ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જમીન અને પર્વતો ધસી રહ્યા છે. જોશીમઠનાં 561 ઘરમાં તિરાડો પડી છે. આપત્તિના ભણકારાને કારણે કેન્દ્ર સરકારે NTPC તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને હેલંગ બાયપાસ પરનું કામ આગામી આદેશ સુધી અટકાવી દેવામાં આવ્યું છે.
આ દરમિયાન ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સહિત નિષ્ણાતોની ટીમે જોશીમઠમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કર્યો હતો. ગેટવે ઑફ હિમાલયના નામથી જાણીતો જોશીમઠ, જેને જ્યોતિર્મઠ પણ કહેવાય છે. ચમોલી જિલ્લામાં હેમકુંડના માર્ગ પર 6,150 ફૂટની ઊંચાઈ પર આવેલું શહેર છે, જે બદ્રીનાથ જેવા તીર્થનું પ્રવેશદ્વાર પણ છે. આ શહેર ભૂકંપના ઝોન-ફાઇવમાં આવે છે.
આડેધડ બાંધકામ, વહેતી નદીના કારણે થતું જમીનનું ધોવાણ અને પાણીના કુદરતી પ્રવાહમાં કેટલાક માનવસર્જિત વિક્ષેપોને જોશીમઠના ભૂસ્ખલનનું કારણ બતાવવામાં આવે છે. વરસાદ અને ઘરોમાંથી નીકળતું પાણી નદીઓમાં જવાને બદલે જમીનમાં શોષાતું રહ્યું. જેને આ ઘટના માટે મુખ્ય કારણ માનવામાં આવે છે. આટલું જ નહીં, ધોળીગંગા અને અલકનંદા નદીઓ વિષ્ણુપ્રયાગ વિસ્તારમાં સતત ધોવાણ થવાથી ભૂસ્ખલન તેજ ગતિએ વધી રહ્યું છે.
રાજ્ય સરકારે ગુરુવારે 2,000 પ્રી-ફેબ્રિકેટેડ મકાનો બનાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત 38 પરિવારોને પણ ખસેડવામાં આવ્યા છે. ગુરુવારે કુલ નવ પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જેમાં જોશીમઠ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર, એક ગુરુદ્વારા જોશીમઠ, એક ટૂરિસ્ટ હોસ્ટેલ મનોહર બાગનો પરિવાર સામેલ છે.
ચમોલી જિલ્લા તંત્રએ ગુરુવારે હિન્દુસ્તાન કંસ્ટ્રક્શન કેપની લીમીટેડ (HCC) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ને ઝમીન ધસી પડવાને કારણે ઉત્તરાખંડના જોશીમઠથી પલાયન કરનારા અસરગ્રસ્ત પરિવારોને આશરો આપવા માટેની વ્યવસ્થા તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
વિરોધ બાદ સરકારે ટીમ બનાવી, કારણોની તપાસ કરશે
રાજ્ય સરકારે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, વાડિયા ઈન્સ્ટિટ્યુટ અને IIT રુરકીના વૈજ્ઞાનિકોની ટીમ બનાવી છે. આ ટીમ કારણો અંગેની તપાસ કરશે. પ્રદેશ ભાજપ સંગઠને પણ 14 સભ્યોની કમિટી બનાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.