તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • Corona Vaccine 18+ Will Be Given From May 1; Registration Will Start From Tomorrow, Know Everything, Because Now You Will Not Get The Vaccine Without An Appointment

ભાસ્કર એક્સપ્લેનર:કોરોના વેક્સિન 18+ને 1મેથી આપવામાં આવશે; આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે, હવે અપોઈન્ટમેન્ટ વગર વેક્સિન નહીં મળે

2 મહિનો પહેલાલેખક: રવિન્દ્ર ભજની
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે રાજ્યો અને પ્રાઈવેટ સેક્ટરને કોરોના વેક્સિનેશનમાં સામેલ થવાની મંજૂરી આપી દીધી છે. એ ઉપરાંત 1 મેથી દેશની 18+ વસતિનું વેક્સિનેશન શરૂ થઈ જશે. એના માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. આ નવી વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકારે નવી પોલિસી તૈયાર કરી છે.

આ પોલિસીને લઈને ઘણા સવાલો કરવામાં આવી રહ્યા છે. સૌથી મોટું સંકટ રાજ્યોની સામે છે, જેમને 18-44 વર્ષની વય જૂથના લોકોને વેક્સિનેટ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. મુશ્કેલી એ છે કે કોઈપણ રાજ્યએ તેની વસતિને વેક્સિનેટ કરાવવા માટે કોઈ બજેટ નક્કી કર્યું નથી. આવી સ્થિતિમાં જો પૈસાની વ્યવસ્થા થઈ પણ જાય તો વેક્સિન ડોઝને લઈને રાજ્યોમાં શરૂ થયેલી હોડમાં પોતાનો હિસ્સો કેવી રીતે એકત્રિત કરી શકશે?

સ્વાભાવિક છે કે રાજકીય લડત હજુ પણ ચાલુ છે, જોકે સૌથી પહેલા આપણે વાત કરીએ વેક્સિનેશન માટે તમારે શું કરવું પડશે? કઈ વેક્સિન આપવામાં આવશે અને કેટલા દિવસમાં એની એન્ટિબોડી તમારા શરીરમાં બનશે...

18+ને રસી આપવા માટે રાજકારણ કેમ થઈ રહ્યું છે?

  • ગત સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશની 18+ વસતિને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ ઘણો જટિલ છે. પોલિસી અંતર્ગત કસૌલીની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીની મંજૂરી લીધા બાદ 50% ડોઝ કેન્દ્રની પાસે જશે અને બાકીના ડોઝનું વિતરણ રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને કોવેક્સિન માટે ભારત બાયોટેક પાસેથી ડોઝદીઠ 150 રૂપિયા કિંમત ચૂકવવાની ડીલ કરી છે તેમજ રાજ્યો માટે કોવિશીલ્ડનો એક ડોઝ 400 રૂપિયા અને કોવેક્સિનનો એક ડોઝ 600 રૂપિયાનો પડશે. કંપનીઓએ આ કિંમત નક્કી કરી છે.
  • હવે એને લઈને ઘણા સવાલ છે, જેના જવાબ અત્યારે કોઈની પાસે નથી, જેમ કે... કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કિંમત અલગ અલગ કેમ? કેન્દ્ર જાતે કેમ ખરીદીને રાજ્યોને વેક્સિન ડોઝ નથી આપી રહ્યું? રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોને મળનાર વેક્સિન ડોઝનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે?
  • એને લઈને રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાન, ઝારખંડ, પંજાબ અને છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રીઓએ સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સ યોજી અને કહ્યું છે કે કેન્દ્ર તેમની સાથે સોતેલો વ્યવહાર કરી રહ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી જ્યારે તેમને ડોઝ માગ્યા ત્યારે જવાબ મળ્યો કે 15 મે પહેલાં એ શક્ય નથી. હવે આ રાજ્યો કહી રહ્યાં છે કે બજેટમાં નથી તેમ છતાં ગમે તેમ કરીને પૈસા તો ભેગા કરી લઈશું, પરંતુ વેક્સિન ડોઝ મળશે જ નહીં તો 18+ને રસી કેવી રીતે આપીશું?