તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:શું 94% ઇફેક્ટિવ કોરોના વેક્સિન પણ બની શકે છે જાખમરૂપ? જાણો સત્ય...

5 મહિનો પહેલાલેખક: રવિન્દ્ર ભજની
  • કૉપી લિંક

ફાઈઝર પછી હવે મોડર્નાએ પણ પોતાની કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ્સનાં પરિણામોની જાહેરાત કરી દીધી છે. મોડર્નાની વેક્સિન 94.5% સુધી ઈફેક્ટિવ છે, જ્યારે કે ફાઈઝરની વેક્સિન 90% ઈફેક્ટિવ. આ બંને જ વેક્સિન મેસેન્જર- DNA એટલે કે mDNAના બેઝ્ડ ટેકનોલોજી પર ડેવલપ કરવામાં આવી છે. આ પ્રકારની વેક્સિન મેસેન્જર RNAનો ઉપયોગ કરે છે, જે શરીરને જણાવે છે કે કયા પ્રકારના પ્રોટીન બનાવવાના છે.

મોડર્નાએ પોતાની વેક્સિન યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થની સાથે મળીને બનાવી છે અને ફાઈઝરે બાયોએનટેક-ફોસન ફાર્માની સાથે મળીને બનાવી છે, પરંતુ હવે આ ટેકનોલોજી પર સવાલો ઊઠી રહ્યા છે. અમેરિકામાં જ કેટલાક એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે આ શરીરના જેનેટિક મટીરિયલને બદલી નાખશે અને વિકાર બનીને જીવનભાર તમારી સાથે રહી શકે છે. જે જેનેટિક આવું નુકસાન પહોંચાડશે એની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે. વિશેષજ્ઞોની ચિંતા છે કે શું આ ટેકનોલોજીથી બનેલી વેક્સિન સુરક્ષિત રહેશે? અન્ય વેક્સિન કઈ ટેકનોલોજીથી બની રહી છે? આવો, જાણીએ એ અંગેના જવાબ-

વાઇરસ સામે લડવા માટે શરીર કઈ રીતે તૈયાર થાય છે?

  • આપણા શરીરમાં ગજબની સિસ્ટમ હોય છે. કોઈપણ વાઇરસ હુમલો કરે છે તો આપણું શરીર એ જાણી લે છે કે કોઈ બહારનો વાઇરસ શરીરમાં સક્રિય થયો છે. એક ઈમ્યુન સેલ જેને એન્ટિજન પ્રેઝેન્ટિંગ સેલ (APC) કહેવાય છે, એ સૌથી પહેલા વાઇરસને ગળી જાય છે. આ વાઇરલ પ્રોટીનના ગુણ દેખાડે છે, જેને એન્ટિજન કહેવાય છે.
  • એમાં T સેલ્સ સક્રિય થાય છે, જે એન્ટિજનને ઓળખીને B સેલ્સને સક્રિય કરે છે. ઈમ્યુન સેલ્સ ઝડપથી વધે છે અને વાઇરસ સામે લડે છે. વાઇરસ સામે લડવાના પ્રાઈમરી ઈમ્યુન રિસ્પોન્સ દરમિયાન તાવ, ઉધરસ કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે.

કઈ રીતે બને છે કોરોના વેક્સિન?

વેક્સિનનું મુખ્ય કામ શરીરમાં ઈમ્યુન રિસ્પોન્સ પેદા કરવાનો છે. વેક્સિનથી શરીરમાં વાઇરસ નાખવામાં આવે છે, જે નબળા કે ડેડ હોય શકે છે. જો ન તો મલ્ટીપ્લાઈ થાય છે કે ન તો કોઈ નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં હોય છે. વેક્સિન ભલે જ અલગ-અલગ રીતે કામ કરતા હોય, પરંતુ તેનું કામ શરીરમાં એન્ટિજન લાવે છે, જેથી ઈમ્યુન સિસ્ટમ પોતે જ કોરોના વાઇરસ સામે લડવા માટે એન્ટિબોડી બનાવી શકે. કોરોના વાઇરસ વિરુદ્ધ શરીરમાં ઈમ્યુનિટી વધારવા માટે છ પ્રકારે વેક્સિન બની રહી છેઃ

1. જીવિત વાઇરસઃ આ પ્રક્રિયામાં ઓરિઝિનલ વાઇરસમાં જેનેટિક ફેરફાર કરવામાં આવે છે, જેને નબળા અને શક્તિહીન બનાવીને શરીરમાં મોકલવામાં આવે છે.

2.ઈનએક્ટિવેટેડ વાઇરસઃ વાઇરસને રેડિયેશન, કેમિકલ્સ કે ગરમીથી નબળા કરવામાં આવે છે અને પછી શરીરમાં દાખલ કરાવવામાં આવે છે. આ નિષ્ક્રિય વાઇરસ ન તો મલ્ટીપ્લાઈ થઈ શકે છે કે ન તો બીમાર કરી શકે છે. કોરોના વિરુદ્ધ બની રહેલી મોટા ભાગની વેક્સિન આ પ્રક્રિયાથી બની રહી છે.

3. પ્રોટીન સબયુનિટઃ જેમાં કોરોના વાઇરસ એન્ટિજનનો એક ભાગ કે સબયુનિટ હોય છે, જેમાં કોરોના વાઇરસના અન્ય ભાગ નથી હોતા, આ કારણે તે મલ્ટીપ્લાઈન નથી થઈ શકતા અને નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં પણ નથી હોતા.

4. વાઇરસ જેવા કણઃ આ પ્રક્રિયામાં વાઇરસ જેવા કણ શરીરમાં મોકલવામાં આવે છે. એ દેખાવમાં તો એવા જ હોય છે, પરંતુ તેની અંદરના જેનેટિક મટીરિયલ તેમાં નથી હોતા. આ નબળા હોય છે, જેનાથી શરીરને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા.

5. DNA અને RNA વેક્સિનઃ આ વેક્સિનમાં મેસેન્જર RNA (mRNA) કે DNA કોડ હોય છે, જે શરીરમાં જઈને કોરોના વાઇરસ પ્રોટીનનું વર્ઝન બનાવે છે. આ કોડ શરીરમાં જતા જ એન્ટીજન બનાવવા માટે જેનેટિક નિર્દેશ આપે છે. ઈમ્યુન સિસ્ટમ એન્ટિબોડી બનાવે છે અને એન્ટિજનની ઓળખ કરીને વાઇરસ સામે લડે છે.

6. વાઇરલ વેક્ટરઃ DNA અને RNA વેક્સિન જેમ વાયર વેક્ટર વેક્સિનમાં કોરોના વા​​​​ઇરસ એન્ટિજન બનાવવાના નિર્દેશ હોય છે. શરદીને કારણે બનતા એડેનો વાઇરસ જેવા વાઇરસથી હ્યુમન સેલને સંદેશ પહોંચાડવામાં આવે છે. આ વાઇરસ શરીરને નુકસાન નથી પહોંચાડતા.

mRNA વેક્સિનને લઈને શું જોખમ જણાવવામાં આવી રહ્યું છે?

ફાઈઝર અને મોડર્નાની વેક્સિન mRNA ટેક્નોલોજીથી બને છે, જેને લઈને અનેક વૈજ્ઞાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. રોબર્ડ એફ. કેનેડી જુનિયરનું કહેવું છે કે આ ટેક્નોલોજીમાં વેક્સિન ડાયરેક્ટ દર્દીના જેનેટિક મટીરિયલની સાથે છેડછાડ કરે છે. તે વ્યક્તિના જેનેટિક મટીરિયલને બદલી નાખે છે. આ પ્રક્રિયા અનૈતિક છે, જેનાથી જે જેનેટિક નુકસાન પહોંચશે, તેને ઠીક કરવાનું મુશ્કેલ થઈ જશે. કેનેડીનું કહેવું છે કે વેક્સિનનાં લક્ષ્ણોનો કોઈ ઈલાજ નહીં કરી શકાય. જોકે કેટલાક વિશેષજ્ઞ આ વાત સાથે સહમત નથી.

mRNA વેક્સિનથી જાખમ વધી શકે છે એ વાતમાં કેટલું સત્ય છે?

  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ્સના આધારે લાઇસન્સ આપવામાં આવે છે, જેમાં શોર્ટ-ટર્મ સેફ્ટી જોવામાં આવે છે. ઈમ્યુન રિસ્પોન્સ ઊભી કરનારી ક્ષમતાને જોવામાં આવે છે. એ પણ જોવામાં આવે છે કે તેઓ કોઈ વાઇરસથી બચાવવામાં સફળ થઈ રહ્યા છે કે નહીં. ફાઈઝર/બાયોએનટેકની ટ્રાયલ્સમાં 43,358 લોકોને વેક્સિન લગાડવામાં આવી. અડધા લોકોને વેક્સિન લગાડવામાં આવી અને અડધા લોકોને પ્લેસેબો. એપ્રિલ અને મેમાં જ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં તેમાં કોઈ સાઈડ ઈફેક્ટ જોવા નથી મળી.
  • ઈમ્પીરિયલ કોલેજ લંડનમાં પ્રોફેસર રોબિન શેટોકનું કહેવું છે કે જો શરીર પર કોઈ પ્રતિકૂળ અસર પડે છે તો તે તત્કાલ અસર દેખાડે છે, મહિનાઓ કે વર્ષો બાદ નહીં. આ રીતે યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્જિલામાં મેડિસિન પ્રોફેસર પોલ હન્ટરનું કહેવું છે કે આ નવા પ્રકારની વેક્સિન છે. તેનાથી કોઈ કમ્પોનન્ટને કારણે કોઈ એલર્જિક થઈ જાય, તેની સંભાવનાનો ઈનકાર ન કરી શકાય, પરંતુ ટ્રાયલ્સ એ માટે જ તો થઈ રહી છે, જેમાં જો ડેટાએ પુષ્ટિ કરી તો તેને વૈજ્ઞાનિક આધારે જ માનવાનું રહેશે. એવામાં આ વેક્સિનની ઈફેક્ટિવનેસને લઈને ચિંતા કરવાનું હાલ તો કોઈ કારણ જોવા નથી મળી રહ્યું.

3 લાખથી વધારે લોકોએ ન્યૂયોર્ક શહેર છોડી દીધું, કોરોના મહામારીએ લોકોને શહેર છોડવા મજબૂર કર્યા

વેક્સિન પહોંચાડવા જંગી માત્રામાં ડ્રાય-આઈસ જોઈશે, સુપર માર્કેટમાં ફ્રોઝન પ્રોડક્ટ રાખવા માટે સંકટ સર્જાશે, પાર્ટીમાં રોનક નહીં હોય

ટ્રમ્પે કહ્યું - ટૂંક સમયમાં જ રસી ઉપલબ્ધ થશે, અમેરિકામાં ફરીથી લોકડાઉન નહીં લગાવવામાં આવે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો