તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ચીન કહે છે, કોરોના ભારતથી ફેલાયો, WHOએ તેની જ ભાષામાં કહ્યું-વુહાનની લેબમાંથી વાયરસ ફેલાવાની શક્યતા જ નથી

4 મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

કોરોનાના શરૂઆતના કેસ ચીનના જે વુહાન શહેરથી આવ્યા ત્યાં WHOની ટીમ પહોંચી છે. 14 જાન્યુઆરીએ પહોંચેલી આ ટીમે મંગળવારે એટલે કે 9 ફેબ્રુઆરીએ પ્રથમવાર અત્યારસુધીની તપાસ અંગે જણાવ્યું છે, પરંતુ જે જણાવ્યું એ WHOની તપાસનું પરિણામ ઓછું અને ચીનના પ્રોપેગેંડાનું સમર્થન વધુ લાગી રહ્યું છે.

તેઓ પ્રોપેગેંડા જેમાં ચીન ક્યારેક ભારત, તો ક્યારેક બ્રાઝિલ, તો ક્યારેક યુરોપના દેશોને ઘસડતું રહ્યું છે. એ પ્રોપેગેંડા જેમાં કોરોના વાયરસને ચીનથી નહીં, પરંતુ કોઈ અન્ય દેશથી આવ્યાની વાત કરવામાં આવે છે, જેને દુનિયાના કોઈપણ બીજા દેશે હજુ સુધી સમર્થન આપ્યું નથી.

મંચ WHOનો, શબ્દો ચીનના અને નિશાન ભારત પર
WHOની ટીમ સાથે ચાઈનીઝ વિજ્ઞાની પણ કામ કરી રહ્યા છે. ચાઈનીઝ વિજ્ઞાનીઓના પ્રમુખ લિયાંગ વાનિયન છે. તેમણે WHOની પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોરોનાના શરૂઆતના કેસ સી-ફૂડ માર્કેટ આસપાસના વિસ્તાર ઉપરાંત બાકી શહેરમાં પણ આવ્યા હતા. એવામાં શક્ય છે કે વાયરસ આ સી-ફૂડ માર્કેટના બદલે અન્ય કોઈ સ્થળેથી આવ્યો હોય.

આ થિયરીને અત્યારસુધી ચીન સિવાય અન્ય કોઈપણ દેશે સમર્થન આપ્યું નથી, પરંતુ WHOના મંચથી ચીને પોતાના આ પ્રોપેગેંડાને ફરી એકવાર રજૂ કર્યો. એનો ઈશારો ભારત અને બ્રાઝિલ જેવા દેશોની તરફ હતો, કેમ કે ચીને નવેમ્બરમાં દાવો કર્યો હતો કે 2019ના ઉનાળામાં કોરોના ભારતમાં પેદા થયો. જાનવરોમાંથી ગંદા પાણી દ્વારા એ માણસો સુધી પહોંચ્યો. અહીંથી દુનિયામાં ફેલાયો.

જ્યારે ડિસેમ્બર 2020માં ચાઈનીઝ વિજ્ઞાનીઓએ દાવો કર્યો હતો કે બ્રાઝિલથી આવેલા ફ્રોઝન ફૂડમાં કોરોનાના જીવિત વાયરસ મળ્યા હતા. જોકે એ સમયે WHOએ ચીનના આ દાવાને નકારી દીધો હતો.

ટ્રમ્પ જેને ચાઈનીઝ લેબથી ફેલાયેલો વાયરસ કહેતા રહ્યા એ થિયરીને નકારી
14 જાન્યુઆરીએ WHOની ટીમ વુહાન પહોંચી. 14 દિવસ ક્વોરન્ટીન રહી. એ પછી 12 દિવસ સુધી વુહાનની અલગ-અલગ સાઈટ્સ પર જઈને તપાસ કરી. મંગળવારે આ ટીમે વુહાનની લેબથી વાયરસ લીક થવાની થિયરીને નકારી દીધી. કહ્યું-લેબથી કોરોના ફેલાવાની કોઈ શક્યતા જ નથી. જોકે એ ન જણાવ્યું કે અસલમાં કોરોના વુહાન કેવી રીતે પહોંચ્યો અને કઈ રીતે દુનિયામાં ફેલાયો. એ વાત અલગ છે કે આ ટીમે કોરોના ફેલાવાના કેટલાક સંભવિત કારણ જરૂર જણાવ્યાં.

કેવી રીતે ફેલાયો કોરોના, એના વિશે સ્પષ્ટ કંઈ ન કહ્યું
WHOના ફૂડ સેફ્ટી અને એનિમલ ડિઝીઝ એક્સપર્ટ પીટર બેન એમ્બાર્કે કહ્યું હતું કે આ મિશન વાયરસના સોર્સની ભાળ લગાવવાનું પ્રથમ પગલું છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે શક્ય છે કે આ વાયરસ કોઈ જંગલી જાનવરથી માણસો સુધી પહોંચ્યો હોય, જેમ કે-પેંગોલિન કે બામ્બૂ રેટ અથવા તો એવું પણ હોઈ શકે છે કે એ સીધો જ ચામાચીડિયામાંથી માણસોમાં આવ્યો હોય. અને એ પણ સંભવ છે કે આ વાયરસ ફ્રોઝન ફૂડ દ્વારા માણસો સુધી પહોંચ્યો હોય.

WHOની તપાસ પર અમેરિકન એક્સપર્ટ્સે ઉઠાવ્યા સવાલ

  • અમેરિકન સંસ્થા AIDS હેલ્થકેર ફાઉન્ડેશને આ તપાસ રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. સંસ્થાના કહેવા પ્રમાણે, આ તપાસ દળમાં એવા લોકો સામેલ છે, જેમનું ચીનતરફી વલણ રહ્યું છે. કેટલાક વિજ્ઞાનીઓ પર તો કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટનો પણ કેસ બને છે. આ પ્રકારની કોઈપણ તપાસમાં ત્યાં સુધી સાચું કારણ સામે નહીં આવે, જ્યાં સુધી સંપૂર્ણ રીતે સ્વતંત્ર તપાસ ટીમ વુહાનમાં જઈને તપાસ નહીં કરે.
  • ગ્લોબલ હેલ્થ પર કામ કરનારા યાનઝોંગ હુઆને ન્યૂયોર્ક ટાઈમ્સને કહ્યું હતું કે આ સંપૂર્ણપણે ચીનના પ્રભાવમાં એના હિસાબે કરાયેલી તપાસ છે. તેઓ કહે છે કે WHOએ ચીન પર જરૂરી ડેટા અને એક્સેસ માટે દબાણ વધારવું પડશે. અત્યારે આ ટીમ ચીન સરકારના નક્કી પેરામીટર પર કામ કરી રહી છે. એમાંથી વધુ કંઈ બહાર નહીં આવે.
  • કેટલાક વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે, જો કોરોના ફેલાવા માટે બીજા દેશોને જવાબદાર ઠેરવવાની કોશિશ કરવામાં આવે છે તો આ તપાસ પોતાના મકસદથી હટી જશે. કોરોનાના શરૂઆતના દિવસોમાં શું થયું એની ભાળ મેળવવા માટે ચીનમાં આ તપાસ ખૂબ મહત્ત્વની છે, જેનાથી આગળ કોઈ અન્ય મહામારીને રોકી શકાય.

હુનાનના સી-ફૂડ માર્કેટમાંથી કોરોના ફેલાવાની થિયરી પર WHOની ટીમે શું કહ્યું?
WHOની ટીમમાં સામેલ નેધરલેન્ડના વાયરોલોજિસ્ટ મરિયોન કૂપમેન્સે કહ્યું હતું કે આ સી-ફૂડ માર્કેટમાં સસલા અને બામ્બૂ રેટ જેવા કેટલાંક જાનવરો વેચાય છે, જે ચામાચીડિયાના નજીકના સંપર્કમાં રહે છે અને એનાથી કોરોના ફેલાવાની આશંકા ઘણી વધારે છે.

WHOની ટીમ વુહાન શા માટે ગઈ હતી?
દુનિયામાં સૌથી પહેલા વુહાનમાં જ કોરોનાના કેસ સામે આવ્યા હતા. આ કારણથી WHOએ વુહાનની પસંદગી કરી છે. ડિસેમ્બર 2019માં વુહાનના લોકો આ સંક્રમણની ઝપટમાં આવવાનું શરૂ થયું. એમાંથી મોટા ભાગના લોકોનો સંબંધ અહીંના મોટા સી-ફૂડ માર્કેટ સાથે હતો. ઝડપથી વધતા કેસોને જોઈને ચીનના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સને તપાસ માટે ટીમ મોકલી. 23 જાન્યુઆરી 2020ના રોજ અહીં લોકડાઉન લગાવી દેવાયું. માર્ચમાં અહીં કોરોના કાબૂમાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું નુકસાન કરી ચૂક્યો હતો. 76 દિવસ પછી 8 એપ્રિલે વુહાનમાં લોકડાઉન હટાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...