ભાસ્કર એક્સપ્લેનરચીન-પાકિસ્તાન મળીને બનાવી રહ્યા છે કોરોનાથી પણ ઘાતક વાયરસ:ત્રણ વર્ષની ડીલ, રાવલપિંડીની સિક્રેટ લેબમાં બની રહ્યું છે ‘બાયો વેપન’

એક મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

દુનિયા અત્યારે કોરોના વાયરસના સંકટમાંથી બહાર આવી નથી અને એક સમાચારે દુનિયાની ઊંઘ ઉડાડી દીધી છે. રિપોર્ટ્સના અનુસાર, ચીન અને પાકિસ્તાન મળીને રાવલપિંડીની એક રિસર્ચ લેબમાં કોરોના કરતાં પણ ઘાતક વાયરસ તૈયાર કરી રહ્યા છે. કોરોના વાયરસ 2019માં ચીનના વુહાનથી જ દુનિયાભરમાં ફેલાયો હતો.

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે ચીન અને પાકિસ્તાન પર છે કયા વાયરસ બનાવવાનો આરોપ? આ વાયરસ છે કેટલો ઘાતક? શું તેમને કહેવામાં આવે છે બાયોલોજિકલ વેપન?

ચીન પાકિસ્તાનની લેબમાં બનાવી રહ્યું છે કોરોનાથી પણ ઘાતક વાયરસ
ચીન અને પાકિસ્તાન પર આરોપ છે કે બંને મળીને એક ઘાતક વાયરસને ડેવલપ કરી રહ્યા છે. વાયરસના સ્વરૂપમાં આ બાયોવેપન પર રિસર્ચ પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત એક રિસર્ચ સેન્ટરમાં ચાલી રહ્યું છે.

જિયો-પોલિટિકના રિપોર્ટ અનુસાર, ઘાતક વાયરસને બનાવવા માટે ચીનની કુખ્યાત વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી અને પાકિસ્તાની સેનાના ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓર્ગેનાઈઝેશન એટલે કે DESTOએ એક ખૂબ જ એડવાન્સ સાયન્ટિફિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યુ છે. આ લેબનું લોકેશનને ભારે ગુપ્તતાથી છૂપાવીને રાખવામાં આવ્યું છે.

અનેક ગ્લોબલ રિપોર્ટ્સ અનુસાર, ચીન પાકિસ્તાનમાં એવો વાયરસ બનાવી રહ્યું છે, જેમાં કોરોનાની તુલનાથી પણ વધુ મોટાપાયે ફેલાવાની અને બીમારી પેદા કરવાની ક્ષમતા છે.

5 ઓગસ્ટ 2021ની આ તસવીરમાં ચીનના હુબેઈ પ્રાંતના વુહાન સ્થિત કોવિડ-19 ટેસ્ટિંગ સેન્ટર ફાયર આઈ લેબોરેટરીમાં કોરોના વાયરસમાં સેમ્પલની તપાસ કરતો એક લેબ ટેક્નિશિયન
5 ઓગસ્ટ 2021ની આ તસવીરમાં ચીનના હુબેઈ પ્રાંતના વુહાન સ્થિત કોવિડ-19 ટેસ્ટિંગ સેન્ટર ફાયર આઈ લેબોરેટરીમાં કોરોના વાયરસમાં સેમ્પલની તપાસ કરતો એક લેબ ટેક્નિશિયન

2020માં ઓસ્ટ્રેલિયન પત્રકારે કર્યો હતો ચીન-પાક.ની સિક્રેટ ડીલનો દાવો
કોરોના વાયરસ દુનિયામાં ફેલાયાના થોડા મહિના પછી જ એપ્રિલ-જુલાઈ 2020 દરમિયાન અમેરિકાના ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર એન્થની ક્લેનના એક દાવાએ દુનિયાને હચમચાવી દીધી હતી.

વાસ્તવમાં, ક્લેને કહ્યું હતું કે ચીનની વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી અને પાકિસ્તાનના ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓર્ગેનાઈઝેશન એટલે કે DESTOએ ત્રણ વર્ષનો એક કરાર કર્યો છે.

ક્લેને કહ્યું હતું કે આ સિક્રેટ ડીલનો મકસદ બાયો વેપન્સ બનાવવાનો છે. ક્લેને દાવો કર્યો હતો કે આ દુનિયાથી છૂપાયેલો એક ગુપ્ત સોદો છે અને પાકિસ્તાનમાં એક ગુપ્ત લેબ છે જે ઘાતક વાયરસને સંબંધિત અનેક રિસર્ચ પ્રોજેક્ટ્સ ચલાવે છે. આ લેબમાં એન્થ્રેક્સ જેવી બીમારીઓ ફેલાવનારા ઘાતક બેક્ટેરિયા અને વાયરસ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ બાયો વેપન તરીકે કરવામાં આવે છે.

ક્લેને દાવો કર્યો હતો કે માનવામાં આવી રહ્યું છે કે આ કરાર ઉભરતી બીમારીઓનો સામનો કરવા માટેના રિસર્ચ માટે કરાયો છે. પરંતુ હકીકત એ છે કે તેની પાછળ ખૂબ જ ઘાતક એજન્ડા છૂપાયેલો છે.

ક્લેનના અનુસાર, ચીને આ ગુપ્ત રિસર્ચ માટે પાકિસ્તાનને એટલે પસંદ કર્યુ છે કે જેથી તે લોકોની નજરથી બચીને ખતરનાક પ્રયોગને અંજામ આપી શકે. આ સાથે જ તેને ચીનના બદલે પાકિસ્તાનમાં બનાવતી વખતે કંઈપણ સમસ્યા થયે ચીન આસાનીથી તેની સાથે છેડો ફાડી શકશે.

ઓસ્ટ્રેલિયન પત્રકાર એન્થની ક્લેને 2020માં કહ્યું હતું કે માનવામાં આવી રહ્યું છે કે ચીન અને પાક. વચ્ચે ઉભરતી બીમારીઓના રિસર્ચના માટે કરાર કરવામાં આવ્યો છે. પરંતુ હકીકત એ છે કે તેની પાછળ ખૂબ જ ઘાતક એજન્ડા છે.
ઓસ્ટ્રેલિયન પત્રકાર એન્થની ક્લેને 2020માં કહ્યું હતું કે માનવામાં આવી રહ્યું છે કે ચીન અને પાક. વચ્ચે ઉભરતી બીમારીઓના રિસર્ચના માટે કરાર કરવામાં આવ્યો છે. પરંતુ હકીકત એ છે કે તેની પાછળ ખૂબ જ ઘાતક એજન્ડા છે.

પાકિસ્તાને બે વર્ષ અગાઉ નકાર્યા હતા વાયરસ ટેસ્ટિંગના આરોપ
પાકિસ્તાને 2020માં પોતાને ત્યાં ઘાતક વાયરસના ટેસ્ટિંગના આરોપો અંગે ઈનકાર કર્યો હતો. પાકિસ્તાનની ફોરેન ઓફિસ એટલે કે FOએ ત્યારે કહ્યું હતું, ‘રિપોર્ટમાં પાકિસ્તાનની જે બાયોસેફ્ટી લેવલ-3 (બીએસએલ-3) લેબોરેટરીનો ઉલ્લેખ છે તેના વિશે કંઈપણ ગુપ્ત નથી.’

પાક. FOએ કહ્યું હતું, ‘આ લેબ વિશે બાયોલોજિકલ એન્ડ ટોક્સિન્સ વેપન્સ કન્વેન્શન એટલે કે BTWC સાથે જાણકારી શેર કરવામાં આવે છે.’

પાકિસ્તાને કહ્યું હતું કે આ લેબનો ઉદ્દેશ ઉભરતા આરોગ્ય જોખમો પર રિસર્ચ, તેમની દેખરેખ અને બીમારીઓની તપાસ માટે ડાયોગ્નોસ્ટિક એન્ડ પ્રોટેક્ટિવ સિસ્ટમમાં સુધારો કરવાનો છે.

શું છે જૈવિક હથિયારો પર પ્રતિબંધ લગાવનાર BTWC?
પાકિસ્તાને પોતાની લેબમાં વાયરસ સ્વરૂપે જૈવ હથિયાર બનાવવાના રિપોર્ટને નકારતા BTWCને જાણકારી શેર કરવાનો ઉલ્લેખ કર્યો છે.

સવાલ એ છે કે આખરે BTWC શું છે. બાયોલોજિકલ વેપન્સ કન્વેન્શન એટલે કે BWC કે બાયોલોજિકલ વેપન્સ કન્વેન્શન એટલે કે BTWC 1975માં લાગુ થયું હતું.

તેનો ઉદ્દેશ જૈવિક સહિત તમામ પ્રકારના જનસંહારના હથિયારોના ડેવલપમેન્ટ, પ્રોડક્શન, જાળવણી અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો છે. તેમાં 184 દેશ સામેલ છે.

પાકિસ્તાનની રાવલપિંડી લેબમાં ઘાતક વાયરસના ટેસ્ટિંગના આરોપ
પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત જે લેબ પર ચીનની સાથે મળીને વાયરસ ટેસ્ટિંગ કરવાનો આરોપ છે, એ બાયોસેફ્ટી લેવલ-4 એટલે કે બીએસએલ-4 લેબ છે. બીએસએલ-4 એવી લેબ હોય છે, જ્યાં સૌથી ખતરનાક અને ચેપી વાયરસનો ટેસ્ટ અને ડેવલપમેન્ટ કરવામાં આવે છે.

રિપોર્ટ્સ અનુસાર, પાક. સેનાના સંચાલનમાં ચાલી રહેલા ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓર્ગેનાઈઝેશન એટલે કે DESTO રાવલપિંડીના ચકલાલા કેન્ટોનમેન્ટમાં સ્થિત છે અને તેની કમાન એક ટૂ-સ્ટાર જનરલના હાથમાં છે.

પાકિસ્તાનની BSL-4 લેબ, જ્યાં બની રહ્યા છે અસાધ્ય બીમારીઓના વાયરસ
એક્સપર્ટ્સ માને છે કે બીએસએલ-4 લેબનો ઉપયોગ સામાન્ય રીતે ચેપી અને ઝેરી વાયરસના સ્ટડીમાં કરવામાં આવે છે, જે જીવલેણ બીમારીઓ ફેલાવી શકે છે. આ ઘાતક વાયરસ એવી બીમારીઓ ફેલાવે છે, જેની ન તો કોઈ વેક્સિન છે અને ન તો કોઈ ઈલાજ.

પાકિસ્તાનની રાવલપિંડી બીએસએલ-4 લેબ પણ આ જ કેટેગરીમાં આવે છે, જ્યાં ચીન અને પાકિસ્તાન પર ઘાતક વાયરસના ટેસ્ટિંગ અને તેને વિકસિત કરવાનો આરોપ છે.

કોરોનાથી સેંકડો ગણો ઘાતક વાયરસ બનાવી રહ્યા છે ચીન અને પાક.
આ અંગે જાણકારી ધરાવતા ગોપનીય અને સાયન્ટિફિક કમ્યુનિટી સાથે સંકળાયેલા લોકોએ ચેતવણી આપી છે કે ચીન અને પાકિસ્તાન લેબમાં જે વાયરસ ડેવલપ કરી રહ્યા છે, એ કોરોનાથી પણ સેંકડો ગણો વધુ ઘાતક છે.

આ લોકોનું કહેવું છે કે ચીને ઘાતક વાયરસ બનાવવા માટે પાકિસ્તાનની અનેક લેબને આઉટસોર્સ કરી છે. એવું મનાય છે કે ચીન આ વાયરસને પાકિસ્તાનની લેબમાં બનાવી રહ્યું છે અથવા તો તેમને પોતાને ત્યાંથી લાવીને આ લેબમાં રાખી રહ્યું છે.

વાયરસનો ઉપયોગ બાયો વેપનની જેમ કરશે ચીન?
બાયોવેપન એક્સપર્ટ્સ માને છે કે પાકિસ્તાન સેના અને ચાઈનીઝ સેના એવી અનેક લેબ ચલાવે છે, જ્યાં વૈજ્ઞાનિક પ્રયોગના સ્થાને વાયરસ અને બેક્ટેરિયાને બાયો વેપન બનાવવાનું રિસર્ચ થાય છે.

ઓસ્ટ્રેલિયન પત્રકાર ક્લાનના અનુસાર, ચીન અને પાકિસ્તાનના આ સિક્રેટ પ્રોજેક્ટનું ટાઈટલ છેઃ ‘કોલેબોરેશન ફોર ઈમર્જિંગ ઈન્ફેક્ટિશિયસ ડિસિઝ એન્ડ સ્ટડીઝ ઓન બાયોલોજિકલ કંટ્રોલ ઓફ વેક્ટર ટ્રાન્સમિટિંગ ડિસિસિઝ’ આ સમગ્ર પ્રોજેક્ટનું ફંડિંગ ચીન કરી રહ્યું છે.

ચીન પર આ અગાઉ કોરોના વાયરસને લેબમાંથી લીક કરવાનો આરોપ લાગ્યો હતો. કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 63 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

ખાસ વાત એ છે કે જે ચીનથી કોરોના વાયરસની શરૂઆત થઈ, ત્યાં તેના અત્યાર સુધીમાં 2.6 લાખ કેસો જ આવ્યા છે અને 5226 લોકોનાં મોત થયા છે, જ્યારે અમેરિકામાં તેના લગભગ 10 કરોડ કેસ આવી ચૂક્યા છે અને 10 લાખથી વધુ મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોનાના 4.4 કરોડ કેસ આવી ચૂક્યા છે અને 5 લાખથી વધુ મોત થયા છે.

ચીન પર આરોપ લાગતા રહ્યા છે કે તેણે કોરોના વાયરસનો ઉપયોગ બાયોવેપનની જેમ કરીને અમેરિકા, ભારત સહિત દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થાઓને ભારે નુકસાન પહોંચાડ્યું. આથી એક નવો વાયરસ બનાવવાના સમાચારને ચીનના દુનિયા વિરુદ્ધ વધુ એક બાયોવેપનના ઉપયોગ તરીકે જોવામાં આવી રહ્યા છે.

શું છે લેબ લીક થિયરી, જેનાથી ચીન પર લાગતા રહ્યા છે કોરોના ફેલાવવાના આરોપ
ડિસેમ્બર 2019માં કોરોનાનો પ્રથમ કેસ ચીનના વુહાનમાં સામે આવ્યો હતો. ચીનથી જ કોરોના ધીમે ધીમે સમગ્ર દુનિયામાં ફેલાયો. અનેક રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી ચૂક્યો છે કે કોરોના વાયરસ ચીનના વુહાન સ્થિત વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી એટલે કે તેની એક લેબમાંથી લીક થયો હતો.

લેબ લીક થિયરી એ વાત પર ટકી છે કે સંયોગવશ કોરોના એ જ વુહાન શહેરમાંથી ફેલાયો, જ્યાં સ્થિત એક લેબ ચામાચિડિયા પર સ્ટડી કરે છે. ચામાચિડિયામાં મળી આવતા આ કોરોના વાયરસ દુનિયાભરમાં માણસોમાં કોવિડ ફેલાવા માટે જવાબદાર SARS-COV-2 વાયરસ એટલે કે કોરોના વાયરસની નજીક છે.

ચીનથી શરૂઆતથી જ લેબ લીક થિયરીને નકારતું આવ્યું છે અને તેનો દાવો છે કે કોરોના વુહાનના હન્ના સ્થિત સીફૂડ હોલસેલ એટલે જાનવરોના માર્કેટ દ્વારા માણસો સુધી પહોંચ્યો. કેટલાક વિજ્ઞાનીઓ પણ આ દાવાને સમર્થન આપે છે.

ચીન પોતાના સ્ટેટ મીડિયા દ્વારા એવું નેરેટિવ પણ ઘડી ચૂક્યું છે કે ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાનો પ્રથમ કેસ મળ્યો એ પહેલા જ વાયરસ વિદેશોમાં હતો. કોરોના વાયરસને જાણીજોઈને લેબમાં બનાવાયો એ નેચરલ રીતે આપોઆપ માણસોમાં ફેલાયો, તેના વિશે તપાસ અને ચર્ચા બંને જારી છે.

કેમ છે ચીનના બાયોલોજિકલ વેપનના ઉપયોગનું જોખમ?
ચીન 1984માં જ બાયોલોજિકલ હથિયારો પર પ્રતિબંધ લગાવનાર બાયોલોજિકલ વેપન કન્વેન્શન એટલે કે BWC સાથે જોડાયું હતું પરંતુ તેમ છતાં તેણે બાયોલોજિકલ હથિયાર બનાવવાનું ચાલુ રાખ્યું.

1993માં છપાયેલા ન્યૂયોર્ક ટાઈમ્સના ‘ચાઈના મે હેવ રિવાઈવ્ડ જર્મ વેપન પ્રોગ્રામ’ ટાઈટલવાળા આર્ટિકલમાં કહેવામાં આવ્યું હતું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ બાયોલોજિકલ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, ચીનમાં બે સ્થળોએ બાયોલોજિકલ હથિયાર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અન્ય એક રિપોર્ટ અનુસાર જૈવિક હથિયાર બનાવતી વખતે ચીનના એક સિક્રેટ પ્લાન્ટમાં અકસ્માત થવાથી બે મોટી મહામારીઓ ફેલાઈ. સંયોગવશ 2003માં SARS ફેલાવા પર WHOએ ચીનની એમ કહીને ટીકા કરી હતી કે તેણે સમયસર એ બીમારી વિશે ન જણાવ્યું, જેનાથી તે ચીનની બહાર ફેલાઈ.

ખાસ વાત એ છે કે ચીને કોરોના વાયરસને લઈને પણ અનેક ભૂલો કરી અને દુનિયાને સમયસર તેના વિશે જાણકારી ન આપી. ચીન દુનિયાની મહાશક્તિ બનવા માટે સંપૂર્ણ જોર લગાવી રહ્યું છએ. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ જૈવિક હથિયારોનાં વિકાસને 2016-2020 દરમિયાન પોતાની 13મી પંચવર્ષીય યોજનામાં સામેલ કર્યો હતો.

ચીનની મહાશક્તિ બનવા માટે બાયો વેપન્સ એટલે કે જૈવિક હથિયારોનાં ઉપયોગની ઈચ્છાનો ખુલાસો ચાઈનીઝ સેનાના બે અધિકારીઓ ક્વિવો લાંગ અને વાંગ શિયાંગસુઈના 1999માં આવેલા પુસ્તક ‘અનરિસ્ટ્રિક્ટેડ વોરફેરઃ ચાઈનાઝ માસ્ટર પ્લાન ટુ ડિસ્ટ્રોઈ અમેરિકા’માં કરાયો હતો.

આ બંનેએ લખ્યું હતું, ‘એનાથી ઈનકાર ન કરી શકાય કે માણસોના બનાવેલા ભૂકંપ, સુનામી, હવામાન સંબંધિત આફત, નવા બાયોલોજિકલ અને કેમિકલ વેપન્સ, આ બધા નવા કન્સેપ્ટ હથિયારો છે. તેનું લક્ષ્ય મારવાનું અને નષ્ટ કરવાનું છે અને આ બધુ સેના સાથે સંકળાયેલા મામલાઓને સંબંધિત છે.’

બાયોલોજિકલ વેપન્સ એટલે કે વાયરસ, બેક્ટેરિયા, ફંગસથી એટેક

  • ​​​​​​​બાયોલોજિકલ અને ઝેરી હથિયારો વાયરસ, બેક્ટેરિયા કે ફૂગ જેવા સૂક્ષ્મ જીવ હોય છે, જેને બનાવવામાં આવે છે અને માણસો, જાનવરો અને વૃક્ષોના મોત માટે જાણીજોઈને છોડવામાં આવે છે.
  • બાયોવેપન કે જૈવિક હથિયારોના રૂપમાં બાયોલોજિકલ એજન્ટ્સ જેમકે, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને અન્ય સૂક્ષ્મજીવો અને તેની સાથે જોડાયેલા ઝેરીલા પદાર્થોનો ઉપયોગ થાય છે.
  • એન્થ્રેક્સ, બૂટોલિનમ ટોક્સિન અને પ્લેગ ફેલાવનારા બાયોલોજિકલ એજન્ટ્સ લોકોના આરોગ્ય માટે જોખમ પેદા કરી શકે છે અને થોડા જ સમયમાં સેંકડોના જીવ લઈ શકે છે.
  • બીજીવાર ફેલાવામાં સક્ષમ બાયોલોજિકલ એજન્ટ્સ મહામારીનું કારણ બની શકે છે.
  • કોઈ બાયોલોજિકલ એજન્ટની સાથે કરાયેલો હુમલો પ્રાકૃતિક ઘટના જેવો લાગે છે, જેનાથી તેના અંદાજ અને તેનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે.
  • યુદ્ધ અને સંઘર્ષની સ્થિતિમાં લેબમાં તૈયાર અત્યંત ખતરનાક વાયરસ અને બેક્ટેરિયા જેવા બાયોલોજિકલ એજન્ટ્સનો ઉપયોગ લોકો માટે ઘાતક બની શકે છે.
  • બાયોલોજિકલ વેપન્સમાં અનેક અન્ય ઘાતક હથિયારો મળવા પર તેમને સામૂહિક વિનાશના હથિયારો પણ કહેવામાં આવે છે.
  • સામૂહિર વિનાશના હથિયારમાં કેમિકલ, ન્યુક્લિયર અને રેડિયોલોજિકલ વેપન્સ પણ સામેલ છે.
  • બાયોલોજિકલ હથિયારોનો ઉપયોગ એક ગંભીર ચિંતાનો વિષય છે અને યુદ્ધમાં કોઈ દેશના અને આતંકી હુમલાઓમાં તેના ઉપયોગનું જોખમ વધી રહ્યું છે.