તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:અફઘાનિસ્તાનની 200 લાખ કરોડ રૂપિયાની ખનીજ સંપત્તિ પર છે ચીનની નજર; તેથી આપી રહ્યાં છે તાલિબાનને સાથે; જાણો બધું જ

21 દિવસ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં 20 વર્ષ પછી સત્તામાં પરત ફરેલા તાલિબાનથી જો કોઈ ખુશ છે તો તે છે ચીન. ચીન ઉપરાંત રશિયા અને પાકિસ્તાન જ એવા દેશ છે જેઓ અફઘાનિસ્તાનના તાલિબાન શાસનથી સતત સંપર્કમાં છે. ત્રણેય દેશોએ કાબુલમાં પોતાની એમ્બેસી કાર્યરત રાખી છે, જ્યારે ભારત સહિત વિશ્વના મોટા ભાગનાં દેશોએ પોતાની એમ્બેસી બંધ કરી દીધી છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ એવી છે કે ત્યાંથી અમેરિકા લગભગ બહાર થઈ ગયું છે. રશિયાનો મોટા ભાગનો ઈન્ટરેસ્ટ અફઘાનિસ્તાનમાં નથી પરંતુ તેમને રસ તો માત્ર સેન્ટ્રલ એશિયામાં આતંકી પ્રવૃતિઓને રોકવાનો છે. પાકિસ્તાન તો તે જ કરશે જે ચીનને ફાયદો પહોંચાડતું હોય. એટલે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો લાભ ચીન જ ઉઠાવશે. હકિકતમાં વાત માત્ર આ ક્ષેત્રમાં દાદગીરી કરવાનો કે પ્રભાવ વધારવાનો નથી. અફઘાનિસ્તાનમાં 3 ટ્રિલિય ડોલર (લગભગ 200 લાખ કરોડ રૂપિયા)ની ખનીજ સંપત્તિ છે, જેના પર દુનિયાની ફેક્ટરી તરીકે સ્થાપિત થઈ ગયેલા ચીનની નજર છે.

તો શું આ ખનીજ સંપત્તિના કારણે ચીન તાલિબાનને સપોર્ટ કરી રહ્યું છે? શું અન્ય કારણો પણ છે જે ચીનને તાલિબાન સાથે મિત્રતા કરવા માટે મજબૂર કરી રહ્યું છે? તાલિબાન સાથેની મિત્રતાની પાછળ ચીનનો એજન્ડા શું છે? આવો સમજીએ આ પ્રશ્નોના જવાબ.

આ ફોટો 28 જુલાઈનો છે. ચીનના વિદેશ મંત્રીએ તાલિબાનના મોટા નેતાઓ સાથે તિયાંજિન (ચીન)માં મુલાકાત કરી હતી.
આ ફોટો 28 જુલાઈનો છે. ચીનના વિદેશ મંત્રીએ તાલિબાનના મોટા નેતાઓ સાથે તિયાંજિન (ચીન)માં મુલાકાત કરી હતી.

અફઘાનિસ્તાનમાં કેટલું અને કઈ રીતે સક્રિય છે ચીન?

 • અત્યાર સુધીમાં તાલિબાન શાસનને કૂટનીતિક માન્યતા આપવાનો મામલો હોય કે સૌથી પહેલાં મિત્રતા વધારવાનો, ચીન સૌથી આગળ રહ્યું છે. અંતે તાલિબાનને આ વાતની જરૂરિયાત છે, જેના બદલામાં ચીન પોતાની શર્તો પણ તેમના પર થોપી શકે છે.
 • ચીનના સૌથી પહેલાં વિશેષ દૂત લિઉ જિયાનની જગ્યાએ કતાર અને જોર્ડનમાં રાજદૂત રહેલા યુઇ જાઓ યોંગને કાબુલ મોકલવામાં આવ્યા. જે બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તાલિબાનના ડેપ્યુટી લીડર મુલ્લા અબ્દુલ ગની બહાદર સાથે મુલાકાત કરી. જેનાથી બંનેના સંબંધોનો ટોન સેટ થયો. જે બાદ જે કંઈ થયું, તે બંને વધુ નીકટ લાવ્યા.
 • 15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યો અને આ સાથે જ અફઘાનિસ્તાનમાં કંટ્રોલ મેળવી લીધો. જેના બીજા જ દિવસે ચીને મિત્રતાનો હાથ લંબાવ્યો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે તાલિબાનની સાથે મિત્રતા રાખવા માગીએ છીએ.
 • 25 ઓગસ્ટે ચીનના રાજદૂત વાંગ યૂએ કાબુલમાં તાલિબાનના પોલિટિકલ ઓફિસમાં ડેપ્યુટી હેડ અબ્દુલ સલામ હનાફી સાથે મુલાકાત કરી. આ કોઈ પણ દેશના ડિપ્લોમેટ સાથે તાલિબાન પ્રશાસનની પહેલી મુલાકાત છે. એટલે કે આખી દુનિયાથી માન્યતા મેળવવાની ઈચ્છા રાખનાર તાલિબાનને ચીન સંપૂર્ણપણે મદદ કરી રહ્યું છે.
ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનના પોલિટિકલ ઓફિસના પ્રવક્તા ડૉ. એમ નઇમે 28 ઓગસ્ટે આ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. ચીની રાજદૂતે હાલમાં જ કાબુલમાં તાલિબાનના ટોપ લીડર સાથે મુલાકાત કરી. તેઓ દુનિયાના એવા પહેલાં રાજદૂત છે જેઓએ તાલિબાન સાથે ડિપ્લોમેટિક સંબંધોની શરૂઆત કરી.
ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનના પોલિટિકલ ઓફિસના પ્રવક્તા ડૉ. એમ નઇમે 28 ઓગસ્ટે આ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. ચીની રાજદૂતે હાલમાં જ કાબુલમાં તાલિબાનના ટોપ લીડર સાથે મુલાકાત કરી. તેઓ દુનિયાના એવા પહેલાં રાજદૂત છે જેઓએ તાલિબાન સાથે ડિપ્લોમેટિક સંબંધોની શરૂઆત કરી.

તાલિબાનને સપોર્ટ આપવાના બદલામાં ચીન શું ઈચ્છી રહ્યું છે?

 • ચીને જે કહ્યું તે મુજબ તેઓ તાલિબાન સાથે મિત્રતા ઈચ્છે છે કે જેથી જિંઝિયાંગ પ્રાંતમાં આતંકી ગ્રુપ્સની એક્ટિવિટીને રોકી શકાય. ચીનના વિદેશ મંત્રીની બરાદર સાથે મીટિંગ દરમિયાન પણ ઉઇગર આતંકીઓનો મુદ્દો ઉઠ્યો હતો. વાંગ યીએ તો કહ્યું પણ હતું કે તાલિબાનને ETIM સાથે પણ તમામ સંબંધો તોડવા પડશે. આ સંગઠન ચીનની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતા વિરૂદ્ધ સીધેસીધો ખતરારૂપ છે.
 • તુર્કીસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ (TIM)ને ઈસ્ટ તુર્કીસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ (ETIM) પણ કહેવામાં આવે છે. આ પશ્ચિમી ચીનમાં ઉઇગર ઈસ્લામિક આતંકીઓનું સંગઠન છે. આ સંગઠન ચીનના જિંઝિયાંગને ઈસ્ટ તુર્કિસ્તાન તરીકે સ્વતંત્ર બનાવવાની માગ કરે છ.ે
 • 2002થી ETIMને યુએન સિક્યોરિટી કાઉન્સિલ અલકાયદા સેકશન્સ કમિટીએ આતંકી સંગઠન તરીકે લિસ્ટમાં મૂક્યું છે. જો કે અમેરિકાએ 2020માં આ સંગઠનને આતંકી સંગઠનની યાદીમાં બહાર કાઢ્યું હતું. જેનાથી બંને દેશોમાં ટ્રેડવોરે એક અલગ જ વણાંક લીધો છે.
 • અમેરિકા, યુકે અને યુએને ચીન પર જિંઝિયાંગમાં લોકલ મુસ્લિમ ઉઇગર વસ્તી વિરૂદ્ધ માનવાધિકાર ઉલ્લંઘનોના આરોપ લગાવ્યા છે. ચીન પર આ સમુદાયથી બંધુઆ મજૂરી કરાવવાનો અને અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવાનો પણ આરોપ મુક્યો છે. 2000ના દશકાથી જ ETIMની મૂળિયા અફઘાનિસ્તાનમાં જ છે. જેને તાલિબાન તેમજ અલકાયદાનો સપોર્ટ મળી રહ્યો છે.

શું માત્ર ટેરરિસ્ટ ગ્રુપને કંટ્રોલ કરાવવાના હેતુથી ચીન તાલિબાનની સાથે છે?

 • ના. અફઘાનિસ્તાનમાં રેઅર અર્થ્સ અને લિથિયમ સહિત અનેક ખનીજ ભંડાર છે. જે અંગે પહેલાં જાણકારી ન હતી. છેલ્લાં 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં ખનીજોને લઈને અનેક આંકલન કરવામાં આવ્યા છે. અમેરિકી રિપોર્ટ્સનો દાવો છે કે 3 ટ્રિલિયન ડોલરનો ખનીજ ભંડાર ત્યાં દબાયેલો છે. આ આંકલન 2010નો છે. જેની આજે કિંમત ઘણી જ વધારે હોય શકે છે.
 • અફઘાનિસ્તાનમાં લિથિયમ-આર્યન બેટરીમાં ઉપયોગ થનારા લિથિયમનો વિશ્વમાં સૌથી મોટો ભંડારો પણ હોય શકે છે. જેનો ઉપયોગ ન માત્ર બેટરીમાં પરંતુ ઈલેકટ્રિક વાહનોની સાથે જ રિન્યૂએબલ એનર્જી ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે થઈ રહ્યો છે.
 • અમેરિકી ડિફેન્સ ડિપાર્ટમેન્ટે 2010માં અફઘાનિસ્તાનને 'લિથિયમનું સાઉદ આરબ' કહ્યું હતું. જેનો અર્થ એ છે કે મિડલ ઈસ્ટર્ન દેશમાંથી ક્રુડ ઓઈલની દુનિયાભરમાં જે રીતે સપ્લાઈ થાય છે, તેવી જ રીતે લિથિયમની સપ્લાઈ અફઘાનિસ્તાનમાંથી થઈ શકે છે.
 • 2019માં અફઘાનના ખનીજ મંત્રાલય રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનમાં 1.4 મિલિયન ટનનું રેઅર અર્થ મટિરિયલ્સ છે. આ 17 એલિમેન્ટ્સનું એક ગ્રુપ છે, જે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સથી લઈને મિલ્ટ્રી ઈક્વિપમેન્ટ સુધીમાં ઉપયોગ થાય છે.
 • આ ઉપરાંત કોપર, ગોલ્ડ, ઓઈલ, નેચરલ ગેસ, યુરેનિયમ, બોક્સાઈટ, કોલસો, રેઅર અર્થ્સ, ક્રોમિયમ, લેડ, ઝિંક, જેમસ્ટોન, ટેલ્ક, સલ્ફર, ટ્રેવરટાઈન, જિપ્સમના મોટા ભંડારાઓ છે.
 • અફઘાનિસ્તાનની મુશ્કેલી એ છે કે લાંબા સમયથી દેશમાં યુદ્ધની સ્થિતિ બનેલી છે. આ કારણે ખાણને એક્સપ્લોર નથી કરી શકાઈ. અમેરિકા અને અફઘાન સરકારોએ જ્યારે અભ્યાસ કર્યો તો લિથિયમ, કોપર સહિત અને મિનરલ્સના ભંડારાઓ હોવાની જાણકારી સામે આવી.

શું ચીનને તાલિબાન પાસેથી વધુ ફેવર જોઈએ છે?

 • હાં. ચીનના સ્ટ્રેટેજિક બેલ્ટ-એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)નો વ્યાપ વધી જશે, જો પેશાવરથી કાબુલ સડક માર્ગથી જોડાય જશે. આ રોડને બનાવવાની વાતચીત પહેલાં પણ થઈ હતી. આ રોડ બની જશે તો મિડલ ઈસ્ટ માટે ચીનનો સામાન પહોંચાડવામાં મદદ મળશે. આ વધુ સુવિધાજનક અને ઝડપથી ડિલીવરીમાં કામ આવશે.
 • કાબુલથી થઈને નવો રસ્તો બનશે તો BRI સાથે જોડાવવા માટે ભારત પરની નિર્ભરતા ઘણી હદે ઓછી થઈ જશે. ચીન ઘણાં લાંબા સમયથી અનુરોધ કરી રહ્યું છે તેમ છતાં ભારતે BRIમાં જોડાવવાનો અત્યાર સુધી ઈનકાર જ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...