ભાસ્કર એક્સપ્લેનર:આકાશમાંથી ઈસરોની 'આંખ' પૃથ્વી પર રાખશે નજર, રોજ 4-5 રિયલ-ટાઈમ તસવીરો મળશે

એક વર્ષ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક
 • આ સેટેલાઈટ (EOS-03)ને 12 ઓગસ્ટની સવારે 5.43 વાગ્યે લોન્ચ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 12 ઓગસ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટને ‘આઈ ઈન ધ સ્કાય’ એટલે કે આકાશમાં ‘આંખ’ કહેવામાં આવે છે. કોરોના મહામારીના કારણે અટકેલી ઈસરોની ગતિવિધિઓને આ લોન્ચિંગથી ગતિ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.

આ સેટેલાઈટ (EOS-03)ને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-F10(GSLV)થી 12 ઓગસ્ટની સવારે 5.43 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ફાઈનલ લોન્ચ મોસમની સ્થિતિઓ પર નિર્ભર રહેશે.

આ આઈ ઈન ધ સ્કાય સેટેલાઈટ શું છે? એ શું કામ કરશે? કેવી રીતે લોન્ચ થશે? તેનાથી શું લાભ થશે? આ લોન્ચ અંગે એ બધુ કે જે તમારા માટે જાણવું જરૂરી છે-

શું છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ?

 • આ સેટેલાઈટને જિયો ઈમેજિંગ સેટેલાઈટ-1 (GISAT-1) પણ કહેવામાં આવે છે. આના દ્વારા ભારતની સાથે-સાથે ચીન અને પાકિસ્તાનની સરહદો પર પણ નજર રાખી શકાશે. આ કારણથી આ સેટેલાઈટને ‘આઈ ઈન ધ સ્કાય’ પણ કહેવામાં આવે છે.
 • અંતરિક્ષ વિભાગના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે હાલમાં જ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-03) સમગ્ર દેશની દરરોજ 4-5 તસવીરો મોકલશે. આ સેટેલાઈટની મદદથી જળાશયો, પાક, તોફાન, પૂર અને ફોરેસ્ટ કવરામાં થનારા ફેરફારોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ સંભવ થશે.
 • આ સેટેલાઈટ ધરતીથી 36 હજાર કિમી ઉપર સ્થાપિત થયા પછી એડવાન્સ ‘આઈ ઈન ધ સ્કાય’ એટલે કે આસમાનમાં ઈસરોની આંખ તરીકે કામ કરશે. આ સેટેલાઈટ પૃથ્વીના રોટેશનની સાથે સિન્ક થશે, જેનાથી એવું લાગશે કે એ એક જગ્યાએ સ્થિર છે.
 • આ મોટા વિસ્તારની રિયલ-ટાઈમ ઈન્ફોર્મેશન આપવામાં સક્ષમ છે. આ અત્યંત ખાસ છે કેમકે અન્ય રિમોટ સેન્સિંગ સેટેલાઈટ્સ લોઅર ઓર્બિટ્સમાં છે અને તે નિયમિત ઈન્ટરવલ પછી એક સ્પોટ પર પરત આવે છે. તેની તુલનામાં EOS-03 રોજ ચાર-પાંચ વખત દેશની તસવીરો ખેંચશે અને વિવિધ એજન્સીઓને હવામાન તથા જળવાયુ પરિવર્તનને સંબંધિત ડેટા મોકલશે.

ઈસરો માટે કેમ ખાસ છે આ લોન્ચિંગ?

 • ઈસરોનું GSLV-F10 રોકેટ 2268 કિલોના Gisat-1ને જિયો-ઓર્બિટમાં સ્થાપિત કરશે. આ સેટેલાઈટને EOS-03 કોડ નામ આપવામાં આવ્યું છે. ઈસરો માટે આ વર્ષનું પ્રથમ પ્રાઈમરી સેટેલાઈટ લોન્ચ છે. તેના પહેલા ઈસરોએ 28 ફેબ્રુઆરીએ 18 નાના સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. તેમાં કેટલાક દેશી સેટેલાઈટ્સ હતા અને બ્રાઝિલનો Amazonia-1 પ્રાઈમરી સેટેલાઈટ પણ હતો.
 • આ નવી સિરિઝના જિયો સેટેલાઈટનું લોન્ચ ગત વર્ષથી ટળતું આવ્યું છે. આ વર્ષે પણ 28 માર્ચે તેનું લોન્ચ નક્કી થયું હતું. ત્યારે ટેક્નિકલ ગરબડના કારણે લોન્ચ ટળી ગયું હતું. તેના પછી એપ્રિલ અને મેમાં પણ લોન્ચની તારીખો નક્કી થઈ. એ સમયે કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોના કારણે લોન્ચિંગ થઈ શક્યું નહોતું.
 • ઈસરોએ સેટેલાઈટ દ્વારા ફેયરિંગ કેપ્સુલમાં ફેરફાર કર્યા છે. આ કાર્ગો હોલ્ડ તરીકે કામ કરશે. આ લોન્ચ માટે પ્રથમવાર 4 મીટર ડાયામીટરવાળા ઓઝાઈવ શેપવાળા પેલોડ ફેયરિંગ (હીટ શીલ્ડ)નો ઉપયોગ કરવામાં આવશે. આ શેપ એરોડાયનેમિક્સને પ્રોત્સાહન આપશે.
 • ઈસરોના લોન્ચ ભલે અટકી ગયા હોય પરંતુ વિદેશી સ્પેસ એજન્સીઓના પ્રોજેક્ટ જારી રહ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચીને 22 સ્પેસ મિશન લોન્ચ કર્યા છે. તેમાં સ્પેસ સ્ટેશન સુધી ત્રણ સભ્યોનું ક્રૂ-મિશન સામેલ છે. ટેસલાના એલન મસ્કની અમેરિકન સ્પેસ કંપની સ્પેસએક્સ પણ આ વરઅષે 8 લોન્ચ કરી ચૂકી છે. તેમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી એસ્ટ્રોનોટ્સને મોકલવા સામેલ છે.

આ GSLV શું છે?

 • આ ભારત દ્વારા વિકસિત સૌથી મોટું સેટેલાઈટ લોન્ચ વ્હીકલ છે. આ ચોથી પેઢીનું લોન્ચ વ્હીકલ છે. તેમાં ત્રણ સ્ટેજ અને ચાર બૂસ્ટર છે. ઉપરના સ્ટેજમાં સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન લાગેલું છે. GSLVનો ઉપયોગ મુખ્યત્વે સેટેલાઈટ્સને 36 હજાર કિમી ઉપર સ્થિત જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં મોકલવામાં થાય છે. સેટેલાઈટ GTOથી ઉપર જઈને એક જગ્યાએ સ્થિર નજરે પડે છે. કોઈ ગ્રાઉન્ડ એન્ટેનાથી તેના પર નજર રાખવાની જરૂર નહીં રહે. આ કમ્યુનિકેશનના ઉપયોગ માટે વધુ ઉપયોગી છે.
 • આ લોન્ચ જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (જીએસએલવી) Mk-3થી થશે. આ અત્યંત ખાસ છે કેમકે આ લોન્ચ વ્હીકલ બીજીવાર ઉડ્ડયન કરશે. તેણે જ છેલ્લે ચંદ્રયાન-2ની સાથે ઉડ્ડયન કર્યુ હતું. જે ઈસરોના એન્જિનિયરોની એક મોટી ઉપલબ્ધિ હતી. ઈંધણની બચત કરતા આ ઉડ્ડયનમાં ચંદ્રયાનને હાયર ઓર્બિટ સુધી મોકલવામાં આવ્યું હતું.
 • ઈસરોના અનુસાર, “જીએસએલવી પૃથ્વીની નીચલી કક્ષામાં 5 ટન સુધી ભારે સેટેલાઈટ્સથી લઈને અનેક નાના સેટેલાઈટ્સ સુધીના પેલોડ લઈને ઉડ્ડયન કરી શકે છે.” ચોથી પેઢીનું લોન્ચ વ્હીકલ ચાર લિક્વિડ સ્ટ્રેપ-ઓન સાથે ત્રણ સ્ટેજવાળું વ્હીકલ છે અને સ્વદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજ (CUS), GSLV MK 2નું ત્રીજું સ્ટેજ છે.

ઈસરો માટે આગળ શું?

 • ઈસરો આગામી પાંચ મહિનામાં ચાર અન્ય મોટા લોન્ચ કરશે. સપ્ટેમ્બરમાં ઈસરો સિન્થેટિક અપર્ચર રડાર (એસએઆર)ની સાથે રડાર ઈમેજિંગ સેટેલાઈટ (Risat-1A કે EOS-04) સ્પેસમાં મોકલશે. આ દિવસ-રાત વાદળોને પારની તસવીરો પણ કેપ્ચર કરી શકશે. આ પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV)થી લોન્ચ થશે. આ 1800 કિલો વજનનો સેટેલાઈટ દેશની ડિફેન્સ સિસ્ટમ માટે ઉપયોગી થશે. આ દિવસ-રાત અને કોઈપણ હવામાનની પરિસ્થિતિઓમાં રિયલ-ટાઈમ તસવીરો મોકલશે.
 • આ વર્ષના અંત સુધીમાં સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SSLV) ડેબ્યુ લોન્ચ પણ થઈ શકે છે. આ એક ત્રણ-સ્ટેજવાળું ફુલ-સોલિડ લોન્ચ વ્હીકલ છે જે 500 કિલો વજનવાળા પેલોડને પોલાર ઓર્બિટમાં પૃથ્વીની સપાટીથી 500 કિમી ઉપર અને 300 કિલો પેલોડને સન સિંક્રોનસ પોલાર ઓર્બિટમાં લઈ જઈ શકે છે. ઈસરો નવી વિકસિત લોન્ચ સિસ્ટમનો ઉપયોગ ઓન-ડિમાંડ સર્વિસિઝ અને નાના ઉપગ્રહોને લોન્ચ કરવા માટે કરશે.