તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું; તજજ્ઞોનાં મંતવ્યોથી જાણો બાળકોને કેવી રીતે પ્રભાવિત કરી રહ્યો છે આ ખતરનાક વાયરસ

7 દિવસ પહેલાલેખક: રવિન્દ્ર ભજની
  • કૉપી લિંક

કોરોનાવાયરસના બીજી તબક્કાની અંદર સતત સંક્રમણના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારે પહેલી વખત નવા સંક્રમિતોનો આંક 1 લાખને પાર પહોંચી ગયો છે. આ વખતે બાળકોમાં પણ કોરોનાવાયરસ ઝોખમી બની રહ્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે, 18 રાજ્યમાં વાયરસના નવા વેરિએન્ટ્સ મળ્યા હતા, જે ઝડપી સંક્રમણ ફેલાવી શકે એમ છે. અત્યારે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે બીજી લહેરમાં બાળકો પણ મોટી સંખ્યામાં વાયરસથી સંક્રમિત થઈ રહ્યાં છે.

તાજેતરમાં એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે બેંગલોરમાં કોરોનાવાયરસથી 400 બાળકોને ચેપ લાગ્યો છે. આ અંગે ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે હવે શાળાઓ ખૂલી ગઈ છે. બાળકો એકબીજા સાથે વાત કરતાં હોય છે અને ઘણીવાર તેઓ સાવચેતી રાખતાં નથી. આને કારણે બાળકોમાં કોરોનાવાયરસનો ચેપ લાગી રહ્યો છે. બાળકો આટલા બધા દિવસથી વાયરસથી ઘરમાં સુરક્ષિત હતાં, જેને કારણે તેમનામાં હજુ સુધી એન્ટિબોડીઝ પણ બન્યા નથી. બની શકે કે નવા વેરિઅન્ટને કારણે તેમને ચેપ લાગી રહ્યો છે. આ કિસ્સામાં અમે હિન્દુજા હોસ્પિટલ, મુંબઇના સલાહકાર બાળ ચિકિત્સક ડો. રવીન્દ્ર ચિત્તલ, એસ્ટર સીએમઆઈ હોસ્પિટલ બેંગલુરુના પીડિયાટ્રિક પલ્મોનોલોજી અને સ્લીપ મેડિસિન સલાહકાર ડો. શ્રીકાંત જે.ટી. અને પોદ્દાર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી તથા રાઉન્ડ ગ્લાસમાં મેન્ટલ હેલ્થની ગ્લોબલ હેડ પ્રકૃતિ પોદ્દાર સાથે વાતચીત કરી હતી.

આ 5 સવાલ દ્વારા જાણો કે બાળકોમાં કોરોના સંક્રમણના કેસો કેમ વધી રહ્યા છે અને તેમને કેવી અસર થઈ રહી છે-

1. પ્રથમ લહેર કરતાં બાળકો બીજા લહેરમાં કેમ ચેપગ્રસ્ત થઈ રહ્યાં છે?
બેંગલુરુના ડૉ. શ્રીકાંત જે.ટી. દ્વારા એવું કહેવાયું હતુ કે સપ્ટેમ્બરથી કોરોના કેસ ઘટવા માંડ્યા હતા. અનલૉક કરતી વખતે ધીમે-ધીમે પ્રતિબંધોને પણ દૂર કરાયા હતા. મોટા ભાગના લોકોએ કોરોનાવાયરસથી બચવા માટેના ઉપાયોની અવગણના કરી હતી. આ વર્તનથી કોરોનાની બીજી લહેરના કેસોમાં વધારો થયો છે. તેમનું કહેવું છે કે પ્રથમ તબક્કાના સમયે બાળકોને ઘરોમાં કેદ કરવામાં આવ્યાં હતાં, પરંતુ પ્રતિબંધો હટાવતાંની સાથે જ તેઓ પણ બહાર આવ્યાં અને ચેપ લાગ્યો.

એ જ સમયે મુંબઇથી આવેલા ડો.ચિત્તલે કહ્યું હતું કે પ્રથમ તબક્કો વર્ષ 2020ના માર્ચથી શરૂ થયો હતો. તેની તુલનામાં માર્ચ 2021માં બીજી લહેરમાં લોકોના વર્તનમાં મોટો ફેરફાર થયો છે. ગત વર્ષે લોકોમાં વાયરસ અંગે એક અજાણ્યો ડર હતો. માસ્ક પહેરવાં, હાથ ધોવા અને સામાજિક અંતર રાખવા એ ત્રણ મહત્ત્વપૂર્ણ નિયમો હતા. આખા વર્ષ દરમિયાન લોકોને લાગ્યું કે સારવાર પછી દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે અને આની સાથે તેઓ રોગચાળા સાથે જીવવાનું પણ શીખી ગયા હતા. આ વર્તનને કારણે વધુ સંખ્યામાં બાળકો કોરોનાવાયરસથી સંક્રમિત પુખ્ત વય લોકોના સંપર્કમાં આવ્યા હતા. એવો કોઈ સંકેત નથી મળ્યો કે વાયરસ વધુ પ્રભાવી બન્યો છે. બસ, લોકોનો વ્યવહાર બદલાયો અને જેના પરિણામે વધુ પ્રમાણમાં બાળકો ચેપગ્રસ્ત થયાં હતાં.

2. એવું કહેવામાં આવે છે કે બાળકો પર વાયરસની વધુ અસર નહીં થાય, પરંતુ હવે તેમની તબિયત વધુ ખરાબ થઈ રહી છે, એવું કેમ?
આના પર નિષ્ણાતો કહે છે કે એમાં કોઈ મોટો ફેરફાર નથી. પ્રથમ લહેરમાં બાળકોમાં મલ્ટી-સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ પણ જોવા મળ્યો હતો, પરંતુ એ સમયે કેસ ઓછા હતા. બીજી લહેરમાં આવા કિસ્સાઓ વધ્યા છે. ડૉ. શ્રીકાંતે જણાવ્યું હતું કે અત્યારે પણ મોટા ભાગના ચેપગ્રસ્ત બાળકોમાં નજીવા અથવા મધ્યમ કોરોનાનાં લક્ષણો છે.

ડૉ. ચિત્તલે કહ્યું હતું કે મોટા ભાગનાં બાળકો માટે કોરોનાવાયરસ એક સામાન્ય શરદી અને પેટમાં દુખાવા જેવું થાય છે, પરંતુ તેઓ અન્ય લોકોને ચેપ લગાવી શકે છે. મલ્ટી-સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમમાં જો સારવાર સમયસર ન મળે, તો આ રોગ જીવલેણ પણ બની શકે છે. વૃદ્ધોમાં ચેપનું જોખમ વધ્યું છે, તેથી બાળકોના વાયરસના સંસર્ગનું જોખમ પણ વધ્યું છે, જેને પરિણામે સંક્રમણના વધુ કેસો બીજી તરંગમાં સામે આવી શકે છે.

3. બાળકોનું આખું વર્ષ ઘરે જ પસાર થયું છે. ના તો સ્કૂલમાં ગયા, ના તો રમત રમવામાં સમય પસાર કર્યો, જેથી હવે માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો?
નિષ્ણાતોનો અભિપ્રાય છે કે બાળકોએ છેલ્લા એક વર્ષમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ડૉ. ચિત્તલે જણાવ્યું હતું કે શાળાઓ બંધ થવા અને મિત્રોને ન મળવાને કારણે મોટા ભાગનાં બાળકો અને કિશોરો પર સૌથી વધુ અસર થઈ છે. તેમનામાં વ્યર્થ ચિંતાની સમસ્યા પ્રકાશમાં આવી હતી. ઘણાં બાળકોમાં કોરોના સંક્રમણનો ભય પણ ઘર કરી ગયો છે. કોરોનાને લગતા ભયાનક સમાચારો, કુટુંબની આવકમાં ઘટાડો અને માતા-પિતાની નોકરીઓ પર રહેલા સંકટને કારણે પણ બાળકોમાં હાયપરવેન્ટિલેશન, પથારીમાં પેશાબ થવો, હકલાવવું, ગંભીર માથાનો દુખાવો જેવી ફરિયાદો ઊપજી છે.

પોદ્દાર ફાઉન્ડેશનથી પ્રકૃતિ પોદ્દારે જણાવ્યું હતું કે ગત વર્ષમાં બાળકોએ ડિપ્રેશન, અસ્વસ્થતા, કંટાળો અને અનિશ્ચિતતા જેવી વિવિધ પરેશાનીઓનો સામનો કર્યો હતો. મિત્રો સાથે કનેક્શનના અભાવથી બાળકોમાં હતાશા અને અસ્વસ્થતામાં વધારો થયો છે. આનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે માતાપિતાએ બાળકો સાથે જોડાવું જોઈએ. ઈન્ડોર રમતો તેમની સાથે રમવાની જરૂર છે. બાળકો સાથે ભાવનાત્મક સલામતી બનાવી રાખવી સૌથી મહત્ત્વપૂર્ણ છે, જેથી તેઓ સુરક્ષિત અને કનેક્ટેડ મહેસૂસ કરે.

ડૉ.શ્રીકાંત પણ આ સમસ્યાનો સામનો કરવા માટે માતા-પિતાને જ મહત્ત્વનું અંગ ગણી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે માતાપિતાએ ઈનોવેટિવ થવું પડશે. બાળકોને તેમના નિત્યક્રમમાં સમાવેશ કરીને હૂંફ આપવી પડશે. માતા-પિતાએ બાળકોને રસોઈ, સફાઈ અને ઘરનાં અન્ય કામમાં જોડવા જોઈએ. પેરન્ટ્સ બેડમિન્ટન જેવી રમતો પણ બાળકો સાથે રમી શકે છે.

4. કેવા પ્રકારની પ્રવૃત્તિઓ બાળકો માટે સલામત રહેશે?
ઓનલાઈન શિક્ષણે બાળકોને એનાથી દૂર રહેવાનું કહેવામાં આવતા ગેજેટ્સ સાથે પણ જોડી દીધા છે. ડો. ચિત્તલ કહે છે કે અમે બાળકોને મોબાઈલ, ટેબ્લેટ્સ, ટીવી અથવા પ્લે-સ્ટેશનમાં વધુ સમય ન ગાળવા કહેતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં બાળકોએ આ ગેજેટ્સની મદદથી તેમનો સમય પસાર કર્યો છે. શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે બાળકોના વજનમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં માતાપિતાએ પ્રયાસ કરવો જોઈએ કે બાળકો મનોરંજક અને રસપ્રદ પુસ્તકો વાંચે, પેઇન્ટિંગ, નૃત્ય અથવા સંગીતમાં વધુ સમય વિતાવે.

પ્રકૃતિ પણ આ મામલે ડૉ.ચિત્તલ સાથે સંમત છે. તે કહે છે કે બાળકો માટે સારી ટેવો વિકસાવવી મહત્ત્વપૂર્ણ છે. જો તેઓ ઇન્ડોર ગાર્ડનિંગ દ્વારા પ્રકૃતિ સાથે જોડાયેલા રહે તો એનાથી બાળકોમાં ડિપ્રેશન દૂર થઈ શકે છે. યોગ, નૃત્ય અને વ્યાયામથી તણાવ ઓછો થાય છે. સૌથી મહત્ત્વનું એ છે કે બાળકો કનેક્ટેડ હોય એવો તેમને આભાસ થતો રહે. ડિપ્રેશન અને અસ્વસ્થતા ઘટાડવા માટે એનાથી વધુ સારું કંઈ નથી. વળી, ડૉ. શ્રીકાંત પણ કહે છે કે બાળકોને એવી પ્રવૃત્તિઓમાં ઉમેરવા જોઈએ, જ્યાં મેળ-સુમેળ કરવાની જરૂરત ના હોય. માતા-પિતા તેમને જોગિંગ માટે અથવા ચાલવા માટે લઈ શકે છે.

5. ભારતમાં 45+માં રસીકરણ શરૂ થઈ ગયું છે, બાળકોને ક્યારે રસી મળશે?
ભારતમાં બે વેક્સિન અપાઈ રહી છે - કોવેક્સિન અને કોવિશીલ્ડ. બંને રસીને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પર જ અજમાવવામાં આવી હતી. કોવેક્સિનના બીજા તબક્કાનાં પરીક્ષણોમાં 12 વર્ષથી વધુનાં બાળકોને સામેલ કરાયાં હતાં, પરંતુ એનાં મોટે પાયે પરીક્ષણો થયાં નથી.

યુ.એસ.માં ફાઈઝરે બાળકો પર ટ્રાયલ શરૂ કરી દીધી છે. બાળકોને જે પણ રસી આપવામાં આવશે એનાં પરીક્ષણો કરવામાં આવશે. ગત મહિને સરકારે અહેવાલ આપ્યો હતો કે કોવેક્સિનનાં બાળકો પર ટ્રાયલ્સ શરૂ થશે, પરંતુ એમાં હજુ ઘણી વાર છે. ડૉ. શ્રીકાંતના જણાવ્યા મુજબ, રસીની અસરકારકતા અને માત્રા નિશ્ચિત થયા પછી જ બાળકો પર પરીક્ષણ અને ઉપયોગ કરવો સુરક્ષિત રહેશે. અત્યારે આ અંગે અભ્યાસ ચાલી રહ્યો છે.

ડો. ચિત્તલે જણાવ્યું હતું કે દેશમાં હજુ સુધી ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવી રહેલી મહિલાઓ અને 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે કોરોનાવાયરસ વિરુદ્ધ વેક્સિન ઉપલબ્ધ નથી. પ્રકૃતિએ કહ્યું હતું કે વિશ્વભરમાં બાળકો માટે વેક્સિન અંગે કાર્ય ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં બાળકો માટે પણ વેક્સિન ઉપલબ્ધ થશે. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. ઉપરાંત તેમને હાથ ધોવા, સામાજિક અંતર રાખવા અને માસ્ક પહેરવાની તૈયારી કરતા માતા-પિતાએ શિખવાડવું પડશે અને આ સારી આદતને રાખવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો