તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Engineers Day Today |Poor Quality Engineering Colleges In The Country | More Than 50% Of The Colleges Have No Permanent Teachers | Private Colleges Are Low Quality

એન્જિનિયર્સ ડે:એન્જિનિયરિંગ પ્રત્યે આકર્ષણ ઘટી રહ્યું છે, વર્ષ 2015થી AICTE કોલેજોમાં એનરોલમેન્ટની સંખ્યા સતત ઘટી

આદિત્ય સિંહ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત સરકારના મહત્ત્વકાંક્ષી ટેક્નિકલ એજ્યુકેશન ક્વોલિટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ પર રાજ્ય સરકારો ગંભીર નથી
  • એન્જિનિયરિંગ કોલેજોમાં ક્વોલિટી સારી ન હોવાથી 80% ડિગ્રી ધારકોને નોકરી નથી મળી રહી

ભારતમાં દર વર્ષે લાખો લોકો એન્જિનિયરિંગની ડિગ્રી સાથે કોલેજમાંથી બહાર આવે છે, પરંતુ તેમાંથી મોટા ભાગના રોજગાર યોગ્ય નથી હોતા અને નોકરી મેળવી શકતા નથી. નેશનલ એમ્પલોયબિલિટી 2019ના રિપોર્ટ પ્રમાણે ડિગ્રી મેળવનાર 80% વિદ્યાર્થીઓને નોકરી નથી મળતી. બેરોજગારીને લીધે એન્જિનિયર બન્યા બાદ પણ કેટલાક ચોકીદારી કરવા પણ તૈયાર હોય છે. તેને લીધે છેલ્લા કેટલાક વર્ષોમાં એન્જિનિયરિંગ પ્રત્યે વિદ્યાર્થીઓનું આકર્ષણ ઓછું થયું છે.

ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન પ્રમાણે 2018-19માં એન્જિનિયરિંગના UG કોર્સમાં 37.70 લાખ વિદ્યાર્થીઓ એનરોલ થયા હતા. ભારતમાં 2010થી 2015 સુધી IT ઈન્ડસ્ટ્રીની બોલબાલા હોવાથી દેશભરમાં અનેક એન્જિનિયરિંગ કોલેજો ખૂલી. AICTE (ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન) પ્રમાણે 2019માં 15 લાખ સીટોમાંથી 10 લાખ સીટ ખાલી હતી. તેના પાછળનું કારણ અનસ્કિલ્ડ એન્જિનિયર્સ છે.

કમ્પ્યૂટર સાયન્સના પ્રોફેસર પ્રભાત અગ્રહરિ જણાવે છે કે, ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી ઓટોમેશન વધી રહ્યું છે, તેનાથી ઓછા વર્કફોર્સમાં વધારે કામ થાય છે. આ સિવાય ભારતાં એન્જિનિયરિંગની ડિગ્રી લેનારાની સંખ્યા ડિમાન્ડ કરતાં 4 ગણી વધારે છે. કેટલીક કોલેજોમાં તો એન્જિનિયરિંગનું શિક્ષણ જ નથી અપાતું. સરકાર પણ મોનિટરિંગ અને ઈન્સ્પેક્શનના નામે ઔપચારિકતા પૂરી કરે છે. તેનાથી કોલેજોમાં સુધારો નથી થઈ રહ્યો.

ભારત સરકારનો ક્વોલિટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વર્લ્ડ બેંક સાથે મળી એપ્રિલ 2017થી ટેક્નિકલ એજ્યુકેશન ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ ઓછી આવક ધરાવતા રાજ્યો પર ફોકસ સાથે શરૂ થયો હતો. બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, સિક્કિમ અને ત્રિપુરા સાથે 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ લાગુ થયો હતો. 3 વર્ષ સુધી વર્લ્ડ બેંકથી શિક્ષકોનો ખર્ચો ઉઠાવ્યો ત્યારબાદ રાજ્યોને જ જવાબદારી અપાઈ. રાજ્યોમાં રહેલી ટેક્નિકલ એજ્યુકેશન સંસ્થાઓમાં ક્વોલિટી સુધારવા માટે TEQIP પ્રોગ્રામ 3 ચરણમાં શરૂ કરવામાં આવ્યો.

આ પ્રોજેક્ટ હેઠળ ત્રીજા ચરણમાં એપ્રિલ 2017માં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 53 એન્જિનિયરિંગ કોલેજોમાં 1554 અસિસ્ટન્ટ પ્રોફેસરની વરણી કરાઈ. તેમાંથી મોટા ભાગના શિક્ષકોએ IISc, IITs અને NITsથી ડિગ્રી લીધી હતી. શરૂઆતમાં 3 વર્ષ સુધી તેમનો કરાર કરાયો. ત્યારબાદ તેને રિન્યુઅલ પર કોઈ નિર્ણય લેવાયો નહિ. આ શિક્ષકોએ પ્રદર્શન કર્યું તો 6 મહિનાની અવધિ વધારાઈ. રાજ્યોએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

આ પ્રોગ્રામ હેઠળ ભણાવનાર શિક્ષકોમાંથી 38% M.Tech છે, 37% હજુ PhD કરી રહ્યા છે, 22% PhD છે અને 3% પોસ્ટ ડૉક્ટરેટ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો