ભાસ્કર એક્સપ્લેનર:દુનિયામાં પ્રથમવાર માણસને લગાવાયું ભૂંડનું હૃદય, જાણો એનાથી કેવી રીતે બચી શકે છે લાખો લોકોના જીવ

14 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક

દુનિયામાં પ્રથમવાર માણસની અંદર ભૂંડ (સૂવર)નું હૃદય લગાવાયું છે. આ કરતબ કર્યું છે અમેરિકાના ડોક્ટર્સે, જેમણે એક 57 વર્ષીય વ્યક્તિમાં સફળતાપૂર્વક ભૂંડના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. મેડિકલજગતમાં એને એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે, જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અભાવ સામે ઝઝૂમતી દુનિયા માટે એક નવી આશા જગાવનારૂં પગલું છે. દુનિયાભરમાં દરરોજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અભાવે સેંકડો લોકોના જીવ જાય છે.

ચાલો, જાણીએ કે આખરે કેવી રીતે પ્રથમવાર માણસમાં લગાવાયું ભૂંડનું હૃદય? શા માટે આ શોધ છે દુનિયા માટે એક નવી આશા? શા માટે બદલી શકે છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિ?

દુનિયામાં પ્રથમવાર માણસમાં ટ્રાન્સપ્લાન્ટ થયું ભૂંડનું હૃદય
અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિસિન (UMM)ના ડોક્ટરોએ 7 જાન્યુઆરીએ મેરીલેન્ડના એક 57 વર્ષીય વ્યક્તિ ડેવિડ બેનેટમાં ભૂંડનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. દુનિયામાં એવું પ્રથમવાર છે જ્યારે કોઈ માણસમાં ભૂંડનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

જોકે અગાઉ પણ ભૂંડના હાર્ટ વાલ્વનો ઉપયોગ માણસના વાલ્વ બદલવા માટે કરાતો રહ્યો છે, પરંતુ પ્રથમવાર એના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

શા માટે માણસમાં લગાવાયું ભૂંડનું હૃદય?
અમેરિકાના જે ડેવિડ બેનેટ નામના માણસમાં ભૂંડનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે, તેની પાસે જીવિત રહેવા માટે અન્ય કોઈ વિકલ્પ નહોતો.

વાસ્તવમાં, હાર્ટ ફેલ્યોર અને હૃદયના ધબકારા હોવાના કારણે બેનેટેમાં માનવ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય જ નહોતું. એવામાં બેનેટનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ અંતે સુવરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો.

બેનેટે કહ્યું, “આ એવું હતું કે મરો અથવા આ ટ્રાન્સપ્લાન્ટ કરો. હું જીવવા માગું છું. મને ખબર છે કે આ અંધારામાં નિશાન લગાવવા જેવું છે પણ આ મારી અંતિમ પસંદગી છે.”

કેવી રીતે કામ કરી રહ્યું છે માણસમાં ટ્રાન્સપ્લાન્ટ થયેલું ભૂંડનું હૃદય?
ડેવિડ બેનેટમાં ભૂંડના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટેશન કરનારા ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરીના ત્રણ દિવસ પછી બેનેટનું આરોગ્ય સારું છે અને ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ ભૂંડનું હૃદય સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. આ હૃદય માણસના દિલની જેમ જ પલ્સ અને પ્રેશર ક્રિએટ કરી રહ્યું છે.

ભૂંડના હૃદયમાં કરાયા કેવા ફેરફાર?
અમેરિકન વ્યક્તિમાં ભૂંડના હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે એના જનીનમાં કુલ 10 ફેરફાર કરવામાં આવ્યા.

ધ ન્યૂ સાયન્ટિસ્ટના રિપોર્ટ અનુસાર, ડુક્કરના હૃદયને અમેરિકન ફર્મ રેવિવિકોરે વિકસિત કર્યું. સંશોધકોએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અગાઉ ભૂંડના જીન્સમાં 10 ફેરફાર કર્યા.

આ માટે જનીન એડિટિંગ ટેક્નિકનો આધાર લેવામાં આવ્યો. ભૂંડના આ જિનેટિકલી મોડિફાઈ હૃદયને અમેરિકન વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

વાસ્તવમાં માણસનું શરીર કોઈ બાહ્ય અંગને ટ્રાન્સપ્લાન્ટ કરવા પર એને બાહ્ય તત્ત્વ માનીને રિજેક્ટ કરી દે છે એવામાં ટ્રાન્સપ્લાન્ટ ફેલ થવાનું જોખમ રહે છે, આથી બેનેટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ભૂંડના હૃદયમાં જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા ત્રણ જીન્સમાં ફેરફાર કરીને એને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ફિટ બનાવાયું.

