ભાસ્કર એક્સપ્લેનર:જાન્યુઆરી સુધી મળી શકે છે કોરોનાની પ્રથમ નેઝલ વેક્સિન; જાણો આ કેટલી લાભપ્રદ, કેવી રીતે કામ કરશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતને ટૂંક સમયમાં જ કોરોનાની પ્રથમ નેઝલ વેક્સિન મળી શકે છે. નેઝલ વેક્સિન એટલે કે નાકથી અપાતી વેક્સિન. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરીને આ વાત કહી છે. એવું મનાય છે કે જાન્યુઆરી સુધી દેશમાં નેઝલ વેક્સિન આવી શકે છે.

સમજીએ છીએ, નેઝલ વેક્સિન શું હોય છે? ભારતમાં કઈ કંપનીની વેક્સિન ઉપલબ્ધ હોઈ શકે છે? આ બાકીની વેક્સિનથી કેટલી અલગ હશે? તેના શું ફાયદા હશે? આ કામ કેવી રીતે કરે છે? અને ટ્રાયલના પરિણામો શું કહે છે?...

નેઝલ વેક્સિન શું હોય છે?
હાલ આપણને સ્નાયુમાં ઈન્જેક્શન દ્વારા વેક્સિન લગાવવામાં આવે છે. આ વેક્સિનને ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિન કહે છે. નેઝલ વેક્સિન એ હોય છે જેને નાક દ્વારા આપવામાં આવે છે. કેમકે એ નાક દ્વારા આપવામાં આવે છે તેથી તેને ઈન્ટ્રાનેઝલ વેક્સિન કહેવામાં આવે છે. એટલે કે તેને ઈન્જેક્શનથી આપવાની જરૂર નથી અને ન તો ઓરલ વેક્સિનની જેમ પીવડાવવામાં આવે છે. આ એક રીતે નેઝલ સ્પ્રે જેવી છે.

ભારતમાં કઈ નેઝલ વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે?
ભારતમાં જે વેક્સિન મળી શકે છે તેને BBV154 નામ આપવામાં આવ્યું છે. આ વેક્સિનને ભારત બાયોટેક અને વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન ((WUSM) મળીને બનાવી રહ્યા છે. ભારત બાયોટેકે કહ્યું છે કે તેઓ 2022માં વેક્સિનના 100 કરોડ ડોઝના પ્રોડક્શનનો ટાર્ગેટ લઈને ચાલી રહી છે.

અત્યાર સુધી ટ્રાયલના પરિણામો શું કહે છે?
વેક્સિનના પ્રથમ ફેઝના ટ્રાયલના પરિણામો સારા રહ્યા છે. કોઈપણ વોલિન્ટિયરને વેક્સિન લાગ્યા પછી કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ નથી. ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રીના અનુસાર ચાર શહેરોમાં 175 લોકોને આ નેઝલ વેક્સિન આપવામાં આવી. આના પહેલા પ્રી ક્લિનિકલ ટ્રાયલમાં પણ વેક્સિન સુરક્ષિત જોવા મળી એટલે કે લેબોરેટરમાં ઉંદરો અને અન્ય જાનવરો પર એ અત્યંત સફળ રહી હતી. જાનવરો પર થયેલી ટ્રાયલ દરમિયાન આ વેક્સિનથી મોટી માત્રામાં ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડીઝ બન્યા હતા.

ભારત બાયોટેકે ચેરમેન કૃષ્ણા એલ્લાએ કહ્યું હતું કે વેક્સિનની ફેઝ-2 ટ્રાયલ્સના પરિણામો પણ સકારાત્મક રહ્યા છે. હાલ વેક્સિનના ફેઝ-3ની ટ્રાયલની તૈયારી કરી રહી છે. 20 ડિસેમ્બપરે કંપનીએ ફેઝ-3 ટ્રાયલ્સ માટે DGCI પાસે અરજી આપી છે.

આ વેક્સિન બાકીની વેક્સિનથી કેટલી અલગ હશે?
દેશમાં અત્યાર સુધીમાં 8 વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. આ તમામ ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિન છે એટલે કે તેમને ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. જ્યારે, BBV154 ઈન્ટ્રાનેઝલ વેક્સિન છે. જો તેને મંજૂરી મળે છે તો આ દેશની પ્રથમ ઈન્ટ્રાનેઝલ વેક્સિન હશે. અત્યારે દેશમાં સ્પુટનિક, કોવિશીલ્ડ અને કોવેક્સિન લગાવાઈ રહી છે. આ ત્રણેય વેક્સિન ડબલ ડોઝ વેક્સિન છે. BBV154ને માત્ર એક જ વાર આપવામાં આવશે.

નેઝલ વેક્સિન કામ કેવી રીતે કરે છે?
કોરોના વાયરસ સહિત અનેક માઈક્રોબ્સ (સૂક્ષ્મ વાયરસ) મ્યુકોસા (ભીનો, ચીકણો પદાર્થ જે નાક, મોં, ફેફસાં અને પાચન તંત્રમાં હોય છે) દ્વારા શરીરમાં જાય છે. નેઝલ વેક્સિન સીધી મ્યુકોસામાં જ ઈમ્યુન રિસ્પોન્સ પેદા કરે છે.

એટલે કે, નેઝલ વેક્સિન ત્યાં લડવા માટે સૈનિક ઊભા રાખે છે જ્યાંથી વાયરસ શરીરમાં ઘૂસે છે. નેઝલ વેક્સિન તમારા શરીરમાં ઈમ્યુનોગ્લોબુલિન A(igA) પ્રોડ્યુસ કરે છે. એવું મનાય છે કેigA ઈન્ફેક્શનને અર્લી સ્ટેજમાં રોકવામાં વધુ કારગત થાય છે. આ ઈન્ફેક્શન રોકવાની સાથે સાથે ટ્રાન્સમિશને પણ રોકે છે.

નેઝલ વેક્સિનના શું ફાયદા છે

  • અત્યારના સમયે ભારતમાં લાગી રહેલી વેક્સિનના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. બીજા ડોઝના 14 દિવસ પછી વેક્સિનેટ સેફ માનવામાં આવે છે. એવામાં નેઝલ વેક્સિન 14 દિવસમાં જ અસર દેખાવા લાગે છે.
  • ઈફેક્ટિવ નેઝલ ડોઝ માત્ર કોરોનાવાયરસથી નહીં બચાવે પણ બીમારી ફેલાવાથી પણ રોકશે. દર્દીમાં માઈલ્ડ લક્ષણ પણ નજરે નહીં પડે. વાયરસ પણ શરીરના અન્ય અંગોને નુકસાન નહીં પહોંચાડી શકે.
  • આ સિંગલ ડોઝ વેક્સિન છે, આ કારણથી ટ્રેકિંગ આસાન છે. તેની સાઈડ ઈફેક્ટ્સ પણ ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિનના મુકાબલે ઓછી છે. તેનો એક મોટો ફાયદો એ છે કે સોઈ અને સિરિંજનો કચરો પણ ઓછો થશે.

શું આ ઓમિક્રોન પર અસરકારક હશે?
આ અંગે અત્યારે રિસર્ચ કરવાનું બાકી છે પરંતુ અર્લી રિસર્ચમાં સામે આવ્યું છે કે નેઝલ વેક્સિન ફ્લુ વાયરસના કોઈ એક સ્ટ્રેનના બદલે અલગ-અલગ સ્ટ્રેન પર કારગત રહી છે.

સાયન્સ ઈમ્યુનોલોજી જર્નલમાં છપાયેલા એક સ્ટડી અનુસાર, ઉંદરોમાં રેસ્પિરેટરી વાયરસનો સામનો કરવામાં નેઝલ વેક્સિન કારગત રહી છે જ્યારે ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિને વધુ અસર ન કરી.