું હતું. તેમાં કૃષ્ણ અને રાધાને સમર્પિત કેશવદેવ મંદિર, આઠ હાથવાળા નંદા બાબાની પુત્રી યોગ માયાને સમર્પિત ગર્ભ ગૃહ મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતને સમર્પિત એક ભાગવત ભવન પણ છે. આ ઇમારતમાં ભગવાનની પાંચ મૂર્તિઓ છે, જેમાં કૃષ્ણ અને રાધાની 6 ફૂટ ઊંચી મૂર્તિ મુખ્ય છે.

હવે જાણો મથુરામાં મંદિર અને મસ્જિદ વચ્ચે શું છે વિવાદ?
શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને ઇદગાહ મસ્જિદ વચ્ચે 1968માં કરાર થયો હતો

આ જમીન 1770માં મરાઠાઓએ કબજે કરી હતી. 1803માં, તે અંગ્રેજો દ્વારા કબજે કરાઈ હતી. 1815માં અંગ્રેજોએ કટરા કેશવ દેવની 13.37 એકર જમીન એટલે કે કૃષ્ણ જન્મભૂમિ રાજા પટનીમલની હરાજી કરી હતી.

મુસ્લિમ પક્ષે રાજા પટનીમલની માલિકી સામે વાંધો ઉઠાવ્યો હતો, જેને કોર્ટે ફગાવી દીધો હતો. 1944માં, રાજા પટનીમલના વંશજોએ 13.37 એકરની આ જમીન મદન મોહન માલવિયા સહિત ત્રણ લોકોને વેચી દીધી, જેના માટે 13,400 રૂપિયા ઉદ્યોગપતિ જુગલ કિશોર બિરલાએ ચૂકવ્યા હતા.

જુગલ કિશોરે 1951માં શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની રચના કરી અને આખી જમીન ભગવાન કૃષ્ણને સમર્પિત કરી હતી. જોકે તેમ છતાં મંદિરને સમગ્ર જમીનનો કબજો મળી શક્યો નહોતો. આ ટ્રસ્ટ 1958મા શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને 1977મા શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાના નામે નોંધાયેલું હતું.

1968મા, શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઇદગાહ મસ્જિદ સમિતિ વચ્ચેના કરારમાં મંદિરની જમીનનો અધિકાર ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો અને મસ્જિદની જમીનનો અધિકાર ઇદગાહ મસ્જિદ સમિતિને આપવામાં આવ્યો હતો.

1968માં થયેલા કરાર બાદ મસ્જિદ અને મંદિર વચ્ચે દિવાલ બનાવવામાં આવી હતી. આની સાથે જ પરિસરમાં રહેતા કેટલાક ઘોસી મુસ્લિમોને હટાવી દેવામાં આવ્યા હતા. કરારમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે મંદિર તરફ મસ્જિદમાં કોઈ બારી, દરવાજો કે ખુલ્લી ગટર નહીં હોય.

ઇદગાહ મસ્જિદને હટાવવા માટે એક ડઝન અરજીઓ દાખલ કરવામાં આવી
ફેબ્રુઆરી 2020માં મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. છેલ્લા બે વર્ષમાં લગભગ એક ડઝન અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં મંદિર પરિસરમાંથી ઇદગાહ મસ્જિદને હટાવવા, મસ્જિદનો સર્વે કરવાની અને સમગ્ર 13.37 એકર જમીન હિંદુઓને સોંપવાની માંગ કરવામાં આવી છે.

તેમાંથી 9 અરજીઓ પર 15 જુલાઈ સુધીમાં મથુરા સિવિલ કોર્ટમાં સુનાવણી થવાની છે. અરજદારો દલીલ કરે છે કે ટ્રસ્ટ અને ઇદગાહ મસ્જિદ વચ્ચે 1968નો કરાર ગેરકાયદેસર છે કારણ કે સમાધાન કરનારા સમાજને આમ કરવાનો કોઈ અધિકાર નથી.

અન્ય સમાચારો પણ છે...