ભાસ્કર એક્સપ્લેનર:કોવિડ-19થી રિકવર થયા પછી પણ કન્ફ્યુઝન, માથું દુખવું, મેમરી લોસ જેવી સમસ્યાઓ આવી રહી છે સામે; જાણો શું કહે છે એક્સપર્ટ

એક વર્ષ પહેલાલેખક: રવીન્દ્ર ભજની

ભારતમાં બીજી લહેર આવ્યા પહેલા સુધી કોવિડ-19 માત્ર એક રેસ્પિરેટરી ઈન્ફેક્શન હતું. હવે રિસર્ચર્સે અલગ-અલગ સ્ટડીથી સાબિત કર્યુ છે કે કોવિડ-19 માત્ર ફેફસાંને નુકસાન પહોંચાડતું નથી. શરીરના અન્ય હિસ્સાઓમાં પણ પરેશાની થઈ રહી છે. લોંગ કોવિડ કે પોસ્ટ-કોવિડ રિકવરી દરમિયાન બ્રેઈન સેલ્સને થનારા નુકસાનથી માનસિક સમસ્યાઓ પણ સામે આવી રહી છે.

ડેટા દર્શાવે છે કે કોવિડ-19થી પીડિત 7માંથી એક દર્દીમાં બ્રેઈન ફોગ કે યાદદાસ્ત સાથે સંકળાયેલા ન્યુરોલોજિકલ સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી રહી છે. વાયરસ સીધા-સીધા માનસિક કોશિકાઓ કે નર્વ્સ પર હુમલો નહીં કરતો, પરંતુ કોવિડ-19 ઈન્ફેક્શનના કારણે થતા સોજા, બ્લડ ક્લોટ્સ અને અન્ય ઈફેક્ટ્સ ગંભીર લક્ષણોમાં સ્ટ્રોક અને આંચકી આવવા જેવી સમસ્યાઓ પેદા કરી રહ્યો છે.

દૈનિક ભાસ્કરે ડો. આઝાદ ઈરાની, કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ, જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈ, ડો. કૌસ્તુભ મહાજન, કન્સલ્ટન્ટ ન્યુરોલોજી, પીડી હિંદુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, ખાર (મુંબઈ) અને ડો. રાહુલ ગુપ્તા, ડાયરેક્ટર-ન્યુરો એન્ડ સ્પાઈન સર્જરી, ફોર્ટિસ હોસ્પિટલ, નોઈડા સાથે વાત કરી. આ વિશેષજ્ઞો પાસેથી જાણ્યું કે પોસ્ટ કોવિડમાં કેવા પ્રકારની માનસિક સમસ્યાઓ સામે આવી રહી છે.

કોવિડ-19માંથી રિકવરી પછી કેવા પ્રકારની પરેશાનીઓ સામે આવી છે?

 • કિંગ્સ કોલેજ લંડન અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના રિસર્ચર્સની ટીમે કોવિડ-19 ઈન્ફેક્શનને સમજવા માટે એક પ્રશ્નાવલી તૈયારી કરી હતી. 81 હજાર લોકોને આ પ્રશ્નો પર જવાબ લેવામાં આવ્યા. સ્ટડી દર્શાવે છે કે જે લોકો કોવિડ-19થી રિકવર થઈ ચૂક્યા છે તેમણે ફોકસ કરવા અને વિચારવામાં મુશ્કેલી થઈ રહી છે. જર્નલ EClinicalMedicineમાં પ્રકાશિત આ સ્ટડીમાં જેના લક્ષણો ગંભીર હતા, તેમની વિચારવાની-સમજવાની ક્ષમતા વધુ પ્રભાવિત થઈ છે.
 • આ મુશ્કેલી ભારતમાં પમ દર્દીઓના રિકવર થયાના આઠ સપ્તાહ પછી પણ જોવા મળી રહી છે. આ સમસ્યાઓની ગંભીરતા અલગ-અલગ લોકોમાં અલગ હોઈ શકે છે. કેટલાક લોકો મેમરી લોસ, ધ્યાન આપવામાં મુશ્કેલી કે થાક અનુભવે છે. જે દર્દીઓએ ઓછા ઓક્સિજન લેવલ સાથે વધુ સમય વિતાવ્યો છે, તેઓમાં લક્ષણ વધુ જોવા મળી રહ્યા છે. તેમાં કન્ફ્યુઝન રહેવું, માથું દુખવું, ડિપ્રેશન, ફોકસ કરવામાં મુશ્કેલી, આંચકી આવવી, સ્ટ્રોક આવવો, વ્યવહારમાં ફેરફાર અને ગભરાટ સામેલ છે.

કોવિડ-19ના કારણે મગજને કેવી રીતે નુકસાન થાય છે?

 • કોવિડ-19 માનસિક આરોગ્યને બે પ્રકારે પ્રભાવિત કરે છે-બ્રેઈન સેલ્સ અને નર્વ્સમાં તથા સાઈકોલોજિકલ રીતે. ન્યુરોલોજીની વાત કરીએ તો સ્ટ્રોક, આંચકી આવવી, પાર્કિન્સન્સ જેવા લક્ષણ, ડાયાબિટીસ તેના કારણે થઈ શકે છે. લોંગ ટર્મ ઈફેક્ટ્સમાં મલ્ટીપલ સિરોસિસ પણ સામેલ છે. સાઈકોલોજિકલ મુદ્દાઓમાં એંગ્ઝાઈટી, ડિપ્રેશન સામેલ છે. કોવિડ-19ના કારણે થનારા બ્લડ ક્લોટિંગ સ્ટ્રોક્સનું કારણ બની શકે છે. જ્યારે, કોરોનાના કારણે ડાયાબિટીઝ પણ થાય છે. અચાનક વધેલું સુગર લેવલ નર્વ્સને પ્રભાવિત કરે છે.
 • જો તમે કોવિડ-19 અને બ્રેઈન હેલ્થના ઈનડાયરેક્ટ કનેક્શનની વાત કરો તો લોકડાઉન અને આઈસોલેશન પીરિયડના કારણે એ લોકોને વધુ મુશ્કેલી થઈ છે, જે અર્લી ડિમેન્શિયા અને પાર્કિન્સન્સ ડિસિસના શરૂઆતના લક્ષણોનો સામનો કરી રહ્યા હતા. તેમની હાલત વધુ ખરાબ થઈ છે.

શું વાયરસ મગજ સુધી પહોંચવાથી મોત પણ થયા?

 • હા. માઈલ્ડ અને મોડરેટ કોવિડ-19 ઈન્ફેક્શન થવાથી દર્દીઓની ફરિયાદ હતી કે ગંધ આવી રહી નથી. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે વાયરસ ફેફસાંની સાથે સાથે નર્વસ સિસ્ટમને પણ ઈન્ફેક્ટ કરી રહ્યો છે. આ બ્રેઈન સેલ્સ સુધી જાય છે. ડો. ગુપ્તા કહે છે કે બ્લડ ક્લોટ્સ અને હેમરેજ પણ સ્ટ્રોક્સનું કારણ બન્યા. કોવિડની પ્રથમ અને બીજી લહેરમાં અનેક દર્દીઓને સર્જરીની જરૂર પડી. કેટલાક પેશન્ટ્સમાં ફેશિયલ ફિચર્સમાં પણ ગરબડ જોવા મળી છે. કેટલાક દર્દીઓમાં બ્લેક ફંગસ બ્રેઈનમાં જઈને જીવલેણ બની ગઈ.
 • એટલું જ નહીં કેટલાક દર્દી કોવિડ-19ના કારણે કોમામાં પણ ગયા છે. ડો. ઈરાનીના અનુસાર કેટલાક દર્દીઓમાં ન્યુરોલોજિકલ લક્ષણ રિકવર થવાના કેટલાક મહિનાઓ પછી પણ દેખાય છે. વિજ્ઞાનીઓએ તેને લોંગ-કોવિડ નામ આપ્યું છે, જેમાં નર્વસ સિસ્ટમ ઈફેક્ટ્સના લક્ષણો પણ સામેલ છે.

કોવિડ ઈન્ફેક્શન મગજના કામ કરવાની રીતને કેમ પ્રભાવિત કરી રહ્યું છે?
કોવિડ-19માંથી રિકવરી પછી પણ લોકોને થનારી પરેશાનીઓ પર સ્ટડી ચાલી રહ્યો છે. કેટલાક સ્ટડીમાં ખ્યાલ આવ્યો છે કે ઈન્ફેક્ટ થવા પર મગજના બાહ્ય હિસ્સામાં ગ્રે મેટરની માત્રા ઓછી થઈ શકે છે. તેને લઈને અત્યાર સુધી કેટલીક થિયરી સામે આવી છે.

 • ગંભીર ઈન્ફેક્શનઃ રિસર્ચર્સના કહેવા પ્રમાણે ગંભીર કેસોમાં વાયરસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (લોહી અને સ્પાઈનલ કોર્ડ)માં પ્રવેશ કરી શકે છે. ઈન્ફેક્શનને ફેલાવી શકે છે. સ્ટડીઝમાં ખ્યાલ આવ્યો કે સ્પાઈન ફ્લૂઈડમાં પણ વાયરસનું જેનેટિક મટિરિયલ મળ્યું છે.
 • ઓવરએક્ટિવ ઈમ્યુન સિસ્ટમઃ કોવિડ-19ના કારણે ઈમ્યુન સિસ્ટમ ઓવરએક્ટિવ થવી પણ એક કારણ હોઈ શકે છે. વાયરસ સાથે લડતી વખતે શરીરમાં સોજો આવી શકે છે જે શરીરના અન્ય અંગો અને હિસ્સાઓને નુકસાન પહોંચાડી શકે છે.
 • શરીરમાં પરિવર્તનઃ કોવિડ-19ના કારણે શરીરમાં થયેલા ફેરફાર, જેમકે-તીવ્ર તાવ, ઓક્સિજનનું ઓછું લેવલ કે ઓર્ગન ફેઈલ્યોરના કારણે માનસિક બીમારીઓનું જોખમ વધી જાય છે. સમયની સાથે આ ડિલિરિયમ કે કોમામાં પણ લઈ જઈ શકે છે.

આ સમસ્યાઓથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય?

ફિઝિકલ હેલ્થની સાથે-સાથે કોવિડ-19માંથી ઓવરઓલ રિકવરી દરમિયાન બ્રેઈન હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કેટલાક કદમ ઉઠાવીને તમે તમારી ન્યુરોલોજિકલ હેલ્થને રિબિલ્ડ કરી શકો છો અને નુકસાનને ઘટાડી શકાય છે.

 • માનસિક એક્ટિવિટીઃ આપણા શરીરના મસલ્સને મજબૂતી આપવા માટે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને કાર્ડિયો કરીએ છીએ. આ રીતે મગજના મસલ્સને મજબૂતી આપવા માટે તમારે કેટલીક માનસિક ગતિવિધિઓમાં સામેલ થવાની જરૂર છે. સ્ટડીઝમાં દાવો કરાયો છે કે પડકાર આપતી એક્ટિવિટી તમારા બ્રેઈન સેલ્સને ફરીથી સક્રિય કરે છે અને ફોકસ વધારવામાં મદદ કરે છે.
 • હેલ્ધી ફૂડ્સઃ સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે સારૂં ખાનપાન અત્યંત જરૂરી છે. લીલા શાકભાજી, ફેટી ફિશ તમારા દિમાગને લોહી પહોંચાડતી નસોના સ્વાસ્થ્યને સારૂં બનાવી શકે છે. આ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડરથી બચાવે છે. બ્રેઈન-હેલ્ધી ફૂડ્સને પોતાના ડાયેટમાં સામેલ કરો.
 • મેડિટેશનઃ માનસિક સમસ્યાઓથી બચવાના સૌથી સારા ઉપાયોમાંનો એક છે-ધ્યાન કે મેડિટેશન. એ તમને તણાવ ઘટાડવામાં અને શરીરને સાયકોલોજિકલ રિલેક્સ કરવામાં મદદ કરે છે. એ તમને બ્લડ પ્રેશર ઘટાડવામાં, ઈમ્યુનિટી વધારવામાં અને બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે.
 • પૂરતી ઊંઘઃ તમારી ઊંઘ અને માનસિક આરોગ્યમાં પરસ્પર સીધા જ જોડાયેલા છે. આ કારણથી કોશિશ કરો કે રાતે તમે પૂરતી અને ગાઢ ઊંઘ લો. વીકેન્ડ્સ પર પણ રૂટિનનું પાલન કરવાની કોશિશ કરો. રાતે ક્વોલિટી ઊંઘથઈ તમારી રોજિંદી વિચારવાની શક્તિ, યાદદાસ્ત અને મૂડ પર સીધી અસર પડે છે.