તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ઓસ્ટ્રેલિયાના કયા કાયદાના કારણે ફેસબુકે ન્યૂઝ કન્ટેન્ટ બતાવવાનું બંધ કર્યુ? ભારતમાં પણ આવશે આવો કાયદો, તો શું થશે?

7 દિવસ પહેલા
 • કૉપી લિંક

ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં ન્યુઝ સર્વિસ અને ઈમર્જન્સી પોસ્ટ બંધ કરી દીધી છે. એટલે કે હવે ત્યાંના લોકોને ફેસબુક ફીડ પર ન્યુઝ પોસ્ટ નહીં જોવા મળે. અને ન તો ન્યુઝ વેબસાઈટ ફેસબુક પર ન્યુઝ કન્ટેન્ટ પોસ્ટ કરી શકે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મેરિસને આ અંગે વાંધો ઉઠાવ્યો છે. તેમણે આ મામલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેનેડા, ફ્રાંસ અને બ્રિટનના વડાપ્રધાનો સાથે વાત કરી છે. ફેસબુક ઉપરાંત ગૂગલે પણ ગત મહિને કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયામાં પોતાનું સર્ચ એન્જિન બંધ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સાથે દુનિયાની બે મોટી ટેક કંપનીઓની નારાજગીનું કારણ શું છે? તેની અસર શું થશે? શું ભારતમાં પણ આવું બની શકે છે? આવો જાણીએ...

મામલો શું છે?
વાસ્તવમાં, ફેસબુક અને ગૂગલ પર ન્યુઝ કન્ટેન્ટ પણ બતાવાય છે. આ એ જ ન્યુઝ કન્ટેન્ટ હોય છે જે ન્યુઝ વેબસાઈટ બનાવે છે, પણ તેનાથી કમાણી થાય છે ફેસબુક અને ગૂગલને. આથી ઓસ્ટ્રિલાયની સરકાર એક બિલ લઈને આવી છે.

આ બિલમાં જોગવાઈ છે કે ફેસબુક અને ગૂગલ જેવી ટેક કંપનીઓને ન્યુઝ કન્ટેન્ટથી સારી એવી કમાણી થાય છે, તેથી તે પોતાની કમાણીનો એક હિસ્સો ન્યુઝ પબ્લિશર્સની સાથે પણ શેર કરે. જો કે, હજુ આ કાયદામાં એ સ્પષ્ટ નથી કે ટેક કંપનીઓએ કેટલો હિસ્સો શેર કરવાનો રહેશે.

આ બિલ ઓસ્ટ્રેલિયન સાંસદના નીચલા ગૃહમાં પસાર થઈ ગયું છે અને હવે તેને સેનેટમાં રજૂ કરાશે. આ બિલને લઈને ઓસ્ટ્રેલિયન સાંસદ એક થયા છે તેથી સેનેટમાં પણ તે પાસ થવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. સેનેટમાં પસાર થયા પછે તે કાયદો બની જશે.

ઓસ્ટ્રેલિયાના કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશને દોઢ વર્ષ સુધી તપાસ કર્યા પછી જાણ્યું કે ઓસ્ટ્રેલિયન મીડિયામાં ડિજિટલ જાહેરાતો પર ખર્ચ કરાયેલા દરેક 100 ઓસ્ટ્રેલિયન ડોલરમાંથી 53 ડોલર ગૂગલ અને 28 ડોલર ફેસબુકને મળે છે. તેના પછી જ સરકારે નવું બિલ બનાવ્યું છે.

આ અંગે ફેસબુક અને ગૂગલ શું કહે છે?
ફેસબુકઃ કંપની કહે છે કે ઓસ્ટ્રેલિયન સરકારના આ નિર્ણયએ તેને ખૂબ મુશ્કેલ વિકલ્પ પસંદ કરવા મજબૂર કરી છે. ફેસબુક કહે છે કે અમારી પાસે બે વિકલ્પ છે. પ્રથમ એ કે અમે કાયદાનું પાલન કરીએ અને બીજો એ કે ઓસ્ટ્રેલિયામાં અમે ન્યુઝ કન્ટેન્ટનો ઉપયોગ બંધ કરી દઈએ. અમે ભારે હૃદય સાથે બીજો વિકલ્પ પસંદ કરી રહ્યા છીએ.

ગૂગલઃ કંપનીએ શરૂઆતમાં કહ્યું કે તે ઓસ્ટ્રેલિયામાં પોતાના સર્ચ એન્જિનની સર્વિસીઝ બંધ કરી શકે છે, પરંતુ પછઈ તેણે ઓસ્ટ્રેલિયાના ન્યુઝ પબ્લિશર્સની સાથે સમજૂતી કરવાનું શરૂ કરી દીધું. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી ગૂગલ 50થી વધુ ન્યુઝ પબ્લિશર્સની સાથે સમજૂતી કરી ચૂકી છે.

આ અંગે ઓસ્ટ્રેલિયન સરકારનું શું કહેવું છે?
ફેસબુકના વલણ અંગે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મેરિસને કહ્યું કે ફેસબુકનું આ કદમ સાબિત કરે છે કે મોટી ટેક કંપનીઓ વિચારે છે કે તે સરકારોથી મોટી થઈ ગઈ છે અને તેના પર કોઈ નિયમ લાગુ થતા નથી. તેઓ દુનિયા બદલી રહી હશે પરંતુ તેનો મતલબ એ નથી કે એ દુનિયા ચલાવશે. તેઓ સંસદ પર દબાણ લાવવાની કોશિશ કરી રહી છે, કેમકે અમે ન્યુઝ મીડિયા બાર્ગેનિંગ કોડ પર વોટિંગ કરી રહ્યા છીએ.’

