તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:ટેસ્લામાંથી ક્યારેય સેલરી લીધી નથી, તો પણ વર્ષમાં ઈલોન મસ્કની સંપત્તિ 7 ગણી કેવી રીતે વધી ગઈ?

17 દિવસ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

ટેસ્લા અને સ્પેસએક્સના CEO ઈલોન મસ્ક દુનિયાના સૌથી ધનવાન માણસ બની ગયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, ગુરુવારે ટેસ્લાના શેર પ્રાઈઝમાં 4.8% વધારી થયો અને ઈલોનની નેટવર્થ 188.5 અજબ ડોલર(13.80 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ. એમેઝોનના માલિક જેફ બેઝોસની નેટવર્થ 187 અજબ ડોલર(13.69 લાખ કરોડ રૂપિયા) છે.

ઈલોન ભલે દુનિયામાં સૌથી ધનિક છે, પરંતુ માણસને મંગળ ગ્રહ સુધી ના પહોંચાડી દે ત્યાં સુધી તે ખુશ નહિ થાય. આ વાત તેમણે 2016માં કરી હતી. તેમણે કહ્યું હતું આપણે ત્યાં સુધી ખુશી સેલિબ્રેટ ના કરવી જોઈએ જ્યાં સુધી મંગળ પર કોલોનીઓ ના વસાવીએ.

ઈલોન મસ્ક જાન્યુઆરી 2020માં બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના સૌથી અમીર લોકોના લિસ્ટમાં 35મા નંબર પર હતા, પરંતુ 10 મહિનામાં તેમણે બિલ ગેટ્સને પાછળ છોડ્યા અને હવે જેફ બેઝોસને પાછળ મૂકી પ્રથમ નંબર પર આવી ગયા.

10 વર્ષની ઉંમરે વીડિયો ગેમ બનાવી હતી

 • ઈલોન મસ્કનો જન્મ 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તેમની માતા માયે મસ્ક કેનેડિયન મોડલ છે. તેના પિતા એરોલ મસ્ક દક્ષિણ આફ્રિકાના હતા અને ત્યાં ઇલેક્ટ્રો મેકેનિકલ એન્જિનિયર હતા. ઈલોન 9 વર્ષના હતા ત્યારે તેના માતા-પિતાનો ડિવોર્સ થયો હતો.
 • ઈલોન 10 વર્ષના હતા ત્યારે તેમણે કમ્પ્યુટર કોડિંગનો કોર્સ કર્યો. એ પછી એક વીડિયો ગેમ બ્લાસ્ટર બનાવ્યું. આ ગેમ તેમણે 12 વર્ષની ઉંમરમાં 500 ડોલરમાં વેચી. એ સમયના 4000 રૂપિયા.
 • ઈલોન મસ્ક પાસે બે ડિગ્રી છે, એક ડિગ્રી ઇકોનોમિક્સ અને બીજી ફિઝિક્સમાં. 1995માં તેમણે PhD માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં એડમિશન લીધું, પણ બે દિવસ બાદ છોડી દીધું, કારણકે તેઓ પોતાનો સ્ટાર્ટઅપ શરુ કરવા માગતા હતા.

ટેસ્લામાં ઇન્વેસ્ટમેન્ટ દ્વારા એન્ટ્રી કરી

 • ઘણા લોકો માને છે કે ઈલોન મસ્કે ટેસ્લાની શરૂઆત કરી હતી. પરંતુ આ સાચું નથી. જુલાઈ 2003માં માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટારપેનિંગે ટેસ્લા મોટર્સની શરૂઆત કરી. ફેબ્રુઆરી 2004માં ઈલોન મસ્કે તેમાં 7.5 લાખ ડોલર (તે સમયે લગભગ 33 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું હતું. આ રોકાણ સાથે ઈલોન ટેસ્લાના ચેરમેન પણ બની ગયા.
 • ઓક્ટોબર 2008માં ઈલોન ટેસ્લાના CEO બન્યા. ત્યાં સુધીમાં તેઓ કંપનીમાં 7 કરોડ ડોલર(લગભગ 300 કરોડ રૂપિયા) નું રોકાણ કરી ચૂક્યા હતા. જૂન 2010માં ટેસ્લાએ એક IPO લોન્ચ કર્યો. આ સાથે, કંપનીના શેર 1,229% વધી ગયા.
 • એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ટેસ્લાને લોન લેવી પડી હતી. ટેસ્લાએ વર્ષ 2009માં અમેરિકન સરકાર પાસેથી 46.5 કરોડ ડોલર(લગભગ 220 કરોડ રૂપિયા)ની લોન લીધી હતી. તેમણે આ લોન વર્ષ 2013માં ચૂકવી દીધી હતી.

ઈલોન મસ્ક ટેસ્લામાંથી કેટલી કમાણી કરે છે?

 • ઈલોન મસ્ક પાસે ટેસ્લાના 20.8% શેર છે, જેની વેલ્યૂ અત્યારે 150 અબજ ડોલર એટલે કે 10 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. ટેસ્લાના શેર છેલ્લાં એક વર્ષમાં 700% કરતાં વધારે ઉછળ્યાં છે. આ જ કારણ છે કે એક સમયે સૌથી ધનિક લોકોના લિસ્ટમાં 35મા નંબરે રહેનારા ઈલોન મસ્ક આજે પહેલા નંબર પર આવી ગયા છે.
 • વર્ષ 2020માં મસ્કની નેટવર્થમાં 140 અબજ ડોલર (10 લાખ કરોડ રૂપિયા) કરતાં વધારે નફો થયો. એક વર્ષ પહેલાં મસ્કની કુલ સંપત્તિ 1.80 લાખ કરોડ રૂપિયા હતી. પરંતુ હવે તેની કુલ સંપત્તિ 13.80 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે, તેમની નેટવર્થ એક વર્ષમાં 7 ગણી વધી છે. ફોર્બ્સે કહ્યું કે, જ્યારથી તેણે વિશ્વના ધનિક લોકોનું લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું છે ત્યારથી લઇને અત્યાર સુધી કોઈ અબજોપતિ દ્વારા કરવામાં આવેલી આ સૌથી વધુ કમાણી રહી છે.
 • આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે મસ્કને ટેસ્લા તરફથી કોઈ સેલરી પણ નથી મળતી. તેમને વર્ષ 2019માં 23,760 ડોલર (લગભગ 17.50 લાખ રૂપિયા) બેઝિક સેલરી તરીકે મળ્યા. તેનું કારણ એ છે કે કેલિફોર્નિયામાં મિનિમમ બેઝિક સેલરી આપવાનો કાયદો છે. વર્ષ 2028 સુધી મસ્કને ટેસ્લામાંથી સેલરી નહીં મળે.
 • તો સવાલ એ છે કે કમાણી કેવી રીતે? વાત એમ છે કે મસ્ક અને ટેસ્લા વચ્ચે એક કરાર થયો છે. તેમાં કંપનીના બોર્ડે 16 માઈલસ્ટોન નક્કી કર્યા છે. ઈલોન મસ્કના માથે તેને પૂરા કરવાની જવાબદારી છે. જેમ જેમ માઈલસ્ટોન પૂરા થતાં જશે તેમ-તેમ મસ્કને આશરે કંપનીના 17 લાખ શેર મળશે.
 • આ કરાર છે તે અંતર્ગત મસ્કને આગામી 10 વર્ષમા ટેસ્લાના 2.02 કરોડ શેર 12 ભાગમાં મળશે. મે 2020માં તેમને 17 લાખ શેર મળી ચૂક્યા છે. આ શેર તેમને 350.02 ડૉલરના સ્ટ્રાઈક પ્રાઈસ પર મળશે, પરંતુ મસ્કની તેનાથી કમાણી તે સમયના શેરના ભાવથી નક્કી થશે.

ટેસ્લા પર બેઅસર કોરોના

 • 2020માં દુનિયાભરમાં કોરોના મહામારીએ તારાજી સર્જી, પરંતુ તેની અસર ટેસ્લા પર થઈ નથી. 2 જાન્યુઆરી 2020એ ટેસ્લાના શેરની કિંમત 86.05 ડૉલર (6300 રૂપિયા) હતી. તે 8 જાન્યુઆરી 2021એ તે વધી 816.04 ડૉલર (આશરે 60,000 રૂપિયા) થઈ ગઈ. અર્થાત 1 વર્ષમાં કંપનીના શેરની કિંમત આશરે 850% વધી ગઈ.
 • માત્ર શેરની કિંમત જ નહિ કંપનીનો નફો પણ વધ્યો. 31 ડિસેમ્બર 2019ના ક્વાર્ટરમાં કંપનીને 827 કરોડનો નફો થયો હતો, જે સપ્ટેમ્બર 2020માં વધી 2198 કરોડ રૂપિયા થયો. અર્થાત નફો 165% વધ્યો. આ જ રીતે સપ્ટેમ્બર 2020માં કંપનીની રેવન્યૂ 64 હજાર કરોડ રૂપિયાથી વધારે રહી.

અન્ય કઈ જગ્યાથી કમાણી કરે છે ઈલોન મસ્ક?

 • ઈલોન મસ્ક ટેસ્લાના CEO સાથે સ્પેસએક્સના પણ CEO છે. સ્પેસએક્સ પ્રાઈવેટ કંપની છે અને તે લિસ્ટેડ નથી. તેથી તેના એક્ચ્યુલ ડેટા સામે નથી આવી શકતા. જુલાઈ 2020માં મૉર્ગન સ્ટેનલીએ પોતાના રિસર્ચમાં સ્પેસએક્સની માર્કેટ વેલ્યુ 200 અબજ ડૉલર (આશરે 14.65 લાખ કરોડ રૂપિયા) સુધીનું અનુમાન લગાવ્યું હતું.
 • CNBCના રિપોર્ટ પ્રમાણે, સ્પેસએક્સમાં મસ્ક પાસે 15.3 અબજ ડૉલર (1.12 લાખ કરોડ રૂપિયા)ના શેર છે. આ સિવાય મસ્ક બોરિંગ કંપનીના પણ ફાઉન્ડર છે. આ કંપની મસ્કે 2018માં શરૂ કરી હતી. આ કંપનીને 11.2 કરોડ ડૉલર (800 કરોડ રૂપિયા)ની મદદથી શરૂ કરવામાં આવી હતી, જેમાં 90% રકમ મસ્કની હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser