ભારતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ દાઉદ ઈબ્રાહિમની D-Company દેશમાં ફરીવાર સક્રિયા થઈ હોવાની માહિતી મળતાં તપાસ એજન્સીઓ તેનું નેટવર્ક શોધવાના કામમાં લાગી ગઈ છે. જેના પગલે રોજ નવી નવી ચોંકાવનારી જાણકારીઓ સામે આવી રહી છે. હવે દેશમાં મોટાપાયે થનારી સ્માર્ટ ફોનની ચોરી અને D-Company વચ્ચે એક ખાસ લિંક સામે આવી છે. એવું પણ કહી શકાય કે તમારો સ્માર્ટ ફોન ચોરી થયા બાદ D-Companyની કમાણી માટે ઉપયોગમાં આવે છે.મહારાષ્ટ્રમાં મોબાઈલ ફોન ચોરી કરતી એક મોટી ગેંગ ઝડપાઈ, જેની પાસે 480 મોબાઈલ ફોન મળ્યા. તપાસમાં સામે આવ્યું કે આ ચોરીનું કનેક્શન દાઉદના નેટવર્ક સાથે હતું. ત્યારે કેવી રીતે અને શેમાં D-Company ચોરાયેલા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે? સ્માર્ટ ફોનને ચોરી તેને ક્યાં મોકલવામાં આવે છે? અને પોલીસને આવા ફોનની લોકેશન ટ્રેસ કરવામાં કેમ મુશ્કેલી થાય છે. આ તમામ સવાલોના જવાબ માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ વીડિયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.