તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:4 રાજ્યોમાં શરૂ થયો કોવિડ-19 વેક્સિનનો ડ્રાય રન: જાણો ડ્રાય રનની સંપૂર્ણ વિગતો

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડ્રાય રનનું એનાલિસિસ કર્યા બાદ રિપોર્ટ તૈયાર થશે, આ રિપોર્ટ સ્ટેટ ટાસ્ક ફોર્સ પાસે જશે
 • આ રિપોર્ટના આધારે ટાસ્ક ફોર્સ ગાઈડલાઈનમાં કેટલાક ફેરફાર કરી શકે છે

કેન્દ્ર સરકારે કોવિડ-19 વેક્સિન માટે 4 રાજ્યોમાં ડ્રાય રન શરુ કર્યો છે. તેમાં સોમવારથી પંજાબ, અસમ, આંધ્રપ્રદેશ અને ગુજરાતના 2-2 જિલ્લાઓમાં કોવિડ-19 વેક્સિનેશનની મશીનરીનું બેઝિક માળખું સમજવામાં આવી રહ્યું છે. તેથી વાસ્તવિક વેક્સિનેશન પહેલાં ખામીઓની ઓળખ કરી તેને દૂર કરી શકાય. કેન્દ્રની પ્રસ્તાવિત યોજના પ્રમાણે વાસ્તવિક વેક્સિનેશન જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે.

ડ્રાય રન શું છે?

 • અત્યાર સુધી સરકાર માત્ર બાળકો અને ગર્ભવતી મહિલાઓનું જ વેક્સિનેશન કરતી હતી. તેના માટે અલગ અલગ રાજ્યોમાં અઠવાડિયાંનો એક દિવસ નક્કી કરવામાં આવે છે. આ પ્રથમ અવસર છે કે દેશની વયસ્ક વસતીને પણ વેક્સિન આપવામાં આવશે.
 • આ કારણે કોવિડ-19 વેક્સિનેશન ડ્રાઈવ માટે સરકારી મશીનરીની તૈયારી જોવા કેન્દ્ર સરકારે 28 અને 29 ડિસેમ્બરે ડ્રાય રન રાખ્યો છે. તે પંજાબ, અસમ, આંધ્રપ્રદેશ અને ગુજરાતના 2-2 જિલ્લાઓમાં થઈ રહ્યો છે.
 • ડ્રાય રનમાં રાજ્યોમાં કોલ્ડ ચેનથી વેક્સિનેશન સાઈટ્સ સુધી વેક્સિન લાવવા અને લઈ જવાની પ્રક્રિયાનું પરીક્ષણ કરવામાં આવશે. વેક્સિનેશન સાઈટ્સ પર કોઈ પ્રકારની સમસ્યા કે ખામી સર્જાય કે કેમ તેની પણ માહિતી એકત્ર કરવામાં આવશે.
 • આ ડ્રાય રનમાં કોવિન (Co-WIN) પર જરૂરી ડેટા એન્ટ્રી થશે. ઓનલાઈન પ્લેટફોર્મ પર વેક્સિન ડિલિવરી, ટેસ્ટિંગની રિસિપ્ટ અને તેની ફાળવણી, ટીમ મેમ્બર્સની નિયુક્તિ, વેક્સિનેશન સાઈટ્સ પર મોક ડ્રિલ પર દેખરેખ રાખવામાં આવશે.
 • કોવિડ-19 વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન એરેન્જમેન્ટ્સનું રિયલ ટાઈમ ટ્રેકિંગ તેમાં સામેલ છે. વેક્સિનેશન સાઈટ્સ પર ભીડનાં સંચાલન સાથે ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પણ પરીક્ષણ કરાશે.

આ ડ્રાય રન કેવી રીતે આયોજિત થઈ રહ્યો છે?

 • કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રાય રન માટે ડિટેલ્ડ ચેકલિસ્ટ તૈયાર કર્યું છે. ડ્રાય રનમાં સામેલ ચાર રાજ્યોમાં તે શેર કરવામાં આવ્યું છે જેથી તેમને ગાઈડન્સ મળી શકે.
 • સિલેક્ટેસ લોકેશન પર પાંચ સેશનમાં ડ્રાય રન થશે. તેમાં દરેક સાઈટ પર પ્રત્યેક સેશનમાં 25 હેલ્થકેર વર્કર્સ સામેલ કરવામાં આવ્યા છે. દરેક રાજ્યોમાં બે જીલ્લા સિલેક્ટ કર્યા છે.
 • દરેક સાઈટ પર પાંચ-સેશનમાં વેક્સિનેશન થશે. તે માટે જીલ્લા હોસ્પિટલ, શહેરી સ્થાન, પ્રાઈવેટ હેલ્થ સેન્ટર, ગ્રામીણ ક્ષેત્રોમાં આ સાઈટ્સ નક્કી કરી છે.
 • ડ્રાય રન દરમિયાન વેક્સિનેશનમાં સામેલ બેનેફિશિયરી પહેલેથી નક્કી છે. આના માટે કોવિન એપ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે. એ પછી તેમને ફોટો ID આપવાનું કહેવામાં આવ્યું છે.
 • ડ્રાય રન પછી અધિકારી સ્ટેટ ટાસ્ક ફોર્સ (STF)ને એક રિપોર્ટ સોંપશે. STF ફીડબેક લીધા પછી તેને સંબંધિત અધિકારીઓ માટે ગાઈડલાઈન બનાવશે. આ રિપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાયલને મોકલવામાં આવશે.

અત્યાર સુધી સરકારે કેટલા લોકોને ટ્રેનિંગ આપી છે?

 • સરકારે વેક્સીન આપનારા લોકોને પહેલેથી ટ્રેનિંગ આપી રહી છે. અલગ-અલગ કેટેગરીના વેક્સીન હેન્ડલર્સ અને એડમિનિસ્ટ્રેસર્સ માટે સ્પેશિયલ ટ્રેનિંગ મોડ્યુલ બનાવ્યા છે. તેમાં મેડિકલ ઓફિસર, વેક્સીનેટર, અલ્ટરનેટ વેક્સીનેટર, કોલ્ડ ચેન હેન્ડલર્સ, સુપરવાઈઝર્સ ડેટા મેનેજર્સ, આશા કોઓર્ડિનેટર્સ અને અન્ય સામેલ છે.
 • રાષ્ટ્રીય સ્તરે, 2,360 લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમાં રાજ્યના રસીકરણ ઓફિસર, IEC ઓફિસર અને ડેવલપમેન્ટ પાર્ટનર સામેલ છે.
 • અત્યાર સુધી બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્ય કક્ષાની ટ્રેનિંગ આપવામાં આવી ચૂકી છે. તેમાં 7,000 જિલ્લા કક્ષાના ટ્રેની સામેલ થયેલા છે. લક્ષદ્વીપમાં આ ટ્રેનિંગ 29 ડિસેમ્બરે થશે.
 • ત્યારબાદ 681 જિલ્લામાં (49,604 ટ્રેની) મેડિકલ ઓફિસર્સને ઓપરેશન ગાઇડલાઇન્સ આધારે ટ્રેનિંગ આપવામાં આવી ચૂકી છે. વેક્સીનેશન ટીમ ટ્રેનિંગ 17,831 બ્લોક્સ/પ્લાનિંગ યૂનિટ્સમાંથી 1,399માં ટ્રેનિંગ પૂરી થઈ ચૂકી છે.

શું આ સમય દરમિયાન કોલ્ડ ચેનની પણ પરીક્ષા થશે?

 • વેક્સિનને સુરક્ષિત રાખવા માટે તેને ચોક્કસ તાપમાને સ્ટોર રાખવી પડશે. દેશમાં અત્યારે 28,947 કોલ્ડ ચેન પોઇન્ટ્સ પર વેક્સિન સ્ટોરેજના 85,634 ઇક્વિપમેન્ટ સામેલ છે. તેનાથી જ કોલ્ડ ચેન સિસ્ટમ બનશે.
 • વર્તમાન રસીકરણ કાર્યક્રમમાં સામેલ કોલ્ડ ચેન સિસ્ટમમાં જ કોવિડ-19 વેક્સિન સ્ટોર થશે. જેથી, પ્રથમ ત્રણ કરોડ લોકોના પ્રાયોરિટી ગ્રુપ્સને વેક્સિન આપી શકાય. તેમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન કામદારો સામેલ છે.

પરંતુ ભારતીયોને ક્યારે રસી મળશે?
આ ડ્રાય રન કોવિડ-19 વેક્સિન વગર થઈ રહ્યો છે. તેને વેક્સિનેશન પહેલાંની પૂર્વ તૈયારી સમજવી જોઇએ. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષ વર્ધને ગયા અઠવાડિયે કહ્યું હતું કે, રસીકરણ જાન્યુઆરી 2021ના કોઈપણ સપ્તાહથી શરૂ થઈ શકે છે. પહેલા કોને રસી આપવામાં આવશે તે અંગે સરકારે તેની યોજના જાહેર કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો