ભાસ્કર એક્સપ્લેનર:આજથી 45+ ઉંમરના સૌને કોરોના વેક્સિન અપાશે, સરળ ઇન્ફોગ્રાફિક્સમાં તમામ માહિતી જાણી લો

7 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક

ભારતમાં કોરોના વેક્સિનેશનનો ત્રીજો તબક્કો આજથી એટલે કે 1 એપ્રિલથી શરૂ થઈ ગયો છે. તેમાં 45 વર્ષથી વધુ ઉંમરના યાને કે 1 જાન્યુઆરી, 1977 પહેલાં જન્મેલા તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે કોવિડ-19ને કારણે થયેલાં મૃત્યુમાં 45+ એજગ્રૂપવાળા લોકોનું પ્રમાણ 90 ટકા જેટલું ઊંચું છે. આથી જ આ એજ ગ્રૂપને વેક્સિનેટ કરવું અત્યંત જરૂરી છે. સરકારે દેશમાં ઉત્પાદિત થઈ રહેલી વેક્સિનની વિદેશોને સપ્લાય અટકાવી દીધી છે, જેથી ઘરઆંગણે ઊભી થયેલી માગને પહોંચી વળાય.

આજથી શરૂ થઈ રહેલા વેક્સિનેશનના નવા તબક્કા વખતે તમારા મનમાં ઘણા સવાલો હશે. જેમ કે, કોરોના વેક્સિન લેવા માટેનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવવું? વેક્સિનના બે ડોઝ વચ્ચે કેટલા દિવસનું અંતર રાખવું? વેક્સિનની કોઈ સાઇડ ઇફેક્ટ્સ થાય કે કેમ? વેક્સિન લીધા પહેલાં અને પછી શું કરવું, શું ન કરવું? વગેરે. આ તમામ સવાલોના સચોટ જવાબો સરળ ઇન્ફોગ્રાફિક્સમાં અહીં રજૂ કર્યા છે. તેને વાંચો અને અન્ય લોકોને પણ શૅર કરો. અને હા, એ પછી વેક્સિન અચૂક લેશો.