ભાસ્કર એક્સપ્લેનર:નવા કોરોના વેરિએન્ટ IHUથી વધી ચિંતા, વેક્સિન લીધી હોવા છતાં ફ્રાન્સનો દર્દી ગંભીર, આ વાઈરસ ફેલાય તો તબાહી મચાવી શકે

12 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ઝડપી ફેલાવા વચ્ચે એક નવા સ્ટ્રેનની શોધથી દુનિયાની ચિંતામાં વધારો થયો છે. ફ્રાંસમાં મળેલા આ નવા સ્ટ્રેનને IHU નામ આપવામાં આવ્યું છે. IHU વેરિએન્ટમાં 46 મ્યુટેશન મળ્યા છે. આ કારણથી તેને લઈને ટેન્શન વધ્યું છે. એકતરફ જ્યાં ઓમિક્રોનના કારણે દુનિયામાં કોરોના અત્યંત ઝડપથી વધી રહ્યો છે અને વિજ્ઞાનીઓ તેનો સામનો કરવાનો ઉપાયો શોધવામાં વ્યસ્ત છે, એામાં આ નવા સ્ટ્રેને કોરોના મહામારીની એક નવી લહેર ફેલાવાની આશંકાને જન્મ આપ્યો છે.

ચાલો જાણીએ કે આખરે શું છે કોરોનાનો નવો સ્ટ્રેન IHU? ક્યાં મળી આવ્યો તેનો પ્રથમ કેસ? કેટલો ખતરનાક હોઈ શકે છે કોરોનાનો નવો સ્ટ્રેન IHU?

શા માટે IHUને કહેવામાં આવે છે કોરોનાનો નવો વેરિએન્ટ?
IHUનો પ્રથમ કેસ ફ્રાંસમાં મળી આવ્યો હતો. આ કોરોના વેરિએન્ટ B.1.640નો સબ-લીનેજ છે. ફ્રાંસમાં નવેમ્બર 2021માં આ વેરિએન્ટના કેસ મળી આવ્યા પછી ફ્રેન્ચ રિસર્ચર્સે IHU વેરિએન્ટને સબ-લીનેજ B.1.640 તરીકે ક્લાસીફાઈ કર્યો છે.

આ નવા સ્ટ્રેન IHUની જાણકારી 29 ડિસેમ્બર, 2021ના રોજ medRxiv પર પોસ્ટ કરવામાં આવેલા એક સ્ટડીમાં મળી છે. આ નવા સ્ટ્રેનની શોધની ઘોષણા વૈજ્ઞાનિક ડિડિએર રાઉલના નેતૃત્વમાં ફ્રાંસની યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટીટ્યુટ્સ (IHU)ના મેડિટેરેની ઈન્ફેક્શન ઈન માર્સિલેના રિસર્ચર્સે કરી છે. ફ્રેન્ચ રિસર્ચર્સે આ વેરિએન્ટને IHU નિકનેમ આપ્યું છે.

ક્યાં મળ્યો IHUનો પ્રથમ કેસ?
ફોર્બ્સના અનુસાર, IHU સ્ટ્રેનનો પ્રથમ કેસ નવેમ્બર (2021) મધ્યમાં જ ફ્રાંસમાં મળ્યો હતો અને અત્યાર સુધી ત્યાં તેના 12 કેસ મળી ચૂક્યા છે. એટલે, કોરોનાના નવા વેરિએન્ટ ઓફ કન્સર્ન ઓમિક્રોનનો પ્રથમ કેસ (24 નવેમ્બર) મળ્યો એ પહેલા IHUનો કેસ મળી ચૂક્યો હતો.

IHUનો પ્રથમ કેસ ફ્રાંસના એક એવા વ્યક્તિમાં મળ્યો કે જે વેક્સિનેટેડ હતો અને આફ્રિકન દેશ કેમેરૂનથી પરત આવ્યો હતો. તેને શ્વાસ લેવામાં મુશ્કેલીના લક્ષણ પછી થયેલા ટેસ્ટમાં કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. તેમાં IHU કે B.1.640.2 વેરિએન્ટ હોવાને સમર્થન મળ્યું. IHUનો પ્રથમ કેસ મળ્યા પછી દક્ષિણ-પશ્ચિમી ફ્રાંસના આ જ ભૌગોલિક ક્ષેત્રમાંથી 11 વધુ કેસ સામે આવ્યા છે.

કેટલો ખતરનાક છે નવો વેરિએન્ટ?
IHUમાં ખૂબ વધારે મ્યુટેશન થયા છે અને તેના કેટલાક મ્યુટેશન આલ્ફા જેવા અન્ય વેરિએન્ટ્સ જેવા હોવાના કારણે જ તેના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શરૂઆતના રિપોર્ટ્સ અનુસાર, IHUના જેનેટિક કોડમાં 46 મ્યુટેશન અને 37 ડિલિશન્સ થઈ ચૂક્યા છે, જેમાંથી મોટાભાગના સ્પાઈક પ્રોટીનમાં થયા છે.

એવું માનવામાં આવી રહ્યા છે કે IHUમાં થયેલા મ્યુટેશન દુનિયાભરમાં કહેર વરસાવી રહેલા ઓમિક્રોન વેરિએન્ટથી પણ વધુ છે. ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીનમાં 36થી વધુ મ્યુટેશન સામે આવ્યા હતા. સ્પાઈક પ્રોટીન દ્વારા જ વાયરસ માણસની કોશિકાઓ સાથે ચિપકે છે.

જો કે, રિસર્ચર્સે કહ્યું છે કે ઈન્ફેક્શન અને વેક્સિનથી સુરક્ષાના મામલે IHUને લઈને હજુ કોઈપણ અનુમાન લગાવવું ઉતાવળભર્યું ગણાશે.

દુનિયામાં ક્યાં-ક્યાં મળ્યા છે નવા સ્ટ્રેનના કેસ?
IHU કે કોરોનાના B.1.640.2 વેરિએન્ટના કેસ અત્યાર સુધીમાં માત્ર ફ્રાંસમાં જ જોવા મળ્યા છે. તેનો પ્રથમ કેસ નવેમ્બર 2021માં દક્ષિણ પશ્ચિમી ફ્રાંસમાં સામે આવ્યા પછી અત્યાર સુધી તેના 12 કેસ નોંધાયા છે.

જો કે, દુનિયાના અન્ય કોઈ દેશે IHUના કેસ મળ્યા અંગે સમર્થન આપ્યું નથી. outbreak.infoના અનુસાર, આ વેરિએન્ટનો અંતિમ કેસ 25 ડિસેમ્બર 2021ના રોજ નોંધવામાં આવ્યો હતો. તેના પછીથી ગ્લોબલ ડેટાબેઝમાં આ વેરિએન્ટના અન્ય કેસ નોંધાયા નથી.

કેટલી ઝડપથી ફેલાય છે IHU વેરિએન્ટ?
અત્યાર સુધી માત્ર ફ્રાંસમાં જ IHU (B.1.640.2)ના 12 કેસ મળ્યા છે. કોઈ અન્ય દેશે IHUના કેસો અંગે સમર્થન આપ્યું નથી. હજુ એ સ્પષ્ટ નથી કે IHU કેટલો શક્તિશાળી છે કે કોરોના વાયરસના અન્ય જાણીતા સ્ટ્રેન્સથી કેટલી વધુ ઝડપથી ફેલાય છે.

જો કે, માનવામાં આવે છે કે IHU કે તેના પૂર્વવર્તી કોરોના વેરિએન્ટ B.1.640 ઓમિક્રોન જેટલો ચેપી નથી અને એટલી ઝડપથી ફેલાઈ રહ્યો નથી.

MedRxivમાં પ્રકાશિત સ્ટડી અનુસાર, અત્યારે IHU વેરિએન્ટના વાયરોલોજિકલ, એપિડિમિલોજિકલ અને ક્લિનિકલ ફિચર્સ વિશે કોઈ અનુમાન લગાવવું એ ઉતાવળભર્યુ ગણાશે.

WHOએ નવા વેરિએન્ટ પર શું કહ્યું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ અત્યાર સુધીમાં IHUને ‘વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ કે ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ ઘોષિત કર્યો નથી. જો કે, નવેમ્બર 2021માં WHOએ વેરિએન્ટ B.1.640ને ‘વેરિએન્ટ અંડર મોનિટરિંગ’ કે VUM અંતર્ગત રાખવાની ઘોષણા કરી હતી. IHUને અત્યારે WHOએ કોઈ શ્રેણીમાં રાખ્યો નથી.

WHOએ કહ્યું છે કે તે IHU પર નજર રાખવામાં આવી રહી છે. WHOએ કોવિડ ઈન્સિડન્ટ મેનેજર આબ્દી મહેમૂદે મંગળવારે જિનિવામાં IHU અંગે કહ્યું છે કે તે તેના રડાર પર છે. આબ્દીએ કહ્યું, ‘એ વાયરસ ફેલાવાની ઘણી સંભાવનાઓ હતી.’

IHUને લઈને વધુ સ્ટડી થવાનો બાકી
IHU વેરિએન્ટને લઈને મહામારી વિશેષજ્ઞ એરિક ફિગલ-ડિંગે એક લાંબા ટ્વીટર થ્રેડ પોસ્ટ શેર કર્યા છે. ડિંગે લખ્યું છે કે કોરોના નવા વેરિએન્ટ સામે આવતા રહે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ વધુ ખતરનાક હશે.

મંગળવારે કરેલા પોતાના ટ્વીટમાં ડિંગે કહ્યું, “જે ચીજ કોઈ વેરિએન્ટને વધુ ખતરનાક બનાવે છે, એ તેમાં થનારા મ્યુટેશનની સંખ્યાના કારણે તેની વૃદ્ધિ કરવાની ક્ષમતા છે.”

તેમણે કહ્યું, “એવું થવા પર એ “વેરિએન્ટ ઓફ કન્સર્ન” બની જાય છે-ઓમિક્રોનની જેમ, જે વધુ ચેપી અને ઈમ્યુનિટીને થાપ આપવામાં સક્ષમ છે. એ જોવાનું બાકી છે કે આ નવો વેરિએન્ટ (IHU) કઈ શ્રેણીમાં આવશે.”

IHU છે જે વેરિએન્ટ B.1.640નો સબ-લીનેજ તેને જાણો
ફ્રેન્ચ રિસર્ચર્સે જે IHU વેરિએન્ટનો ઉલ્લેખ કર્યો છે, એ કોરોનાના વેરિએન્ટ B.1.640નો સબ-લીનેજ છે, જેને નવેમ્બર 2021માં જ WHOએ “વેરિએન્ટ ઓફ મોનિટરિંગ’માં રાખ્યો હતો.

નવેમ્બર 2021માં ફ્રાંસના 12 લોકોમાં મળી આવેલા વેરિએન્ટને ફ્રેન્ચ રિસર્ચર્સે અત્યારે સબ-લીનેજ B.1.640.2 સ્વરૂપમાં ક્લાસીફાઈ કર્યો છે.

B.1.640 કોરોનાનો નવો વેરિએન્ટ નથી. જિનોમ સિક્વન્સિંગ ડેટાબેઝ દ્વારા વિવિધ વેરિએન્ટ્સના ફેલાવાને ટ્રેક કરનારી વેબસાઈટ outbreak.infoના અનુસાર, કોરોનાના લીનેજ B.1.640ની ઓળખ સૌપ્રથમ 1 જાન્યુઆરી 2021ના રોજ થઈ હતી. તેના અનુસાર, અત્યાર સુધી દુનિયાભરમાં આ લીનેજથી જોડાયેલા ઈન્ફેક્શનના 400થી વધુ કેસોની ઓળખ થઈ ચૂકી છે.

આ રિપોર્ટ અનુસાર, કોરોનાના નવા સ્ટ્રેન B.1.640ના કેસો દુનિયાના 19 દેશોમાં સામે આવી ચૂક્યા છે, જેમાંથી એક કેસ ભારતમાં પણ મળી ચૂક્યો છે. ગ્લોબલ ડેટાબેઝમાં રિપોર્ટ કરાયેલા ભારતના 89763 જિનોમ સિક્વન્સિસમાંથી તેનો માત્ર એક કેસ મળ્યો હતો.

કોરોનાના B.1.640 સ્ટ્રેનના સૌથી વધુ કેસ ફ્રાંસ (287), કોંગો (39), જર્મની (17) અને યુનાઈટેડ કિંગડમ(16)માં મળ્યા છે. તેનો સૌથી વધુ ફેલાવો કોંગોમાં દેખાયો, જ્યાં 454 જિનોમ સિક્વન્સિસમાંથી 39 કેસ મળ્યા છે.

IHU વેરિએન્ટ મળવો કેમ છે ચિંતાની વાત?
કોરોનાના નવા વેરિએન્ટ IHU મળ્યો એ પહેલા જ ઓમિક્રોન વેરિએન્ટનું સંકટ ભોગવી રહેલી દુનિયા માટે વધુ એક ચિંતાજનક સમાચાર છે. ઓમિક્રોનનો પ્રથમ કેસ 24 નવેમ્બર 2021ના રોજ સાઉથ આફ્રિકામાં મળ્યો હતો અને દોઢ મહિનાથી ઓછા સમયમાં જ એ દુનિયાના 100થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

ઓમિક્રોનના કારણે અમેરિકા, યુરોપ અને ભારતમાં પણ કોરોના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં ઓમિક્રોનના કારણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે.

દેશમાં ત્રીજી લહેર દરમિયાન ડેઈલી કેસોની સંખ્યા 16 લાખ સુધી જવાની આશંકા છે, જે બીજી લહેર દરમિયાન આવેલા 4 લાખ કેસોની મહત્તમ સંખ્યા 4 ગણી વધુ છે.