શું અન્ય ક્યાંય પણ આવો છે કાયદો?
માર્ચ 2019માં યુરોપિયન યુનિયન પણ આ પ્રકારનો એક કાયદો લઈને આવી હતી. તેના આર્ટિકલ-11 અને આર્ટિકલ-13 પર વિવાદ થયો હતો. આર્ટિકલ-11માં જોગવાઈ છે કે સર્ચ એન્જિનને ન્યુઝ વેબસાઈટને તેના કન્ટેન્ટ માટે પૈસા આપવા જોઈએ.

જ્યારે, આર્ટિકલ-13 એમ કહે છે કે મોટી ટેક કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર આવેલી કન્ટેન્ટ માટે વધુ જવાબદાર હશે. ખાસ કરીને એવી કન્ટેન્ટ માટે જે કોઈ કોપીરાઈટ વિના પોસ્ટ થાય છે. તેનો અર્થ એ છે કે ટેક કંપનીઓએ કોપીરાઈટ વિનાની કન્ટેન્ટ અપલોડ કરતા પહેલા તેને સારી રીતે તપાસવી પડશે.

આ જ કાયદા પછી ગૂગલે ફ્રાંસના ન્યુઝ પબ્લિશર્સની સાથે એક ડીલ કરી છે. આ ડીલ અંતર્ગત ગૂગલ ન્યુઝ પબ્લિશર્સને તેમની કન્ટેન્ટ માટે થોડો હિસ્સો આપશે. ફ્રાંસ ઉપરાંત ગૂગલે જર્મની, કેનેડા, બ્રાઝિલ, આર્જેન્ટિના, બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના 450થી વધુ ન્યુઝ પબ્લિશર્સની સાથે પાર્ટનરશિપ કરી છે.

આ અગાઉ ઓક્ટોબર 2020માં ગૂગલના CEO સુંદર પિચાઈએ કહ્યું હતું કે તેમની કંપની ન્યુઝ પબ્લિશર્સની સાથે પાર્ટનરશિપ કરશે. આ માટે ગૂગલ 1 અબજ ડોલર એટલે કે 72 અબજ રૂપિયા ખર્ચ કરશે. આના પછી ગૂગલ ન્યુઝમાં જ ન્યુઝની કન્ટેન્ટ બતાવાશે. આને કંપનીએ ગૂગલ ન્યુઝ શોકેસ નામ આપ્યું છે.

સવાલ છે કે શું ભારતમાં પણ આવું બની શકે છે?
ડીબી ડિજિટલના CEO પથિક શાહ કહે છે કે ઓસ્ટ્રેલિયાના આ નિર્ણય પછી દુનિયાભરની સરકારો પણ આવો કાયદો લાવી શકે છે. તેઓ કહે છે કે જે ન્યુઝ પબ્લિશર્સની કન્ટેન્ટથી ફેસબુક અને ગૂગલને કમાણી થઈ રહી છે, તેમની સાથે તો તેમણે પોતાની રેવન્યૂ શેર કરવી જોઈએ. જો એવું બને છે તો ભારતમાં એક સારી ડિજિટલ ન્યુઝ ઈકોસિસ્ટમ બનાવી શકાય છે.

ભારતમાં કાયદો બને તો પણ કંપનીઓ કન્ટેન્ટ નિયંત્રણ કરશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ધ ફ્યુચર ઓફ પાવર પુસ્તક લખનારા રાજીવ મલ્હોત્રા કહે છે કે જો ભારતમાં ઓસ્ટ્રેલિયાની જેમ કાયદો બની પણ જાય તો પણ તેનાથી કોઈ ખાસ ફાયદો થશે નહીં. રેવન્યૂ શેરિંગ ઉકેલ નથી, કેમકે સમસ્યા ઘણી ગંભીર છે. આપણે એ સમજવાની જરૂર છે કે કઈ રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી આ ડિજિટલ કંપનીઓ દુકાનદારો, સામાન્ય જન અને મીડિયા પર નિયંત્રણ કરી રહી છે અને કઈ રીતે આગળ જઈને આ તમામને પોતાના ઈશારે નચાવશે. તેમના ગુલામ બનવાથી બચવા માટે આપણે આપણી ડેટા નીતિઓમાં ફેરફાર કરવા પડશે.

રાજીવ કહે છે કે જો ભારતમાં કાયદો બની પણ જાય તો પણ AIની મદદથી ટેક કંપનીઓ ઈન્ટરનેટ પર કન્ટેન્ટને નિયંત્રિત કરતી રહેશે. રેવન્યૂ શરે કરવાનો અર્થ હશે કે ગૂગલ અને ફેસબુક એ વાત માની લે કે તેઓ મીડિયા કંપનીઓની કન્ટેન્ટનો ઉપયોગ કરી રહી છે પરંતુ હાલ તો તેઓ આ વાતને ઘમંડથી નકારી રહી છે. આનાથી સાબિત થાય છે કે ટેક કંપનીઓ હવે ઘણી તાકાતવર બની ચૂકી છે.

કાયદો બનશે તો સામાન્ય માનવીથી લઈને કંપનીઓ સુધી શું થશે અસર? આ અંગે પથિક શાહ કહે છે કે સામાન્ય માનવીને સારી ક્વોલિટીનું જર્નાલિઝમ અને ન્યુઝ કન્ટેન્ટ મળી શકશે. મીડિયા કંપનીઓને તેમના જર્નાલિઝમ અને કન્ટેન્ટ માટે હિસ્સો મળશે, જેનાથી ડિજિટલ ન્યુઝ કંપનીઓ માટે સારૂં વાતાવરણ બનશે. જ્યારે, ગૂગલ અને ફેસબુકને એક એવી કન્ટેન્ટ મળી શકશે, જેનો ઉપયોગ તે લાંબા સમય સુધી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો