તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:કર્ણાટકમાં મળ્યો કોરોનાનો ઇટા વેરિયન્ટ; જાણો કેટલો ખતરનાક છે નવો વેરિયન્ટ

એક મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક

કર્ણાટકના મેંગલુરુમાં 5 ઓગસ્ટે કોરોનાનો ઈટા વેરિયન્ટ મળ્યો. સમાચારો અનુસાર, દુબઈથી આવેલી વ્યક્તિમાં આ વેરિયન્ટ મળ્યો છે. આ અગાઉ એપ્રિલ 2020માં પણ નિમહાંસની વાયરોલોજી લેબે ઈટા વેરિયન્ટના બે કેસ મળ્યાનો દાવો કર્યો હતો. WHOએ એને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (VoI) માન્યો છે.

અત્યારસુધીમાં ભારતમાં આલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટ જ હાવી રહ્યા છે. બીજી લહેર માટે તો ડેલ્ટા વેરિયન્ટને જ જવાબદાર ગણાવ્યા છે. એવામાં ઈટા વેરિયન્ટ મળવાથી અનેક સવાલો સર્જાયા છે. શું આ ખતરનાક છે? શું એની વિરુદ્ધ વેક્સિન કારગત છે? શું આ ભારતમાં ત્રીજી લહેર લાવી શકે છે? આવો જાણીએ...

આ વેરિયન્ટ્સ શું છે અને એનાથી શું જોખમ છે?
દેશના જાણીતા વેક્સિન સાયન્ટિસ્ટ અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરના પ્રોફેસર ડો. ગગનદીપ કંગના અનુસાર, વાઇરસમાં મ્યૂટેશન કોઈ નવી વાત નથી. આ સ્પેલિંગ મિસ્ટેક જેવું છે. વાઇરસ લાંબા સમય સુધી જીવિત રહેવા અને વધુમાં વધુ લોકોને ઈન્ફેક્ટ કરવા માટે જીનોમમાં ફેરફાર કરે છે. આવો જ ફેરફાર કોરોના વાઇરસમાં પણ થઈ રહ્યા છે.

મહામારી વિશેષજ્ઞ ડો. ચંદ્રકાંત લહારિયાના અનુસાર વાઇરસ જેટલો વધુ મલ્ટીપ્લાઇ થાય છે એમાં મ્યૂટેશન થતું જશે. જીનોમમાં થનારા ફેરફારોને જ મ્યટેશન કહે છે. એના નવા અને બદલાયેલા સ્વરૂપમમાં વાઇરસ સામે આવે છે, જેને વેરિયન્ટ કહે છે.

WHOના નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાઇરસ જેટલા સમય સુધી આપણી વચ્ચે રહેશે, એટલા જ તેના ગંભીર વેરિયન્ટ્સ સામે આવવાની આશંકા રહેશે. જો આ વાઇરસે જાનવરોને ઈન્ફેક્ટ કર્યા અને વધુ ખતરનાક વેરિયન્ટ બનતા ગયા તો આ મહામારીને રોકવી ખૂબ મુશ્કેલ થવાની છે.

શું તમામ વેરિયન્ટ્સ ખતરનાક હોય છે?
ના. વેરિયન્ટ વધુ કે ઓછા ખતરનાક હોઈ શકે છે. આ એ વાત પર નિર્ભર છે કે એના જિનેટિક કોડમાં કેવા પ્રકારનું મ્યૂટેશન થયું છે. મ્યૂટેશન જ નક્કી કરે છે કે કોઈ વેરિયન્ટ કેટલો ઈન્ફેક્શિશિયસ છે? એ ઈમ્યુન સિસ્ટમને થાપ આપી શકે છે કે નહીં? એ ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે કે નહીં?

ઉદાહરણ માટે આલ્ફા વેરિયન્ટ વાયરસથી 43%થી 90% વધુ ઈન્ફેક્શિયસ છે. આલ્ફા વેરિન્ટને કારણે ગંભીર લક્ષણ પણ દેખાયાં અને મોત પણ થયાં. જ્યારે ડેલ્ટા વેરિયન્ટ સામે આવ્યો તો એ આલ્ફા વેરિયન્ટથી પણ વધુ ઈન્ફેક્શિયસ નીકળ્યો. અલગ-અલગ સ્ટડીમાં આ ઓરિજિનલ વાઇરસના મુકાબલે 1000 ગણો વધુ ઈન્ફેક્શિયસ મળ્યો છે.

શું આ વેરિયન્ટ વિરુદ્ધ વેક્સિન ઈફેક્ટિવ છે?
હા. અત્યારસુધી તો એ સાબિત થઈ ચૂક્યું છે કે આલ્ફા, બીટા, ગામ અને ડેલ્ટા વેરિયન્ટ્સ વિરુદ્ધ વેક્સિન ઈફેક્ટિવ છે. આ ઈફેક્ટિવનેસ અલગ-અલગ છે.

કેટલાક સ્ટડીઝમાં કહેવાયું છે કે વેરિયન્ટ્સથી બચવા માટે બંને ડોઝ લેવો જરૂરી છે. ખાસ કરીને ભારતમાં લગાવાતી કોવિશીલ્ડના. ત્યારે એ અસરકારક રીતે ડેલ્ટા અને અન્ય વેરિયન્ટ્સ વિરુદ્ધ પ્રોટેક્શનનું લેયર બનાવે છે.

ઈટા વેરિયન્ટ શું છે?
ઈટા વેરિયન્ટને લાઈનેજ B.1.525 પણ કહેવામાં આવે છે. SARS-CoV-2 વાઇરસના ઈટા વેરિયન્ટમાં E484K મ્યૂટેશન હાજર છે, જે આ અગાઉ ગામા, જિટા અને બીટા વેરિયન્ટ્સમાં મળ્યા હતા. સારી વાત એ છે કે આલ્ફા, બીટા, ગામામાં રહેલા N501Y મ્યૂટેશન એમાં નથી, જે આ વેરિયન્ટ્સને ખતરનાક બનાવે છે. રિપોર્ટ્સ અનુસાર, આલ્ફા વેરિયન્ટ્સની જેમ તેમાં પણ પોઝિશન 69 અને 70 પર એમીનો એસિડ્સ હિસ્ટિડીન અને વેલાઈન હાજર નથી.

શું આ વેરિયન્ટ ચિંતાનું કારણ છે?
અત્યારસુધી તો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એને વેરિયન્ટ ઓફ કન્સર્ન (VoC)ની યાદીમાં સામેલ કર્યો નથી. એને હજુ પણ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (VoI) છે. WHO કહે છે કે વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ કોરોનાના એવા વેરિયન્ટ છે જે વાઇરસનું ટ્રાન્સમિશન, ગંભીર લક્ષણો, ઈમ્યુનિટીને થાપ આપવાની, ડાયોગ્નોસિસથી બચવાની ક્ષમતા દર્શાવે છે.

VoIમાં સામેલ વેરિયન્ટ્સ અનેક દેશોમાં ક્લસ્ટરમાં હાજર છે. તુલનાત્મક રીતે સમયની સાથે તેના કેસ વધી શકે છે. આ સામાન્ય જનતા માટે જોખમી બની શકે છે. અમેરિકાની CDCના અનુસાર, ઈટા વેરિયન્ટ પર મોનોક્લોનલ એન્ટિબોડી ટ્રીટમેન્ટની અસર ઓછી થાય છે. આ સાથે જ પ્લાઝમા થેરપી નિષ્ફળ રહે છે.

શું તેની તુલના અન્ય વેરિયન્ટ્સ સાથે થઈ શકે છે?
WHOનું કહેવું છે કે ઈટા વેરિયન્ટ અન્ય વેરિયન્ટ્સથી બિલકુલ અલગ છે. એેને કારણે તેમાં E484K અને F888L મ્યૂટેશન્સ થવું. અત્યારસુધીમાં આ વાઇરસ સ્ટ્રેન આલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટ્ની જેમ ખૂબ વધુ ઈન્ફેક્શિયસ તરીકે ઓળખાયો નથી.

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ઈટા વેરિયન્ટના પ્રારંભિક કેસ યુનાઈટેડ કિંગ્ડમ અને નાઈજીરિયામાં ડિસેમ્બર 2020માં મળ્યા હતા. ભારતમાં કર્ણાટક ઉપરાંત મિઝોરમમાં પણ આ જ વર્ષે જુલાઈમાં આ વેરિયન્ટ મળ્યો હતો.

શું અન્ય પણ વેરિયન્ટ્સ આવી શકે છે?
હા. આ સમયે સમગ્ર દુનિયામાં ભારતમાં સૌપ્રથમ મળેલો કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ કેટલાક અન્ય વેરિયન્ટ્સ પણ ઝડપથી વધી રહ્યા છે. તેમને પણ વૈજ્ઞાનિક ટ્રેક કરી રહ્યા છે.

પેરુમાં સૌપ્રથમ દેખાયો લેમડા વેરિયન્ટ્ને પણ નવા જોખમ તરીકે જોવામાં આવી રહ્યો હતો. પછી તેના કેસ ઝડપથી ઘટતા ગયા. રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર, ભલે લેમડા વેરિયન્ટ્ને WHOએ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં રાખ્યા હોય, તેના ઈન્ફેક્શિયસ થવા કે ગંભીર લક્ષણ વધારવાની ક્ષમતાની તપાસ થઈ રહી છે.

જાન્યુઆરીમાં કોલંબિયામાં મળ્યો B.1.621 વેરિયન્ટ્ને અત્યારસુધી ગ્રીક નામ મળ્યું નથી, પરંતુ એ ઝડપથી ફેલાયો હતો. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલે તેને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ તરીકે સામેલ કરાયો છે. અત્યારસુધીમાં આ વેરિયન્ટ્સના 37 અને ફ્લોરિડામાં 100થી વધુ દર્દીઓમાં આ વેરિયન્ટ હોવાને સમર્થન મળ્યું છે.

વ્હાઈટ હાઉસના ચીફ મેડિકલ એડવાઈઝર ડો. એન્થની ફોચીએ હાલમાં જ ચેતવણી આપી હતી કે જો અમેરિકમાં વેક્સિન ન લગાવી તો મોટી સમસ્યા આવી શકે છે. વાઇરસમાં મ્યૂટેશન્સ થતું રહ્યું તો નવા વેરિયન્ટ્સ સામે આવતા રહેશે.