ભાસ્કર એક્સપ્લેનર:પુરુષોની સેક્સલાઇફને પ્રભાવિત કરી રહ્યો છે કોવિડ; નપુંસકતા પણ સાઇડ ઇફેક્ટ તરીકે સામે આવી

એક વર્ષ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

કોરોનાવાયરસની બીજી લહેરમાં એની સાથે આવેલાં લક્ષણોને લઈને નવી-નવી વાતો સામે આવી રહી છે. હવે નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પુરુષોની સેક્સલાઇફ પણ કોવિડ-19થી પ્રભાવિત થઈ રહી છે. સ્ટડી અનુસાર, કોરોનાને કારણે પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન એટલે કે નપુંસકતા જોવા મળી રહી છે. એને કારણે પોસ્ટ-કોવિડ સ્ટ્રેસ, ડિપ્રેશનની સાથે સાથે અમુક હદ સુધી શરીરની અંદર થનારા ફેરફાર પણ સામેલ છે. અમે આ સ્ટડી પર કેટલાક વિશેષજ્ઞો સાથે વાત કરી, જેથી સમજી શકાય કે આવું શા માટે થઈ રહ્યું છે અને કઈ હદ સુધી પુરુષોની સેક્સ ડ્રાઇવ પ્રભાવિત થઈ રહી છે.

ઈરેક્ટાઇલ ડિસ્ફંક્શન શું છે?

 • મેન્સ હેલ્થમાં છપાયેલા સ્ટડીમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના યુરોલોજિસ્ટ ડો. હાર્વર્ડ ઓબર્ટ કહે છે, એ સમજતા પહેલાં ઈરેક્શનની પ્રક્રિયા સમજવી પડશે. વાસ્તવમાં, પેનિસ (લિંગ) ત્રણ સિલિન્ડરથી બનેલું હોય છે. ઉપરના બે સિલિન્ડર સ્પંજ જેવા ટિશ્યૂથી ભરેલા હોય છે, જ્યારે નીચલું સિલિન્ડર બ્લેડરમાંથી યુરિનને પાસ કરે છે.
 • જ્યારે વ્યક્તિ ઉત્તેજિત થાય છે તો એ નર્વસ રિસ્પોન્સ અને એને કારણે શરૂ થનારી એક્ટિવિટીથી થાય છે. આ દરમિયાન બ્લડ સ્પંજી ટિશ્યૂમાં આવે છે અને એ ફેલાઈ જાય છે. સિસ્ટમ કંઈક એવી છે કે બ્લડ ત્યાં આવીને અટકી જાય છે. ત્યારે વ્યક્તિને ઈરેક્શન અનુભવાય છે. એના માટે જરૂરી છે કે નર્વથી પૂરતા પ્રમાણમાં નાઈટ્રિક ઓક્સાઈડ નીકળે. નસો એટલી ખૂલવી જોઈએ કે એનાથી સ્પીડથી લોહી નીકળી શકે. જ્યારે કોઈ કારણથી પેનિસ સુધી બ્લડ પહોંચી શકતું નથી તો એમાં ઈરેક્શન થતું નથી અને એને જ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન કહે છે.

ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનનાં કયાં કારણો હોઈ શકે છે?

 • એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનનાં અનેક કારણોમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને પર્ફોર્મન્સ સંબંધિત તણાવ પણ છે, પરંતુ જો બ્લડ ફ્લોમાં કોઈ સમસ્યા આવી રહી છે તો એની અસર ઈરેક્શન પર થઈ શકે છે. નર્વસ સિસ્ટમમાં કોઈ ગરબડ કે હોર્મોન સેન્સિટિવિટી પણ એનું કારણ હોઈ શકે છે.
 • સામાન્ય રીતે ઈરેક્ટાઈલ ફંક્શનો સંબંધ સીધો જ બ્લડ સર્ક્યુલેશન સાથે હોય છે અને આના કારણે ઈરેક્ટાઈલ ફંક્શનમાં કોઈપણ ગરબડ હૃદયની બીમારીઓનો સંકેત પણ હોઈ શકે છે. કોવિડ-19ના કારણે સમગ્ર શરીરમાં ઓક્સિજનનો સપ્લાઈ અવરોધાય છે અને બ્લડ સર્ક્યુલેશન પર સીધી અસર પડે છે. પેનિસને બ્લડ સપ્લાઈ કરનારી ધમનીઓ (આર્ટરી) બ્લોક કે સાંકડી હોય છે. જો એવું થયું અને પેનિસ સુધી બ્લડ ન પહોંચે તો ત્યારે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન હોઈ શકે છે.
 • નવી દિલ્હીમાં ડાયોઝ મેન્સ હેલ્થ સેન્ટરના ક્લિનિકલ ડાયરેક્ટર ડો. વિનીત મલ્હોત્રા કહે છે, “કોવિડ-19નો ફિઝિકલ અને ઈમોશનલ હેલ્થ સહિત વ્યક્તિની ઓવરઓલ હેલ્થ પર મોટો પ્રભાવ પડ્યો છે. સેક્સ્યૂઅલ ફંક્શન અને ફર્ટિલિટી પણ વાયરસથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈ રહી છે. શારીરિક કસરતનો અભાવ, અધિક ભોજન અને વધુપડતો દારૂ પણ હેલ્થ ખરાબ કરે છે.”

શું કહે છે પુરુષોની પોસ્ટ-કોવિડ સેક્સ્યૂઅલ લાઇફ પર થયેલો સ્ટડી?

 • માર્ચ 2021માં જર્નલ એન્ડ્રોલોજીમાં ‘માસ્ક અપ ટુ કીપ ઈટ અપ’ હેડિંગથી પ્રકાશિત રિસર્ચ પેપરમાં કોવિડ-19 અને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનના સંબંધોને દર્શાવાયા છે. ઈટાલીના પુરુષો પર કરાયેલો આ સ્ટડી કહે છે કે કોવિડ-19ને કારણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને નુકસાન પહોંચે છે, જે પુરુષોમાં ઈરેક્શન પર અસર કરે છે.
 • વર્લ્ડ જર્નલ ઓફ મેન્સ હેલ્થમાં પ્રકાશિત એક સ્ટડીનો દાવો છે કે ઈન્ફેક્શનના અનેક મહિનાઓ પછી પણ પેનિસમાં ઈન્ફેક્શન મળ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ-19ને કારણે શરીરમાં અનેક સેલ્સના કામ કરવાની રીત પર અસર પડી છે જે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનનું કારણ હોઈ શકે છે.
 • આ સ્ટડીનાં પરિણામોની પુષ્ટિ કરતા દિલ્હીના સેન્ટર ફોર રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજી એન્ડ એન્ડ્રોલોજીના ડો. ગૌતમ બંગા કહે છે, “કોવિડ-19એ બે પ્રકારના પુરુષોની હેલ્થને પ્રભાવિત કરી છે - પ્રથમ સેક્સ્યૂઅલ હેલ્થ અને બીજી મેન્ટલ હેલ્થ. મહામારીએ લોકોને સામાજિક સાથે આર્થિક રીતે પણ પરેશાન કર્યા છે. એનાથી સ્ટ્રેસ, ડિપ્રેશન અને એંગ્ઝાઈટી થાય છે. તેની અસર પુરુષોની ઓવરઓલ હેલ્થ, ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન અને ફર્ટિલિટી પર જોવા મળે છે.”

શું આ નુકસાન સ્થાયી છે કે ઠીક થઈ શકે છે?

 • કોવિડ-19 મહામારી આવ્યાના દોઢ વર્ષ પછી પણ રિસર્ચર્સ હજુ પણ સમજવામાં વ્યસ્ત છે કે આ વાયરસ લાંબા ગાળે કેવા પ્રકારની જટિલતાઓ રજૂ કરી શકે છે. બ્લડ ક્લોટ્સની સમસ્યાની સાથે સાથે ન્યુરોલોજિકલ ઈસ્યુ, હૃદય, ફેફસાં, કિડનીને નુકસાન પહોંચવાની વાત સાબિત થઈ ચૂકી છે. અનેક મહિનાઓ પછી પણ આ લક્ષણો જોવા મળી રહ્યાં છે.
 • વિશેષજ્ઞો કહે છે કે કોવિડ-19ને કારણે કેટલું નુકસાન સ્થાયી થઈ રહ્યું છે, જ્યારે કેટલુંક અસ્થાયી. ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન સ્થાયી છે કે નહીં, આ મામલે વધુ રિસર્ચની જરૂરિયાત છે. એ પણ દાવા સાથે ન કહીં શકાય કે કોવિડ-19 ઈન્ફેક્શનથી ફર્ટિલિટી પ્રભાવિત થશે. વય પણ એક ફેક્ટર હોય છે. વધતી વયને કારણે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન અને કોવિડ-19ની ગંભીરતા બંનેનું જોખમ હોય છે.
 • ગુડગાંવની જ્યોતિ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ અને એન્ડ્રોલોજિસ્ટ ડો. રમન તંવર કહે છે કે અત્યારે પણ અનેક કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ ચાલે છે, જેનાથી એમ્પ્લોયીઝ વધુ સમય સુધી કામ કરી રહ્યા છે. આ તણાવ, એંગ્ઝાઈટી, ડિપ્રેશનનું કારણ બને છે અને તેનાથી કાર્ડિયાક અટેક અને રિપ્રોડક્શન સિસ્ટમ સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે આવી રહી છે. સમયની સાથે તેમાં સુધારો જોઈ શકાય છે.”

શું ભારતમાં પણ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનના કેસ સામે આવ્યા છે?

 • હા. ડોક્ટરોની પાસે હવે એવા કેસ આવવા લાગ્યા છે. ડો. રમન તંવરના જણાવ્યા અનુસાર, તેમની પાસે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યાની સાથે આવનારા દર્દીઓની સંખ્યા વધી છે. દુનિયાના અનેક ભાગોમાં થયેલા સ્ટડીમાં એ સાબિત થયું છે કે કોવિડ-19 અને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનને એકબીજા સાથે ઊંડો સંબંધ છે.

શું વેક્સિન લગાવ્યા પછી પણ આ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે?

 • ના, એવો તો કોઈ કેસ સામે આવ્યો નથી. ડો. મલ્હોત્રા કહે છે, “કોવિડ-19 વેક્સિનની કથિત આડઅસરો અંગે ચિંતાઓ વધી ગઈ છે. અફવાઓને કારણે પુરુષ વેક્સિનથી દૂર રહેવા લાગ્યા છે. તેમણે એ વિચારવું જોઈએ કે વેક્સિન કોવિડ-19નાં ગંભીર લક્ષણોની આશંકા ઓછી કરે છે. એનાથી તેમને ફાયદો જ થશે, નુકસાન નહીં.”
અન્ય સમાચારો પણ છે...