તમારો મોબાઇલ કે વાહન ચોરાય તો શું કરશો?:ઘેરબેઠાં જ આ રીતે કરી દો E-FIR, 24 કલાકમાં રિસ્પોન્સ મળશે, પાંચ દિવસમાં જ પોલીસે કરવી પડશે કાર્યવાહી

15 દિવસ પહેલા

નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા કેન્દ્ર સરકારના સૂચન બાદ રાજ્ય સરકારે E-FIRની સુવિધા શરૂ કરી છે, જેથી હવે તમારે વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જવાની જરુર નહીં પડે. E-FIR નોંધાવવા માટે સિટિઝન પોર્ટલ અથવા સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર જઈને વિગતો આપવાની રહેશે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ ફરિયાદમાં તથ્ય જણાતાં એ FIRમાં રૂપાંતરિત થશે. E-FIR અંગે પાંચ દિવસમાં કોઈ કાર્યવાહી ન થઈ તો જવાબદાર પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. ત્યારે E-FIR કેવી રીતે કરશો અને કેટલા કલાકમાં તમારી FIR નોંધીને કામગીરી કરવામાં આવશે, આવો સમજીએ