તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:રિકવર થયાના ત્રણ મહિના પછી પણ પરેશાન કરી રહ્યો છે કોવિડ-19; શું આ જ લોંગ કોવિડ છે? જાણો એના વિશે બધું

20 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક

કોવિડ-19થી રિકવર થયાના ત્રણ મહિના પછી પણ અનેક લોકો થાક, તાવ, માથું દુખવું અને ગંધ ન આવવાની ફરિયાદ કરી રહ્યા છે. સૌથી સામાન્ય ફરિયાદ છે થાક. માનસિક બીમારીઓ પણ લોકોને પરેશાન કરી રહી છે. આ કારણથી મેડિકલ પ્રેક્ટિશનર્સ અને રિસર્ચર્સે આના પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે કે કેટલાક લોકોનાં લક્ષણો ઈન્ફેક્શન સમાપ્ત થયા પછી પણ દૂર કેમ થતાં નથી? એ પણ જાણવાની કોશિશ થઈ રહી છે કે આખરે આ લક્ષણો કેટલા દિવસ સુધી પરેશાન કરી શકે છે?

ડોક્ટર અને મેડિકલ રિસર્ચ સાથે સંકળાયેલા લોકો આ સમસ્યાને લોંગ કોવિડ કહી રહ્યા છે. આ શું હોય છે અને એનાં લક્ષણ અને ઈલાજ શું છે, એ જાણવા માટે અમે મુંબઈની જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના કન્સલ્ટન્ટ, રેસ્પિરેટરી મેડિસિન અને પલ્મોનોલોજિસ્ટ ડો. રાહુલ બાહોત સાથે વાત કરી. આવો, સમજીએ લોંગ કોવિડ અંગે...

લોંગ કોવિડ શું છે?
લંડનની એલિસા પેરેગોએ ગત વર્ષે કોવિડ-19 વાયરસના પ્રારંભિક ઈન્ફેક્શનમાંથી રિકવરી પછી પણ રહેતાં લક્ષણો માટે પ્રથમવાર લોંગ કોવિડ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ લક્ષણ થોડાં સપ્તાહો કે મહિનાઓ સુધી પણ રહી શકે છે, એટલે કે ભલે શરીરમાંથી વાયરસ નીકળી ગયો હોય, એનાં લક્ષણો દૂર થતાં નથી. કેટલાંક લક્ષણો એવાં છે કે જે જતા નથી, પણ એમ જ રહે છે. ત્યારે કેટલાંક લક્ષણો એવાં છે, જે થોડા થોડા દિવસે ફરી દેખા દે છે. મોટા ભાગના દર્દીઓમાં કોવિડ-19 આરટી-પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ આવે એ દર્શાવે છે કે માઈક્રોબાયોલોજિકલ રીતે શરીરે રિકવર કરી લીધું છે. પરંતુ ક્લિનિકલ લક્ષણ ખતમ થયા નથી. આ આધારે લોંગ કોવિડને આપણા શરીરમાંથી વાયરસના ખતમ થવાનાં લક્ષણ ખતમ થવા સુધી લાગતો સમય કહી શકીએ.

લોંગ કોવિડના બે સ્ટેજ છે-
સ્ટેજ-1ઃ પોસ્ટ એક્યુટ કોવિડઃ લક્ષણ 3થી 12 સપ્તાહ સુધી રહે છે
સ્ટેજ-2ઃ ક્રોનિક કોવિડઃ 12 સપ્તાહ પછી પણ લક્ષણ જળવાઈ રહે છે

લોંગ કોવિડના લક્ષણો શું છે?
ઈટાલીની હોસ્પિટલમાં દાખલ 143 લોકો પર એક સ્ટડી કરવામાં આવ્યો. જાણવા મળ્યું કે 87.4% દર્દીઓએ ફરિયાદ કરી કે તેઓમાં ઓછામાં ઓછું એક લક્ષણ યથાવત્ રહ્યું. થાક સૌથી સામાન્ય લક્ષણ હતું. ખાંસી, સ્કિન પર રેશેઝ, ધબકારા વધી જવા, માથું દુઃખવું, ડાયેરિયા અને ‘પિન્સ એન્ડ નીડલ્સ’ સેન્સેશન અન્ય લક્ષણ છે જો અત્યાર સુધી રિપોર્ટ થયા છે.

કોવિડ સિમ્પ્ટમ સ્ટડી એપ પર શેર કરાયેલા લક્ષણોને બે ગ્રૂપમાં વહેંચી શકાય છે. એક ગ્રૂપમાં ખાંસી અને શ્વાસ લેવામાં મુશ્કેલી સામેલ છે તો થાક અને માથું દુઃખવું પણ તેમાં સામેલ છએ. બીજા ગ્રૂપમાં શરીરના અન્ય હિસ્સાઓને પ્રભાવિત કરનારા લક્ષણ છે, જેમકે હૃદય, પટ અને મગજ. ધબકારા, પિન્સ એન્ડ નીડલ્સ, વધી જતા ધબકારા અને કોઈ ભાગ સુન્ન થવાને લક્ષણ માનવામાં આવ્યા છે.

શું લોંગ કોવિડ માત્ર ગંભીર લક્ષણોવાળા દર્દીઓને થાય છે?
ના. એ હળવા, મામૂલી અને ગંભીર લક્ષણોવાળા દર્દીઓને થઈ શકે છે. અત્યાર સુધી તેના અંગે કોઈ સ્પેસિફિક ટ્રેન્ડ જોવા મળ્યો નથી. યુએસ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રિપોર્ટમાં 3171 કોવિડ દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા નહોતા. તેમાંથી 69%ને છ મહિનામાં એક કે વધુ વખત ડોક્ટરો પાસે જવું પડ્યું.

શું લોંગ કોવિડ માનસિક રીતે લોકોને પ્રભાવિત કરી શકે છે?
લોંગ કોવિડના કારણે એંગ્ઝાઈટી અને ડિપ્રેશન પણ થઈ શકે છે. રિકવર થઈ ચૂકેલા લોકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) જોવામાં આવ્યો છે. લેન્સેટ સાઈકાઈટ્રીમાં પ્રકાશિત એક સ્ટડીના અનુસાર લોંગ કોવિડથી પરેશાન પુખ્તોમાં સાઈકાઈટ્રી સમસ્યાઓથી નિદાન થવાની આશંકા વધુ છે.

ભારત માટે તેનો મતલબ શો છે?
ભારતમાં લોંગ કોવિડને લઈને કોઈ સ્પેસિફિક ડેટા નથી. ન તો સરકારે તેના પર નજર રાખી છે અને ન તો ક્યાંય સ્ટડી થતો જોવામાં આવે છે. આપણી પાસે યુકેનો ડેટા છે, ત્યાં પણ આપણે ઘાતક બીજી લહેર જોઈ છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના અનુસાર 11 લાખ લોકોએ 6 માર્ચે સમાપ્ત ચાર સપ્તાહોમાં લોંગ કોવિડ લક્ષણ રિપોર્ટ કર્યા છે. તેમાંથી બે-તૃતિયાંશના લક્ષણો 12 સપ્તાહથી જૂના હતા. ભારતમાં બીજી લહેરના આંકડાઓ જોઈને અંદાજ લગાવીએ તો લોંગ કોવિડનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ખૂબ વધુ હોઈ શકે છે. આ અગાઉથી તણાવગ્રસ્ત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બોજ વધારી શકે છે.

દર્દીઓની મદદ માટે શું કરી શકાય?
કોવિડ-19માંથી રિકવર થયેલા લોકોમાં તેઓ સામેલ છે જેઓ ઈન્ફેક્શનના કારણે મર્યા નથી. જો કે એક્સપર્ટ્સ માને છે કે રિકવર યા પછી પણ એવા લોકો પર એક વર્ષ સુધી નજર રાખવી જરૂરી છે. ત્યારે આપણે વિશ્વાસ સાથે કહી શકીશું કે રિકવર થઈ ચૂકેલા લોકો સંપૂર્ણપણે સ્વસ્થ છે. લોંગ કોવિડનો સામનો કરી રહેલા લોકોને મલ્ટીડિસિપ્લિનરી અને મલ્ટી કેર અપ્રોચથી જ સ્વસ્થ કરી શકાય છે. તેનું કારણ એ છે કે કોવિડ-19 શરીરના અનેક અંગોને નુકસાન પહોંચાડી રહ્યો છે.