સેનાનું સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર ક્રેશ:MI-17 ચોપરની તુલના ચિનૂક સાથે થાય છે, PM મોદી પણ આનો ઉપયોગ કરે છે; જાણો આ એડવાન્સ હેલિકોપ્ટરની ખાસિયતો

2 મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
 • MI-17V-5નું નિર્માણ રશિયામાં થયું છે
 • આ એક ટ્વિન એન્જિન મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર છે

તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત 14 અધિકારી સવાર હતાં. આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત તેમની પત્ની મધૂલિકા અને 13 લોકોનાં નિધન થયાં છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાના આ હેલિકોપ્ટરને સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય હેલિકોપ્ટર તરીકે પણ ગણવામાં આવે છે. તો ચલો, આપણે આ MI-17V5 હેલિકોપ્ટરની ખાસિયતો પર નજર ફેરવીએ.....

ભારતીય વાયુસેનાના સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર Mi-17V-5ની ખાસિયતો

 • MI-17V-5નું નિર્માણ રશિયામાં થયું છે. આ એક ટ્વિન એન્જિન મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર છે.
 • આનું ઉત્પાદન રશિયન કંપની મિલ મોસ્કો હેલિકોપ્ટર પ્લાંટ, કઝાન હેલિકોપ્ટર પ્લાંટ અને ઉલાન-ઊડે એવિએશન પ્લાંટ દ્વારા થાય છે.
 • MI-17V-5 હેલિકોપ્ટર MI-8નું અપગ્રેડેડ વર્ઝન છે.

MI-17V-5 એક્સ્ટ્રીમ વેધર કંડિશનમાં પણ શ્રેષ્ઠ
MI-17V-5 હેલિકોપ્ટર સૌથી વધારે ઊચાઈ અને એક્સ્ટ્રીમ વેધર કન્ડિશનમાં પણ શ્રેષ્ઠ અને સુરક્ષિત મુસાફરી માટે જાણીતું છે. આ હેલિકોપ્ટર MI-8નું અપગ્રેડેડ વર્ઝન છે. આનું નિર્માણ ખાસ કરીને વધુ ઊંચાઈ પર અને ગરમીની સ્થિતિમાં ઓપરેટ કરી શકાય એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

VIP સહિત આર્મી પણ ઉપયોગ કરે છે

 • MI-17V-5 વિશ્વનું સૌથી એડવાન્સ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે. આને સેના અને હથિયારોના ટ્રાન્સપોર્ટ, ફાયર સપોર્ટ, સુરક્ષા દળ અને સર્ચ-એન્ડ-રેસ્ક્યૂ (SAR) મિશનમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. આની સાથે આ હેલિકોપ્ટરને કાર્ગો ટ્રાન્સપોર્ટ માટે ડિઝાઈન કરાયું છે, જેનો ઉપયોગ PM મોદી અને VIP મૂવમેન્ટથી લઈને આર્મી ઓપરેશનમાં કરાય છે.
 • દુનિયાના લગભગ 60 દેશ 12 હજારથી વધુ MI-17 હેલિકોપ્ટર ઉપયોગમાં લેવાય છે.

જાણો MI-17 હેલિકોપ્ટરની વિશેષતા

 • આ એક મીડિયમ ટ્વિન ટર્બાઇન હેલિકોપ્ટર છે.
 • એનો ઉપયોગ હેવીલિફ્ટ, ટ્રાન્સપોર્ટેશન, VVIP મૂવમેંટ અને રેસ્ક્યૂ-ઓપરેશનમાં કરવામાં આવે છે.
 • સેના માટે ત્રણ ક્રૂ સાથે 36 જવાનોને લઈ જઈ શકે છે.
 • 36 હજાર કિલો સુધીનું વજન વહન કરી શકે છે.
 • VVIP માટે તૈયાર કરવામાં આવેલા આ વિશેષ હેલિકોપ્ટરમાં 20 લોકો સવાર થઈ શકે છે.
 • દુનિયાના લગભગ 60 દેશ 12 હજારથી વધુ MI-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.

ભારતે ક્યારે MI-17V-5નો ઓર્ડર કર્યો
ડિફેન્સ મિનિસ્ટ્રીએ 80 MI હેલિકોપ્ટર્સ માટે રશિયા સાથે 1.3 બિલિયનનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. ઈન્ડિયન એરફોર્સે MI હેલિકોપ્ટર્સની ડિલિવરી 2011માં શરૂ થઈ હતી અને 2013માં 36 MI સિરીઝ હેલિકોપ્ટર્સ મળ્યાં હતાં. જોકે ડિફેન્સ મિનિસ્ટ્રીએ 2012-2013 દરમિયાન 71 MI-17V-5નો ઓર્ડર આપ્યો હતો. ભારતે MI-17V-5ની છેલ્લી બેચ જુલાઈ 2018માં મળી હતી.

અન્ય સમાચારો પણ છે...