તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:કોરોનાનાં લક્ષણોથી સારવાર સુધી, જાણો ક્યારે ટેસ્ટ કરાવવો જોઈએ, દર્દીઓને ક્યારે અને કઈ દવાઓ આપવામાં આવી રહી છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વાયરસની પુષ્ટિ માટે RT PCR અને રેપિડ એન્ટિજન ટેસ્ટ અવેલેબેલ છે
  • શરીરમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ

દેશમાં કોરોનાની બીજી લહેરે તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. બુધવારે 2 લાખથી પણ વધારે નવા કેસો નોંધાયા છે. આ આંકડો અત્યાર સુધીનો પ્રતિ દિવસનો સૌથી વધુ છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 14 લાખથી વધારે છે. દર્દીઓની વધતી સંખ્યા, વાયરસના બદલાતાં લક્ષણો અને નવા સ્ટ્રેન વચ્ચે ભાસ્કર તમારા માટે કોવિડ ગાઈડ લઈને આવ્યું છે. અહીં અમે તમને આ મહામારીથી સંબંધિત તમામ માહિતીથી અવગત કરાવીશું...

કોરોના વાયરસનો ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ?
કોરોના વાયરસ અને સામાન્ય વાઈરલ ઈન્ફેક્શનના લક્ષણો એક જેવાં જ છે. તેવામાં દર્દીઓ કોરોના વાયરસના લક્ષણોને સામાન્ય ફ્લૂનાં લક્ષણો સમજી તેની અવગણના કરે છે. તેને લીધે બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.

કોરોના વાયરસની પુષ્ટિ માટે અલગ અલગ પ્રકારના ટેસ્ટ ઉપલબ્ધ છે. આ ટેસ્ટની રીત, પરિણામનો સમય અને તેની વિશ્વસનીયતા અલગ અલગ હોય છે.

સંક્રમિત થયા બાદ કોરોનાનાં સ્ટેજ
શરીરમાં કોરોના વાયરસની એન્ટ્રી થયા બાદ તેનાં લક્ષણો ધીરે ધીરે સામે આવે છે. ઘણા કેસોમાં તે એસિમ્પ્ટોમેટિક રહે છે. અર્થાત દર્દીમાં વાયરસના કોઈ લક્ષણો જ જણાતા નથી.

કોવિડની સારવાર માટે ઉપલબ્ધ દવાઓ
હાલ કોરોનાની કોઈ યોગ્ય સારવાર છે જ નહિ. વેક્સિન પણ વાયરસ સામે 100% સુરક્ષાની ગેરન્ટી આપતી નથી. વેક્સિન માત્ર સંક્રમણ બાદ દર્દીની હાલત ગંભીર થતા રોકી શકે છે.