તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ગ્રેટા થનબર્ગે જે ટૂલકિટને શેર કરી એને બનાવનારાઓ વિરુદ્ધ FIR; શું છે આ અને કેમ થઈ રહ્યો છે એના પર વિવાદ?

23 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

સ્વીડનની ક્લાઇમેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પર છેલ્લા ત્રણ દિવસથી ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર લખી રહી છે. બુધવારે તેણે ખેડૂતોના સમર્થનમાં સોશિયલ મીડિયામાં લખ્યું, સાથે જ એક ટૂલકિટ ડોક્યુમેન્ટ પર શેર કર્યું. હવે આ ટૂલકિટ બનાવનારા વિરુદ્ધ દિલ્હી પોલીસે FIR દાખલ કરી છે. જોકે પહેલાં સમાચાર હતા કે FIR ગ્રેટા પર થઈ છે. એ બાદ સામે આવ્યું કે આ ટૂલકિટ બનાવનારા પર થઈ છે. એ ટૂલકિટ, જેને ગ્રેટાએ શેર કરી હતી.

દિલ્હી પોલીસની FIR પછી ગ્રેટાએ સોશિયલ મીડિયામાં ફરી લખ્યું કે હું હજુ પણ ખેડૂતોની સાથે ઊભી છું. કોઈ ડર કે ધમકી એને બદલી નહીં શકે. ગ્રેટાએ જે ટૂલ કિટને શેર કરી છે એ શું છે? આ ટૂલકિટનો ઉપયોગ શું પહેલાં ક્યાંય થયો છે? દિલ્હી પોલીસે જે FIR દાખલ કરી છે એનો અર્થ શું છે? આવો જાણીએ...

ગ્રેટા થનબર્ગે શું કર્યું છે?
મંગળવારે મોડી રાત્રે થનબર્ગે સોશિયલ મીડિયામાં લખ્યું કે અમે ભારતના ખેડૂત આંદોલન પ્રત્યે એકજૂથતા વ્યક્ત કરીએ છીએ. એ બાદ તેણે બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયામાં એક ટૂલકિટ નામનું એક ડોક્યુમેન્ટ શેર કર્યું. થોડીવાર પછી એને ડિલિટ કરીને અપડેટ ટૂલકિટ શેર કર્યું. આ ટૂલકિટને કારણે જ વિવાદ વધ્યો છે.

હવે આ ટૂલકિટ શું છે?
ટૂલકિટ એક એવું ડોક્યુમેન્ટ છે, જેમાં આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર સમર્થન કેવી રીતે ભેગું કરી શકાય. કઈ રીતે હેશટેગનો ઉપયોગ કરી શકાય. પ્રદર્શન દરમિયાન જો કોઈ મુશ્કેલી આવે તો ક્યાં કોન્ટેક્ટ કરવો? આ દરમિયાન શું કરાય અને શું કરવાથી બચી શકાય? આ બધું જ ટૂલકિટમાં જણાવવામાં આવ્યું છે.

શું પહેલી વખત આ પ્રકારની ટૂલકિટ ચર્ચામાં આવી છે?
ના, એવું નથી. ગત વર્ષે અમેરિકામાં પોલીસે એક અશ્વેતની રોડ પર હત્યા કરી નાખી હતી. એ બાદ 'બ્લેક લાઈફ મેટર' કેમ્પેન શરૂ કરાયું હતું. ભારત સહિત વિશ્વભરમાં લોકોએ અશ્વેત લોકોના પક્ષમાં અવાજ ઉઠાવ્યો હતો. આ આંદોલનને ચલાવનારાઓએ એક ટૂલકિટ તૈયાર કરી હતી.

એમાં આંદોલનને લઈને અનેક વાતો જણાવવામાં આવી હતી, જેમ કે આંદોલનમાં કઈ રીતે જવું, કઈ જગ્યાએ જવું, ક્યાં ન જવું, પોલીસ એક્શન લે તો શું કરવું? પ્રદર્શન દરમિયાન કયા પ્રકારનાં કપડાં પહેરવા, જેનાથી મૂવમેન્ટમાં સહેલાય રહે. પોલીસ પકડી લે તો શું કરવું. આ અંગે તમારા અધિકાર શું છે? આ ઉપરાંત હોંગકોંગમાં પણ ચીન વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં ટૂલકિટને શેર કરવામાં આવી હતી.

ગ્રેટા તો સ્વીડિશ નાગરિક છે, તેના વિરુદ્ધ કાર્યવાહી કઈ રીતે કરશે દિલ્હી પોલીસ?
NALSAR યુનિવર્સિટી ઓફ લૉના વાઈસ-ચાન્સેલર ફૈઝાન મુસ્તફા કહે છે, આ FIRનો કોઈ જ અર્થ નથી. જે વ્યક્તિ ઈન્ડિયામાં છે જ નહીં તેના વિરુદ્ધ તમે FIR કરી રહ્યા છો, પરંતુ તમે તેના વિરુદ્ધ કંઈ પણ ન કરી શકો. આ માત્ર પોલીસનો પ્રોપેગેન્ડા છે.

કોણ છે ગ્રેટા થનબર્ગ?

  • ગ્રેટા થનબર્ગનો જન્મ 3 જાન્યુઆરી 2003ના રોજ સ્વીડનના સ્ટોકહોમમાં થયો હતો. તેની માતા માલેના એમાન એક ઓપેરા સિંગર છે, જ્યારે પિતા સ્વાંતે થનબર્ગ એક્ટર છે. ગ્રેટાના દાદા એસ. અરહૈનિયસ વૈજ્ઞાનિક હતા. તેમણે ગ્રીનહાઉસ ઈફેક્ટ પર એક મોડલ આપ્યું હતું. તેને 1903માં કેમિસ્ટ્રીનો નોબલ મળ્યો હતો.
  • 18 વર્ષની ગ્રેટા 11 વર્ષની ઉંમરથી જળવાયુ પરિવર્તન માટે કામ કરી રહી છે. જળવાયુ પરિવર્તનના આંદોલન માટે ગ્રેટાએ સ્વીડનની સંસદની બહાર દર શુક્રવારે પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. તેમના આ #FridaysForFutureની સાથે દુનિયાના અનેક દેશ જોડાયા. અને વિશ્વનાં હજારો બાળકો ગ્રેટાની જેમ જળવાયુ પરિવર્તન વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે.
  • 2019માં UNમાં જળવાયુ પરિવર્તન પર આપેલું તેનું ભાષણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. આ ભાષણમાં ગ્રેટાએ વિશ્વભરના નેતાઓની નિંદા કરી હતી. તેના ભાષણ પછી 2019ના અંતમાં ટાઈમ​​​​​ મેગેઝિને તેને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરી હતી.
  • પર્યાવરણ ઉપરાંત બીજા મુદ્દાઓને પણ ગ્રેટા બેખૌફ રીતે સોશિયલ મીડિયા પર ઉઠાવી રહી છે, જેને લઈને તે અનેક વખત ચર્ચામાં રહી છે. પોતાના એક્ટિવિઝ્મને કારણે તે અનેક વખત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપના નિશાને પણ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો