ભાસ્કર એક્સપ્લેનર:નવેમ્બરમાં જ કેમ ખરાબ થાય છે દિલ્હીની હવા, ક્યાં સુધી મળશે એનાથી રાહત, જાણો બધું

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-NCRની હવામાં ઝેર ફેલાયેલું છે. પ્રદૂષણનો સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. સુપ્રીમકોર્ટે આ અંગે કેન્દ્ર અને દિલ્હી સરકારની ઝાટકણી પણ કાઢી છે.એતેનાથી ઊલટું ઓક્ટોબરમાં લોકોએ ખૂબ સારા વાતાવરણમાં શ્વાસ લીધો હતો. એ સમયે હવા ચાર વર્ષમાં સૌથી વધુ શુદ્ધ હતી.

નવેમ્બરમાં એવું શું થયું કે એર ક્વોલિટી આટલી ખરાબ થઈ ગઈ? દર વર્ષે નવેમ્બરમાં જ આ પ્રકારની સ્થિતિ કેમ પેદા થાય છે? શું દિવાળીના ફટાકડાને કારણે જ આવું થાય છે? શું પરાળ પણ આની પાછળનું મોટું કારણ છે? દિલ્હીમાં પ્રદૂષણની આટલી ખરાબ સ્થિતિ કેમ છે? આવો જાણીએ...

ઓક્ટોબરમાં શું થયું કે હવા શુદ્ધ થઈ?
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓક્ટોબરની આસપાસ દિલ્હી-NCRની એર ક્વોલિટી ઘટવા લાગે છે. આ એ સમય હોય છે જ્યારે ખેડૂતો અનાજની લણણી પછી પરાળ બાળે છે. ખાસ કરીને દિલ્હીને સ્પર્શતા પંજાબ-હરિયાણાના ખેડૂતો ઘઉં વાવવા માટે ખેતરની પરાળ બાળીને ખેતર સાફ કરે છે.

આ વર્ષે ઓક્ટોબરમાં થઈ રહેલા વરસાદના કારણે એવું ન થઈ શક્યું. તેની અસર એ રહી કે દિલ્હીની એર ક્વોલિટી ઈન્ડેક્સ સરેરાશ 72ની નજીક પહોંચી ગઈ. જે ગત વર્ષે આ જ સમયે 125 આસપાસ હતી. જો કે, ઓક્ટોબરનો એર ક્વોલિટી ઈન્ડેક્શન પણ સેફ ઝોનમાં નહોતો. જે 50 કે તેનાથી ઓછો હોવો જોઈએ.

કેમ વધ્યું પ્રદૂષણ?
આના બે કારણ છે. પ્રથમ પંજાબ-હરિયાણાથી આવી રહેલા પવનો જેમાં પરાળનો ધુમાડો ભળ્યો છે. જે ઓક્ટોબરના અંતમાં હવામાન સાફ થયા પછી ખૂબ બાળવામાં આવી. જેથી ખેડૂતો ઓક્ટોબરમાં વરસાદથી ખરાબ થયેલા સમયની ઝડપથી ભરપાઈ કરી શકે. સામાન્ય રીતે ખેડૂતોને પરાળ બાળવાથી લઈને ઘઉંની વાવણી માટે 20થી 25 દિવસ મળે છે. જો વિલંબથી વાવણી થાય તો તેનાથી પાકનું ઉત્પાદન ઘણું ઓછું થઈ શકે છે. આ વખતે ખેડૂતોને આના માટે માત્ર નવેમ્બરના પ્રથમ બે સપ્તાહ જ મળ્યા. એવામાં ખેડૂતોએ ધીમે ધીમે પરાળ બાળવાના સ્થાને એક સાથે મોટા વિસ્તારોમાં પરાળ બાળવામાં આવી રહી છે. આ કારણથી પ્રદૂષણ પણ ઝડપથી વધ્યું.

એર ક્વોલિટી ખરાબ હોવાનું બીજું કારણ છે હવાની ગતિ ધીમી હોવાના કારણે સ્થાનિક પ્રદૂષક તત્વો વિખેરાઈ ન શકવા. વાસ્તવમાં, નવેમ્બર એ સમય હોય છે જ્યારે તાપમાન ઝડપથી ઘટે છે. એવામાં પાક બાળવાથી એર ક્વોલિટી ખૂબ વધુ ઝડપથી ખરાબ થઈ જાય છે. કેમકે શુષ્ક હવામાનના કારણે ગાઢ ધુમ્મસ અને ઝાકળમાં હવા ફસાય છે. આ જ સમય દિવાળીનો પણ હોય છે. બધુ મળીને બદલતી મોસમ તેમાં મોટી ભૂમિકા ભજવે છે.

દિલ્હીમાં જ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ કેમ પેદા થાય છે?
દેશના ઉત્તર હિસ્સાના મેદાની વિસ્તારો બાકીના રાજ્યોની તુલનામાં વધુ સૂકા અને ધૂળભર્યા હોય છે. એક્સપર્ટ્સ કહે છે કે નવી દિલ્હીનો લુટિયન એરિયા ખૂબ હરિયાળો છે. તેના પછી પણ અહીં પંજાબ-હરિયાણાની સાથે જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પેદા થતી પ્રદૂષિત હવા પણ આવે છે. જે પ્રદૂષણ વધારે છે. થારના રણથી આવનારી ધૂળ દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો કરે છે.

એક્સપર્ટ્સ કહે છે કે શહેરની બહાર ખેડૂતોને પણ ટેક્નોલોજી એડપ્ટ કરવી પડશે. તેનાથી પણ પરાળ બાળવાથી થનારા પ્રદૂષણને ઘટાડી શકાય છે.

અનાજની પરાળને નષ્ટ કરનારા મશીનોની ખરીદી માટે 2018થી 80% સબસિડી આપવામાં આવી રહી છે. ખેડૂતો જો આ મશીનોનો ઉપયોગ કરે છે તો પરાળને બાળ્યા વિના નષ્ટ કરી શકાય છે. જાગૃતિના અભાવે અને સરકાર તરફથી ખરાબ અમલીકરણના કારણે મોટાભાગના ખેડૂતો હજુ પણ પરાળ બાળી રહ્યા છે.

આવનારા દિવસોમાં શું એર ક્વોલિટી વધુ ખરાબ થશે?
છેલ્લા કેટલાક દિવસોનાં મુકાબલે ગુરુવાર અને શુક્રવારે એર ક્વોલિટીમાં સુધારો થશે. જો કે, તેના પછી એ ખૂબ ખરાબ સ્તરે રહેશે. હવામાન વિભાગના અનુસાર 21 નવેમ્બર સુધી દિલ્હીની એર ક્વોલિટી ખૂબ ખરાબ કેટેગરીમાં રહેશે. 21 નવેમ્બર પછી તેમાં સુધારો શરૂ થશે. જ્યારે ઝડપી પવનોના આસાર છે. આ સાથે જ 11 નવેમ્બર પછીથી પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પરાળ બાળવાના કિસ્સા પણ સતત ઘટી રહ્યા છે.