ભાસ્કર એક્સપ્લેનર:વાલ્વવાળા માસ્કનો ન કરો ઉપયોગ, બાકી તમામ માસ્ક કોરોના રોકવામાં 50થી 95% સુધી ઇફેક્ટિવ, જાણો દરેક માસ્કની ઇફેક્ટિવનેસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એનાથી થનારાં મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન એકવાર ફરીથી માસ્ક પહેરવાની અપીલ દરેકને કરવામાં આવી રહી છે, પરંતુ કયું માસ્ક કોના માટે યોગ્ય રહેશે, કયું સૌથી ઈફેક્ટિવ રહેશે, એ સવાલ સૌના મનમાં છે. આવો, જાણીએ અલગ-અલગ પ્રકારનાં માસ્ક, એની ઈફેક્ટિવનેસ અને ઉપયોગ વિશે.

માસ્ક કેટલા પ્રકારનાં હોય છે?
મોટે ભાગે જોઈએ તો માસ્ક બે પ્રકારનાં હોય છે. પ્રથમ સર્જિકલ માસ્ક, જેનો ઉપયોગ હેલ્થકેરવર્કર્સ કરે છે. બીજા ફેબ્રિક કે કપડામાંથી બનેલાં માસ્ક, જેનો ઉપયોગ સામાન્ય લોકો કરે છે.

કયા માસ્ક કોરોનાવાયરસને રોકવામાં કેટલા % ઈફેક્ટિવ છે

N95 માસ્ક કોરોનાવાયરસ જેવા સંક્રમણથી બચાવ માટે સૌથી ઉત્તમ માસ્ક માનવામાં આવે છે. આ આસાનીથી મોં અને નાક પર ફિટ થઈ જાય છે અને બારીક કણોને પણ નાક કે મોંમાં જતા રોકે છે. આ હવામાં રહેલા 95 ટકા કણોને રોકવામાં સક્ષમ છે, તેથી એનું નામ N95 પડ્યું છે, જ્યારે સામાન્ય સર્જિકલ માસ્ક પણ લગભગ 89.5% સુધી કણોને રોકવામાં સક્ષમ હોય છે. આ બંને માસ્ક હેલ્થકેરવર્કર્સ માટે હોય છે.

જ્યારે સામાન્ય લોકો દ્વારા પહેરવામાં આવતાં ત્રણ લેયરવાળા ફેબ્રિક માસ્ક પણ બારીક કણોને લગભગ 94 ટકા સુધી રોકે છે.

અનેક લોકો ડબલ માસ્ક લગાવે છે, એનાથી શું ફાયદો છે?
ડ્યુક યુનિવર્સિટીના ડોક્ટર બીકે સ્મિથ કહે છે, ડબલ માસ્ક પહેરવાથી કોઈ નુકસાન નથી. જોકે બે માસ્ક લગાવવા અસહજ હોય છે, પણ જો તમે એવું કરી શકો છો તો પ્રથમ મેડિકલ માસ્ક લગાવવું જોઈએ. એના ઉપર કપડાનું માસ્ક લગાવવું જોઈએ.

માસ્ક પહેરવાની સાચી રીત શું છે?
WHOએ માસ્ક પહેરવાનો યોગ્ય ઉપાય જણાવ્યો છે, એના અનુસાર...

  • માસ્ક પહેરતાં પહેલાં અને એને કાઢ્યા પછી હાથ સાફ કરવા જોઈએ.
  • એ ધ્યાન રાખો કે માસ્ક પોતાના નાક, મોં અને દાઢીને સંપૂર્ણપણે ઢાંકે.
  • કપડાના માસ્કને દરેક બીજા દિવસે ધૂઓ અને મેડિકલ માસ્કને ટ્રેશબિનમાં નાખો.
  • વાલ્વવાળા માસ્ક ક્યારેય ઉપયોગમાં ન લો.