ભાસ્કર એક્સપ્લેનર:શું પંજાબ પોલીસે બગ્ગાને દિલ્હીથી ધરપકડ કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું? શું છે ઇન્ટર-સ્ટેટ અરેસ્ટનો નિયમ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબ પોલીસે શુક્રવારે ભાજપના નેતા તજિંદર બગ્ગાની દિલ્હીમાં તેમના ઘરેથી ધરપકડ કરી છે. બગ્ગા પર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ છે. બગ્ગાની ધરપકડ પછી તેમના પિતાની ફરિયાદ પર દિલ્હી પોલીસે નિયમોનું યોગ્ય પાલન નહીં કરવા બદલ પંજાબ પોલીસ વિરૂદ્ધ કિડનેપિંગનો કેસ દાખલ કર્યો છે. પંજાબ પોલીસ બગ્ગાની ધરપકડ કરીને મોહાલીમાં કોર્ટની સામે રજૂ કરવા માટે લઈ જઈ રહી હતી, પરંતુ હરિયાણા પોલીસે તેમને રોકી લીધા.

ત્યારે જાણીએ કે શું પંજાબ પોલીસે બગ્ગાની ધરપકડમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે? એક રાજ્યની પોલીસને બીજા રાજ્યમાં કોઈની ધરપકડને લઈને શું છે નિયમ? સાથે જ કેન્દ્રીય એજન્સીની પાસે કોઈ પણ રાજ્યમાં ધરપકડના શું છે નિયમ?

દિલ્હી પોલીસે કેમ દાખલ કર્યો પંજાબ પોલીસ વિરૂદ્ધ અપહરણનો કેસ?
દિલ્હી પોલીસે તજિંદર પાલ બગ્ગાની ધરપકડ પછી પંજાબ પોલીસ પર કિડનેપિંગનો કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે બગ્ગાની ધરપકડમાં પંજાબ પોલીસે નિયમોનું પાલન નથી કર્યું.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ નિયમ મુજબ પંજાબ પોલીસને પહેલા દિલ્હી પોલીસને બગ્ગાની ધરપકડ અંગે માહિતી આપવી જોઈતી હતી, પરંતુ તેમને એવું ન કરતા સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ બગ્ગાની ધરપકડ કરતા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

શું પંજાબ પોલીસે બગ્ગાની ધરપકડમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે?
પંજાબ પોલીસે બગ્ગાની ધરપકડ કરી પછી એવા સવાલ ઉઠી રહ્યાં છે કે શું તેમને આ ધરપકડમાં નિયમોનું પાલન કર્યું છે? દિલ્હી પોલીસ દ્વારા પંજાબ પોલીસ વિરૂદ્ધ અપહરણનો કેસ નોંધવામાં આવ્યા બાદ આ સવાલ વધુ મજબૂતી સાથે ઉઠી રહ્યાં છે.

આ જાણવા માટે ભાસ્કરે સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા સાથે વાત કરી. વિરાગનું કહેવું છે કે, "જો પંજાબ પોલીસે ધરપકડ કરીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા હોત તો પંજાબ પોલીસ પર કિડનેપિંગનો મામલો બન્યો ન હોત. આ માત્ર ધરપકડનો જ મામલો છે. એવામાં માત્ર પ્રક્રિયાનું પાલન નહીં કરવા પર પંજાબ પોલીસ વિરૂદ્ધ કિડનેપિંગનો મામલો નથી બનતો."

વિરાગે કહ્યું, "ભલે જ પંજાબ પોલીસે પ્રક્રિયાનું પાલન ન કર્યું હોય પરંતુ ધરપકડ તો કાયદેસર છે અને પોલીસની પાસે અરેસ્ટ કરવાનો અધિકારી છે."

વિરાગનું કહેવું છે કે પંજાબ પોલીસે બગ્ગાની ધરપકડ પહેલા દિલ્હી પોલીસને જાણ કરવાની જરૂર હતી, પરંતુ તેઓ આવું કરવા બંધાયેલા નથી અને જો તેમની પાસે બગ્ગાની ધરપકડના મજબૂત કારણ છે તો તેઓ દિલ્હી પોલીસને જાણ કર્યા વગર પણ અરેસ્ટ કરી શકે છે.

તેમનું કહેવું છે કે દિલ્હી પોલીસના આરોપો મુજબ, "જો પંજાબ પોલીસે બગ્ગાની ધરપકડમાં પ્રક્રિયાનું પાલન નથી કર્યું તો મેજિસ્ટ્રેટ તે આધારે જામીન આપી દેશે."

વિરાગનું કહેવું છે કે જ્યારે ઈન્ટર સ્ટેટ અરેસ્ટ પ્રક્રિયાનું પાલન દેશના અન્ય કેટલાંક રાજ્યોમાં ધરપકડ દરમિયાન પણ નથી થતી અને પોલીસ કોઈ પણ જાતની માહિતી વગર ધરપકડ કરી રહી છે.

આપના ધારાસભ્ય નરેશ બાલ્યાને બગ્ગાનો ફોટો પોસ્ટ કરીને તેમની ધરપકડની જાણકારી આપી.
આપના ધારાસભ્ય નરેશ બાલ્યાને બગ્ગાનો ફોટો પોસ્ટ કરીને તેમની ધરપકડની જાણકારી આપી.

શું એક રાજ્યની પોલીસ બીજા રાજ્યમાં કોઈની ધરપકડ કરી શકે છે?
પંજાબ પોલીસે દિલ્હીમાં જઈને બગ્ગાની ધરપકડ કર્યા બાદ ઈન્ટર સ્ટેટ અરેસ્ટને લઈને નવી ચર્ચા ઊભી થઈ છે. શું ઈન્ટર સ્ટેટ ધરપકડ એટલે કે એક રાજ્યની પોલીસ દ્વારા કોઈ બીજા રાજ્યમાં જઈને કોઈની ધરપકડ કરવાની વાત નિયમો હેઠળ આવે છે? આ સવાલ અમે સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાને પૂછ્યા.

વિરાગ ગુપ્તાએ કહ્યું, "ગુનાની તપાસ માટે પોલીસને સમગ્ર ભારતમાં ગમે ત્યાં તપાસ કરવા અને અટકાયત કરવા તેમજ ધરપકડ કરવાના અધિકાર છે." વિરાગે કહ્યું, "કોઈ બીજા રાજ્યમાં ધરપકડને લઈને કેટલીક સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયાઓ છે. પરંપરા મુજબ જે રાજ્ય કે શહેરમાં ધરપકડ થઈ રહી છે, તો તે અંગે પોલીસ સ્ટેશન જાણ કરવી જરૂરી છે."

"સાથે જ એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જવામાં જો એવું લાગે છે કે સમય વધુ લાગશે અને યોગ્ય સમયે મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવાની મુશ્કેલી છે તો સ્થાનિક કોર્ટમાંથી ટ્રાંઝિસ્ટ રિમાન્ડ લેવા પણ જરૂરી છે."

"ધરપકડ પહેલા તે બતાવવું જરૂરી છે કે અરેસ્ટ કરવાની કેમ જરૂરિયાત છે. તે વગર ધરપકડ કરવા લોકોના માનવાધિકાર હનનની સાથે અભિવ્યક્તિની આઝાદીનું પણ હનન છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પણ હનન છે."

"સાથે જ ઈન્ટર સ્ટેટ એટલે કે એક રાજ્યની પોલીસ દ્વારા બીજા રાજ્યમાં અરેસ્ટના મામલે સંબંધિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવાની જરૂરિયાત છે."

શું બગ્ગાની ધરપકડ યોગ્ય છે?
વિરાગનું કહેવું છે કે બગ્ગાના કેસમાં આ મામલો જે વ્યક્તિ વિરૂદ્ધ ટ્વીટ થયા છે અને જેમને ટ્વીટ કર્યું છે તેની વચ્ચેનો છે. એટલે કે બગ્ગા અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનો છે.

વિરાગનું કહેવું છે કે, "આ મામલે પીડિત વ્યક્તિ કોર્ટમાં જઈને માનહાનિનો કેસ, વળતરનો કેસ ફાઈલ કરી શકે છે, પરંતુ તેમાં રાજ્યોની પોલીસ દ્વારા ઘણી જ ઉત્સાહવર્ધક રીતે જે ધરપકડ થઈ રહી છે અને જે પોલિટિકલ સેટલમેન્ટ થઈ રહ્યાં છે, તે લોકશાહી અને અભિવ્યક્તિની રીતે યોગ્ય નથી."

પંજાબ પોલીસે બગ્ગાની દિલ્હીથી ધરપકડ કેમ કરી?
દિલ્હી ભાજપના નેતા તજિંદર બગ્ગાની પંજાબ પોલીસે શુક્રવારે સવારે ધરપકડ કરી. બગ્ગા વિરૂદ્ધ આ કાર્યવાહી પંજાબ પોલીસની સાઈબર સેલની ટીમે કરી. તેમના વિરૂદ્ધ મોહાલી સાઈબર પોલીસ સ્ટેશનમાં કેસ થયો છે. બગ્ગા વિરૂદ્ધ CM અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને લઈને વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ છે.

પંજાબ પોલીસનું કહેવું છે કે તેમને બગ્ગાને તપાસમાં સામેલ થવા માટે પાંચ વખત નોટિસ જાહેર કરી હતી પરંતુ તેઓ ન આવ્યા.

પંજાબ પોલીસે ગત મહિને બગ્ગા વિરૂદ્ધ મોહાલીમાં રહેતા આપના નેતા સની અહલૂવાલિયાની ફરિયાદ પર ભડકાઉ નિવેદન આપવા, ધાર્મિક દુશ્મનીને પ્રોત્સાહન આપવા અને ગુનાકીય ધમકી આપવાના આરોપમાં કેસ દાખલ કરાયો હતો.

બગ્ગાની ધરપકડ બાદ દિલ્હી પોલીસે પંજાબ પોલીસ વિરૂદ્ધ કિડનેપિંગનો કેસ કરાયો છે. જે બાદ દિલ્હી પોલીસની સુચના પર બગ્ગાને લઈને જતી પંજાબ પોલીસની ગાડીને હરિયાણા પોલીસે રોકી હતી. પંજાબ પોલીસ બગ્ગાને દિલ્હીથી મોહાલી લઈ જતા હતા જ્યાં તેમને કોર્ટમાં રજૂ કરવાના હતા.

જનકપુરી પોલીસ સ્ટેશનમાં પંજાબ પોલીસ વિરૂદ્ધ મારપીટની ફરિયાદ કરવાત પ્રિતપાલ બગ્ગા.
જનકપુરી પોલીસ સ્ટેશનમાં પંજાબ પોલીસ વિરૂદ્ધ મારપીટની ફરિયાદ કરવાત પ્રિતપાલ બગ્ગા.

બગ્ગાના પિતાએ પંજાબ પોલીસ વિરૂદ્ધ લગાવ્યો મારામારીનો આરોપ
દિલ્હી ભાજપના પ્રવક્તા નવીન કુમાર જિંદલે દાવો કર્યો કે શુક્રવાર સવારે 8.30 વાગ્યે પંજાબ પોલીસના લગભગ 50 લોકો બગ્ગાના ઘરમાં ઘુસી ગયા અને તેમની ધરપકડ કરવામાં આવી. તેમને દાવો કર્યો કે આ દરમિયાન પોલીસે બગ્ગાને પાઘડી પણ ન પહેરવા દીધી.

બગ્ગાના પિતાનો આરોપ છે કે પોલીસના લોકો અમારા ઘરમાં આવ્યા અને કહ્યું કે તજિંદરે અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી છે. દિલ્હી પોલીસને આ અંગે કોઈ જ જાણકારી ન હતી.

બગ્ગા પિતા પ્રિતપાલ સિંહે પંજાબ પોલીસ પર મારામારી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે 10-15 પોલીસવાળા આવ્યા અને બગ્ગાને ખેંચીને ઘરની બહાર લઈ ગયા. જ્યારે મેં ઘટનાનો વીડિયો બનાવવા માટે મારો મોબાઈલ ફોન ઉઠાવ્યો તો પોલીસ મને બીજા રૂમમાં લઈ ગઈ અને મારા મોઢા પર ઘુસ્તો મારી દીધો.