તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:પેગાસસ સ્પાયવેરથી ભારતના 40થી વધુ પત્રકારોની જાસુસીનો દાવો, જાણો, આ સ્પાયવેર વિશે દરેક વાત

2 મહિનો પહેલા
  • આ પહેલાં પણ ઘણીવાર પેગાસસ વિવાદોમાં રહ્યું છે. વર્ષ 2019માં વોટ્સએપે પેગાસસને બનાવનાર કંપની સામે કેસ કર્યો હતો.

ભારતમાં મંત્રીઓ, વિપક્ષના નેતાઓ, પત્રકારો, કાયદાકીય બાબતો સાથે સંકળાયેલા અગ્રણીઓ, બિઝનેસમેન, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, એક્ટિવિસ્ટ સહિત આશરે 300 લોકોની જાસૂસી કરવામાં આવી છે. ધ વાયરના એક અહેવાલ પ્રમાણે, આ પૈકી આશરે 40 પત્રકારનો સમાવેશ થાય છે. તેમની પર ફોન મારફત ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ માટે ઈઝરાયેલનું પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પેગાસસ સ્પાયવેર એક એવો કમ્પ્યુટર પ્રોગ્રામ છે, જેના મારફત કોઈપણ ફોનને હેક કરી એના કેમેરા, માઈક, કન્ટેન્ટ સહિત તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે. આ સોફ્ટવેરથી ફોન પર કરવામાં આવેલી વાતચીતને પણ જાણી શકાય છે.

તો આવો વીડિયોના માધ્યમથી જાણીએ કે પેગાસેસ છે શું અને તેનું ચર્ચામાં આવાનું કારણ શું છે. આ સ્પાયવેર કેવી રીતે કામ કરે છે અને આ પહેલા પેગાસેસને લઇને શું વિવાદ થયા છે. પેગાસસ સ્પાયવેર વિશેની એ દરેક વાત જે તમે જાણવા માગો છો.