શા માટે હોય છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું સૌથી મોટું જોખમ?
જ્યારે પણ કોઈ માણસમાં કોઈ અન્ય વ્યક્તિનું અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તો સૌથી મોટી મુશ્કેલી એ આવે છે કે શરીર એ અંગને બાહ્ય માનીને એનો સ્વીકાર જ કરતું નથી.

 • જ્યારે પણ માણસના શરીરમાં કોઈ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તો માણસનું શરીર એ અંગને બાહ્ય માને છે.
 • આવું એટલા માટે થાય છે, કેમ કે માણસની ઈમ્યુન સિસ્ટમ જુએ છે કે ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા અંગના કોષ પર રહેલા એન્ટિજન, શરીરના હાલના એન્ટિજન સાથે મેચ થતા નથી.
 • એવું થવાથી શરીર એ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા અંગને રિજેક્ટ કરી દે છે. અનેકવાર તો શરીર ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા અંગને શરીરને નુકસાન પહોંચાડશે, એમ માનીને તેના વિરુદ્ધ પ્રતિક્રિયા આપે છે.
 • ટ્રાન્સપ્લાન્ટ ફેલ થવા પર એ અંગ યોગ્ય રીતે કામ કરતું નથી કે શરીરમાં કેન્સર જેવી ખતરનાક બીમારીને જન્મ આપે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ફેઈલ થવાથી વ્યક્તિને જીવનું જોખમ રહે છે.
 • અનેકવાર અંગ ટ્રાન્સપ્લાન્ટ ફેઈલ થવા પર વ્યક્તિને લંગ કેન્સર, લિવર કેન્સર કે કિડની જેવા કેન્સરના મામલા સામે આવે છે. એટલે કે જે અંગનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એના ફેલ થવાથી એ જ અંગમાં કેન્સર થવાનું જોખમ રહે છે.

શું છે જાનવરોનાં અંગોનું માનવમાં ટ્રાન્સપ્લાન્ટ
દુનિયામાં આમ તો પ્રથમવાર માણસના શરીરમાં ભૂંડના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે, પરંતુ આ અગાઉ પણ સસલાં, વાનર અને લંગુર જેવાં અનેક જાનવરોનાં અંગોને માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની કોશિશ થઈ ચૂકી છે.

 • જાનવરનાં અંગોને માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયાને જિનોટ્રાન્સપ્લાન્ટેશન કહે છે.
 • જિનોટ્રાન્સપ્લાન્ટેશન એ પ્રક્રિયા છે, જેમાં માણસના શરીરમાં જાનવરોનાં હૃદય, કિડની કે લિવર જેવાં અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
 • આમ તો જિનોટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયા સદીઓ જૂની છે, પરંતુ તેમાં ખૂબ સફળતા મળી નથી. પૌરાણિક કથાઓમાં ગણેશજીને હાથીનું માથું લગાવવાની કથા ચર્ચિત છે, પરંતુ આધુનિક વિજ્ઞાનને તેમાં વધુ સફળતા મળી નથી.
 • 1960માં 13 લોકોને ચિમ્પાન્ઝીની કિડની લગાવાઈ હતી, તેમાંથી 12 લોકોનાં ટ્રાન્સપ્લાન્ટના સપ્તાહની અંદર જ મોત થયાં, જ્યારે એક દર્દી વધુ નવ મહિના સુધી જીવિત રહ્યો હતો.
 • જિનોટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયા 1984માં બનેલી એક ઘટના પછી લગભગ બંધ થઈ ગઈ. 1984માં કેલિફોર્નિયાના બેબી ફાઈ નામની હૃદયની બીમારીની સાથે પેદા થયેલા બાળકમાં લંગુરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ટ્રાન્સપ્લાન્ટના થોડા જ મહિનાઓ પછી બાળકનું મોત થઈ ગયું હતું.
 • તેના પછી પણ તેની કેટલીક નિષ્ફળ કોશિશો થઈ. જેમકે જૂન 1992માં પ્રથમવાર માણસના શરીરમાં લંગુરનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ટ્રાન્સપ્લાન્ટના 70 દિવસ પછી દર્દીનું બ્રેઈન હેમરેજથી મોત થયું હતું.
 • જાન્યુઆરી 1993માં 62 વર્ષના એક શખ્સમાં લંગુરનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું પરંતુ 26 દિવસ પછી તેનું મોત થયું હતું.
 • અમેરિકન વિજ્ઞાની ઓક્ટોબર 2021માં ભૂંડની કિડનીને એક બ્રેનડેડ મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પ્રયોગ પણ કરી ચૂક્યા છે.

શા માટે માણસમાં ભૂંડના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી જાગી ભવિષ્યની આશા
દર વર્ષે હજારો લોકોના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોવામાં મોત થાય છે. વાસ્તવમાં દર વર્ષે લાખો લોકોને કિડની, લિવર કે હૃદય જેવાં અંગોના ટ્રાન્સપ્લાન્ટની આવશ્યકતા હોય છે.

પરંતુ આ અંગોના ડોનરના અભાવે વ્યક્તિનું ઈલાજના અભાવે મોત થઈ જાય છે. એવામાં જિનોટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે ભૂંડ કે અન્ય જાનવરોનાં અંગોનું માણસોમાં ટ્રાન્સપ્લાન્ટ જો સફળ થાય છે તો દર વર્ષે હજારો લોકોના જીવ બચાવી શકાશે.

ભૂંડના અંગ કેમ છે માણસમાં ટ્રાન્સપ્લાન્ટેશન માટે યોગ્ય?
19મી સદીમાં જિનોટ્રાન્સપ્લાન્ટેશન્સ ક્ષેત્રમાં ઘણું કામ થયું. વિજ્ઞાનીઓએ સસલાં, વાનર અને લંગુર વગેરેનાં અંગોને માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં, પરંતુ 1990 પછી વિજ્ઞાનીઓએ જિનોટ્રાન્સપ્લાન્ટેશન માટે ભૂંડને સૌથી સારો વિકલ્પ માન્યો.

ભૂંડ લાંબા સમયથી માણસોમાં સંભવિત ટ્રાન્સપ્લાન્ટનો મુખ્ય વિકલ્પ માનવામાં આવે છે, કેમ કે એના જિન્સ માણસો સાથે ખૂબ મળતા આવે છે, જેમ કે એનું હૃદય એક પુખ્ત માનવ હૃદયના આકારને સમાન હોય છે.

આ સાથે જ માણસોમાં ભૂંડના અનેક અન્ય અંગો, જેમ કે કિડની, લિવર અને ફેફસાં વગેરેને ટ્રાન્સપ્લાન્ટ કરવા અંગે પણ રિસર્ચ જારી છે.

ભારતમાં દર વર્ષે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોવામાં જાય છે મોત
ભારતમાં દર વર્ષે કિડની, લિવર કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોવામાં લાખો લોકોનાં મોત થાય છે.

 • ભારતમાં દર વર્ષે કિડની, લિવર કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, પરંતુ તેઓમાં માત્ર અમુક લોકોને જ આ સુવિધા મળી શકે છે.
 • ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન માટે માત્ર 300 જ સેન્ટર છે, જેમાં મોટા ભાગના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવાં મોટાં શહેરોમાં છે.
 • નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (NOTTO)ના અનુસાર, દેશમાં 2016થી 2018 દરમિયાન માત્ર 300 લોકોના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા, જ્યારે 1994થી 2015 વચ્ચે તો માત્ર 350 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ થયા હતા.
 • એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર, દેશમાં દર વર્ષે 2 લાખથી વધુ લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, પરંતુ 15 હજાર લોકોનું જ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે.
 • એવી જ રીતે દેશમાં દર વર્ષે 1 લાખથી વધુ લોકોને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, પરંતુ માત્ર એક હજાર લોકોને જ લિવર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા મળી શકે છે.

અમેરિકા જેવા દેશઓની સ્થિતિ પણ છે બેહાલ

 • Organdonor.govના આંકડાઓ અનુસાર, અમેરિકામાં 1 લાખથી વધુ લોકો કોઈ ને કોઈ અંગના ટ્રાન્સપ્લાન્ટના વેઈટિંગ લિસ્ટમાં છે.
 • અમેરિકામાં દરરોજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહમાં 17 લોકોનાં મોત થાય છે.
 • એક્સપર્ટના અનુસાર, માત્ર એક ડોનર જ લગભગ 9 લોકોનાં જીવ બચાવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...